android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Indigo Airlines નો દાવો, કહ્યું 'સંકટ ખતમ થયું, હવે ફ્લાઈટ રદ નહીં થાય'
calendar_today January 20, 2026

Indigo Airlines નો દાવો, કહ્યું 'સંકટ ખતમ થયું, હવે ફ્લાઈટ રદ નહીં થાય'

ગયા વર્ષે ડિસેમ્બરમાં ઈન્ડિગો એરલાઈન્સના ઓપરેશનલ મચી ગયેલી અફરાતફરી બાદ DGCA આ બાબત પર નજર રાખી રહ્યું છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે દાવો કર્યો છે કે DGCAના નિર્દેશ પછી ઈન્ડિગો એરલાઇન્સે ચાર સાપ્તાહિક અહેવાલો અને ત્રણ પખવાડિયા (14-દિવસ) અહેવાલો સબમિટ કર્યા છે અને DGCA સાથે નિયમિત સમીક્ષા બેઠકોમાં ભાગ લીધો છે. 19 જાન્યુઆરી, 2026ના રોજ યોજાયેલી સમીક્ષા બેઠકમાં ઈન્ડિગોએ દાવો કર્યો હતો કે હવે બધું બરાબર છે.હવે પાઈલટ્સની કોઈ અછત નથી DGCAની બેઠકમાં ઈન્ડિગોએ દાવો કર્યો હતો કે ઓપરેશનલ જરૂરિયાતોને પહોંચી વળવા માટે પૂરતા પાઈલટ ઉપલબ્ધ છે. 10 ફેબ્રુઆરી, 2026ના રોજ પાઈલટનો દરજ્જો નીચે મુજબ છે: એરબસ કેપ્ટન (PIC) ની જરૂરી સંખ્યા 2,280 છે, જેમાં 2,400 ઉપલબ્ધ છે. વધુમાં, એરબસ ફર્સ્ટ ઓફિસર્સની જરૂરી સંખ્યા 2,050 છે, જેમાં 2,240 ઉપલબ્ધ છે. ફ્લાઈટ્સ હવે રદ કરવામાં આવશે નહીં સમીક્ષા બેઠકમાં ઈન્ડિગોએ દાવો કર્યો હતો કે વર્તમાન મંજૂર નેટવર્ક અને ઉપલબ્ધ ક્રૂના આધારે 10 ફેબ્રુઆરી, 2026 પછી ફ્લાઈટ રદ થવાની શક્યતા ઓછી છે. 6 ડિસેમ્બર, 2025ના રોજ આપવામાં આવેલી બે કામચલાઉ FDTL મુક્તિઓ પણ પાછી ખેંચી લેવામાં આવી છે. DGCA દેખરેખ રાખવાનું ચાલુ રાખશે, ખાસ કરીને રોસ્ટરની મજબૂતાઈ અને સ્થિરતા, સતત પાઈલટ ઉપલબ્ધતા અને FDTL નિયમોનું સંપૂર્ણ પાલન. જોકે, DGCA અનુસાર ઈન્ડિગોની કાર્યકારી સ્થિતિ હવે મોટાભાગે સ્થિર થઈ ગઈ છે. ઈન્ડિગો દ્વારા થતી મુશ્કેલી ડિસેમ્બર 2025ની શરૂઆતમાં ઈન્ડિગો એરલાઈન્સને નોંધપાત્ર કામગીરીમાં વિક્ષેપોનો સામનો કરવો પડ્યો, જેના પરિણામે વ્યાપક ફ્લાઈટ વિલંબ અને રદ થયા. આ વિક્ષેપો પર્યાપ્ત ફ્લાઈટ ક્રૂના ગેરવહીવટ, ઓપરેટર સ્તરે અપૂરતી નિયમનકારી તૈયારી અને સિસ્ટમ સોફ્ટવેર સપોર્ટ, મેનેજમેન્ટ સ્ટ્રક્ચર અને ઓપરેશનલ નિયંત્રણોમાં ખામીઓને કારણે થયા હતા. વધુ પડતું ધ્યાન કેન્દ્રિત કરવાથી રોસ્ટર બફર માર્જિનમાં ઘટાડો થયો આ બેઠકમાં ડિસેમ્બરમાં મુશ્કેલીઓ પાછળના કારણોની પણ ચર્ચા કરવામાં આવી હતી. એવું જાણવા મળ્યું હતું કે એરલાઈનની આયોજન પ્રક્રિયાઓમાં ઓપરેશનલ ખામીઓ પર્યાપ્ત રીતે ઓળખવામાં આવી ન હતી અથવા પૂરતા ઓપરેશનલ બફર જાળવવામાં આવ્યા ન હતા. ક્રૂ, એરક્રાફ્ટ અને નેટવર્ક સંસાધનોના શ્રેષ્ઠ ઉપયોગ પર વધુ પડતું ધ્યાન કેન્દ્રિત કરવાથી રોસ્ટર બફર માર્જિનમાં ઘટાડો થયો હતો. ક્રૂ રોસ્ટર્સને પરવાનગી આપેલ ફરજ સમયગાળાની મર્યાદામાં કાર્ય કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યા હતા, જેમાં ડેડ-હેડિંગ, ટેઇલ સ્વેપ, વિસ્તૃત ફરજ પેટર્ન અને ન્યૂનતમ પુનઃપ્રાપ્તિ માર્જિન પર વધુ પડતો આધાર રાખવામાં આવ્યો હતો. આ પણ વાંચો: Budget 2026 : શું શેર બાયબેકના ટેક્સના નિયમોમાં ફેરફાર કરી શકે છે સરકાર?

