android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Halvad: હળવદના કોયબા રોડ ઉપરથી પસાર થતી નર્મદા કેનાલમાં યુવાન ડૂબ્યો
calendar_today January 19, 2026

Halvad: હળવદના કોયબા રોડ ઉપરથી પસાર થતી નર્મદા કેનાલમાં યુવાન ડૂબ્યો

હળવદના કોયબા રોડ ઉપરથી પસાર થતી ધાંગધ્રા બ્રાન્ચની નર્મદા કેનાલમાં ગતકાલે મોડી સાંજના અદાણી પાવર લાઈનમાં કામ કરતો બિહારનો 27 વર્ષીય યુવાન ડૂબી ગયો હોવાને લઈ હળવદ ફાયરની ટીમ શોધખોળ કરી રહી છે.બનાવની જાણવા મળતી વિગતો મુજબ, હળવદ નજીક કોયબા રોડ પર ખાવડા થી હળવદ સુધીની અદાણી કંપનીની 765 કેવી ટ્રાન્સમિશન લાઈનનું કામ ચાલુ છે. જેમાં બિહાર રાજ્યના જુદા જુદા 35 જેટલા યુવાનો કામ કરે છે. જોકે આ મજદુરો જે જગ્યાએ રહે છે ત્યાં રૂમ સિવાય બીજી કોઈ વ્યવસ્થા ન હોય જેથી મુકેશકુમાર શર્મા નામનો 27 વર્ષીય યુવાન ગતરોજ મોડી સાંજના 8:30 વાગ્યાની આસપાસ કુદરતી હાજતે જવા માટે કેનાલમાં પાણી ભરવા ઉતરતા તેનો પગ લપસી ગયો હતો અને આ યુવાન કેનાલના પાણીમાં ગરકાવ થઈ ગયો હતો જેથી આ બનાવની જાણ હળવદ ફાયરની ટીમને કરાતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી કેનાલમાં શોધખોળ કરી રહી છે. જોકે ગતરોજ બીજા દિવસે બપોર સુધી પણ આ યુવકનો કોઈપણ પ્રકારનો પતો લાગ્યો નથી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surendranagar: કૌટુંબિક દાદાએ 1.60 લાખમાં વેચેલ મકાન 1.75 લાખમાં પરત ખરીદી રાતી પાઈ પણ ન ચૂકવી
calendar_today January 19, 2026

Surendranagar: કૌટુંબિક દાદાએ 1.60 લાખમાં વેચેલ મકાન 1.75 લાખમાં પરત ખરીદી રાતી પાઈ પણ ન ચૂકવી

સાયલાના નાગડકા ગામે આવેલ મકાન મુળ નાગડકાના અને હાલ અમદાવાદ રહેતા યુવાને 1.60 લાખમાં કૌટુંબીક દાદા પાસેથી ખરીદ્યુ હતુ.બાદમાં દાદાએ મકાનનો કબજો ન આપી પરત ખરીદી કરવાની વાત કરતા 1.75 લાખમાં વેચાણનું નક્કી થયુ હતુ. બન્ને સમયે નોટરી સમક્ષ થયેલ કરારનો ભંગ કરી નાણા ન ચુકવી છેતરપિંડી આચર્યાની કૌટુંબીક દાદા સામે ધજાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. મુળ સાયલા તાલુકાના નાગડકા ગામના 37 વર્ષીય અલ્પેશભાઈ ભીખાભાઈ વાઘેલા હાલ અમદાવાદના જમાલપુરમાં રહે છે અને રિક્ષા ચલાવે છે. વતન નાગડકામાં તેમના કૌટુંબીક દાદા સોમાભાઈ રામજીભાઈ વાઘેલાનું મકાન આવેલુ છે. આ મકાન અલ્પેશભાઈએ રૂપીયા 1.60 લાખમાં લેવાનું નક્કી કર્યુ હતુ. અને તા. 7-7-22ના રોજ તેનું નોટરી સમક્ષ લખાણ કરી અલ્પેશભાઈએ રૂપીયા 1.60 લાખ ચુકવ્યા હતા. જેમાં નવરાત્રી સમયે સોમાભાઈએ મકાન ખાલી કરી દેવાની શરત હતી. પરંતુ નવરાત્રી વીતતા અલ્પેશભાઈએ મકાન ખાલી કરવાનું કહેતા સોમાભાઈએ ના પાડી હતી અને પૈસા થશે ત્યારે પરત આપીશ તેમ જણાવ્યુ હતુ. બાદમાં અલ્પેશભાઈએ અવાનવાર પૈસાની ઉઘરાણી કરી હતી. તા. 8-11-23ના રોજ સોમાભાઈએ ફોન કરીને અલ્પેશભાઈને બોલાવતા તા. 9-11-23ના રોજ તેઓ નાગડકા ગયા હતા. જેમાં સોમાભાઈએ મકાન પાછુ ખરીદવાની વાત કરતા અલ્પેશભાઈએ બજાર કિંમત રૂપીયા 1.75 લાખ કહી હતી. જેમાં સોમાભાઈ સહમત થતા નોટરી પાસે લખાણ કરી 2 વર્ષમાં કટકે કટકે આ રકમ સોમાભાઈઅ ચુકવશે તેવુ નક્કી થયુ હતુ. પરંતુ આ મુદત પણ પુરી થવા છતાં સોમાભાઈએ પૈસા ન ચુકવતા કરારમાં નક્કી થયેલ શરતોનો ભંગ કરી છેતરપિંડી આચર્યાની અલ્પેશભાઈએ કૌટુંબીક દાદા સોમાભાઈ વાઘેલા સામે ધજાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Rajkot: ચાંદીમાં તેજીના વાવાઝોડાથી રાજકોટ ચાંદી બજારમાં મંદી
calendar_today January 19, 2026

Rajkot: ચાંદીમાં તેજીના વાવાઝોડાથી રાજકોટ ચાંદી બજારમાં મંદી

એક સમયે રાજકોટમાંથી દેશના ભોટાભાગના રાજ્યોમાં ચાંદીના દાગીનાનું વેચાણ થતું અને તેના કારણે અનેક લોકો રોજગારી મેળવી રહ્યા હતા.હાલ ચાંદીમાં તેજીના વાવાઝોડાએ રાજકોટના ચાંદી બજારની રોનક છીનવી લીધી છે અને હાલ ભયંકર મંદી પ્રર્વતી રહી છે. રાજકોટનો ચાંદીના દાગીના બનાવવાનો ઉદ્યોગ હાલ ઓક્સિજન પર આવી ગયો છે. રાજકોટ સિલ્વર મેન્યુફેક્ચર એસોસિએશના ઉપપ્રમુખે જણાવ્યું કે હાલ ચાંદીના ભાવમાં ભયંકર ચડ-ઉતર ચાલી રહી છે. તેને કારણે કામકાજ ઠપ થઈ ગયા છે. કયાંયથી ઓર્ડર આવતા નથી. રાજકોટમાંથી દેશના મોટાભાગના રાજ્યોમાં દાગીનાનું વેચાણ કરવામાં આવતું હતું પણ આવા રાજ્યોમાંથી પણ નવા ઓર્ડર આવતા બંધ થઈ ગયા છે. એકલા રાજકોટમાં સામાકાંઠે જ અંદાજે 1,200 જેટલા યુનિટો ચાંદીના દાગીના બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ પાસે કામ જોઈએ તેવું નહીં રહેતા હાલ એક શિફટમાં જ કામકાજ થઈ રહ્યા છે. એટલે કોઈ યુનિટવાળા બપોર સુધી પ્રોડકશન ચાલુ રાખે છે અમુક યુનિટવાળા બપોર બાદ કામ કરે છે. ઉપરાંત હવે શનિ-રવિ બે દિવસની રજા જાહેર કરી દેવામાં આવી છે. આમ તો કોરોના બાદથી આવી સ્થિતિનું નિર્માણ થયું છે અને ત્યારબાદ ધંધામાં રિકવરી થઈ જ નથી. હોલસેલ અને રિટેઈલમાં કોઈ જ ઘરાકી નથી. કેમ કે આજે જે ભાવ ચાંદીના ભાવ હોય તે બીજા દિવસે મોટો જમ્પ કરી ઉછાળો મારે છે. તેથી મેન્યુફેકચરો અને બજારના વેપારીઓ પણ કોઈ જ ખરીદી કે મોટાપાયે પર ઉત્પાદન કરતા નથી. હવે ભાવ રૂ.1.60 લાખની આસપાસ આવે ત્યારે જ ધંધો પહેલાની માફક સોળે કળાએ ખીલી ઊઠે તેમ છે. 3 લાખથી વધુ કારીગરો ચાંદીના ઉદ્યોગો સાથે સંકળાયેલા છે રાજકોટમાં સામાકાંઠે વિકસેલા ચાંદીના ઉદ્યોગમાં પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે અંદાજે ત્રણેક લાખ લોકો સંકળાયેલા છે અને રોજગારી મેળવી રહ્યા છે. ત્યારે હાલની મંદીના કારણે આ કારીગરોના માઠા દિવસો આવ્યા છે. તેમ છતાં યુનિટવાળાઓ ગમે તેમ કરીને કારીગરોને ચુકવણું કરી રહ્યા છે પણ કેટલો સમય ચાલશે તે નક્કી નથી. રાજકોટથી સરધાર, મહિકા સહિતના ગામોમાં કામ જતું હતું જયારે ચાંદીના દાગીનો ઉદ્યોગ પૂરબહારમાં ચાલી રહ્યો હતો ત્યારે રાજકોટમાં સરધાર, મહિકા સહિતના આસપાસના ગામો સુધી માલ તૈયાર કરવા માટે મોકલવામાં આવતો હતો. ત્યાં મોટેભાગે મહિલાઓ ચાંદીના કામ કરતી હતી. હવે તેમની પાસે પણ જૂજ કામ જઈ રહ્યું છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward