android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar News : હોમગાર્ડ અને ગ્રામરક્ષક દળના 43 જવાનોને રાજ્યપાલ તથા મુખ્યમંત્રીના ચંદ્રકો એનાયત થશે
calendar_today January 22, 2026

Gandhinagar News : હોમગાર્ડ અને ગ્રામરક્ષક દળના 43 જવાનોને રાજ્યપાલ તથા મુખ્યમંત્રીના ચંદ્રકો એનાયત થશે

ગુજરાતમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સુરક્ષા વિભાગના કર્મચારીઓને સારી કામગીરી બાબતે સન્માનિત કરવા માટે રાજ્યપાલ અને મુખ્યમંત્રીના ચંદ્રક એનાયત કરવામાં આવે છે. આ માટે આ વખતે કૂલ 43 અધિકારીઓની કામગીરીને કારણે આ ચંદ્રક માટે પસંદગી કરવામાં આવી છે. રાજ્યપાલના ચંદ્રકો તેમજ મુખ્યમંત્રીના ચંદ્રકો માટે પસંદગી ડાયરેકટર જનરલ, સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડઝ-ગુજરાતના નિયંત્રણ હેઠળના હોમગાર્ડઝ બોર્ડર વિંગ હોમગાર્ડઝ, નાગરિક સંરક્ષણ તેમજ ગ્રામરક્ષક દળ માટે કુલ 43 અધિકારી-સભ્યોની સુદીર્ઘ, પ્રસંશનીય તેમજ વિશિષ્ટ સેવા બદલ તેઓની રાજ્યપાલના ચંદ્રકો તેમજ મુખ્યમંત્રીના ચંદ્રકો માટે પસંદગી કરાઇ છે.જેમાં 25 હોમગાર્ડઝ, 03 બોર્ડર વિંગ હોમગાર્ડઝ, 05 નાગરિક સંરક્ષણ અને 10 ગ્રામ રક્ષક દળ-સાગર રક્ષક દળના અધિકારી-સભ્યોનો સમાવેશ થાય છે.આ પણ વાંચોઃ Ahmedabad News : કોંગ્રેસના રાજ્યસભા સાંસદના ભત્રીજાનો આપઘાત, બોડકદેવના પોશ વિસ્તારમાં બનેલી ઘટનાથી ખળભળાટ

Read Full Story arrow_forward
Gandhinagar News: પ્રજાસત્તાક દિને કર્તવ્ય પથ પર ગુજરાત રજૂ કરશે આકર્ષક ઝાંખી, રાજ્યનો ટેબ્લો મુખ્ય આકર્ષણ બનશે
calendar_today January 22, 2026

Gandhinagar News: પ્રજાસત્તાક દિને કર્તવ્ય પથ પર ગુજરાત રજૂ કરશે આકર્ષક ઝાંખી, રાજ્યનો ટેબ્લો મુખ્ય આકર્ષણ બનશે

