android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Stock Market Opening: ટ્રમ્પની ટેરિફ ધમકીથી શેરબજારમાં ઘટાડો, સેન્સેક્સ અને નિફ્ટી નિશાને
calendar_today January 21, 2026

Stock Market Opening: ટ્રમ્પની ટેરિફ ધમકીથી શેરબજારમાં ઘટાડો, સેન્સેક્સ અને નિફ્ટી નિશાને

બુધવારે ભારતીય શેરબજારની શરૂઆત નબળી થઇ.  નબળા એશિયન બજારો વચ્ચે નીચા સ્તરે ખુલ્યા. ગ્રીનલેન્ડને લઈને અમેરિકા અને યુરોપ વચ્ચેના તણાવે રોકાણકારોની ચિંતામાં વધારો કર્યો છે. આનાથી રોકાણકારોના સેન્ટિમેન્ટ પર નકારાત્મક અસર પડી છે, જેના કારણે બજારમાં અસ્થિરતા જોવા મળી છે.લાલ નિશાનમાં ખૂલ્યું શેરબજાર  30  શેરો ધરાવતો BSE સેન્સેક્સ 81794 પોઈન્ટના નોંધપાત્ર ઘટાડા સાથે ખુલ્યો. ખુલ્યા પછી તરત જ તેમાં નોંધપાત્ર વધઘટ જોવા મળી. સવારે 9.38 કલાકે −137.72 પોઇન્ટના ઘટાડા સાથે 82,042.75 અંકે ખૂલ્યો.. જ્યારે નિફ્ટી  23.25 પોઇન્ટના ઘટાડા સાથે 25,209.25 અંકે ખૂલ્યો.  ટ્રમ્પે 200% ટેરિફની ધમકી આપી અમેરિકાએ ફરી એકવાર ટેરિફ બોમ્બ ફેંક્યો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા શનિવારે આઠ યુરોપિયન દેશો પર 10% ટેરિફની જાહેરાત કરી હતી, જે 1 ફેબ્રુઆરીથી અમલમાં આવશે. અમેરિકાની ગ્રીનલેન્ડ યોજનાના વિરોધના જવાબમાં આ ટ્રમ્પ ટેરિફ ચેતવણી જારી કરવામાં આવી છે, અને ટ્રમ્પે સ્પષ્ટપણે કહ્યું છે કે જો ગ્રીનલેન્ડના જોડાણમાં કોઈ અવરોધો આવશે, તો 1 જૂનથી ટેરિફ વધારીને 25% કરવામાં આવશે. આ પછી, ડોનાલ્ડ ટ્રમ્પે અચાનક ફ્રેન્ચ વાઇન અને શેમ્પેન પર 200% ટેરિફ લાદવાની નવી ધમકી આપી. જાપાનથી કોરિયા સુધી બજાર કડાકો ટ્રમ્પ દ્વારા આપવામાં આવેલા આ નવા ખતરાની સીધી અસર એશિયન શેરબજારો પર ગભરાટના સ્વરૂપમાં પડી છે. બુધવારે જ્યારે ટ્રેડિંગ શરૂ થયું ત્યારે મોટાભાગના એશિયન શેરબજારો ફ્રી ફોલમાં હતા. જાપાનનો નિક્કી 297 પોઈન્ટ ઘટીને 52,693 પર બંધ થયો, જે શરૂઆતના ટ્રેડિંગમાં 796 પોઈન્ટ ઘટીને 52,194 પર બંધ થયો હતો. જાપાન ઉપરાંત, હોંગકોંગનો હેંગ સેંગ 112 પોઈન્ટ ઘટીને 26,423 પર બંધ થયો. દક્ષિણ કોરિયાનો KOSPI ઇન્ડેક્સ પણ 1 ટકાથી વધુ ઘટ્યો. અન્ય બજારોમાં, ઓસ્ટ્રેલિયાનો S&P/ASX 200, DAX અને CAC પણ રેડ ઝોનમાં દેખાયા. અમેરિકામાં જ પરિસ્થિતિ ભયાનક ટ્રમ્પ ટેરિફની અસર ફક્ત એશિયન બજારોમાં જ નહીં પરંતુ યુનાઇટેડ સ્ટેટ્સમાં પણ મોટા પાયે અનુભવાઈ છે. ગઈકાલે યુએસ શેરબજારો પણ તીવ્ર નુકસાન સાથે બંધ થયા હતા. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 870 પોઈન્ટ ઘટીને 48509  પર બંધ થયો, જ્યારે S&P ૫૦૦ ઇન્ડેક્સ પણ અવ્યવસ્થિત દેખાયો. બંધ થતાં સુધીમાં તે 143 પોઈન્ટ ઘટીને  6817 પર બંધ થયો.

