Republic Day 2026: 26મી જાન્યુઆરીની પરેડમાં કઇ વસ્તુઓ લઇ જઇ શકાય અને કઇ વસ્તુઓ પર છે પ્રતિબંધ, જાણો
દિલ્હીના કર્તવ્ય પથ પર ગણતંત્ર દિવસની પરેડનું આયોજન કરાય છે. આ પરેડમાં રાષ્ટ્રપતિ, પીએમ અને વિદેશ મહેમાન સામેલ થાય છે. નિયમોની માહિતી છે જરુરી કેટલીકવાર લોકો અજાણ્યા એવી વસ્તુઓ પોતાની સાથે લઇને આવે છે જે પરેડમાં વિધ્ન ઉભુ કરી શકે છે. અને નિયમો વિરુદ્ધ હોય છે. આ જ કારણે લોકોને પરેડ જોવા માટે પ્રવેશ મળતો નથી. પરેડ જોવા જાવ ત્યારે નિયમોની માહિતી અચુક રાખવી. આ વસ્તુઓ રાખી શકો છો સાથે 26 જાન્યુઆરીની પરેડ જોવા માટે કર્તવ્ય પથ પર પ્રવેશ લેવા માટે અમુક જરુરી વસ્તુઓ તમારી પાસે હોવી જોઇએ. આ વસ્તુઓમાં પ્રવેશ ટીકીટ, ઓળખ પત્રોનો સમાવેશ થાય છે. જેના કારણે સુરક્ષા તપાસમાં વધુ સમય ન વેડફાય. આ વસ્તુઓ પર પ્રતિબંધ સુરક્ષા કારણોથી કેટલીક વસ્તુઓ 26 જાન્યુઆરીની પરેડમાં લઇ જઇ શકાય નહી. તેમાં ચાકુ, કાતર, બ્લેડ, નેલકટર જેવી વસ્તુઓ ન લઇ જઇ શકો. આ ઉપરાંત સિગરેટ, ગુટખા, તંબાકુ, દારુ પર પ્રતિબંધ લગાવાયો છે. માચિસ, લાઇટર જેવા જ્વલનશીલ સામાન પણ ન લઇ જઇ શકો. જો તમારી પાસે કેમેરા, ડ્રોન, ખાવા-પીવાની વસ્તુઓ અથવા રેકોર્ડિંગ ડિવાઇસ જો મળે તો તેમને ગેટ પર જ રોકી દેવામાં આવશે. પ્રવેશ સમયે આ વાતનું રાખો ધ્યાન ? નક્કી કરાયેલા એન્ટ્રી અને એગ્ઝિટ ગેટનો જ કરો ઉપયોગ, પોલીસ અને સુરક્ષાકર્મીઓના નિર્દેશનું પાલન કરો. પરવાનગી વિના ફોટો અને વીડિયો ન લો. વધુ ખીસ્સા અને લેયર વાળા કપડા ન પહેરો. સરળ અને સાદા કપડા પહેરો. આ પણ વાંચોઃ Iran Protest 2026 News: ત્રણ મુખ્ય સંકેતોના કારણે ઇરાન પર અમેરિકાના હુમલાનો વધ્યો ભય
Read Full Story arrow_forward