android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bhavnagar News : ભાજપના જ ધારાસભ્યએ નમો જનસેવા કેન્દ્ર બંધ કરાવ્યુ હોવાનો આક્ષેપ, કાર્યકરો અને MLA વચ્ચે વિવાદ
calendar_today January 20, 2026

Bhavnagar News : ભાજપના જ ધારાસભ્યએ નમો જનસેવા કેન્દ્ર બંધ કરાવ્યુ હોવાનો આક્ષેપ, કાર્યકરો અને MLA વચ્ચે વિવાદ

ભાવનગરના વલ્લભીપુરમાં ભાજપમાં આંતરિક વિવાદ સામે આવ્યો છે. ભાજપના ગઢડાના ધારાસભ્ય શંભુપ્રસાદ ટૂંડિયા દ્વારા નમો જનસેવા કેન્દ્ર બંધ કરાવાયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વલ્લભીપુરમાં ભાજપના કાર્યકરો અને ધારાસભ્ય વચ્ચે વિવાદ સર્જાયો છે. કાર્યકરોનું કહેવું છે કે, જનસેવા કેન્દ્ર બંધ કરાવવા માટે દબાણ કરાવવામાં આવ્યું છે. બીજી તરફ લોકોમાં પણ ધારાસભ્ય સામે રોષ જોવા મળી રહ્યો છે. વલ્લભીપુર તાલુકા ભાજપમાં ભડકો થયો ભાવનગરના વલ્લભીપુરમાં થોડા મહિના પહેલા જ શરૂ થયેલું જનસેવા કેન્દ્ર ભાજપના ગઢડાના ધારાસભ્ય શંભુનાથ ટૂંડિયાએ બંધ કરાવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ધારાસભ્યનું મદદ કાર્યાલય હોવા છતાં નારાજ થયેલા કાર્યકરોએ ખોલેલું જનસેવા કેન્દ્ર બંધ કરાવવા પ્રદેશ ભાજપમાં ધારાસભ્ય શંભુનાથ ટુંડિયાએ દબાણ કર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સરકારી યોજનાઓના ફોર્મ સહિતના કામ આ કાર્યાલયમાં મફતમાં થતા હોવાથી તે બંધ થતાં લોકોમાં પણ ધારાસભ્ય પ્રત્યે રોષ ફેલાયો છે. ભાજપના ધારાસભ્ય એ જ વડાપ્રધાનના નામનું કાર્યાલય બંધ કરતા વલ્લભીપુર તાલુકા ભાજપમાં ભડકો થયો છે. આ પણ વાંચોઃ Gandhinagar: દાવોસમાં ગુંજ્યો ગુજરાતનો પ્રગતિનાદ, 'વિકસિત ભારત'ના વિઝન સાથે વૈશ્વિક રોકાણકારોને આકર્ષ્યા- હર્ષ સંઘવી

Read Full Story arrow_forward
Surat: મુસાફર અચાનક બેભાન થતા મહિલા ડોક્ટર 'દેવદૂત' બન્યા, સમયસૂચકતાથી યુવકનો જીવ બચ્યો
calendar_today January 20, 2026

Surat: મુસાફર અચાનક બેભાન થતા મહિલા ડોક્ટર 'દેવદૂત' બન્યા, સમયસૂચકતાથી યુવકનો જીવ બચ્યો

 સુરત રેલવે સ્ટેશન પર આજે એક હૃદયસ્પર્શી ઘટના બની હતી, જેમાં એક અજાણ્યા યુવકનો જીવ સમયસર મળેલી તબીબી મદદને કારણે બચી ગયો છે. સ્ટેશન પર હાજર એક મહિલા ડોક્ટર અને સ્થાનિક યુવકોની ત્વરિત કામગીરીને કારણે મોટી હોનારત ટળી હતી.અચાનક ઢળી પડ્યો મુસાફરપ્રાપ્ત વિગતો અનુસાર, સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં એક મુસાફર યુવક અચાનક ચક્કર આવતા બેભાન થઈને જમીન પર ઢળી પડ્યો હતો. આસપાસના લોકો કઈ સમજે તે પહેલા જ સ્ટેશન પર ઉપસ્થિત એક મહિલા ડોક્ટરની નજર આ યુવક પર પડી હતી. ડોક્ટરે ક્ષણનો પણ વિલંબ કર્યા વગર યુવકની પાસે પહોંચી તેની પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.તબીબ અને સ્થાનિકોની સરાહનીય કામગીરીબેભાન યુવકની ગંભીર સ્થિતિ જોતા ડોક્ટરે તુરંત જ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. આ દરમિયાન સ્ટેશન પર હાજર અન્ય યુવકોએ પણ માનવતા દાખવી મદદનો હાથ લંબાવ્યો હતો. ડોક્ટરે જ્યાં સુધી એમ્બ્યુલન્સ ન આવી ત્યાં સુધી યુવકની સારવાર ચાલુ રાખી હતી. ત્યારબાદ યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.આ પણ વાંચો: હાઈવે પર ગમખ્વાર કારનું ટાયર ફાટતા ટ્રેલર સાથે ધડાકાભેર અથડાઈ, કલાકો સુધી ટ્રાફિક જામ

Read Full Story arrow_forward
UAE President India Visit News: ભારત અને UAEએ વ્યૂહાત્મક સંરક્ષણ ભાગીદારી માટે 'લેટર ઓફ ઇન્ટેન્ટ' પર કર્યા હસ્તાક્ષર, જાણો શું છે મામલો?
calendar_today January 20, 2026

UAE President India Visit News: ભારત અને UAEએ વ્યૂહાત્મક સંરક્ષણ ભાગીદારી માટે 'લેટર ઓફ ઇન્ટેન્ટ' પર કર્યા હસ્તાક્ષર, જાણો શું છે મામલો?

ભારત અને UAE વચ્ચે સૌથી મહત્વપૂર્ણ લેટર ઓફ ઇન્ટેન્ટ હતો. જે વ્યૂહાત્મક સંરક્ષણ ભાગીદારી સ્થાપિત કરે છે. સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર પાકિસ્તાન અને સાઉદી અરેબિયાએ ચાર મહિના પહેલા જ સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ મુજબ, કોઈપણ દેશ પર હુમલો બીજા પર હુમલો માનવામાં આવશે. આ પ્રશ્ન ઉભો કરે છે કે શું ભારત અને UAE વચ્ચે સમાન કરાર થયો છે. લેટર ઓફ ઇન્ટેન્ટ શું છે? લેટર ઓફ ઇન્ટેન્ટ એ એક ઔપચારિક દસ્તાવેજ છે. જેમાં બે પક્ષો સંભવિત કરાર અંગે તેમના પ્રારંભિક ઇરાદા અને વિચારો લેખિતમાં વ્યક્ત કરે છે. તે અંતિમ કાનૂની કરાર પહેલાં પ્રારંભિક પગલા તરીકે કામ કરે છે. તેમાં કરારની મુખ્ય શરતો, કાર્યક્ષેત્ર, સમયરેખા અને બંને પક્ષોની અપેક્ષાઓ શામેલ છે. LOIનો હેતુ એ સ્પષ્ટ કરવાનો છે કે, બંને પક્ષો શું સંમત થાય છે. જેથી પછીથી કોઈ ગેરસમજ ન થાય. જ્યારે તે સામાન્ય રીતે કાયદેસર રીતે બંધનકર્તા નથી, તે ભવિષ્યના કરારો માટે રોડમેપ તરીકે કામ કરે છે. ભારત અને UAE વચ્ચે LOIનો અર્થ શું છે? ભારત અને UAE દ્વારા હસ્તાક્ષર કરાયેલા LOI ભવિષ્યમાં ઔપચારિક કરાર માટે તૈયારી કરવાનો છે. આ કરાર હાલના લશ્કરી કવાયતો, સેવા વડાઓ વચ્ચે પરસ્પર મુલાકાતો અને બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગને વધુ મજબૂત બનાવશે. ભારતના વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે, UAE સાથે LoI પર હસ્તાક્ષર કરવાથી પ્રાદેશિક સંઘર્ષોમાં ભારતની સંડોવણીનો અર્થ નથી. તેમણે જણાવ્યું હતું કે પ્રદેશના કોઈપણ દેશ સાથે સંરક્ષણ અને સુરક્ષા મોરચે અમારી ભાગીદારીનો અર્થ એ નથી કે અમે ખાસ કરીને પ્રાદેશિક સંઘર્ષોમાં સામેલ થઈશું. આ પણ વાંચોઃ UAE President India Visit News: ભારત અને UAEએ સંરક્ષણ, ઉર્જા અને અવકાશ ક્ષેત્રે કર્યા મહત્વપૂર્ણ કરાર, જાણો શું છે ખાસિયત?

Read Full Story arrow_forward