android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad : કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી રામદાસ આઠવલેની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ
calendar_today January 19, 2026

Ahmedabad : કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી રામદાસ આઠવલેની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ

કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી રામદાસ આઠવલેના અધ્યક્ષસ્થાને અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે જિલ્લા સ્તરના ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કેન્દ્ર સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓના અમલીકરણ અને પ્રગતિ અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.વિવિધ યોજનાઓ પર ચર્ચા કરવામાં આવી જેમાં શૈક્ષણિક સહાય, સામાજિક સુરક્ષા, કાયદાની અમલવારી, આંતરજ્ઞાતિય લગ્ન યોજના, ઓલ્ડ એજ પેન્શન યોજના, આર્થિક સશક્તિકરણ, દિવ્યાંગજન માટેની વિશેષ યોજનાઓ, પ્રધાનમંત્રી આવાસ યોજના અને ઉજ્જવલા યોજના સહિતની યોજનાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. મંત્રી રામદાસ આઠવલેએ અધિકારીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ વિકાસની નવી ઊંચાઈઓ સ્પર્શી રહ્યો છે અને આજે ભારત વિશ્વની અર્થવ્યવસ્થામાં ચોથા ક્રમે પહોંચ્યું છે, જે ગૌરવની બાબત છે. 'મેક ઈન ઈન્ડિયા' અભિયાનથી દેશમાં ઉત્પાદન વધ્યું મીડિયા કર્મીઓ સાથે વાત કરતાં મંત્રીએ જણાવ્યું હતું કે, 'મેક ઈન ઈન્ડિયા' અભિયાનથી દેશમાં ઉત્પાદન વધ્યું છે, જેના કારણે રોજગારીની નવી તકો ઊભી થઈ રહી છે અને ગુજરાત સહિત સમગ્ર દેશમાં ઉદ્યોગો વિકસિત થઈ રહ્યા છે. આ બેઠક દરમિયાન જનધન યોજના, મુદ્રા યોજના, ઉજ્જવલા યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની યોજનાઓના આંકડાકીય અમલીકરણની માહિતી પણ રજૂ કરવામાં આવી હતી. અમદાવાદ જિલ્લા કલેક્ટર સુજિત કુમારે મંત્રીનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે જિલ્લા તંત્ર સરકારની તમામ યોજનાઓના લાભ અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે. આ બેઠકમાં અમદાવાદ મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ સહિત જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ પણ વાંચો: Palanpur News: જગાણાની એકલવ્ય મોડલ સ્કૂલમાં ફૂડ પોઇઝનિંગ, દાળ-ભાત ખાધા બાદ 10 બાળકોની તબિયત લથડી

Read Full Story arrow_forward
Vadodaraએ પ્રેસિડેન્ટ કપ 2025ની 5મી આવૃત્તિમાં સૌથી વધુ મેડલ જીતીને મેળવી ફર્સ્ટ પોઝિશન ટીમ ટ્રોફી
calendar_today January 19, 2026

Vadodaraએ પ્રેસિડેન્ટ કપ 2025ની 5મી આવૃત્તિમાં સૌથી વધુ મેડલ જીતીને મેળવી ફર્સ્ટ પોઝિશન ટીમ ટ્રોફી