Read Full Story arrow_forward
Sabarimala temple : સોનું તાંબુ સમજીને બહાર નિકાળાયું, ED તપાસમાં મોટું ખુલાસો
calendar_today January 20, 2026

Sabarimala temple : સોનું તાંબુ સમજીને બહાર નિકાળાયું, ED તપાસમાં મોટું ખુલાસો

કેરળ, તમિલનાડુ અને કર્ણાટકમાં EDએ શુક્રવારે 21 અલગ અલગ સ્થળોએ દરોડા પાડ્યા. તપાસ મુજબ, 2019 થી 2025 વચ્ચે, મંદિરના સોનાને તાંબાના પાટિયા તરીકે રેકોર્ડમાં દર્શાવવામાં આવ્યું હતું અને ગેરકાયદેસર રીતે બહાર લઈ જવામાં આવ્યું હતું. EDનું માનવું છે કે આ રીતે થયેલ લૂંટ અને ટ્રાન્સફર દ્વારા મોટી રકમનો મની લોન્ડરિંગ નેટવર્ક ખડકાયો હતો. પ્રારંભિક તપાસ અનુસાર EDની પ્રારંભિક તપાસ અનુસાર, આ કૌભાંડ સબરીમાલા મંદિરના સોનાની સાથે સંબંધિત છે. કર્ણાટક અને ચેન્નાઈમાં ખાનગી સુવિધાઓમાં રાસાયણિક પ્રક્રિયા દ્વારા સોનું કાઢવામાં આવ્યું, જે પછી લૂંટાયેલ નાણાં છુપાવવામાં અને ટ્રાન્સફર કરવામાં આવ્યા. આ ઉપરાંત, મંદિરના કેટલાક અધિકારીઓ, ખાનગી વ્યક્તિઓ અને ઝવેરીઓનો પણ આ કૌભાંડ સાથે સંડોવો હોવાનું સામે આવ્યું છે. EDએ ગુનાની આવક શોઘી EDએ ગુનાની આવક શોધવા, લાભાર્થીઓની ઓળખ કરવા, ગુનાહિત દસ્તાવેજો અને ડિજિટલ પુરાવાઓ મેળવવા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. કોર્ટની પરવાનગી પ્રાપ્ત કર્યા પછી 9 જાન્યુઆરી 2026ના રોજ આ કેસમાં ECIR દાખલ કરવામાં આવ્યો હતો. મંદિર સંબંધિત અન્ય નાણાકીય ગેરરીતિઓ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે સબરીમાલા મંદિર સંબંધિત અન્ય નાણાકીય ગેરરીતિઓ પણ થઈ રહી હતી, જેમાં પ્રસાદ અને ધાર્મિક વિધિઓ માટે ભંડોળનો ગેરઉપયોગ થતો હોવાની આશંકા છે. ED આ તમામ પાસાઓની અલગથી તપાસ કરી રહી છે. આ મામલો માત્ર ધાર્મિક સ્થળ સાથે જ નહીં, પરંતુ નાણાકીય વ્યવસ્થાની પારદર્શિતા અને નિયમોનાં પાલન માટે પણ મહત્વનો છે. સબરીમાલા મંદિરમાં થયેલી આ ઘટના દ્વારા મંદિરની સંપત્તિ અને તેના વ્યવહારો અંગે સખત નિયમો લાવવાની જરૂરિયાત જણાય છે.આ પણ વાંચો : ડેનમાર્ક સામે અમેરિકાની ધમકી, Greenland મુદ્દે નાટો કટોકટીમાં

Read Full Story arrow_forward
22 ફૂટ ઊંચી દીવાલ કૂદીને 50 હજારનો નામી આરોપી પ્રેમિકાને મળવા ભાગ્યો તો ખરો પછી આવી ટ્વિસ્ટ, વાંચો Full Story
calendar_today January 20, 2026

22 ફૂટ ઊંચી દીવાલ કૂદીને 50 હજારનો નામી આરોપી પ્રેમિકાને મળવા ભાગ્યો તો ખરો પછી આવી ટ્વિસ્ટ, વાંચો Full Story

ઉત્તર પ્રદેશના કન્નૌજ જિલ્લા જેલની સુરક્ષા વ્યવસ્થાને પડકાર ફેંકીને ફરાર થયેલા 50 હજારના ઇનામી કેદી શિવા ઉર્ફે ડિમ્પીનો આખરે અંત આવ્યો છે. 14 દિવસ સુધી પોલીસને ચકમો આપનાર આ કેદીને કન્નૌજ પોલીસ અને એસઓજી (SOG) ની ટીમે એક ભીષણ એન્કાઉન્ટર બાદ ઝડપી લીધો છે. જેલમાંથી ભાગવાની ફિલ્મી સાજિશ દુષ્કર્મના ગંભીર આરોપમાં જેલમાં બંધ શિવાએ 4 જાન્યુઆરીની રાત્રે એક અન્ય સાથી કેદી સાથે મળીને જેલમાંથી ભાગવાનું પ્લાનિંગ કર્યું હતું. નવા વર્ષની ઉજવણીમાં જેલ પ્રશાસન વ્યસ્ત હતું ત્યારે આ બંનેએ જેલના કાંબળાને ફાડીને તેની મજબૂત દોરી બનાવી હતી. આ દોરીની મદદથી તેઓ જેલની ૨૨ ફૂટ ઊંચી દીવાલ કૂદીને અંધારામાં ગાયબ થઈ ગયા હતા. આ ઘટના બાદ જેલ પ્રશાસનમાં ફફડાટ મચી ગયો હતો અને શિવા પર 50 હજારનું ઇનામ જાહેર કરાયું હતું. પ્રેમિકાને મળવાની જિદ્દ પડી ભારે જેલમાંથી ભાગીને શિવા નોઇડા પહોંચી ગયો હતો. ત્યાં તેણે મિત્રના દસ્તાવેજો પર નવો ફોન અને સીમકાર્ડ ખરીદ્યું હતું. પોલીસ સતત તેની પ્રેમિકાના મોબાઇલને સર્વેલન્સ પર રાખીને તપાસ કરી રહી હતી. શિવાએ પોતાની પ્રેમિકા સાથે વાત કરવાની ભૂલ કરી અને તે પોલીસની જાળમાં ફસાઈ ગયો. 12 જાન્યુઆરીથી તેણે પ્રેમિકાને અનેક ફોન કર્યા હતા, જેના લોકેશન પરથી પોલીસ તેના સુધી પહોંચવામાં સફળ રહી. એન્કાઉન્ટર અને ધરપકડ ગઈકાલે જ્યારે શિવા તેની પ્રેમિકાને મળવા તાલગ્રામ જઈ રહ્યો હતો, ત્યારે ગુરસહાયગંજ વિસ્તારમાં મુરાદગંજ ક્રોસિંગ પાસે પોલીસે તેને ઘેરી લીધો હતો. પોતાને ઘેરાયેલો જોઈ શિવાએ પોલીસ પર ફાયરિંગ શરૂ કર્યું હતું. વળતા જવાબમાં પોલીસે ચલાવેલી ગોળી શિવાના પગમાં વાગી હતી, જેનાથી તે ઘાયલ થયો હતો. હાલ તેને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.એસપી વિનોદ કુમારે જણાવ્યું હતું કે, આ એક મોટી સફળતા છે અને હવે પોલીસ શિવાના બીજા ફરાર સાથીની શોધમાં છે. આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે ગમે તેવો શાતિર ગુનેગાર હોય, તે કોઈને કોઈ ભૂલ ચોક્કસ કરે છે. આ પણ વાંચોઃ BJP National President: હું કાર્યકર્તા છું અને નીતિન નબીનજી મારા બોસ છે.. બોલ્યા પીએમ મોદી

Read Full Story arrow_forward