android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar: દાવોસમાં ગુંજ્યો ગુજરાતનો પ્રગતિનાદ, 'વિકસિત ભારત'ના વિઝન સાથે વૈશ્વિક રોકાણકારોને આકર્ષ્યા- હર્ષ સંઘવી
calendar_today January 20, 2026

Gandhinagar: દાવોસમાં ગુંજ્યો ગુજરાતનો પ્રગતિનાદ, 'વિકસિત ભારત'ના વિઝન સાથે વૈશ્વિક રોકાણકારોને આકર્ષ્યા- હર્ષ સંઘવી

સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં આયોજિત પ્રતિષ્ઠિત વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF) માં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભારતનું નેતૃત્વ કરતા 'ઈન્ડિયા પેવેલિયન' ખાતે સંબોધન કર્યું હતું. તેમણે વૈશ્વિક મંચ પરથી ગુજરાતની આર્થિક શક્તિ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વિકસિત ભારત'ના સ્વપ્નને સાકાર કરવાના રોડમેપ વિશે મહત્વની વાતો રજૂ કરી હતી.વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં હર્ષ સંઘવીનું સંબોધનહર્ષ સંઘવીએ ભારતના વિવિધ રાજ્યોના પ્રતિનિધિમંડળોની હાજરીમાં જણાવ્યું હતું કે, "વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આપણે સૌ એક જ એજન્ડા સાથે અહીં આવ્યા છીએ  અને તે છે ભારતને 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવું." તેમણે વધુમાં ઉમેર્યું કે ભારતને ૨૦૧૪થી પીએમ મોદીનું મજબૂત નેતૃત્વ મળી રહ્યું છે, પરંતુ ગુજરાતને તેમના વિઝનરી નેતૃત્વનો લાભ ઘણા લાંબા સમયથી મળી રહ્યો છે.વાઇબ્રન્ટ ગુજરાતની ભવ્ય સફળતાગુજરાતની ઔદ્યોગિક નીતિઓની પ્રશંસા કરતા તેમણે જણાવ્યું કે રાજ્યમાં 'વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ' અને તાજેતરમાં યોજાયેલી 'રીજનલ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ' અભૂતપૂર્વ સફળ રહી છે. આ રીજનલ વાઇબ્રન્ટ સમિટમાં જ અંદાજે 11 લાખ કરોડ રૂપિયાના એમઓયુ (MoUs) થયા છે, જે સાબિત કરે છે કે ગુજરાત રોકાણકારો માટે પ્રથમ પસંદગીનું સ્થળ છે.આ પણ વાંચો: તુરખા હત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, વધુ બે આરોપીઓની ધરપકડ કરી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું

Read Full Story arrow_forward
Budget 2026: સૌથી નાનું બજેટ રજૂ કરવાનો રેકોર્ડ કોના નામે? માત્ર 800 શબ્દોમાં જ બજેટ
calendar_today January 20, 2026

Budget 2026: સૌથી નાનું બજેટ રજૂ કરવાનો રેકોર્ડ કોના નામે? માત્ર 800 શબ્દોમાં જ બજેટ

દેશનું સામાન્ય બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ આ વર્ષે બજેટ રજૂ કરશે. બજેટનું ભાષણ સામાન્ય રીતે ઘણું લાંબું હોય છે પણ શું તમે જાણો છો કે કયા નાણામંત્રીએ અને ક્યારે સૌથી નાનું બજેટ ભાષણ આપ્યું હતું. જો ના તો જાણો કોણે રજૂ કર્યું હતું સૌથી નાનું બજેટ. આ સમયે કોની સરકાર હતી.સૌથી નાનું બજેટ રજૂ કરવાનો રેકોર્ડ હીરુભાઈ મૂળજીભાઈ પટેલના નામે દેશનું સૌથી નાનું બજેટ ભાષણ પણ એક રેકોર્ડ બનાવી ચૂક્યો છે. આ રેકોર્ડ હીરુભાઈ મૂળજીભાઈ પટેલના નામે છે. આ બજેટ ભાષણ ફક્ત 800 શબ્દોનું હતું. તેને 1977માં નાણામંત્રી હીરુભાઈ મૂળજીભાઈ પટેલને રજૂ કર્યું હતું. જો સૌથી લાંબા ભાષણની વાત કરીએ તો તે નાણામંત્રી નિર્મલા સીતારમણે આપ્યું હતું. તેઓએ 2019માં જે ભાષણ બનાવ્યું હતું કે 2 કલાક અને 17 મિનિટનું હતું. આ સમયે તેઓએ પોતાનો જ રેકોર્ડ તોડ્યો હતો. 160 મિનિટનું હતું દેશનું સૌથી લાંબુ ભાષણ નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશના સૌથી લાંબા ભાષણનો રેકોર્ડ પોતાને નામ કર્યો છે. આ બજેટ ભાષણ 2019-20માં રજૂ કરાયું હતું. આ ભાષણને નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કર્યું હતું. દેશના 11મા નાણામંત્રીએ રજૂ કર્યું હતું સૌથી નાનું બજેટ દેશનું સૌથી નાનું બજેટ ભાષણ 800 શબ્દોનું હતું તેને 1977માં રજૂ કરાયું હતું. આ ભાષણ દેશના 11મા નાણામંત્રીએ રજૂ કર્યું હતું. હીરુભાઈ મૂળજીભાઈ પટેલ 26 માર્ચ 1977ના રોજ નાણામંત્રી બન્યા હતા. તે 24 જાન્યુઆરી 1979 સુધી દેશના નાણામંત્રીના રૂપમાં સેવા બન્યા. આ વર્ષે 1979માં તેમને ગૃહમંત્રી બનાવી દેવાયા હતા. સૌથી વધારે બજેટમાં કેટલા હતા શબ્દ દેશના પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે સૌથી વધારે શબ્દોનું ભાષણ આપ્યું હતું. તેઓએ 1991માં 18650 શબ્દોનું ભાષણ રજૂ કર્યું હતું. આ પછી વધારે શબ્દોનું ભાષણ અરુણ જેટલીએ રજૂ કર્યું હતું. 2018ના ભાષણમાં અરુણ જેટલીએ 18604 શબ્દોનો ઉપયોગ કર્યો હતો.  