પ્રત્યેક ભારતીયોમાં સ્વદેશી, સ્વાશ્રયીતા અને સ્વતંત્રતાની અહાલેક જગાવતો મંત્ર એટલે વંદે માતરમ! વંદે માતરમ ગીતની 150 મી વર્ષગાંઠના ઉપલક્ષમાં આ વિષયના પ્રતિઘોષરૂપે 'વંદે માતરમ' શબ્દની પૃષ્ઠભૂમિથી જ શરુ થયેલી ભારતીય રાષ્ટ્રધ્વજની નિર્માણયાત્રા, તેની બદલાતી તાસીર અને તવારિખની રોચક પ્રસ્તુતિ 77 મા પ્રજાસત્તાક પર્વમાં ગુજરાતના ટેબ્લોનું મુખ્ય આકર્ષણ છે. વંદે માતરમ લિખિત ધ્વજની યશોગાથાનું વર્ણન ગુજરાતના નવસારીમાં જન્મેલા તથા ગુર્જરભૂમિના તેમના નામાંકિત ક્રાંતિવીર સાથીઓ શ્યામજી કૃષ્ણવર્મા અને સરદારસિંહ રાણાની સાથે વિદેશની ભૂમિ પરથી ક્રાંતિજ્યોત જગાવનારા મેડમ ભિખાઈજી કામાએ તૈયાર કરેલા વંદે માતરમ લિખિત ધ્વજની યશોગાથાનું વર્ણન, ચરખાના માધ્યમથી સ્વદેશીનો મંત્ર આપનારા મહાત્મા ગાંધીની સ્મૃતિ સાથે પ્રવર્તમાન આત્મનિર્ભર ભારત અભિયાનનો સુભગ સમન્વય આ ટેબ્લોની અનોખી ભાત ઉભી કરે છે. વિવિધ ભારતીય ભાષામાં વંદે માતરમનો ઉલ્લેખ આ ટેબ્લોના અગ્રભાગમાં વીરાંગના મેડમ ભિખાઈજી કામાને સ્વરચિત વંદે માતરમ લિખિત ધ્વજ સાથે દર્શાવવામાં આવ્યા છે.જે તેમણે સૌ પ્રથમ વખત વિદેશીભૂમિ પર વર્ષ 1907માં પેરિસમાં લહેરાવ્યો હતો.આ ધ્વજ જર્મનીના બર્લિનના સ્ટુટગાર્ટની ઇન્ડિયન સોશિયાલિસ્ટ કોન્ફરન્સમા પણ રજુ કરવામાં આવ્યો હતો.મેડમ કામાની આ ધ્વજ લહેરાવતી અર્ધ-પ્રતિમાની નીચે દેશના બંધારણમાં સ્વીકૃત વિવિધ ભારતીય ભાષામાં વંદે માતરમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ટેબ્લોના હૃદયસમા પૃષ્ઠભાગમાં રાષ્ટ્રધ્વજની નિર્માણયાત્રા, તેની બદલાતી તાસીર અને તવારિખને વર્ણવવામાં આવી છે. જેનો પ્રારંભ વર્ષ 1906થી થાય છે. એક નવતર ધ્વજ ફરકાવવામાં આવ્યો કોલકાતાના પારસી બાગાનમાં વિદેશી ચીજવસ્તુઓની હોળી અને સ્વદેશીનો સ્વીકાર કરતી વખતે ક્રાંતિકારીઓએ 'વંદે માતરમ' લખેલો ધ્વજ સૌ પ્રથમ વખત ફરકાવ્યો હતો. ત્યારબાદના ક્રમે 1907મા વિદેશીભૂમિ પરથી ભારતીય ક્રાંતિની જ્યોત જગાવનારા મેડમ ભિખાઈજી કામાએ તેમણે તૈયાર કરેલો ધ્વજ પેરિસમાં લહેરાવ્યો હતો.વર્ષ 1917મા હોમરુલ ચળવળના ભાગરૂપે એની બેસન્ટ અને બાળગંગાધર તિલક દ્વારા એક નવતર ધ્વજ ફરકાવવામાં આવ્યો.જયારે વર્ષ 1921મા વિજયવાડામાં યુવા ક્રાંતિવીર પીંગળી વેંકૈયાએ એક નવી ડિઝાઈનનો ધ્વજ બનાવ્યો અને ગાંધીજી સમક્ષ રજુ કર્યો હતો.1931મા પીંગળીએ તૈયાર કરેલા ચરખા અને ત્રણ રંગો સાથે કેટલાક સુધારા સાથેનો ધ્વજ લગભગ સ્વીકૃતિ પામ્યો. ત્રિરંગાને ભારતીય બંધારણ સભાએ સ્વીકૃતિ આપી જો કે આખરે 22 જુલાઈ 1947ના રોજ મધ્યમાં ધર્મચક્ર સાથેના ત્રિરંગાને ભારતીય બંધારણ સભાએ સ્વીકૃતિ આપી.પ્રવર્તમાન રાષ્ટ્રધ્વજની આ નિર્માણયાત્રા સાથે ભારતીય સ્વતંત્રતાની મહત્વની ચળવળોનું પણ આ ટેબ્લોમાં નિદર્શન કરવામાં આવ્યું છે.ચરખાના માધ્યમથી સ્વદેશીના પ્રયોગ મારફતે સ્વતંત્રતાની હાકલ કરનારા મહાત્મા ગાંધીના શિલ્પને ટેબ્લોના અંતિમ ચરણમાં વિશાળ ધર્મચક્ર સાથે દર્શાવવામાં આવ્યું છે.સ્વદેશી-આત્મનિર્ભરતા અને સ્વતંત્રતાના આ સશક્ત મૂલ્યોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ સતત સંવર્ધિત કરવાનું સ્તુત્ય કાર્ય કરી રહયા છે.સ્વાધીનતાની લડાઈ માટે ખપી જનારા વીર સપૂતોને યાદ કરીને રાષ્ટ્રીય ચેતના જગાવતા રાષ્ટ્રીય શાયરનું બિરુદ પામેલા ગુજરાતી રચનાકાર ઝવેરચંદ મેઘાણી રચિત કસુંબીનો રંગના તાલે જુસ્સો વધારતા કલાકારો ટેબ્લોને જોમવંતો બનાવી રહ્યા છે.આ પણ વાંચોઃ Ahmedabad News: સોમાભાઈના ઘરે સિક્યુરિટી તરીકે રહેલો કોન્સ્ટેબલ દારુ પીને આવતા એક વર્ષની જેલની સજા

