Botad: તુરખા હત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, વધુ બે આરોપીઓની ધરપકડ કરી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું
બોટાદના તુરખા ગામે સગીરાને ભગાડી જવાના કેસમાં ફરિયાદની દાઝ રાખી પરિવાર પર થયેલા જીવલેણ હુમલા અને મહિલાના મોત મામલે પોલીસે તપાસ તેજ કરી છે. આ કેસમાં વધુ બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસે તેમની સાથે રાખીને ઘટનાસ્થળે ક્રાઈમ રિકન્સ્ટ્રક્શનની કાર્યવાહી હાથ ધરી હતી.વધુ બે આરોપીઓ જેલના સળિયા પાછળતુરખા ગામે થયેલા હિંસક હુમલામાં પોલીસે દિલીપભાઈ પ્રતાપભાઈ ખાચર અને ભગીરથભાઈ ફુલાભાઈ ધાંધલની ધરપકડ કરી છે. ધરપકડ બાદ પોલીસ કાફલો બંને આરોપીઓને ઘટનાસ્થળે લઈ ગયો હતો. હુમલા સમયે આરોપીઓનો રોલ શું હતો, તેમણે કેવી રીતે હુમલો કર્યો અને કયા હથિયારોનો ઉપયોગ થયો તે અંગેની કડીઓ મેળવવા પોલીસે સમગ્ર ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યું હતું.શું હતી સમગ્ર ઘટનાઘટનાની વિગત એવી છે કે, ગત 12 જાન્યુઆરીના રોજ એક સગીરાને ભગાડી જવાની ઘટના બની હતી. જે અંગે ભોગ બનનાર પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદની દાઝ રાખીને 15 જાન્યુઆરીના રોજ 15 શખ્સોના ટોળાએ પરિવાર પર જીવલેણ હુમલો કર્યો હતો.આ પણ વાંચો: ગંગાજળિયા તળાવ પાસે દબાણો પર ચાલ્યું બુલડોઝર, રીક્ષાચાલકો અને ટીમ વચ્ચે ઉગ્ર માથાકૂટ
Read Full Story arrow_forward