Rajkot : PSI અને લોકરક્ષક ભરતી પરીક્ષા, 13,591 જગ્યા માટે શારીરિક કસોટીનો આજથી પ્રારંભ
PSI અને લોકરક્ષક (કોન્સ્ટેબલ) ભરતી પ્રક્રિયા અંતર્ગત પરીક્ષા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. કુલ 13,591 જગ્યાઓ માટે આજથી ઉમેદવારોની શારીરિક કસોટી શરૂ કરવામાં આવી છે.મહિલા ઉમેદવારો માટેની શારીરિક કસોટી 21 જાન્યુઆરીથી 6 માર્ચ સુધી ભરતી બોર્ડ દ્વારા મળતી માહિતી અનુસાર, મહિલા ઉમેદવારો માટેની શારીરિક કસોટી 21 જાન્યુઆરીથી 6 માર્ચ સુધી યોજાશે. પરીક્ષાની વ્યવસ્થા રાજ્યભરમાં કરવામાં આવી છે. 15 જેટલા ગ્રાઉન્ડ પર એકસાથે શારીરિક કસોટી રાજકોટમાં આશરે 15 જેટલા ગ્રાઉન્ડ પર એકસાથે શારીરિક કસોટી લેવામાં આવી રહી છે. 500 જેટલી યુવતીઓ આ પરીક્ષામાં ભાગ લઈ રહી છે રાજકોટ શહેરમાં પણ શારીરિક કસોટીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જ્યાં અંદાજે 500 જેટલી યુવતીઓ આ પરીક્ષામાં ભાગ લઈ રહી છે. ઉમેદવારોની સલામતી અને પારદર્શિતા જળવાઈ રહે તે માટે પોલીસ અને પ્રશાસન દ્વારા જરૂરી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ટીમો તૈનાત કરવામાં આવી ભરતી પ્રક્રિયા સુચારુ રીતે પૂર્ણ થાય તે માટે આરોગ્ય ટીમ, સુરક્ષા વ્યવસ્થા અને માર્ગદર્શન ટીમો તૈનાત કરવામાં આવી છે. ઉમેદવારોમાં ભરતીને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.આ પણ વાંચો---- Surendranagar: જમીન કૌભાંડમાં તપાસનો ધમધમાટ તેજ, ED દ્વારા તત્કાલીન કલેકટરના PA, કલાર્ક અને વકીલને તેડું
Read Full Story arrow_forward