android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Junagadh News : વિસાવદરમાં ભૂમાફિયાઓ પર તંત્રની તવાઈ, સરકારી સંપત્તિ લૂંટતા ભૂમાફિયાઓના કાળા કારોબારનો પર્દાફાશ
calendar_today January 20, 2026

Junagadh News : વિસાવદરમાં ભૂમાફિયાઓ પર તંત્રની તવાઈ, સરકારી સંપત્તિ લૂંટતા ભૂમાફિયાઓના કાળા કારોબારનો પર્દાફાશ

જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં ગેરકાયદેસર ખનન કરતા ભૂમાફિયાઓ સામે તંત્રએ લાલ આંખ કરતા વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.દાદર વિસ્તારમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા વિસાવદરના દાદર વિસ્તારમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા હોવાનું સામે આવતાં તંત્ર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.  માટી અને મોરમનું ખનન કરી સરકારી સંપત્તિની લૂંટ મળતી માહિતી મુજબ, સરકારી જમીનમાંથી પરવાનગી વગર માટી અને મોરમનું ખનન કરી સરકારી સંપત્તિ લૂંટવામાં આવી રહી હતી. તંત્ર દ્વારા કરવામાં આવેલી દરોડાની કાર્યવાહી દરમિયાન ભૂમાફિયાઓના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. કાર્યવાહીથી ગેરકાયદેસર ખનન કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. 35 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત તંત્રએ રૂ. 35 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ખનનમાં ઉપયોગમાં લેવાતી એક જેસીબી મશીન અને ચાર ટ્રેક્ટરોને સીઝ કરવામાં આવ્યા છે. ખનન માટે કોઈ પ્રકારની જરુરી પરવાનગી લેવામાં આવી ન હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. ભૂમાફિયાઓ સામે વધુ કડક પગલાં લેવામાં આવે તેવી માંગ સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડતા ભૂમાફિયાઓ સામે વધુ કડક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે. ખાસ કરીને સંડોવાયેલા ભૂમાફિયાઓ સામે પાસા હેઠળ કાર્યવાહી કરવા માટે પણ સ્થાનિક સ્તરે માંગ તેજ બની છે.  કડક કાયદેસર કાર્યવાહી તંત્ર દ્વારા હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને ખનન પાછળ સંડોવાયેલા મુખ્ય સૂત્રધારો સામે કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે. આ પણ વાંચો----    Ahmedabadમાં વધુ એક મેગા ડિમોલિશન, વટવાનું વાનર વટ તળાવ ખાલી કરાશે, 500થી વધુ કાચા પાકા બાંધકામને તોડી પડાશે

Read Full Story arrow_forward
Gujarat Latest News Live :  રાજ્યમાં ઠંડીનું જોર ઘટ્યું, અમરેલીમાં 9.6 ડિગ્રી, નલિયામાં 11.2 ડિગ્રી તાપમાન નોંધાયું
calendar_today January 20, 2026

Gujarat Latest News Live : રાજ્યમાં ઠંડીનું જોર ઘટ્યું, અમરેલીમાં 9.6 ડિગ્રી, નલિયામાં 11.2 ડિગ્રી તાપમાન નોંધાયું

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 20 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Dasada: સોશિયલ મીડિયામાં બંધૂક સાથે ફોટો મૂકનાર દસાડાના યુવાન સામે કાર્યવાહી
calendar_today January 19, 2026

Dasada: સોશિયલ મીડિયામાં બંધૂક સાથે ફોટો મૂકનાર દસાડાના યુવાન સામે કાર્યવાહી

દસાડામાં રહેતા યુવાને હથીયાર સાથેનો ફોટો સોશીયલ મીડીયામાં 3 વર્ષ પહેલા અપલોડ કર્યો હતો.ત્યારે આ અંગેની એસઓજી ટીમને માહીતી મળતા પોલીસે આરોપીને ઝડપી લીધો હતો. આ યુવાને 3 વર્ષ પહેલા તેના કૌટુંબીકભાઈની વાડીએ તેની બંદુક સાથેનો ફોટો અપલોડ કર્યાનું ખુલતા બન્ને સામે દસાડા પોલીસ મથકે ગુનો નોંધાયો છે. જિલ્લામાં હથીયાર રાખવુ એ એક સ્ટેટસ સીમ્બોલ બની ગયુ છે. લોકો હથીયાર સાથેના ફોટા પડાવી સોશીયલ મીડીયામાં અપલોડ કરે છે. ત્યારે પોલીસ પણ સોશીયલ મીડીયામાં આવી ગેરકાયદેસર પ્રવૃતી સામે વોચ રાખી રહી છે. જેમાં દસાડાના આમીરખાન કેશરખાન રાઠોડે પોતાના ફેસબુક એકાઉન્ટમાં બંદુક સાથેનો ફોટો મુકયો હતો. આ વાત એસઓજી પીઆઈ બી.એચ. શીંગરખીયાને સહીતનાઓના ધ્યાને આવી હતી. ત્યારે સ્ટાફના અરવિંદસિંહ, સાહીલભાઈ સહીતનાઓએ દસાડાના આમીરખાનને ઝડપી લીધો હતો. આ શખ્સની પ્રાથમીક પુછપરછમાં તેણે જણાવ્યુ કે, 3 વર્ષ પહેલા તે તેના કૌટુંબીક ભાઈ ઈમરાનખાન ગજનીખાન બ્લોચની વાડીએ ગયો હતો. જેમાં તેના પરવાનાવાળા હથીયાર સાથે તેને પુછીને હથીયાર સાથે ફોટો પાડયો હતો અને સોશીયલ મીડીયામાં અપલોડ કર્યો હતો. આથી પોલીસે દસાડાના આમીરખાન રાઠોડ અને ઈમરાનખાન બ્લોચને રૂપીયા 5 હજારના હથિયાર સાથે ઝડપી લઈ દસાડા પોલીસ મથકે હથીયારધારા મુજબ ગુનો નોંધ્યો છે. બનાવની વધુ તપાસ એચસી બી.જે.પરમાર ચલાવી રહ્યા છે. મુળી ગ્રામ્યમાંથી શ્રમિક ગેરકાયદેસર બંધૂક સાથે ઝડપાયો મુળી પોલીસ મથકના બીટ જમાદાર પરીક્ષીતસિંહ ઝાલા સહિતનાઓને પેટ્રોલીંગ દરમીયાન મુળી તાલુકાના કરશનગઢ ગામના અરવિંદ રસીકભાઈ કોળી પાસે ગેરકાયદેસર બંદુક હોવાની તથા તે આંબરડી ગામની સીમથી ગામ તરફ ચાલીને આવતો હોવાની બાતમી મળતા વોચ રખાઈ હતી. જેમાં કરશનગઢનો 35 વર્ષીય મજુરી કામ કરતો અરવિંદ ઉર્ફે ઉગો રસીકભાઈ અગેચાણીયા રૂપીયા 2 હજારની કિંમતની દેશી હાથ બનાવટની સીંગલ બેરલ બંદુક સાથે ઝડપાયો હતો. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward