android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Republic Day 2026: છેલ્લા 5 વર્ષમાં દિલ્હીના કર્તવ્ય પથ પર જોવા મળેલી ગુજરાતની શાનદાર ઝાંખીઓ, જુઓ સુંદર તસવીર
calendar_today January 23, 2026

Republic Day 2026: છેલ્લા 5 વર્ષમાં દિલ્હીના કર્તવ્ય પથ પર જોવા મળેલી ગુજરાતની શાનદાર ઝાંખીઓ, જુઓ સુંદર તસવીર

ભારતમાં 77મો ગણતંત્ર દિવસની જોરશોરથી તૈયારીઓ થઈ રહી છે. દિલ્હીમાં કર્તવ્ય (રાજઘાટ) પથ પર 26 જાન્યુઆરી, 2026 ના રોજ પ્રજાસત્તાક દિવસ ઉજવાશે. દિલ્હીમાં થતી પરેડને લઈને અત્યારે ફુલ રિહર્સલ ચાલી રહ્યું છે. પ્રજાસત્તાક દિવસે દિલ્હીમાં ત્રણેય સેના દ્વારા પરેડ અને હવાઇ પ્રદર્શન પણ થશે. આ ઉપરાંત વિવિધ રાજ્યોના ટેબ્લોની સુંદર ઝાંખી પણ પ્રદર્શિત કરવામાં આવશે. છેલ્લા કેટલાક વર્ષથી ગુજરાતની ઝાંખીને વધુ પસંદ કરવામાં આવી રહી છે. દિલ્હી પરેડમાં પ્રદર્શિત થતી ઝાંખીમાં ગુજરાતની શાન જોવા મળે છે. જાણો છેલ્લા 5 વર્ષમાં દિલ્હીના કર્તવ્ય પથ પર ગુજરાતની કઈ-કઈ ઝાંખી રજૂ કરવામાં આવી. આ વર્ષ 2026માં ગુજરાત દ્વારા વંદે માતરમ થીમ પર ઝાંખી પ્રદર્શિત કરવામાં આવશે.

Read Full Story arrow_forward
Jammu Kashmir Snowfall: કાશ્મીરમાં ભારે હિમવર્ષા, જમ્મુ શ્રીનગર નેશનલ હાઇવે બંધ, 26 ફ્લાઇટ કેન્સલ
calendar_today January 23, 2026

Jammu Kashmir Snowfall: કાશ્મીરમાં ભારે હિમવર્ષા, જમ્મુ શ્રીનગર નેશનલ હાઇવે બંધ, 26 ફ્લાઇટ કેન્સલ

કાશ્મીર ઘાટીમાં આજે જબરદસ્ત હિમવર્ષા થઇ રહી છે. ભારે બરફવર્ષાને કારણે જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ કરવામાં આવ્યો છે. સતત બરફ વર્ષા થતા ઠેર ઠેર બરફ જામી ગયો છે. પરિણામે રોડ રસ્તા પણ બ્લોક થઇ ગયા છે.  અધિકારીઓને વાહનવ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે. રોડ રસ્તા બરફવર્ષાને કારણે બ્લોક કાઝીગુંડ સહિત અનેક વિસ્તારોમાં બરફવર્ષા ચાલુ છે. અનંતનાગના અનેક ભાગોમાં ભારે પવન અને ભારે બરફવર્ષાને કારણે વીજળી પુરવઠો પણ ખોરવાઈ ગયો છે. સતત ખરાબ હવામાનને કારણે અનેક વિસ્તારોમાં વીજળી પુરવઠો ખોરવાઈ ગયો છે. વીજળી વિકાસ વિભાગ (PDD) એ નુકસાનનું મૂલ્યાંકન કરવા અને તેને પુનઃસ્થાપિત કરવા માટે ફિલ્ડ સ્ટાફ અને ટેકનિકલ ટીમો તૈનાત કરી છે.  ફ્લાઇટ્સ સેવા પ્રભાવિત શ્રીનગરમાં સતત બરફવર્ષાને કારણે હવાઈ સેવાઓ પર પણ અસર પડી છે. બરફવર્ષાને કારણે શ્રીનગર એરપોર્ટ પર છવીસ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. ટેકઓફ અને લેન્ડિંગને અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવ્યું છે, જેના પરિણામે મુસાફરો માટે રાહ જોવાનો સમય વધારાનો છે. ઇન્ડિગોએ એડવાઇઝરી જાહેર કરીને કહ્યું કે   હવામાન સાફ થતાં જ તે ફ્લાઇટ્સ ફરી શરૂ કરવામાં આવશે.  મુસાફરોને એરપોર્ટ પર જતા પહેલા તેમની ફ્લાઇટ્સની નવીનતમ સ્થિતિ ઑનલાઇન તપાસવાની સલાહ આપવામાં આવે છે. જેમની ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ છે તેઓ તેમની ટિકિટ ફરીથી બુક કરાવી શકે છે અથવા રિફંડનો વિકલ્પ પસંદ કરી શકે છે. વૈષ્ણોદેવી માર્ગ બંધ કરાયો છેલ્લા 24 કલાકમાં જમ્મુ અને કાશ્મીરમાં હવામાનમાં અચાનક પલટો આવ્યો છે, જેના કારણે ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે બરફવર્ષા, ભારે પવન અને ભારે પવન ફૂંકાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ સમયગાળા દરમિયાન અનેક જિલ્લાઓમાં ભારે પવન ફૂંકાયો હતો, જેના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું. યાત્રાળુઓની સલામતીને ધ્યાનમાં રાખીને, હિમવર્ષાને કારણે શ્રી માતા વૈષ્ણોદેવી માર્ગ બંધ કરવામાં આવ્યો છે. પટની ટોપ, નાથ ટોપ અને સનાસરમાં પણ ભારે બરફવર્ષા નોંધાઈ હતી. ` Shani Gochar : આ 3 રાશિના લોકોનો વટ પડી જશે! શનિ દેવ વરસાવશે કૃપા

