android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot: સેલ્ફ-ડ્રાઈવ કાર ભાડે લઈ બારોબાર વેચી મારવાનું કૌભાંડ, ક્રાઈમ બ્રાન્ચે બે લક્ઝુરિયસ 'થાર' સાથે બે આરોપીને દબોચ્યા
calendar_today January 20, 2026

Rajkot: સેલ્ફ-ડ્રાઈવ કાર ભાડે લઈ બારોબાર વેચી મારવાનું કૌભાંડ, ક્રાઈમ બ્રાન્ચે બે લક્ઝુરિયસ 'થાર' સાથે બે આરોપીને દબોચ્યા

રાજકોટ શહેરમાં સેલ્ફ-ડ્રાઈવિંગ માટે કાર ભાડે મેળવીને તેને બારોબાર અન્ય રાજ્યોમાં વેચી મારવાનું મોટું કૌભાંડ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યું છે. પોલીસે આ મામલે બે શખ્સોની ધરપકડ કરી તેમની પાસેથી બે મહિન્દ્રા થાર ગાડીઓ જપ્ત કરી છે.સેલ્ફ-ડ્રાઈવ કાર ભાડે લઈ બારોબાર વેચી મારવાનું કૌભાંડઆ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર દર્પણ મણવર સેલ્ફ-ડ્રાઈવિંગ કાર પ્રોવાઈડર્સ પાસેથી લક્ઝુરિયસ કાર ભાડે લેતો હતો.તે કાર માલિકોનો વિશ્વાસ જીતવા માટે શરૂઆતમાં પ્રતિ દિવસના ₹ 7,500 લેખે 5 થી 10 દિવસનું ભાડું એડવાન્સમાં ચૂકવી દેતો હતો.એકવાર કાર હાથમાં આવ્યા બાદ, દર્પણ આ ગાડી તેના સાથીદાર આમિર વોરાને સોંપી દેતો હતો.આમિર વોરા ગાડીમાંથી લોકેશન ટ્રેક ન થાય તે માટે સૌથી પહેલા GPS (જીપીએસ) સિસ્ટમ કાઢી નાખતો અને ત્યારબાદ આ ગાડીઓને અન્ય રાજ્યોમાં વેચી મારતો હતો.ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહીરાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ચોક્કસ બાતમીના આધારે દર્પણ મણવર અને આમિર વોરાની અટકાયત કરી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ બંને આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ માલવિયા નગર અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાઈ ચૂક્યા છે. પોલીસને આશંકા છે કે આ ટોળકીએ અન્ય કેટલીય મોંઘીદાટ કાર બારોબાર વેચી હોઈ શકે છે.આ પણ વાંચો:દાવોસમાં ગુંજ્યો ગુજરાતનો પ્રગતિનાદ, 'વિકસિત ભારત'ના વિઝન સાથે વૈશ્વિક રોકાણકારોને આકર્ષ્યા- હર્ષ સંઘવી

Read Full Story arrow_forward
Rajkot News : બોલો ફેસ રીડિંગ મશીનમાં પણ સફાઈ કર્મીઓ ખોટી હાજરી પૂરે છે, જાણો કેવી રીતે બહાર આવ્યું કૌભાંડ
calendar_today January 20, 2026

Rajkot News : બોલો ફેસ રીડિંગ મશીનમાં પણ સફાઈ કર્મીઓ ખોટી હાજરી પૂરે છે, જાણો કેવી રીતે બહાર આવ્યું કૌભાંડ

રાજકોટ મહાનગર પાલિકામાં ખોટી હાજરી પૂરવાનું કૌભાંડ સામે આવ્યું છે. મનપામાં કર્મચારીઓની હાજરી માટે લગાવવામાં આવેલા ફેસ રીડિંગ મશીનમાં કર્મચારીઓ ખોટી હાજરી પૂરે છે. આ પ્રકારની હાજરી પૂરવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આવા કર્મચારીઓ સામે કડક એક્શન લેવા માગ કરવામાં આવી છે. રાજકોટ મનપામાં ખોટી હાજરી પૂરવાનું કૌભાંડ રાજકોટ મહાનગર પાલિકામાં સફાઈ કર્મચારીઓ દ્વારા ખોટી હાજરી પૂરવાનું કૌભાંડ સામે આવ્યું છે. મનપાના ફેસ રીડિંગ મશીનમાં સફાઈ કર્મચારીઓ મોબાઈલમાં ફોટા પાડીને મશીનમાં હાજરી પૂરે છે. આ પ્રકારે ડમી હાજરી પૂરનારાને સસ્પેન્ડ કરવા માગ કરવામાં આવી છે. સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવતા અન્ય કર્મચારીઓમાં પણ અનેક પ્રકારના સવાલો ઉભા થયાં છે. કામદાર યુનિયન પ્રમુખે આ પ્રકારે હાજરી પૂરનારાને સસ્પેન્ડ કરવા માગ કરી છે. આ પણ વાંચોઃ Gandhinagar: દાવોસમાં ગુંજ્યો ગુજરાતનો પ્રગતિનાદ, 'વિકસિત ભારત'ના વિઝન સાથે વૈશ્વિક રોકાણકારોને આકર્ષ્યા- હર્ષ સંઘવી

Read Full Story arrow_forward
Kalol: હાઈવે પર ગમખ્વાર કારનું ટાયર ફાટતા ટ્રેલર સાથે ધડાકાભેર અથડાઈ, કલાકો સુધી ટ્રાફિક જામ
calendar_today January 20, 2026

Kalol: હાઈવે પર ગમખ્વાર કારનું ટાયર ફાટતા ટ્રેલર સાથે ધડાકાભેર અથડાઈ, કલાકો સુધી ટ્રાફિક જામ

કલોલ હાઈવે પર આવેલા ગાયત્રી મંદિર સામે આજે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. મહેસાણાથી અમદાવાદ તરફ જઈ રહેલી એક કારનું ટાયર અચાનક ફાટતા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના પરિણામે કાર બાજુમાં જઈ રહેલા ટ્રેલર સાથે ધડાકાભેર અથડાઈ હતી.ટાયર ફાટતા સર્જાયો અકસ્માતપ્રાપ્ત વિગતો અનુસાર, એક કાર મહેસાણા તરફથી અમદાવાદ જઈ રહી હતી. જ્યારે કાર કલોલના ગાયત્રી મંદિર સામેના ઓવરબ્રિજ પરથી નીચે ઉતરી રહી હતી, ત્યારે અચાનક કારનું ટાયર ફાટ્યું હતું. ટાયર ફાટવાના કારણે કાર બેકાબૂ બની હતી અને બાજુના ટ્રેક પર પસાર થઈ રહેલા ટ્રેલર સાથે જોરદાર ટકરાઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે કારનો આગળનો ભાગ કચડાઈ ગયો હતો.ટ્રાફિક જામ અને બચાવ કામગીરીહાઈવે પર કાર અને ટ્રેલર વચ્ચેના અકસ્માતને પગલે વાહનોની લાંબી કતારો લાગી હતી અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતા જ ટોલ રોડનો રૂટ પેટ્રોલિંગ સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. સદનસીબે, અકસ્માતમાં કારચાલકનો આબાદ બચાવ થયો હતો, જોકે તેમને સામાન્ય ઈજાઓ પહોંચતા સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.આ પણ વાંચો: સેલ્ફ-ડ્રાઈવ કાર ભાડે લઈ બારોબાર વેચી મારવાનું કૌભાંડ, ક્રાઈમ બ્રાન્ચે બે લક્ઝુરિયસ 'થાર' સાથે બે આરોપીને દબોચ્યા

Read Full Story arrow_forward