Read Full Story arrow_forward
Mata Vaishno Devi: શ્રદ્ધાળુઓ વૈષ્ણોદેવીની ગુફાના રાત્રે કરી શકશે દર્શન, સમયમાં થયો ફેરફાર
calendar_today January 22, 2026

Mata Vaishno Devi: શ્રદ્ધાળુઓ વૈષ્ણોદેવીની ગુફાના રાત્રે કરી શકશે દર્શન, સમયમાં થયો ફેરફાર

વૈષ્ણોદેવી મંદિરની મુલાકાત લેનારા ભક્તો માટે સારા સમાચાર. ભક્તો હવે દિવસ દરમિયાન તેમજ રાત્રે પવિત્ર ગુફાના દર્શન કરી શકશે. ગયા મંગળવારે, ભક્તોએ રાત્રે 10:30 થી 12:30 વાગ્યા સુધી પવિત્ર ગુફાની મુલાકાત લીધી હતી. પવિત્ર પ્રાચીન ગુફા મકરસંક્રાંતિ પર ભક્તો માટે ખોલવામાં આવી હતી અને માર્ચના પહેલા અઠવાડિયા સુધી ખુલ્લી રહેવાની અપેક્ષા છે. સમયમાં કર્યો ફેરફાર શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડ દ્વારા મકરસંક્રાંતિ પર પૂજા કર્યા પછી સોનાથી શણગારેલી પવિત્ર પ્રાચીન ગુફાના દરવાજા ખોલવામાં આવ્યા હતા. ભક્તોની મોટી ભીડને કારણે, પવિત્ર ગુફા અગાઉ મર્યાદિત સમય માટે ખુલ્લી હતી. હવે, ભક્તો સવારે 10:15 થી 12:00 વાગ્યા સુધી અને રાત્રે 10:30 થી 12:30 વાગ્યા સુધી તેની મુલાકાત લઈ શકશે.હવે વધુ ભક્તો કરી શકશે દર્શન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગયા બુધવારે બપોરે 3 વાગ્યા સુધીમાં 13000 થી વધુ ભક્તોએ મંદિરની મુલાકાત લીધી હતી. 20 જાન્યુઆરીએ આશરે 18200  ભક્તોએ માતા વૈષ્ણોદેવીના દર્શન કર્યા હતા. શ્રાઈન બોર્ડના જણાવ્યા અનુસાર, રાત્રે દરવાજા ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેથી વધુ ભક્તો પવિત્ર ગુફાના દર્શન કરી શકે. ગુફા વર્ષમાં ફક્ત બે મહિના માટે ખુલે છે સામાન્ય રીતે જાન્યુઆરી અને ફેબ્રુઆરી દરમિયાન ગુફા ખોલવામાં આવે છે, જ્યારે મંદિરમાં ભીડ ઓછી હોય છે. લગભગ ૨૦,૦૦૦ ભક્તો દર્શન માટે દરરોજ મંદિરની મુલાકાત લે છે. હવન ઓનલાઈન કરી શકાય છે ભક્તોની સુવિધાને ધ્યાનમાં રાખીને, નવેમ્બર ૨૦૨૫ માં, શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડે ગર્ભગૃહમાં હવન કરવા માટે એક નવી સુવિધા શરૂ કરી. આ સુવિધા હેઠળ, ભક્તો ઓનલાઈન અને ઓફલાઈન ફી ચૂકવી શકે છે. હવન માટે પ્રતિ ભક્ત 3100 રૂપિયા અને બે ભક્તો માટે ૫૧૦૦ રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે.Stock Market Opening: ટ્રેડ ડીલ અંગે ટ્રમ્પનો પોઝિટીવ સંકેત, સેન્સેક્સમાં 730 પોઇન્ટનો ઉછાળો

Read Full Story arrow_forward