Read Full Story arrow_forward
Republic Day 2026 : ભારત 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ઉંબરે છે, ત્યારે રાષ્ટ્રભક્તિના રંગે રંગાવા માટે ચોટીલાની ધરતી પર એક અદભૂત નજરાણું તૈયાર
calendar_today January 23, 2026

Republic Day 2026 : ભારત 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ઉંબરે છે, ત્યારે રાષ્ટ્રભક્તિના રંગે રંગાવા માટે ચોટીલાની ધરતી પર એક અદભૂત નજરાણું તૈયાર

₹29 કરોડના ખર્ચે અને 16 હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલું 'રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય' આજે આઝાદીના અમર ઇતિહાસનું કેન્દ્ર બન્યું છે. જેમના શબ્દોએ અંગ્રેજ હકૂમતને હચમચાવી હતી, તેવા મેઘાણીજીની જીવનયાત્રાને અહીં આઠ વિશેષ ઝોનમાં કંડારવામાં આવી છે. નવી પેઢીમાં રાષ્ટ્રપ્રેમનો જુવાળ જગાવતું આ આધુનિક મ્યુઝિયમ આપણી ધરોહરને કેવી રીતે જીવંત કરી રહ્યું છે. ચોટીલાના હાર્દ સમાન આ ભવન બે માળમાં પથરાયેલું છેઅહીં મેઘાણીજીનું બાળપણ, કલકત્તાના સંસ્મરણો અને 'સૌરાષ્ટ્રની રસધાર' જેવી અમર સાહિત્યિક કૃતિઓને કલાત્મક રીતે પ્રદર્શિત કરાઈ છે. ખાસ કરીને ધોલેરા સત્યાગ્રહ અને ગાંધીજી દ્વારા અપાયેલા 'રાષ્ટ્રીય શાયર'ના બિરુદની ઐતિહાસિક ક્ષણો મુલાકાતીઓને સ્વાતંત્ર્ય સંગ્રામના સંઘર્ષની અનુભૂતિ કરાવે છે. વિદ્યાર્થીઓ આ અમૂલ્ય વારસાનો પરિચય મેળવી ચૂક્યા છે સંગ્રહાલયના આઠમા ઝોનમાં મુલાકાતીઓ 'કસુંબીનો રંગ' અને અન્ય લોકગીતો સ્વયં મેઘાણીજીના અવાજમાં સાંભળી શકે છે. અહીં મુકાયેલી સંગીત ખુરશીઓ અને વિશાળ સભાખંડ મુખ્ય આકર્ષણ છે. તાલીમબદ્ધ સ્ટાફના માર્ગદર્શન હેઠળ છેલ્લા ચાર મહિનામાં જ 6 હજારથી વધુ પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓ આ અમૂલ્ય વારસાનો પરિચય મેળવી ચૂક્યા છે. મેઘાણીજીની આ કલમયાત્રા આજે પણ હજારો યુવાનો માટે પ્રેરણાનો સ્ત્રોત છે સામાન્ય જનતા માટે ₹20 અને વિદ્યાર્થીઓ માટે માત્ર ₹10ના પ્રવેશ દર સાથે આ મ્યુઝિયમ શિક્ષણ અને પર્યટનનો અનોખો સંગમ છે. ગુરુવાર સિવાય દરરોજ સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી ખુલ્લું રહેતું આ સ્થળ પ્રજાસત્તાક પર્વના અવસરે દેશભક્તિ અને લોકસંસ્કૃતિના સાચા દર્શન કરાવે છે. મેઘાણીજીની આ કલમયાત્રા આજે પણ હજારો યુવાનો માટે પ્રેરણાનો સ્ત્રોત છે. આ પણ વાંચો : Weather News : ગુજરાતના ખેડૂતોને કમોસમી માવઠાના સંકટથી મળશે રાહત, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડીનું જોર વધશે

Read Full Story arrow_forward