Read Full Story arrow_forward
Republic Day 2026: ગણતંત્ર દિવસ નિમિત્તે કેવી રીતે કરાય છે મુખ્ય મહેમાનની પસંદગી, કોણ લગાવે છે અંતિમ મ્હોર?, જાણો
calendar_today January 20, 2026

Republic Day 2026: ગણતંત્ર દિવસ નિમિત્તે કેવી રીતે કરાય છે મુખ્ય મહેમાનની પસંદગી, કોણ લગાવે છે અંતિમ મ્હોર?, જાણો

દેશભરમાં 77માં ગણતંત્ર દિવસની ઉજવણી માટે તૈયારીઓ તડામાર શરુ કરાઇ છે. કોણ-કોણ છે મુખ્ય મહેમાન ? આ વર્ષે 26મી જાન્યુઆરીની ઉજવણીમાં યૂરોપીય યૂનિયનના લીડર્સ ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહેશે. યૂરોપીય પરિષદના અધ્યક્ષ એન્ટોનિયો કોસ્ટા અને યૂરોપીય આયોગના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર પણ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. પરંતુ આ બધાની વચ્ચે પ્રશ્ન એ ઉભો થાય છે કે, ગણતંત્ર દિવસ પર મુખ્ય મહેમાન બોલાવવાના અને પસંદગી કરવાના અધિકાર કોના છે. આ પ્રક્રિયામાં કોણ-કોણ ભાગ લે છે?. બન્ને નેતાઓ ભારત યાત્રાએ આ વર્ષે ગણતંત્ર દિવસ માટે મુખ્ય મહેમાનના નામ પર મ્હોર મારવામાં આવી છે. 77માં ગણતંત્ર દિવસ નિમિત્તે યૂરોપીય યૂનિયનના લીડર્સ ચીફ ગેસ્ટ તરીકે હાજર રહેશે. યૂરોપીય પરિષદના અધ્યક્ષ એન્ટોનિયો કોસ્ટા અને યૂરોપીય આયોગના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર હાજરી આપશે. આ મહેમાનો દ્વારા ભારત યૂરોપીય સંઘ સાથે પોતાના સંબંધો મજબૂત કરશે. બન્ને નેતાઓ 25થી 27 જાન્યુઆરી સુધી ભારત યાત્રાએ રહેશે. ભારત-EU શિખર સંમેલનમાં પણ તેઓ ભાગ લેશે. કેવી રીતે થાય છે મુખ્ય મહેમાનની પસંદગી ? ભારતમાં ગણતંત્ર દિન પર ચીફ ગેસ્ટને આમંત્રણ આપવાની પરંપરા 1950થી શરુ કરાઇ હતી. ગણતંત્ર દિવસ પર કોઇપણ દેશના નેતાને મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપવુ એ દેશ માટે ગૌરવની વાત છે. મુખ્ય મહેમાનને પસંદ કરવાની પ્રક્રિયા કાર્યક્રમના 6 મહિના પહેલાથી જ શરુ થઇ જાય છે. આ પ્રક્રિયામાં ઘણી મુખ્ય વાતો પર ધ્યાન આપવામાં આવે છે. ભારત સાથે કેવા સંબંધો છે, ત્યાંની સેના, રાજનૈતિક સ્થિતિ, અર્થતંત્રનો ભારત સાથે કેવો સંબંધ છે. આ તમામ વાતોનું ધ્ચાન રાખીને મુખ્ય મહેમાન પસંદ કરાય છે. ક્યાં-ક્યાં ઉપસ્થિત હોય છે મુખ્ય મહેમાન ? ચીફ ગેસ્ટ ગણતંત્ર દિવસની પૂર્ણ ઉજવણી દરમિયાન હાજર રહે છે. તેઓને પરંપરા અનુસાર 21 તોપોની સલામી અપાય છે. રાષ્ટ્રપતિ ભવનમાં તેઓને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનિત કરાય છે. મુખ્ય મહેમાનની 3 દિવસની યાત્રામાં તેમના માટે રાષ્ટ્રપતિ સ્પેશલ રિસેપ્શનનું આયોજન કરે છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજઘાટ પર જાય છે. મુખ્ય મહેમાનને સર્વોચ્ચ સન્માન આપવામાં આવે છે. આ પણ વાંચોઃ  Donald Trumpને રાષ્ટ્રપતિ બન્યાના બીજા કાર્યકાળને એક વર્ષ થયું પૂર્ણ, તેમના 12 નિર્ણયે વિશ્વને હચમચાવ્યુ

Read Full Story arrow_forward