android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar: વઢવાણમાં મહિલા રીસામણે હોવાનું મનદુઃખ રાખી 2 પરિવારો વચ્ચે ઝઘડો
calendar_today January 19, 2026

Surendranagar: વઢવાણમાં મહિલા રીસામણે હોવાનું મનદુઃખ રાખી 2 પરિવારો વચ્ચે ઝઘડો

વઢવાણના ધરમતળાવ પાસે રહેતા 2 પરિવારો વચ્ચે મહિલાના રીસામણે રહેવા બાબતે 2 પરિવારો ઝઘડયા હતા. જેમાં 3 મહીલાઓ સહિત 11 આરોપીઓ સામે મારામારીની સામ-સામે ફરિયાદ નોંધાઈ છે.વઢવાણના ધરમતળાવ પાસે ભોગાવાના કાંઠે 60 વર્ષીય કનુભાઈ રતુભાઈ શંખેસરીયા રહે છે. તેમની બહેન મંજુબેન જશુભાઈ જાહકીયા છેલ્લા 7 વર્ષથી રીસામણ છે. ત્યારે કનુભાઈના પડોશી રાજુ મીઠાભાઈના દાદાના દિકરા સાથે મંજુબેનના લગ્ન થયા હોય આ બાબતે મનદુઃખ છે. તા.16ના રોજ બપોરના સમયે રાજુ મીઠાભાઈ, ગીતાબેન રાજુભાઈ, ચંદાબેન જગમાલભાઈ, સાગર મુનાભાઈ, જગમાલ મીઠાભાઈ, વિક્રમ રાજુભાઈએ ઝઘડો કરી ધારીયા અને લાકડી વડે કનુભાઈ અને તેમના બહેન મંજુબેન, કનુભાઈની દિકરીઓ સંગીતા, મનીશા, લલીતાને માર મારી ઈજા પહોંચાડી હતી. જયારે સામાપક્ષે જગમાલભાઈ મીઠાભાઈ જાહકીયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવાયા મુજબ સાંજનાસમયેતેઓમાળોદરોડ પર બાવળ કાપતા હતા ત્યારે રમેશ રતુભાઈ, જીવણ કનુભાઈ, અનીલ, કનુ રતુભાઈ અને મંજુબેને લાકડીઓ વડે માર માર્યો હતો. જયારે તેમના ઘરે જગમાલભાઈના પત્ની અને દિકરાને પણ માર માર્યો હતો. બનાવની 3 મહિલાઓ સહિત 11 આરોપીઓ સામે વઢવાણ પોલીસ મથકે સામ-સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એએસઆઈ યુ.બી.ગોહીલ ચલાવી રહ્યા છે. મહિલા છેલ્લા 7 વર્ષથી રીસામણે જતી રહી છે. જો કે, આ વાતને લઈ બંને પરિવાર વચ્ચે છેલ્લા કેટલાક વર્ષથી અણબન ચાલી રહ્યો હતો. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Agriculture News: કમોસમી વરસાદની આગાહીને પગલે આંબા પાકના સંરક્ષણ માટે ખેડૂતો માટે ઉપયોગી માર્ગદર્શન
calendar_today January 19, 2026

Agriculture News: કમોસમી વરસાદની આગાહીને પગલે આંબા પાકના સંરક્ષણ માટે ખેડૂતો માટે ઉપયોગી માર્ગદર્શન

હવામાન ખાતાની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આગામી તા.૨૧-૦૧-૨૦૨૬ થી ૨૫-૦૧-૨૦૨૬ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહેવાની અને કોઈ કોઈ જગ્યાએ હળવા કમોસમી વરસાદની શક્યતા છે જેના કારણે હાલ આંબા પાકમાં મોર આવવાના તબક્કે ખેડૂતોને નુકશાન થવાની શક્યતા છે. આંબાના મોરનો સમય અત્યંત સંવેદનશીલ હોય છે અને આ દરમિયાન વધુ ભેજ અને વરસાદ થવાથી ફળ બંધાણ ઘટી શકે છે તેમજ ફૂગજન્ય રોગોનું પ્રમાણ વધી શકે છે. દવાનો છાંટકાવ કરવાથી રોગોનું નિયંત્રણ કમોસમી વરસાદથી મોર લાંબો સમય ભીનો રહેવાથી ફૂલ અને નાની કણી ઝડી જવી, પરાગ નયન પ્રક્રિયામાં અડચણ આવવી, તેમજ પાઉડરી મિલ્ડ્યુ(ભૂકી છારો)અને એન્થ્રાક્નોઝ(કાળવણ)જેવા રોગો ઝડપથી ફેલાવાની શક્યતા વધી જાય છે. પરિણામે કેરી બેસાણ ઉપર નકારાત્મક અસર પડી શકે છે.આવા સંજોગોમાં ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે, વરસાદ આવવાના પહેલા અથવા વરસાદ બંધ થયા બાદ ૨૪ કલાકની અંદર યોગ્ય ફૂગનાશક દવાનો છંટકાવ કરવો.આ માટે કાર્બેંડેઝિમ અથવા હેક્સાકોનાઝોલ અથવા વેટેબલ સલ્ફરમાંથી કોઈ એક દવાનો છાંટકાવ કરવાથી રોગોનું નિયંત્રણ થઇ શકે છે. દવા સાથે સ્ટિકર ભેળવવાથી વધુ સારી અસર દવા સાથે સ્ટિકર ભેળવવાથી વધુ સારી અસર મળે છે.વરસાદ પહેલાં મોર નબળો ના પડે અથવા ફૂલ ખરી ના જાય તે માટે બોરોન (0.૫%) અને ઝીંક (0.૫%) જેવા સૂક્ષ્મ પોષક તત્વોના ફોલિયર સ્પ્રે કરવાથી મોર મજબૂત બને છે. ખેતરમાં પાણીનો ભરાવો ના થાય તે માટે યોગ્ય પાણી નિકાલ વ્યવસ્થા કરવી અનિવાર્ય છે.બાગાયત વિભાગ ખેડૂતોને અપીલ કરી છે કે બપોરની ગરમીમાં છંટકાવ ટાળવો, વરસાદની આગાહી મુજબ આયોજન કરવું અને દવાનો યોગ્ય માત્રામાં ઉપયોગ કરવો. સમયસર યોગ્ય પગલાં લેવાથી કમોસમી વરસાદથી થતું નુકશાન ઘણી હદ સુધી અટકાવી શકાય છે. તેમ નાયબ બાગાયત નિયામક વલસાડ દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.આ પણ વાંચોઃ Vadodara News: કેજરીવાલ રાજકીય રોટલા શેકવા નીકળ્યા છે, ચૂંટણી આવી એટલે વડોદરા દેખાયું: કેતન ઈનામદાર

Read Full Story arrow_forward
Surendranagar News: આ બે દિવસ નળસરોવર અને થોળ અભયારણ્ય બે દિવસ પ્રવાસીઓ માટે બંધ રહેશે
calendar_today January 19, 2026

Surendranagar News: આ બે દિવસ નળસરોવર અને થોળ અભયારણ્ય બે દિવસ પ્રવાસીઓ માટે બંધ રહેશે

ગુજરાતના ગૌરવ સમાન નળસરોવર અને થોળ પક્ષી અભયારણ્ય ખાતે આગામી સમયમાં પક્ષીઓની વસ્તી ગણતરીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડન ડૉ.જયપાલ સિંઘ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા અનુસાર,આગામી તા. ૩૧/૦૧/૨૦૨૬ અને તા. ૦૧/૦૨/૨૦૨૬ એમ બે દિવસ સુધી બંને અભયારણ્યોમાં જળાશયના પક્ષીઓની ગણતરી કરવામાં આવશે. પ્રવાસીઓ માટે પ્રવેશબંધી ફરમાવવામાં આવી વન્યપ્રાણી સંરક્ષણ ધારા-૧૯૭૨ની કલમ-૨૮ તથા ૩૩ હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને, પક્ષીઓની ગણતરી દરમિયાન કોઈ પણ પ્રકારનો ખલેલ ન પહોંચે તે હેતુથી આ બે દિવસોમાં પ્રવાસીઓ માટે પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે. વન વિભાગ દ્વારા પક્ષીઓની સચોટ ગણતરી થઈ શકે અને પક્ષીઓને ખલેલ ન પહોંચે તે માટે સ્થાનિક જનતા અને પર્યટકોને આ કામગીરીમાં સંપૂર્ણ સહયોગ આપવા નમ્ર અપીલ કરવામાં આવી છે. પ્રવાસીઓએ આ દિવસો દરમિયાન મુલાકાતનું આયોજન ન કરવા વન વિભાગ દ્વારા ખાસ વિનંતી કરવામાં આવી છે. આ પણ વાંચોઃ Vadodara News: કેજરીવાલ રાજકીય રોટલા શેકવા નીકળ્યા છે, ચૂંટણી આવી એટલે વડોદરા દેખાયું: કેતન ઈનામદાર

Read Full Story arrow_forward