Mehsana: મહેસાણા અનુપ માર્કેટના વોશરૂમમાં 10 વર્ષની બાળકીની છેડતી, ધરપકડ
મહેસાણા શહેરમાં ફરી એકવાર એક માસૂમ બાળકી સાથે છેડતીની ઘટના સામે આવી હતી. શહેરના અનુપ માર્કેટમાં લેડીઝ વોશરૂમમાં ગયેલ બાળકી સાથે એક નરાધમ શખસે તેને નિવસ્ત્ર કરવા પ્રયાસ કરી છેડતી કરી હતી.જે મામલે પોલીસે ફરિયાદ નોંધી તુરંત આરોપીની ધરપકડ કરી હતી. શહેરમાં રહેતા એક પરપ્રાંતીય પરિવારમાં 10 વર્ષીય બાળકી પોતાના અભ્યાસ કામે ઘરથી બહાર નીકળતા વિસનગર રોડ પર આવેલ વીજતંત્રની કચેરી પાસેના અનુપ માર્કેટ ગઈ હતી. જ્યાં આવેલ એક ક્લાસીસમાં તે પોતાના અભ્યાસ કામ અર્થે રોકાયા બાદ માર્કેટમાં આવેલ લેડીઝ વોશરૂમમાં ગઈ હતી. ત્યાં પહેલેથી જ બેકરીમાં કામ કરતો એક શખ્સ ભાવેશ રમેશભાઈ મોદી હાજર હતો. જેણે બાળકી હોવાની તકનો લાભ ઉઠાવતા તેના વસ્ત્ર ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં તેના ખભા પર હાથ ફેરવી છેડતી કરી હતી. જોકે બાળકી હિંમત કરી વોશરૂમ બહાર નીકળી જઈ ક્લાસીસના શિક્ષકને વાત કરતા બાળકીની સાથે વધુ કોઈ અનિચ્છનીય બનાવ બને તે પહેલાં તેને બચાવી લેવાઈ હતી. પીડિતા પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી સામે પોકસો અને છેડતી સહિતના આરોપસર ગુનો નોંધી ભાવેશ રમેશભાઈ મોદી રહે.17 મહાશક્તિ સોસાયટી, ગાયત્રી મંદિર સામે, મહેસાણાની ધરપકડ કરી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward