android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bhavnagar: ગંગાજળિયા તળાવ પાસે દબાણો પર ચાલ્યું બુલડોઝર, રીક્ષાચાલકો અને ટીમ વચ્ચે ઉગ્ર માથાકૂટ
calendar_today January 20, 2026

Bhavnagar: ગંગાજળિયા તળાવ પાસે દબાણો પર ચાલ્યું બુલડોઝર, રીક્ષાચાલકો અને ટીમ વચ્ચે ઉગ્ર માથાકૂટ

ભાવનગર મહાનગરપાલિકા (BMC) ના દબાણ હટાવ વિભાગ દ્વારા આજે શહેરના ભરચક ગંગાજળિયા તળાવ વિસ્તારમાં મેગા ડ્રાઈવ યોજવામાં આવી હતી. સીટી બસના પાર્કિંગ માટેની અનામત જગ્યાને ખુલ્લી કરાવવા માટે તંત્રએ આકરી કાર્યવાહી હાથ ધરી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ગરમાવો જોવા મળ્યો હતો.સીટી બસ પાર્કિંગની જગ્યા કરાવાઈ ખુલ્લીગંગાજળિયા તળાવ વિસ્તારમાં સીટી બસના પાર્કિંગ માટે ફાળવવામાં આવેલી જગ્યા પર લાંબા સમયથી ખાનગી વાહનો અને રીક્ષાઓનું દબાણ વધી ગયું હતું. આ દબાણને કારણે બસોના આવાગમનમાં ભારે મુશ્કેલી પડતી હતી. મનપાની દબાણ હટાવ ટીમે આજે સ્થળ પર પહોંચીને રસ્તો રોકીને ઊભેલા તમામ દબાણો દૂર કરી રોડને ખુલ્લો કરાવ્યો હતો.રીક્ષાચાલકો સાથે ઘર્ષણના દ્રશ્યોકાર્યવાહી દરમિયાન ગંગાજળિયા તળાવ પાસે આડેધડ પાર્ક કરવામાં આવેલી રીક્ષાઓને મનપાની ટીમ દ્વારા વ્હીલ લોક મારવામાં આવ્યા હતા. પોતાની રીક્ષાઓને લોક થતા જોઈ રીક્ષાચાલકો ઉશ્કેરાયા હતા અને દબાણ હટાવ વિભાગના ઇન્સ્પેક્ટર તેમજ કર્મચારીઓ સાથે ઉગ્ર માથાકૂટ કરી હતી. કેટલાક રીક્ષાચાલકોએ દાદાગીરી કરી કામગીરી અટકાવવાનો પ્રયાસ કરતા વાતાવરણ તંગ બન્યું હતું.આ પણ વાંચો: મહિલાને એજન્ટે 90 હજારના પગારની લાલચ આપી તબેલામાં ધકેલી, બેલારૂસથી સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરી માગી મદદ

Read Full Story arrow_forward
Surat News : તડકેશ્વરમાં પાણીની ટાંકી પડવા મુદ્દે બે અધિકારીઓ સસ્પેન્ડ, ખાતાકીય તપાસ અને પોલીસ ફરિયાદની કાર્યવાહી
calendar_today January 20, 2026

Surat News : તડકેશ્વરમાં પાણીની ટાંકી પડવા મુદ્દે બે અધિકારીઓ સસ્પેન્ડ, ખાતાકીય તપાસ અને પોલીસ ફરિયાદની કાર્યવાહી

સુરતના માંડવીમાં તડકેશ્વર ગામમાં પાણી પુરવઠા યોજના અંતર્ગત બનાવવામાં આવેલી પાણીની ટાંકી લોકાર્પણ પૂર્વે જ ધરાશાયી થઈ હતી. ટાંકીના ટેસ્ટીંગ દરમિયાન થયેલી દુર્ઘટનામાં ત્રણ શ્રમિકોને ઈજા પહોંચી હતી. આ ટાંકીમાંથી લાખો લીટર પાણી વહી જતાં ગામમાં વરસાદી પાણી ભરાયા હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. આ ઘટનામાં રાજ્ય સરકારે તાત્કાલિક એક્શન લીધા છે. સરકારે અધિકારીઓ સામે કાર્યવાહી કરી છે. આ ઘટના બાદ નાયબ કાર્યપાલક અને કાર્યપાલક ઇજનેરને સસ્પેન્ડ કરાયા છે. નાયબ કાર્યપાલક અને કાર્યપાલક ઈજનેર સસ્પેન્ડ સુરતના માંડવી તાલુકાના તડકેશ્વર ગામમાં પાણીની ટાંકી પડવા મુદ્દે નાયબ કાર્યપાલક અને કાર્યપાલક ઈજનેરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જ્યારે કોન્ટ્રાક્ટ એજન્સીના ચૂકવણા અટકાવી દેવામાં આવ્યા છે. કોન્ટ્રાક્ટર અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટને પણ નોટીસ આપવામાં આવી છે. ઘટના સ્થળેથી અધિકારીઓની હાજરીમાં સેમ્પલ લેવામાં આવ્યા છે. હવે ખાતાકિય તપાસ અને પોલીસ ફરિયાદની પણ કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે. જવાબદાર વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ કરવામાં આવશે.ધારાસભ્ય કુંવરજી હળપતિએ આપ્યું મોટું નિવેદન આ અંગે ધારાસભ્ય કુંવરજી હળપતિએ કહ્યું હતું કે, બે અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવાયા છે. ઈજનેર જય ચૌધરી અને રજનીકાંત ચૌધરીને સસ્પેન્ડ કરાયા છે. બે એજન્સીઓને ગુજરાતમાં બ્લેક લિસ્ટ કરાઈ છે. જેન્તી સુપર કન્સ્ટ્રક્શન અને બાબુલાલ અંબાલાલ પટેલને બ્લેક લિસ્ટ કરવામાં આવી છે. 14 ગામને આ ટાંકી માંથી પાણી મળવાનું હતું.  ગામના લોકોમાં ભારે રોષ ફેલાયો સુરતના માંડવીના તડકેશ્વર ગામમાં 11 લાખ લિટરની ક્ષમતા ધરાવતી પાણીની ટાંકીનું લોકાર્પણ થાય તે પહેલા જ ટાંકી ધરાશાયી થઈ હતી. ટાંકી કેટલી મજબૂત છે તે તપાસવા તેમાં 9 લાખ લીટર પાણી ભરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ટાંકી અચાનક ધરાશાયી થઈ હતી. આ દરમિયાન ત્યાં કામ કરતાં ત્રણ શ્રમીકોને પણ ઈજા પહોંચી હતી. ટાંકીમાંથી પાણી સમગ્ર ગામમાં ફરી વળ્યું હતું. આ ઘટનાને લઈને લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. આ પણ વાંચોઃ Vadodara News : પાદરા તાલુકામાં સ્થિત જવાહર નવોદય વિદ્યાલયના શિક્ષકે દારુ પીને ધમાલ કરી

Read Full Story arrow_forward
Gir Somnath : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો 18મો પદવીદાન સમારોહ યોજાયો
calendar_today January 20, 2026

Gir Somnath : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો 18મો પદવીદાન સમારોહ યોજાયો

ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ સ્થિત સંસ્કૃત યુનિવર્સિટીના કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો 18મો પદવીદાન સમારોહ રાજેન્દ્રભુવન રોડ પર આવેલા યુનિવર્સિટી કેમ્પસ ખાતે યોજાયો હતો.ગુજરાતની એકમાત્ર સંસ્કૃત યુનિવર્સિટી આધુનિક પેઢીમાં છેલ્લા 20 વર્ષથી ભારતીય સંસ્કૃતિ, સંસ્કૃત અને સંસ્કારોનું સિંચન કરી રહેલી ગુજરાતની એકમાત્ર સંસ્કૃત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સંબોધન કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વ જ્યારે ભોગવાદ અને ભોગ માટે ઉપલબ્ધ વસ્તુઓના સંશોધનમાં પડેલો છે. ત્યારે ભારતીય આધ્યાત્મ અને જ્ઞાને આત્મા અને તેના દ્વારા ઈશ્વરની પ્રાપ્તિનો માર્ગ વર્ષો પહેલા બતાવ્યો હતો. આપણા ઈતિહાસને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યો રાજ્યપાલે જણાવ્યું કે, આપણે જે ઈતિહાસ ભણીએ છીએ એ બહારના લોકોએ લખેલો છે. આપણા ઋષિમુનિઓએ ભારતના પ્રાચીન મૂલ્યો અને સંસ્કૃતિનું જે રીતે વર્ણન કરેલું છે તેને જીવનમાં ઉતારવાની આજે નિતાંત આવશ્યકતા છે. આપણા ઈતિહાસને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યો હતો. જેના પરિણામે આજે માતાપિતા પોતાના સંતાનો વિદેશમાં અભ્યાસ કરે તે માટે ગર્વ લે છે પરંતુ એક સમય એવો હતો કે જ્યારે વિશ્વના લોકો ભારતમાં જ્ઞાનપ્રાપ્ત કરવા માટે આવતા હતા. જે ભારતની તે સમયની શ્રેષ્ઠતાને દર્શાવે છે. આ જ કારણ છે કે, તે સમયમાં ભારતને વિશ્વગુરુ કહેવામાં આવતું હતું. ભારત પુરાતનકાળમાં 22 પ્રકારની વિદ્યાઓમાં પારંગત હતું. મહર્ષિ ચરક, સુશ્રુત સહિતના ઋષિમુનીઓએ અનેક પ્રકારના સંશોધન કરીને જે જ્ઞાન અર્જિત કર્યું હતું તેને આજે આધુનિક વિજ્ઞાન સ્પર્શી પણ શક્યું નથી. ભારતનું આ જ્ઞાન વેદ-ઉપનિષદની વિદ્યાથી પ્રાપ્ત થયું છે. ઋષિમુનીઓએ પર્વતો અને કંદરાઓમાં બેસીને જ્ઞાનના દોહનથી મેળવેલી વિદ્યા એ ઈશ્વરીય જ્ઞાન સમાન છે. આ જ્ઞાન સંસ્કૃત ભાષા દ્વારા નીપજ્યું છે. ભારતે આધ્યાત્મવાદ તરફનું ચિંતન શીખવ્યું તેમણે જણાવ્યું કે, આપણા વેદ-ઉપનિષદમાંથી ઉત્તમ જીવનદર્શન પ્રાપ્ત થાય છે. તેવું ક્યાંય નથી. ભોગવાદ એ સાધન છે, સાદ્ય નથી, એ રસ્તો છે, પરંતુ મંજીલ નથી. એ સીડી છે, પરંતુ ઉદ્દેશ્ય પ્રાપ્તિ નથી. તેવું જ્ઞાન ભારતે પોતાના જ્ઞાન વારસાથી વિશ્વને દર્શાવ્યું છે. વિશ્વએ માત્ર ભૌતિકવાદ શીખવ્યો જ્યારે ભારતે આધ્યાત્મવાદ તરફનું ચિંતન શીખવ્યું છે. સંસ્કૃતના જ્ઞાનની વહેંચણીથી પુણ્ય મેળવી શકાય છે. તેમ જણાવી તેમણે કહ્યું કે, ભારત એ ઈંટ-પત્થરનો દેશ નથી પરંતુ, આધ્યાત્મ, ચિંતન અને એક વિચારનો દેશ છે. જેનું જ્ઞાન વેદથી લઈને શાસ્ત્રની અંદર સમાવિષ્ટ છે. આ તારૂં છે, આ મારૂં છે, એ ભોગવાદની વિચારસરણી છે. જ્યારે ભારતે ‘વસુધૈવ કુટુંબકમ્’ની ભાવના દ્વારા સમગ્ર વિશ્વ મારો પરિવાર છે અને હું વિશ્વનો છું, એવી ભાવના જગતને આપી છે. 'સર્વે ભવન્તુ સુખિન:’ એટલે કે સમગ્ર જગતનું કલ્યાણ થાય, સમગ્ર વિશ્વ નિરોગી રહે અને કોઈ વિશ્વમાં દુઃખિયારૂ ન રહે એવી સર્વકલ્યાણની આપણી ભાવના છે. આવું ચિંતન માત્ર ભારતના પુરાતન જ્ઞાનમાં જ પ્રાપ્ય છે.આ પણ વાંચો: Bhavnagar: ગંગાજળિયા તળાવ પાસે દબાણો પર ચાલ્યું બુલડોઝર, રીક્ષાચાલકો અને ટીમ વચ્ચે ઉગ્ર માથાકૂટ

Read Full Story arrow_forward