Ahmedabad: વટવામાં રીઢા ગુનેગારે હાથમાં તલવાર રાખી તોડફોડ કરીને આતંક મચાવ્યો
વટવામાં ગત વર્ષે અંગત અદાવતમાં મકાનને આગચાંપી દેવાનો બનાવ સામે આવ્યો હતો. આ બનાવના પગલે પોલીસે ગુનામાં સંડોવાયેલ નવાપુરા ગામના રાજા ઉર્ફે બોખાની સહીત અન્ય આરોપીઓની ધરપકડ કરી હતી.ત્યારે તાજેતરમાં જ કુખ્યાત આરોપી રાજા ઉર્ફે બોખો જેલમાંથી છૂટીને આવતા તેના સાગરીતોએ ફ્ટકડા ફેડીને સ્વાગત કર્યું હતુ, પરંતુ વિસ્તારમાં આરોપીનો ખૌફ્ બનેલો રહે તે માટે થઈને જૂના ઝઘડાની અદાવતની દાઝ રાખીને કુખ્યાત રાજા ઉર્ફે બોખાએ પોલીસ સ્ટેશનની નજીક જ મારામારી કરીને હાથમાં તલવાર લઈને વીંઝતો હોવાના નાટક કર્યા હતા. આ અંગે વટવા પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે. વટવા ગોલ્ડન સિનેમા નજીક પરિવાર સાથે રહેતો 27 વર્ષીય યાકુબભાઈ પટેલ બીબી તળાવ પાસે ઓઈલનો ધંધો કરે છે. રવિવારની રાત્રે યાકુબ તેના મિત્ર સાથે બીબી તળાવની બાજુમાં આવેલા બાપુના પાનના ગલ્લા પર બેઠા હતા. ત્યારે જેલમાંથી છૂટીને આવેલા રાજા ઉર્ફે બોખા અને ઇમરાન કાલિયા સહીત ત્રણ શખ્સો રિક્ષામાં બેસીને આવ્યા હતા. યાકુબ સાથે જૂની અદાવતની દાઝ રાખીને તેને બીભસ્ત ગાળો બોલી યાકુબ અને તેના મિત્રોને માર મારી વાહનમાં તોડફેડ કરી હતી. ઉપરાંત વિસ્તારમાં ભય ફેલવવા માટે વટવા પોલીસ સ્ટેશનથી નજીક કુખ્યાત આરોપી રાજા ઉર્ફે બોખો હાથમાં તલવાર લઈને ફેરવતો હતો, જેથી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચતા ત્રણેય આરોપી નાસી છૂટયા હતા. આ અંગે વટવા પોલીસે ત્રણેય સામે ગુનો નોધીને શોધખોળ શરૂ કરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward