android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gir somnath: ગીર જંગલમાં રિસોર્ટ-ફાર્મ હાઉસોની પાર્ટીથી ધ્વનિ પ્રદૂષણ
calendar_today January 19, 2026

Gir somnath: ગીર જંગલમાં રિસોર્ટ-ફાર્મ હાઉસોની પાર્ટીથી ધ્વનિ પ્રદૂષણ

ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યપ્રાણી અભયારણ્ય નજીક હોટલો, રિસોર્ટસ અને હોમસ્ટે જેવી હોસ્પિટાલિટી ઝડપભેર વધી રહી છે.જંગલમાં આવેલા રિસોર્ટ - ફાર્મ હાઉસોમાં વારે-તહેવારે થતી પાર્ટીઓના કારણે સહન ન થઈ શકે તેવું ધ્વનિ પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. જેના કારણે જંગલમાં વસતા વન્યજીવોની હાલત કફોડી થઈ રહી છે. આ બાબતે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, વન્યપ્રાણી અભયારણ્ય તેમજ ઇકો-સેન્સિટીવ ઝોન/બફ્રઝોનને તાત્કાલિક અસરથી સાયલન્સ ઝોન જાહેર કરવા રજૂઆત થઈ છે. ઉચ્ચ ન્યાયાલયમાં એશિયાઈ સિંહોના અપમૃત્યુ બાબત સુઓ મોટો રીટ પિટિશન ચાલી રહી છે. આ રીટ પિટીશન અન્વયે ગીર આરક્ષિત વિસ્તાર ફરતે ચાલી રહેલી હોસ્પિટાલિટીની કાયદેસરતાની તપાસ પણ થઈ રહી છે. આમાંની ઘણી હોટલો, રિસોર્ટસ અને ફાર્મ હાઉસીઝમાં ચાલી રહેલ હોમસ્ટે જેવી હોસ્પિટાલિટીઝ પાર્ટી ડેસ્ટિનેશન્સ બની રહી છે. પ્રી-વેડિંગ, વેડિંગ, જન્મદિવસ, હોળી, જન્માષ્ટમી, દિવાળી અને નાતાલ વિગેરે પ્રસંગો/તહેવારો દરમિયાન સતત ચાલી રહેલી પાર્ટીઓમાં ફટાકડાં અને ડીજેના અસહ્ય અવાજ અને ગૂંગળાવી નાખે તેવા ધુમાડાથી વન વિસ્તારમાં સખત ધ્વનિ અને વાયુ પ્રદૂષણ ફેલાઈ રહેલ છે. ગીર જેવા સ્થળમાં ઈકો-ટુરિઝમને પ્રોત્સાહન આપવું જોઈએ, પરંતુ ઇકો-ટુરિઝમના સ્થાને થઈ રહેલી આવી બધી પ્રવૃત્તિઓને તાત્કાલિક અસરથી રોકવાની જરૂર છે. તેમજ એશિયાઈ સિંહો તથા અન્ય વન્યસૃષ્ટિના લાંબા ગાળાના હિતમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યપ્રાણી અભયારણ્ય તથા વન્યપ્રાણી અભયારણ્ય અને તેમના ઇકો-સેન્સિટીવ ઝોન/બફ્રઝોનને તાત્કાલિક અસરથી સાયલન્સ ઝોન જાહેર કરવા રજૂઆત કરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Unjha: ઊંઝા તાલુકાના ફેક્ટરી કામદારના નામે રૂ.69 કરોડની ઇન્કમટેક્સની નોટિસ
calendar_today January 19, 2026