Read Full Story arrow_forward
કર્તવ્ય પથ પર ગણતંત્ર દિવસ પરેડની પ્રેક્ટિસ
calendar_today January 21, 2026

કર્તવ્ય પથ પર ગણતંત્ર દિવસ પરેડની પ્રેક્ટિસ

ભારતીય નૌકાદળનું દળ પણ કડક મહેનત, શિસ્ત અને સમર્પણ સાથે પરેડની પ્રેક્ટિસમાં વ્યસ્ત છે. 

Read Full Story arrow_forward
Ahmedabad News : AMCએ સહાયક ફાયર સ્ટેશન ઓફિસર માટેની પરીક્ષા રદ કરી, સિલેબસ બહારના પ્રશ્નો પૂછાતા થયો હતો હોબાળો
calendar_today January 21, 2026

Ahmedabad News : AMCએ સહાયક ફાયર સ્ટેશન ઓફિસર માટેની પરીક્ષા રદ કરી, સિલેબસ બહારના પ્રશ્નો પૂછાતા થયો હતો હોબાળો

આગામી 11 ફેબ્રુઆરીએ ફરી યોજાશે પરીક્ષા અને રક્ષા શક્તિ યુનિવર્સિટી ખાતે યોજાઈ હતી પરીક્ષા, પરીક્ષા આપવા 32 ઉમેરદારો થતા હતા ક્વોલિફાય અને અભ્યાસક્રમ બહારના પ્રશ્નો પૂછવા મામલે તપાસનો આદેશ આપવામાં આવ્યો છે, બહારના પ્રશ્નો કેવી રીતે આવ્યા તે અંગેની તપાસ કરાશે અને AMC સેન્ટ્રલ ઓફિસ દ્વારા પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. નવી પરીક્ષા 11 ફેબ્રુઆરીના રોજ લેવાશે AMCના ફાયર વિભાગમાં સહાયક સ્ટેશન ઓક્સિરની ખાલી પડેલી 8 જગ્યા ભરવા માટે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલી લેખિત પરીક્ષામાં સિલેબસ બહારના પ્રશ્નો પૂછવાને પગલે ભારે હોબાળો થતાં લેખિત પરીક્ષા રદ કરવાનો નિર્ણય કરાયો છે અને આ પ્રકારે અભ્યાસક્રમ બહારના પ્રશ્નો પૂછવા મામલે તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ફાયર વિભાગમાં સહાયક સ્ટેશન ઓફ્સિરની જગ્યા ભરવા માટેની લેખિત પરીક્ષામાં સિલેબસ બહારના પ્રશ્નો પૂછાતાં ઉમેદવારોએ હોબાળો કરતા AMC સેન્ટ્રલ ઓફિસ દ્વારા આ પરીક્ષા રદ કરવાનો અને તા.11 ફેબુઆરીએ લેખિત પરીક્ષા લેવાનો નિર્ણય કરાયો છે. આ લેખિત પરીક્ષા માટે 32 જેટલા ઉમેદવારો ક્વોલિફાય થયા હતા AMC સેન્ટ્રલ ઓફિસ વિભાગના જણાવ્યાનુસાર, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી એજન્સીને અમદાવાદ ફાયર વિભાગમાં સહાયક સ્ટેશન ઓફિસર તરીકે ભરતી માટેની લેખિત પરીક્ષા લેવા માટે કામગીરી સોંપાઈ હતી. ૨૦ જાન્યુઆરીના રોજ યોજાયેલી પરીક્ષામાં કેટલાક પ્રશ્નો સિલેબસ બહારના પુછાતા હવે પરીક્ષાને રદ કરી દેવામાં આવી છે. સિલેબસ બહારના પ્રશ્નો કેવી રીતે આવ્યા તે અંગેની તપાસ પણ કરવામાં આવશે. અમદાવાદ ફાયર વિભાગમાં સહાયક સ્ટેશન ઓફિસરની ભરતી કરવા માટે લઈને જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી. આ પણ વાંચો : Gandhinagar News : ગુજરાતની ખેતી બેન્કનાં બ્રાન્ડ એમ્બેસેડર નિરમા ઠાકોરે ટાટા મુંબઈ મેરાથોન 2026 માં રજત પદક જીત્યો

Read Full Story arrow_forward