android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar: હડકવાથી મહિલાના મોત બાદ આરોગ્ય ટીમની લેકાવાડા સ્થિત શાળામાં તપાસ
calendar_today January 19, 2026

Gandhinagar: હડકવાથી મહિલાના મોત બાદ આરોગ્ય ટીમની લેકાવાડા સ્થિત શાળામાં તપાસ

ગાંધીનગરમાં હડકવાથી મહિલાના મોત બાદ આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે, મહિલાને લેકાવાડા સ્થિત સ્કૂલ ખાતે રહેતાં શ્વાનમાંથી હડકવાની અસર થઈ હોવાની શંકા છે.મહિલાના મોતના સમાચારને પગલે જિલ્લા આરોગ્ય તંત્રની ટીમ સ્કૂલ ખાતે પહોંચી હતી. જ્યાં શાળામાં અન્ય કોઈ સ્ટાફ કે વિદ્યાર્થીઓ શ્વાનના સંપર્કમાં આવ્યું હતું કે નહીં અથવા આ પ્રકારની કોઈ અસર છે તે અંગે તપાસ કરવામાં આવી હોવાની વિગતો છે. જોકે હાલની સ્થિતિએ અન્ય કોઈને હડકવાની અસર ન હોવાથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. લેકાવાડા સ્થિતિ સ્કૂલમાં સિક્યુરિટી ગાર્ડ પાસે બીડલ બ્રીડનો શ્વાન હતો. જે શ્વાનનું સંભવિત રેબીઝના કારણે ઓક્ટોબર 2025માં મોત થયું હતું. બીજી તરફ સ્કૂલ સાથે સંકળાયેલા મહિલા આ શ્વાનને ઘણીવાર રમડતા હતા. ત્યારે થોડા દિવસે પહેલાં મહિલામાં હડકવાના લક્ષણો દેખાતા તે સમયે જ સ્કૂલ તંત્ર દ્વારા વિદ્યાર્થીઓ અને સ્ટાફને સાવચેત કરીને કોઈ શ્વાનના સંપર્કમાં આવ્યું હોય તો સુરક્ષા માટે એન્ટી રેબીઝ રસીકરણ કરાવી લેવા કહી દેવાયું હતુ. જે અંગે માહિતી શાળા ખાતે તપાસ માટે પહોંચેલી આરોગ્યની ટીમને આપવામાં આવી હતી. જોકે શાળાના અન્ય કોઈ સ્ટાફ કે વિદ્યાર્થીઓમાં અત્યાર સુધી હડકવા જેવી કોઈ અસર સામે ન આવતા આરોગ્ય તંત્રએ હાલ તો રાહતનો શ્વાસ લીધો છે. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા શાળા તંત્રને સાવચેત કરીને આવા કોઈ પણ પ્રકારના કિસ્સામાં જાણ કરવા અનુરોધ કર્યો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar: ડ્રાઈવિંગ ટેસ્ટમાં વેઈટિંગ બે મહિને પહોંચતા એપોઈન્ટમેન્ટ વધારાઈ
calendar_today January 19, 2026