Unjha: ઊંઝા તાલુકાના ફેક્ટરી કામદારના નામે રૂ.69 કરોડની ઇન્કમટેક્સની નોટિસ

જીરું અને વરિયાળીના હબ ગણાતા ઊંઝામાં આ કિમતી મસાલાનો વેપારી કરી વેપારીઓ કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે. તેમાંથી કેટલાક વેપારીઓ ટેક્સ ચોરી કરવા માટે મજૂરોના નામે કંપની ખોલી તેમાં કરોડોના વ્યહાર કરી કંપની બંધ કરી દે છે. અને ટેક્સ ભરવાની જવાબદારી મજૂર પર આવી પડે છે. આવી જ ઘટના ઊંઝામાં સામે આવી છે.ઊંઝા ગંજ બજારમાં પ્રોસેસિંગ ફેક્ટરીમાં પરપ્રાંતિય, સ્થાનિક મજૂરો લેબર કામે જોડાય છે. આ બહાને કેટલાક બેનામી વેપાર કરતા વેપારીઓ આવા ઓછું ભણેલા અને અશિક્ષિત વર્ગના મજુરો પાસેથી આધાર કાર્ડ, રાશન કાર્ડ, ચૂંટણી કાર્ડ મંગાવી તેમને પગાર બેંક દ્વારા કરવામાં આવશે તેવું જણાવે છે. ત્યાર બાદ મજૂરના નામે ટ્રેડ કંપની નોંધાવીને કરોડોનો કારોબાર કરી નાખે છે. આવી એક પેઢીની કરોડોના કારોબારની વિગતોને આધારે પાટણ ઈન્કમટેકસ વિભાગ દ્વારા ઊંઝા તાલુકાના ડાભી ગામના ઠાકોર પ્રભાતજી ગાડાજીના નામથી રૂ.69,01,88,907ની વર્ષ 2017 થી 2018 દરમિયાન થયેલા વેપાર બાબતે નોટિસ મોકલતા પ્રભાતજીના પગ નીચેથી ધરતી સરકી ગઈ હતી. પ્રભાતજીએ પોતાના નામે નોટિસ આવતા તેમણે વકીલ દ્વારા ઈન્કમટેકસ પાટણનો ખુલાસો માંગ્યો હતો અને જે તે વખતે કંપનીનાં ભાગીદારો સાથે હતાં તેવા મૈત્રી એન્ટર પ્રાઈઝ, ડાભી વાળાઓનો પણ ખુલાસો માગ્યો હતો પણ તેઓએ નોટિસનો જવાબ આપી હાથ અધ્ધર કરી દીધા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dhrangadhra: લાશનો ભેદ ઉકેલવા માટે પોલીસ હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના સહારે
calendar_today January 19, 2026

Dhrangadhra: લાશનો ભેદ ઉકેલવા માટે પોલીસ હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના સહારે

ધ્રાંગધ્રાના હરિપર રોડ પર પાણીમાંથી ગત તા.16ના રોજ સવારે એક યુવકની હત્યા કરેલી લાશ મળી આવી હતી.મૃતકની ઓળખ કરવા પોલીસે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો આશરો લીધો હતો અને તેના આધારે બનેલી તસવીર જાહેર કરી છે. ધ્રાંગધ્રાના હરિપર રોડ પર નાગાબાવાની જગ્યા પાસે પાણીમાં કોઈની લાશ હોવાની માહિતી તા.16ના રોજ સવારે ધ્રાંગધ્રા સિટી પોલીસને મળી હતી. આથી પોલીસ ટીમ દોડી ગઈ હતી. મૃતકની તપાસ કરતા તેના હાથ પર રવિ નામ ત્રોફાવેલ હતું. જ્યારે મૃતકની વય આશરે 30થી 35 વર્ષની હોવાનું તથા હત્યા કરી લાશ ફેંકી દેવાઈ હોવાનું જણાયું હતું. આ અંગે અજાણ્યા શખ્સ સામે હત્યાની ફરિયાદ નોંધી પોલીસે તપાસ આદરી હતી. જેમાં મૃતકની ઓળખ કરવા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી સંભવિત તસવીર જારી કરી છે. હાલ વિવિધ પોલીસ મથકોમાં આ તસવીર મોકલી મૃતકની તપાસ કરાઈ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward