android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10 ટકા EWS અનામતની માગ, સવર્ણ સમાજ સરકારમાં રજૂઆત કરશે
calendar_today January 20, 2026

Ahmedabad News : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10 ટકા EWS અનામતની માગ, સવર્ણ સમાજ સરકારમાં રજૂઆત કરશે

ગુજરાતમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે. SIRની કામગીરી બાદ ચૂંટણી પંચ દ્વારા લોકલ બોડી ઈલેક્શનની તૈયારીઓ શરૂ કરી દેવાશે. આ ચૂંટણીમાં EWS અનામતની માગ હવે પ્રબળ બની છે. આજે આ મુદ્દે સવર્ણ સમાજની એક બેઠક મળી હતી. જેમાં પાટીદાર, ક્ષત્રિય અને બ્રહ્મ સમાજ સહિતના સવર્ણ વર્ગના આગેવાનો જોડાયા હતાં. આ બેઠકમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10 ટકા EWS અનામતની માગ કરવામાં આવી હતી. કમિટીમાં દરેક સમાજના આગેવાનને સ્થાન આજે મળી સવર્ણ વર્ગની બેઠકમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10 ટકા EWS અનામતની માગ કરવામાં આવી છે. આ બેઠકમાં 109 જાતિઓની એક કમિટી બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ કમિટીમાં દરેક સમાજના આગેવાનને સ્થાન આપવામાં આવશે. આ ઉપરાંત સવર્ણ વર્ગ દ્વારા આગામી ચૂંટણીમાં ઝવેરી પંચની ભલામણોને લાગુ કરવા પણ રજૂઆત કરવામાં આવી છે. ઝવેરી પંચની ભલામણો લાગુ કરવામાં પણ ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. માગ નહીં સ્વીકારાય તો પરચો બતાવીશું પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાએ જણાવ્યું હતું કે, આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10 ટકા અનામત મુદ્દે સરકારને રજૂઆત કરીશું. આજે લેખિતમાં સહિઓ સાથે સરકારમાં રજૂઆત થશે. તમામ સાંસદો અને ધારાસભ્યોને પણ રજૂઆત કરાશે. અમારી માગ ચૂંટણીમાં 10 ટકા EWS અનામતની છે. જો અમારી માગ નહીં સ્વીકારાય તો પરચો બતાવીશું. એસટી વિસ્તારમાં પણ અનામત લાગુ કરવામાં ખામીઓ સામે આવી છે. સરકારમાં રોસ્ટર પદ્ધતિ લાગુ કરવા મુદ્દે પણ રજૂઆત કરાશે. બ્લોકમાં વસ્તી પ્રમાણે અનામત ફાળવાવી જોઇએ. આ અંગે ક્ષત્રિય આગેવાન રમજુભા જાડેજાએ કહ્યું હતું કે, આજની બેઠકમાં તમામ મુદ્દાઓ પર ચર્ચા થઈ છે. EWS અનામતની માગને ક્ષત્રિય સમાજનું સમર્થન છે. આ પણ વાંચોઃ Republic Day 2026: 26 જાન્યુઆરીએ પરેડમાં દેખાશે ભારતના 7 ઘાતક હથિયાર, જાણો તેની ખાસિયત

Read Full Story arrow_forward
કચ્છની સરહદ ડેરીમાં ભારતનો પ્રથમ કેમલ મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ, ઊંટડીના દૂધનો રાજભોગ આઈસક્રીમ બનાવતી દેશની એકમાત્ર ડેરી
calendar_today January 20, 2026

કચ્છની સરહદ ડેરીમાં ભારતનો પ્રથમ કેમલ મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ, ઊંટડીના દૂધનો રાજભોગ આઈસક્રીમ બનાવતી દેશની એકમાત્ર ડેરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભૂકંપ બાદ કચ્છની થઈ કાયાપલટ. 26 જાન્યુઆરી, 2001ના રોજ આવેલા વિનાશક ભૂકંપે કચ્છને એ હદે તારાજ કર્યું કે, કચ્છ ફરી બેઠું થશે કે કેમ એવો સવાલ દરેકના મનમાં હતો. જો કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ પ્રદેશની એવી કાયાપલટ થઈ કે, કચ્છ વિકાસ, આત્મનિર્ભરતા અને સહકારી સમૃદ્ધિનું ઉત્તમ ઉદાહરણ બની ગયું છે. તેમના નેતૃત્વમાં કચ્છ પ્રવાસન, ખેતી, સહકારી જેવા ક્ષેત્રે અગ્રેસર જિલ્લો બન્યો છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં કચ્છની વિકાસયાત્રાને વધુ વેગ મળ્યો છે. ભૂકંપ બાદ કચ્છના સહકારી ક્ષેત્રમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં શ્રી કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ એટલે કે સરહદ ડેરીની નોંધપાત્ર ભૂમિકા રહી છે. 2009માં વલમજી હુંબલ દ્વારા સ્થાપિત સરહદ ડેરી કચ્છની સૌથી મોટી સહકારી સંસ્થા છે અને જિલ્લાના પશુપાલકો માટે આજીવિકાનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે.  સહકારથી સમૃદ્ધિ’ એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહ દ્વારા એક દૂરંદેશી પહેલ છે. આ કાર્યક્રમ હેઠળ, સરહદ ડેરીએ કચ્છ જિલ્લા મધ્યસ્થ સહકારી બૅન્ક (KDCC બૅન્ક) માં 900 દૂધ મંડળીઓ અને 31,067 પશુપાલકોને ખાતા ખોલવામાં મદદ કરી છે. બૅન્કિંગને વધુ સરળ બનાવવા માટે ખેડૂતોને RuPay કાર્ડ આપવામાં આવ્યા છે અને 438 દૂધ મંડળીઓને માઇક્રો એટીએમ પ્રાપ્ત થયા છે.

Read Full Story arrow_forward
World News : પાકિસ્તાન વાળા લિસ્ટમાં બાંગ્લાદેશ સામેલ, ભારતીય રાજદ્વારીઓના પરિવારને ભારતે પરત બોલાવ્યા
calendar_today January 20, 2026

World News : પાકિસ્તાન વાળા લિસ્ટમાં બાંગ્લાદેશ સામેલ, ભારતીય રાજદ્વારીઓના પરિવારને ભારતે પરત બોલાવ્યા

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોમાં વધુ એક મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. ભારતે સત્તાવાર રીતે બાંગ્લાદેશને નોન-ફેમિલી ડિપ્લોમેટિક પોસ્ટિંગ જાહેર કર્યું છે. આનો અર્થ એ થયો કે બાંગ્લાદેશમાં પોસ્ટ કરાયેલા ભારતીય રાજદ્વારીઓ અને દૂતાવાસના કર્મચારીઓ હવે તેમના પરિવારો, તેમની પત્નીઓ અને બાળકો સહિત, તેમની સાથે લાવી શકશે નહીં.મળતી માહિતી મુજબ આ નિર્ણય 1 જાન્યુઆરી, 2026થી અમલમાં આવ્યો છે. અત્યાર સુધી ભારતે ફક્ત 4 દેશોને નોન-ફેમિલી ડિપ્લોમેટિકમાં મૂક્યા હતા. જેમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઈરાક અને દક્ષિણ સુદાનનું નામ સામેલ છે. જો કે હવે આ યાદીમાં બાંગ્લાદેશના નામનો ઉમેરો થયો છે, જેને રાજદ્વારી વર્તુળોમાં ખૂબ જ ગંભીર પગલું માનવામાં આવી રહ્યું છે. પરિવારોને તાત્કાલિક પરત લાવવાના આદેશો સૂત્રોના જણાવ્યા મુજબ બાંગ્લાદેશમાં તૈનાત ભારતીય અધિકારીઓને 8 જાન્યુઆરી સુધીમાં તેમના પરિવારોને ભારત પરત ફરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. જે અધિકારીઓના બાળકો બાંગ્લાદેશી શાળાઓમાં ભણતા હતા તેમને વધારાની 7 દિવસની રજા આપવામાં આવી હતી. પરિણામે, ઢાકા, ચિત્તાગોંગ, ખુલના, સિલહટ અને રાજશાહીમાં તૈનાત ભારતીય અધિકારીઓના પરિવારોને 15 જાન્યુઆરી સુધી ભારત પાછા ફરવાનો સમય મળ્યો હતો. ભારતીય વિદેશ મંત્રાલયે હજુ સુધી આ નિર્ણય અંગે સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી, પરંતુ બાંગ્લાદેશ વિદેશ મંત્રાલયના ઘણા સૂત્રોએ આ જાણકારીની પુષ્ટિ કરી છે. આ નિર્ણય પાછળનું કારણ શું છે? બાંગ્લાદેશમાં ભારતના ભૂતપૂર્વ હાઈ કમિશનર પિનાક રંજન ચક્રવર્તી માને છે કે સુરક્ષા ચિંતાઓને કારણે આ પગલું લેવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે ફેબ્રુઆરી 2026માં યોજાનારી બાંગ્લાદેશની સામાન્ય ચૂંટણીઓ પહેલા પરિસ્થિતિ વધુ તંગ બની શકે છે. એક મુખ્ય રાજકીય પક્ષને ચૂંટણીમાં ભાગ લેવાથી રોકવા અંગે પહેલાથી જ વિવાદ ચાલી રહ્યો છે અને હિંસાની શક્યતાને નકારી શકાય નહીં. તેમના મતે ભારત પાસે કોઈ ગુપ્તચર માહિતી હશે, જેના કારણે બાંગ્લાદેશને નોન-ફેમિલી પોસ્ટિંગ જાહેર કરવામાં આવ્યું હતું. નિષ્ણાતો માને છે કે આ પગલું કામચલાઉ હોઈ શકે છે. જો ચૂંટણી પછી બાંગ્લાદેશમાં પરિસ્થિતિ સામાન્ય થાય છે તો ભારત આ નિર્ણય પર પુનર્વિચાર કરી શકે છે. ભારત-બાંગ્લાદેશના વચ્ચેના સંબંધોમાં તણાવ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રાજદ્વારી સુરક્ષા અંગે તણાવ નવો નથી. તાજેતરના મહિનાઓમાં બંને દેશોએ એકબીજાના ઉચ્ચ કમિશનરોને સમન્સ પાઠવ્યા છે. 20 ડિસેમ્બરની રાત્રે દિલ્હીમાં બાંગ્લાદેશી ઉચ્ચ કમિશનરના નિવાસસ્થાનની બહાર એક વિરોધ પ્રદર્શન થયું હતું, જેમાં ધમકીઓ આપવામાં આવી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. બાંગ્લાદેશે સુરક્ષામાં ખામી હોવાનો આરોપ લગાવ્યો હતો, જેનો ભારતે સખત ઈનકાર કર્યો હતો.આ પણ વાંચો: Iran Protest 2026 News: તેહરાન પર નિયંત્રણ મેળવવા માટે વોશિંગ્ટન યુદ્ધ માટે કરી રહ્યુ છે તમામ પ્રયત્ન, જાણો શું છે મામલો?

Read Full Story arrow_forward