android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
UAE President India Visit News: ભારત અને UAEએ સંરક્ષણ, ઉર્જા અને અવકાશ ક્ષેત્રે કર્યા મહત્વપૂર્ણ કરાર, જાણો શું છે ખાસિયત?
calendar_today January 20, 2026

UAE President India Visit News: ભારત અને UAEએ સંરક્ષણ, ઉર્જા અને અવકાશ ક્ષેત્રે કર્યા મહત્વપૂર્ણ કરાર, જાણો શું છે ખાસિયત?

શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને ભારત સાથે સંરક્ષણ, અવકાશ, ઉર્જા ક્ષેત્રોને આવરી લેતા કરારો કર્યા હતા. મહત્ત્વના કરારો પર હસ્તાક્ષર ભારતીય રાષ્ટ્રીય અવકાશ પ્રમોશન અને અધિકૃતતા કેન્દ્ર અને અવકાશ માળખાગત વિકાસ અને વ્યાપારીકરણ માટે UAE સ્પેસ એજન્સી વચ્ચે ઉદ્દેશ પત્ર પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ ખાસ પહેલ હેઠળ, UAE અને ભારત નવા લોન્ચ કોમ્પ્લેક્સ, સેટેલાઇટ ઉત્પાદન સુવિધાઓ, સંયુક્ત મિશન, સ્પેસ એકેડેમી અને તાલીમ કેન્દ્રો બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. UAE સ્પેસ એજન્સીમાં શું ખાસ છે? UAE સ્પેસ એજન્સીમાં ઘણી વિશિષ્ટ સુવિધાઓ છે. જે તેને વિશ્વની અગ્રણી સ્પેસ એજન્સીઓમાંની એક બનાવે છે. તેની સ્થાપના 2014માં થઈ હતી અને આટલા ટૂંકા સમયમાં, તે આરબ અને ઇસ્લામિક વિશ્વની પ્રથમ સ્પેસ એજન્સી તરીકે ઉભરી આવી છે. તેણે 2020માં મંગળ ગ્રહ પર પ્રથમ આરબ મિશન લોન્ચ કર્યું અને 2021માં મંગળ ગ્રહની ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક પહોંચ્યું. આ બીજા ગ્રહ પર પહોંચનાર આરબ વિશ્વનું પ્રથમ અવકાશયાન હતું અને મંગળ પર પહોંચનાર વિશ્વનું પાંચમો દેશ હતો. અવકાશ ક્ષેત્રે નવી શક્તિ ભારતના અવકાશ મિશન અને એજન્સીઓ સતત નાસા અને રશિયન એજન્સીઓ સાથે સ્પર્ધા કરી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, ભારતના ISRO એ વૈશ્વિક સ્તરે પોતાની છાપ છોડી છે. UAE સ્પેસ એજન્સી અને ભારતીય અવકાશ સંશોધન સંગઠન વચ્ચે પહેલાથી જ મજબૂત સંબંધ છે. 2016માં એક MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જેમાં એક સંયુક્ત કાર્યકારી જૂથની સ્થાપના કરવામાં આવી હતી. આ પણ વાંચોઃ Republic Day 2026: ગણતંત્ર દિવસ નિમિત્તે કેવી રીતે કરાય છે મુખ્ય મહેમાનની પસંદગી, કોણ લગાવે છે અંતિમ મ્હોર?, જાણો

Read Full Story arrow_forward
Ahmedabad News : નેશનલ સ્કૂલ બહાર માથાકૂટ કેસમાં મોટી કાર્યવાહી, ઘાટલોડિયા પોલીસે દેવ વણઝારાની કરી ધરપકડ
calendar_today January 20, 2026

Ahmedabad News : નેશનલ સ્કૂલ બહાર માથાકૂટ કેસમાં મોટી કાર્યવાહી, ઘાટલોડિયા પોલીસે દેવ વણઝારાની કરી ધરપકડ

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી નેશનલ સ્કૂલની બહાર વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે થયેલી જૂની અદાવતની માથાકૂટે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટનામાં ઘાટલોડિયા પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા દેવ વણઝારા નામના શખ્સની ધરપકડ કરી છે. વિગતો મુજબ, દેવનો ભાઈ આ જ સ્કૂલમાં અભ્યાસ કરે છે અને તેના ભાઈની અન્ય વિદ્યાર્થીઓ સાથે માથાકૂટ થઈ હતી. પોતાના ભાઈનો પક્ષ લઈને આવેલા દેવે અન્ય 3 શખ્સો સાથે મળીને એક સગીર વિદ્યાર્થીને બેરહેમ રીતે માર માર્યો હતો અને આવેશમાં આવીને તેને હાથના ભાગે છરી ઝીંકી દીધી હતી.નેશનલ સ્કૂલ હિંસા કેસ આ હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાલ તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ સમગ્ર ઘટનામાં કુલ 4 વિદ્યાર્થીઓ અને અન્ય 3 બહારના શખ્સો સામેલ હતા. પોલીસે હાલમાં દેવ વણઝારાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે આ ગુનામાં સામેલ અન્ય સગીર વયના 8 વિદ્યાર્થીઓ વિરુદ્ધ પણ કડક પગલાં ભરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સ્કૂલ બહાર થયેલી આ ઘટનાને પગલે વાલીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ પણ વાંચો : Anand માં બ્રિજ નિર્માણ દરમિયાન મોટી દુર્ઘટના, ગંભીરા પાસે મહીસાગર નદી પર શ્રમિક ઊંચાઈથી પટકાયો

Read Full Story arrow_forward
PM Modiએ બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનનું કર્યુ સ્વાગત, જુઓ તસવીરો
calendar_today January 20, 2026

PM Modiએ બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનનું કર્યુ સ્વાગત, જુઓ તસવીરો

બીજેપીના 12મા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નીતિન નબીનની પસંદગી કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીમાં નવીન પ્રકરણ શરૂ થઈ ગયું છે. ભાજપના કાર્યકારી પ્રમુખ નીતિન નવીન ઔપચારિક રીતે પાર્ટીના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યો છે. 

Read Full Story arrow_forward