android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live : અમદાવાદમાં વધુ એક મેગા ડિમોલિશન, વટવાના વાનર વટ તળાવને કરાશે ખાલી, 500થી વધુ બાંધકામને તોડી પડાશે
calendar_today January 20, 2026

Gujarat Latest News Live : અમદાવાદમાં વધુ એક મેગા ડિમોલિશન, વટવાના વાનર વટ તળાવને કરાશે ખાલી, 500થી વધુ બાંધકામને તોડી પડાશે

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 20 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Ahmedabad : ઘાટલોડિયાની નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર હુમલો, પોલીસે સગીર સહિત 9 લોકોને રાઉન્ડ અપ કર્યા
calendar_today January 20, 2026

Ahmedabad : ઘાટલોડિયાની નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર હુમલો, પોલીસે સગીર સહિત 9 લોકોને રાઉન્ડ અપ કર્યા

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર થયેલા હુમલાની ઘટનાને લઈ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી તકરાર બાદ એક વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. સગીર સહિત કુલ 9 લોકોને રાઉન્ડ અપ કર્યા ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખી પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે પોલીસે ગુનો નોંધી સગીર સહિત કુલ 9 લોકોને રાઉન્ડ અપ કર્યા હોવાનું જાણવા મળે છે. સમગ્ર ઘટનાની તપાસ શરુ પોલીસ દ્વારા હુમલાની સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે અને સંડોવાયેલા આરોપીઓ સામે કાયદેસરની ધરપકડની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અગાઉથી ચાલતી અણબનાવના કારણે આ ઘટના બની પ્રાથમિક તપાસ મુજબ, સ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે અગાઉથી ચાલતી અણબનાવના કારણે આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. નેશનલ સ્કૂલ બહાર જાહેર સ્થળે થયેલા આ હુમલાથી વાલીઓ અને સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે. રાજ્યના શિક્ષણમંત્રીએ પણ ગંભીર નોંધ લીધી આ ઘટનાને લઈ રાજ્યના શિક્ષણમંત્રીએ પણ ગંભીર નોંધ લીધી છે. શિક્ષણમંત્રી દ્વારા સ્કૂલના વિદ્યાર્થી પર થયેલા હુમલાની સંપૂર્ણ વિગતો માંગવામાં આવી છે તેમજ ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. હાલ CCTV ફૂટેજ અને સાક્ષીઓના નિવેદનના આધારે તપાસ પોલીસ તંત્ર દ્વારા હાલ CCTV ફૂટેજ અને સાક્ષીઓના નિવેદનના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. સમગ્ર ઘટનાને લઈ વધુ ખુલાસા થવાની શક્યતા છે. આ પણ વાંચો----     Gujarat Latest News Live : રાજ્યમાં ઠંડીનું જોર ઘટ્યું, અમરેલીમાં 9.6 ડિગ્રી, નલિયામાં 11.2 ડિગ્રી તાપમાન નોંધાયું

Read Full Story arrow_forward
Ahmedabadમાં વધુ એક મેગા ડિમોલિશન, વટવાનું વાનર વટ તળાવ ખાલી કરાશે, 500થી વધુ કાચા પાકા બાંધકામને તોડી પડાશે
calendar_today January 20, 2026

Ahmedabadમાં વધુ એક મેગા ડિમોલિશન, વટવાનું વાનર વટ તળાવ ખાલી કરાશે, 500થી વધુ કાચા પાકા બાંધકામને તોડી પડાશે

અમદાવાદમાં ગેરકાયદે બાંધકામ સામે કાર્યવાહીનો દોર યથાવત રહેતા વધુ એક મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવનાર છે. વાનર વટ તળાવ ખાલી કરાવાશે વટવાના વાનર વટ તળાવ વિસ્તારમાં આવેલા ગેરકાયદે કાચા–પાકા બાંધકામોને તોડી પાડવાની કાર્યવાહી માટે તંત્ર દ્વારા તૈયારી પૂર્ણ કરવામાં આવી છે. 500થી વધુ કાચા તથા પાકા બાંધકામનું ડિમોલિશન મળતી માહિતી મુજબ, તળાવની આસપાસ આવેલા 500થી વધુ કાચા તથા પાકા બાંધકામનું ડિમોલિશન કરવામાં આવશે. અગાઉ નોટિસ મળ્યા બાદ કેટલાક લોકોએ સ્વૈચ્છિક રીતે પોતાના બાંધકામ દૂર કર્યા હોવાનું પણ જાણવા મળે છે. ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો ડિમોલિશન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અંદાજે 500 પોલીસકર્મી અને 300 મ્યુનિસિપલ કર્મચારીઓને સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ડિમોલિશન અગાઉ 3 જાન્યુઆરીના રોજ કરવાનું હતું ઉલ્લેખનીય છે કે આ ડિમોલિશન અગાઉ 3 જાન્યુઆરીના રોજ કરવાનું હતું પરંતુ સ્થાનિક લોકોએ 10 દિવસની મુદત માગતા તંત્ર દ્વારા કાર્યવાહી મોકૂફ રાખવામાં આવી હતી. સમયની માંગને ધ્યાને લઈ તંત્રએ લોકોને સ્થળ ખાલી કરવાની તક આપી હતી. ચંડોળા અને ઈશનપુર વિસ્તારમાં પણ મોટા પાયે ડિમોલિશન થયું હતું અમદાવાદમાં તળાવો અને જાહેર જમીન ઉપર થયેલા દબાણ દૂર કરવા માટે તંત્ર દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. અગાઉ ચંડોળા અને ઈશનપુર વિસ્તારમાં પણ મોટા પાયે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યા હતા. વટવાના વાનર વટ તળાવની કાર્યવાહી બાદ શહેરમાં વધુ વિસ્તારોમાં પણ કડક પગલાં લેવાય તેવી શક્યતા છે.પહેલીવાર કોર્પોરેશન દ્વારા ડિમોલેશનની સાથે ઘર વિહોણા લોકો માટે સુવિધા ઉભી કરાઇ વટવાના વાનર વટ તળાવના રહીશો રખડી ન પડે માટે એએમસીએ વિશેષ વ્યવસ્થા કરી છે. રહીશોને અન્ય સ્થળે રહેવા માટે એએમટીએસ બસ સ્ટેન્ડ બાય રખાઇ છે અને  ઘર વિહોણા લોકોને આશ્રયગૃહ મળી રહે માટે એએમટીએસ બસમાં બેસાડી અન્ય સ્થળે લઈ જવાશે   આ પણ વાંચો----    Ahmedabad : ઘાટલોડિયાની નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર હુમલો, પોલીસે સગીર સહિત 9 લોકોને રાઉન્ડ અપ કર્યા

Read Full Story arrow_forward