android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live : ભારતમાં T20 વર્લ્ડકપ નહીં રમે બાંગ્લાદેશની ટીમ, ભારતમાં વર્લ્ડ કપ નહીં રમવાનો નિર્ણય લેવાયો
calendar_today January 22, 2026

Gujarat Latest News Live : ભારતમાં T20 વર્લ્ડકપ નહીં રમે બાંગ્લાદેશની ટીમ, ભારતમાં વર્લ્ડ કપ નહીં રમવાનો નિર્ણય લેવાયો

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 22 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Jasdan-આટકોટ રોડ પર બે ટુ-વ્હીલર વચ્ચે જોરદાર ટક્કર, અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
calendar_today January 22, 2026

Jasdan-આટકોટ રોડ પર બે ટુ-વ્હીલર વચ્ચે જોરદાર ટક્કર, અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

જસદણ-આટકોટ રોડ પર ફરી એકવાર માર્ગ અકસ્માતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આટકોટ રોડ પર આવેલા રામા ધણી હેલ્મેટની દુકાન પાસે બે ટુ-વ્હીલર ચાલકો ભટકાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો જોરદાર હતો કે બંને વાહનો અથડાતા જ રસ્તા પર ફંગોળાયા હતા. આ સમગ્ર ઘટના નજીકની દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે બે વાહનો એકબીજા સાથે અથડાયા હતા.ટુ વ્હીલર સામસામે અથડાતા અકસ્માતઅકસ્માત સર્જાતા જ આસપાસના લોકો અને રાહદારીઓ મદદ માટે દોડી આવ્યા હતા. આ ટક્કરમાં ટુ-વ્હીલર ચાલકને શરીરે વધતે-ઓછે અંશે ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક ઈજાગ્રસ્ત ચાલકને વધુ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વાહનોને નોંધપાત્ર નુકસાન પહોંચ્યું છે. અકસ્માતમાં ટુ વ્હીલર ચાલકને ઈજા પહોંચીજસદણ-આટકોટ રોડ પર સતત વધતા ટ્રાફિક અને વાહનોની અનિયંત્રિત ગતિને કારણે અવારનવાર આવા અકસ્માતો સર્જાતા હોય છે, જેને લઈને સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે. પોલીસ દ્વારા વાહનચાલકોને સુરક્ષિત અંતર જાળવી અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad ના બોડકદેવમાં ફાયરિંગથી દંપતિના મોતનો કેસ, મૃતદેહોને અંતિમક્રિયા માટે વતન લઇ જવાયા...
calendar_today January 22, 2026

Ahmedabad ના બોડકદેવમાં ફાયરિંગથી દંપતિના મોતનો કેસ, મૃતદેહોને અંતિમક્રિયા માટે વતન લઇ જવાયા...

અમદાવાદના બોડકદેવમાં આવેલા NRI ટાવરમાં મોડી રાત્રે બનેલી લોહીયાળ ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું છે. વર્ગ-1ના અધિકારી યશરાજસિંહ ગોહિલે પોતાની પત્નીની હત્યા કરી પોતે પણ આપઘાત કરી લેતા, પરિવારનો એકનો એક વંશવારસ છીનવાઈ ગયો છે. આજે બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ બાદ તેમના વતન લીમડા ગામે લઈ જવામાં આવ્યા હતા. વતનમાં દંપતીના મૃતદેહ પહોંચતા જ આખું ગામ હિબકે ચઢ્યું હતું. દીકરા અને વહુના અકાળે અવસાનથી પરિવારમાં ક્યારેય ન પુરાય તેવી ખોટ પડી છે અને સમગ્ર પરિવાર શોકમાં ડૂબી ગયો છે.પત્નીની હત્યા બાદ પતિનો આપઘાત દંપતીના મોતના આઘાતમાં આજે લીમડા ગામ સજ્જડ બંધ પાળી રહ્યું છે. ગ્રામજનોએ સ્વયંભૂ વેપાર-ધંધા બંધ રાખી આ શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. આજે સાંજે ગામના સ્મશાનગૃહમાં બંનેની અંતિમક્રિયા એકસાથે કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ હાઈપ્રોફાઈલ કેસમાં પોલીસ હજુ પણ ઝીણવટભરી તપાસ કરી રહી છે કે કયા કારણોસર હસતા-રમતા પરિવારમાં આવો કરુણ અંજામ આવ્યો. અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં રાજકીય અગ્રણીઓ અને સ્નેહીજનો હાજર રહી દંપતીને ભીની આંખે વિદાય આપશે. આ પણ વાંચો : Gandhinagar News : સાઇબર ક્રાઇમમાં ગુજરાત પોલીસની ઐતિહાસિક સફળતા, રૂપિયા 826 કરોડના મહાકાંડનો પર્દાફાશ

Read Full Story arrow_forward