Gandhinagar: ડ્રાઈવિંગ ટેસ્ટમાં વેઈટિંગ બે મહિને પહોંચતા એપોઈન્ટમેન્ટ વધારાઈ

ગાંધીનગર આરટીઓમાં આગામી સમયે એઆઈ બેઝ વિડિયો એનાલિટિક ટેક્નોલોજીથી સજ્જ ડ્રાઈવિંગ ટેસ્ટ શરૂ થઈ જશે.જેમાં પાસ-નાપાસના રેશિયોમાં વધારો થવાનો છે. જેને પગલે ગાંધીનગરમાં છેલ્લા ઘણા સમયથી ડ્રાઈવિંગ ટેસ્ટ માટે ધસારો વધ્યો છે. ગાંધીનગરમાં ડ્રાઈવિંગ ટેસ્ટ માટે બેથી અઢી મહિનાનું વેઈટિંગ થઈ ગયું હતુ. જેને પગલે ગાંધીનગર RTO દ્વારા અરજદારોની સુવિધા માટે ટુ વ્હીલર અને ફોર વ્હીલરમાં 30-30 જેટલી એપોઈન્ટમેન્ટ વધારી દેવાઈ છે. જેને પગલે હાલના સમયે વેઈટિંગ ઘટીને 10 દિવસ ઉપર આવ્યું હોવાનું કહેવાય છે. અધિકારી દ્વારા ટ્રેક સંભાળતા કર્મચારીઓને પણ વધારે સમય બેસીને પણ અરજદારોના ટેસ્ટ પુરા કરવા માટે સૂચના આપી હોવાની વિગતો છે. આરટીઓમાં પહેલાં ટુવ્હીલર અને ફોરવ્હીલરના મળીને અંદાજે 200 જેટલા ટેસ્ટ થતાં હતા. જેમાં વધારો કરીને ફોર વ્હીલરમાં 133 જ્યારે ટુ વ્હીલરમાં 128 જેટલા ટેસ્ટ હાલ લેવામાં આવે છે. આગામી સમયે ગાંધીનગર આરટીઓમાં એઆઈ બેઝ ટ્રેક સિસ્ટમ અમલી બનશે, ત્યારે તે પહેલાં અરજદારોએ ટેસ્ટા આપવા માટે પડાપડી કરી હોવાનું મનાય છે. જેની સીધી અસરથી વેઈટિંગમાં વધારો થતાં આરટીઓને એપોઈન્ટમેન્ટ વધારવાની ફરજ પડી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar: શિહોલીમાં હોટમીક્ષ પ્લાન્ટથી આસપાસના વિસ્તારોમાં પ્રદૂષણ
calendar_today January 19, 2026

Gandhinagar: શિહોલીમાં હોટમીક્ષ પ્લાન્ટથી આસપાસના વિસ્તારોમાં પ્રદૂષણ

ગાંધીનગરના શિહોલી ગામની સીમમાં હાઇવે પાસે આવેલા હોટ મીક્ષ પ્લાન્ટમાંથી ખુલ્લેઆમ ઉડતી ધુળથી હવા પ્રદુષણ ફેલાઇ રહ્યું હોવાના આક્ષેપો ખેડૂતો તથા આસપાસના લોકોમાં ઉઠયા છે.દિવસભર ઉડતી ધુળથી આસપાસના ખેતરોમાં ભયંકર પ્રદુષણ ફેલાતુ હોવાનું અને ખેડૂતોના ખેતરો પણ આ પ્રદુષણની ઝપટમાં આવી રહ્યા હોવાથી જગતાત હેરાનગતિ વેઠવા મજબૂર બન્યા છે. ખેડૂતોને આર્થિક નુકસાન તેમજ સ્થાનિક નાગરિકોના આરોગ્ય ઉપર અસર, રહેણાંક વિસ્તાર, સ્કૂલ, રેસ્ટોરંટ અને મોલ સહિતના જાહેર સ્થળોએ પ્રદૂષણની અસર થતી હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું છે. પ્લાન્ટમાં રીતસર પ્રદૂષણ કંટ્રોલ બોર્ડના નિયમોનું ચોક્કસપણે પાલન ના થઇ રહ્યું હોવાનું તેમજ પ્લાન્ટમાંથી હવા, અવાજ અને ધુળનું પ્રદૂષણ ફે લાય છે. પ્લાન્ટથી થતા હવા સહિતના પ્રદૂષણ મામલે સરકારમાં રજૂઆતો કરવામાં આવી છે પરંતુ આ મામલે કોઇ નિરાકરણ ના આવ્યું હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું. યુનિટ હોટ મીક્ષ પ્લાન્ટમાંથી ઉડતી ધુળ અને ફેલાઇ રહેલા હવા ધુમાડાના પ્રદુષણની સીધી અસર પાક પર થાય છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward