android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Jodhpur : ટ્રક અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત, 4 ગુજરાતીઓના મોત
calendar_today January 20, 2026

Jodhpur : ટ્રક અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત, 4 ગુજરાતીઓના મોત

જોધપુરના અરના ઝરનાની પાસે મોટો માર્ગ અકસ્માત સર્જાયો છે. એક ટ્રક અને ગુજરાત પાસિંગ બસ આમને-સામને જોરદાર રીતે ટકરાઈ છે. જેમાં 4 લોકોના મોત થયા હોવાની જાણકારી મળી રહી છે. આ દુર્ઘટનામાં 15થી વધુ લોકો ઘાયલ થયા હોવાની જાણકારી પણ મળી રહી છે. અકસ્માત બાદ ઘટનાસ્થળ પર ભારે અફરાતફરી મચી ગઈ છે અને લોકો બુમાબુમ કરી રહ્યા છે. આસપાસમાં હાજર રહેલા લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી અને ઘાયલ થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.બસમાં સવાર તમામ લોકો રામદેવરા બાબાના દર્શન કરવા ગયા હતા મળતી માહિતી મુજબ અકસ્માતમાં ઘાયલ થયેલા મુસાફરોને મથુરાદાસ માથુર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જ્યાં ઘાયલ થયેલા લોકોની હાલમાં સારવાર ચાલી રહી છે. હોસ્પિટલના ઉચ્ચ અધિકારી પણ ટ્રોમા ઈમરજન્સીમાં હાજર છે અને સ્થિતિનું મોનિટરિંગ કરી રહ્યા છે. પોલીસ અને ડોક્ટરોની ટીમ પણ હાજર છે. મળતી માહિતી મુજબ બસ રામદેવરાથી ગુજરાત આવી રહી હતી. બસમાં સવાર તમામ લોકો રામદેવરા બાબાના દર્શન કરવા ગયા હતા. હાલમાં ઘાયલ થયેલા લોકોની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે.  સમાચાર અપડેટ કરવામાં આવી રહ્યા છે. 

Read Full Story arrow_forward
Navsari: મહિલાને એજન્ટે 90 હજારના પગારની લાલચ આપી તબેલામાં ધકેલી, બેલારૂસથી સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરી માગી મદદ
calendar_today January 20, 2026

Navsari: મહિલાને એજન્ટે 90 હજારના પગારની લાલચ આપી તબેલામાં ધકેલી, બેલારૂસથી સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરી માગી મદદ

વિદેશ જઈને ઉજ્જવળ ભવિષ્ય બનાવવાની ઘેલછામાં વધુ એક ગુજરાતી મહિલા એજન્ટોની છેતરપિંડીનો ભોગ બની છે. નવસારીની એક વિધવા મહિલાને ફ્રૂટ પેકિંગની નોકરીના બહાને બેલારૂસ મોકલીને ત્યાં તબેલામાં કામ કરવા મજબૂર કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.એજન્ટની માયાજાળ અને લાખોની છેતરપિંડીનવસારીની રહેવાસી અને ત્રણ સંતાનોની માતા મીનાબેન જોષી નામની વિધવા મહિલા વડોદરાના એક એજન્ટના સંપર્કમાં આવી હતી. એજન્ટે તેમને બેલારૂસમાં ફ્રૂટ પેકિંગના કામમાં માસિક 90 હજાર રૂપિયાના પગારની લાલચ આપી હતી. આ સોનેરી સપના બતાવી એજન્ટે મહિલા પાસેથી કટકે કટકે 5.50 લાખ રૂપિયા પડાવી લીધા હતા. પોતાના બાળકોના સારા ભવિષ્ય માટે મીનાબેને આ રકમ ઉછીની લાવીને એજન્ટને ચૂકવી હતી.ફ્રૂટ પેકિંગને બદલે તબેલામાં કામજ્યારે મીનાબેન બેલારૂસ પહોંચ્યા, ત્યારે સત્ય કંઈક અલગ જ હતું. ત્યાં તેમને કોઈ ફ્રૂટ પેકિંગની કંપનીને બદલે પશુઓના તબેલામાં કામ કરવા માટે ધકેલી દેવામાં આવ્યા હતા. અત્યંત કપરી પરિસ્થિતિમાં કામ કરવા મજબૂર બનેલી મહિલાએ જ્યારે વડોદરાના એજન્ટનો સંપર્ક કર્યો, ત્યારે એજન્ટે હાથ ઊંચા કરી દીધા હતા અને કોઈ પણ પ્રકારની મદદ કરવાનો ઇનકાર કરી દીધો હતો.વીડિયો દ્વારા ભારત સરકારને આજીજીહાલ બેલારૂસમાં ફસાયેલી મીનાબેન પાસે ભારત પરત આવવા માટે પણ પૈસા બચ્યા નથી. લાચારીની સ્થિતિમાં તેમણે સોશિયલ મીડિયા પર એક ભાવુક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં તેઓ કહી રહ્યા છે કે "મારી સાથે છેતરપિંડી થઈ છે, મને અહીં તબેલામાં કામ કરવા રાખવામાં આવી છે. મારી પાસે પાછા આવવાના પૈસા નથી, પ્લીઝ મને ભારત પરત લાવવામાં મદદ કરો.આ પણ વાંચો: JEE-2026ની પરીક્ષાને લઈ પોલીસ કમિશનરનું જાહેરનામું, જાણો શું છે પરીક્ષાનું ટાઈમ ટેબલ અને નિયમો

Read Full Story arrow_forward
Vadodara News : પાદરા તાલુકામાં સ્થિત જવાહર નવોદય વિદ્યાલયના શિક્ષકે દારુ પીને ધમાલ કરી
calendar_today January 20, 2026

Vadodara News : પાદરા તાલુકામાં સ્થિત જવાહર નવોદય વિદ્યાલયના શિક્ષકે દારુ પીને ધમાલ કરી

વડોદરા જિલ્લામાં શિક્ષણને શરમમાં નાખતી ઘટના સામે આવી છે. પાદરામાં એક શિક્ષકે દારુ પીને ધમાલ કરી હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. પાદરા તાલુકાના સાધી ગામમાં સ્થિત જવાહર નવોદય વિદ્યાલયમાં એક શિક્ષક દારુ પીને છાકટો બન્યો હતો અને તેણે ધમાલ મચાવી હતી. પોલીસે તેને પકડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને જાણ થતા પોલીસે કાર્યવાહી હાથ ધરી વડોદરા જિલ્લાના પાદરામાં કેન્દ્રશાસિત જવાહર નવોદય વિદ્યાલયમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા જાગેશ્વર દશરથજી ચૌરીએ દારુ પીને ધમાલ મચાવી હતી. વિદ્યાલયના આચાર્ય દ્વારા પાદરા પોલીસને જાણ કરતા પોલીસે શિક્ષકની ધરપકડ કરી હતી. પોલીસે પીધેલા શિક્ષકને પોલીસ સ્ટેશનમાં લઈ જઈને કાર્યવાહી હાથ ધરી હતી. આ શિક્ષક મુળ મધ્યપ્રદેશના બડગામનો રહેવાસી છે. આ પણ વાંચોઃ Ahmedabad News : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10 ટકા EWS અનામતની માગ, સવર્ણ સમાજ સરકારમાં રજૂઆત કરશે

Read Full Story arrow_forward