વડોદરાના ખેલાડીઓએ પ્રેસિડેન્ટ કપ 2025ની 5મી આવૃત્તિમાં સૌથી વધુ મેડલ જીતીને ફર્સ્ટ પોઝિશન ટીમ ટ્રોફી મેળવી, કારણ કે વાકો ગુજરાતે 18 જાન્યુઆરી 2026ના રોજ સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, વડોદરા, ગુજરાત ખાતે ઓપન સ્ટેટ કિકબોક્સિંગ ચેમ્પિયનશિપનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું. આ ભવ્ય ચેમ્પિયનશિપે વાકો ગુજરાતના સતત 5મા વર્ષની ઉજવણી કરી, જે ઓપન સ્ટેટ કિકબોક્સિંગ ચેમ્પિયનશિપનું પ્રતિષ્ઠિત સ્તરે આયોજન કરે છે. વડોદરાએ સૌથી વધુ મેડલ જીત્યા જેનાથી રાજ્યભરમાં કિકબોક્સિંગનો વિકાસ અને પહોંચ વધુ મજબૂત બને છે. આ ચેમ્પિયનશિપમાં વિવિધ ઈવેન્ટ્સ અને વજન કેટેગરીમાં ભાગ લેતા લગભગ 150 ખેલાડીઓની ઉત્સાહી ભાગીદારી જોવા મળી. ગુજરાતના વિવિધ જિલ્લાઓના ખેલાડીઓએ તેમની પ્રતિભા દર્શાવી, જેમાં વડોદરા, વલસાડ, બનાસકાંઠા, જૂનાગઢ, સુરત, ભરૂચ અને પંચમહાલની ટીમોનો સમાવેશ થાય છે, જેના કારણે ઈવેન્ટ ખૂબ જ સ્પર્ધાત્મક અને ગતિશીલ બની. ચેમ્પિયનશિપનું સમાપન ઉચ્ચ સ્તરે થયું જેમાં વડોદરાએ સૌથી વધુ મેડલ જીતીને ફર્સ્ટ પોઝિશન ટીમ ટ્રોફી મેળવી. સ્પર્ધા દરમિયાન અનેક ઉત્કૃષ્ટ પ્રદર્શન જોવા મળ્યા વલસાડ બીજા ક્રમે રહ્યું, ત્યારબાદ પંચમહાલ ત્રીજા ક્રમે રહ્યું, જેણે ત્રીજા ક્રમે રહેલી ટીમ ટ્રોફી જીતી. સ્પર્ધા દરમિયાન અનેક ઉત્કૃષ્ટ પ્રદર્શન જોવા મળ્યા. અસાધારણ કૌશલ્ય અને સુસંગતતા દર્શાવનારા ખેલાડીઓને ગ્રાન્ડ પોઈન્ટ ફાઈટ ચેમ્પિયન ટ્રોફી એનાયત કરવામાં આવી, જ્યારે પોઈન્ટ ફાઈટ ટીમ ઈવેન્ટ (ગર્લ્સ) વિજેતાઓએ પણ નોંધપાત્ર પ્રદર્શન કર્યું, જે કિકબોક્સિંગમાં મહિલાઓની વધતી જતી શક્તિને ઉજાગર કરે છે. અનેક મહેમાનોએ આપી હાજરી આ કાર્યક્રમમાં અરુણ મહેશ બાબુ (VMC કમિશનર અને IAS ઓફિસર), દિનેશ કદમ (જિલ્લા રમતગમત અધિકારી, વડોદરા), ડો. વિજય શાહ સહિત અનેક પ્રતિષ્ઠિત મહેમાનોની હાજરી જોવા મળી. પ્રેસિડેન્ટ કપ 2025ના સફળ અમલીકરણથી ફરી એકવાર વાકો ગુજરાતની કિકબોક્સિંગને પાયાના સ્તરે અને સ્પર્ધાત્મક સ્તરે પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા પ્રતિબિંબિત થઈ, જે યુવા ખેલાડીઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રદર્શન કરવા, વિકાસ કરવા અને લક્ષ્ય રાખવા માટે એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડે છે. આ પણ વાંચો: IND Vs NZ: કેવી રીતે હારી ગઈ ટીમ ઈન્ડિયા? આ છે મેચનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ

Read Full Story arrow_forward
Surat: હનીટ્રેપ ગેંગનો પર્દાફાશ, ડેટિંગ એપથી યુવાનોને ફસાવી નકલી પોલીસ બની લૂંટતી બે મહિલા સહિત 6 ઝડપાયા
calendar_today January 19, 2026

Surat: હનીટ્રેપ ગેંગનો પર્દાફાશ, ડેટિંગ એપથી યુવાનોને ફસાવી નકલી પોલીસ બની લૂંટતી બે મહિલા સહિત 6 ઝડપાયા

સુરત ગ્રામ્ય વિસ્તારમાં ડેટિંગ એપ્લિકેશન દ્વારા હનીટ્રેપ રચી લોકોને બ્લેકમેલ કરતી એક ખતરનાક ગેંગને બારડોલી રૂરલ પોલીસ અને એલસીબીએ ઝડપી પાડી છે. મોતા ગામની રાધાકૃષ્ણ સોસાયટીમાં એક યુવાનને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી અઢી લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી.ડેટિંગ એપથી જાળ બિછાવી નકલી પોલીસ બની માર માર્યોઘટનાની વિગત મુજબ, આ ગેંગ 'કયુક કયુક' (QuackQuack) જેવી ડેટિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરી યુવાનોને સોશિયલ મીડિયા પર પોતાની જાળમાં ફસાવતી હતી. ફરિયાદીના ભાઈને આ ગેંગની મહિલાઓએ મોતા ગામે રાધાકૃષ્ણ સોસાયટીના એક મકાનમાં મળવા બોલાવ્યો હતો. યુવાન જેવો ત્યાં પહોંચ્યો કે તરત જ પૂર્વયોજિત કાવતરા મુજબ અન્ય ચાર શખ્સો ત્યાં ધસી આવ્યા હતા.આ શખ્સોએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી અને યુવાનને ઢોર માર માર્યો હતો. આરોપીઓએ ધમકી આપી હતી કે, "તું અહીં મહિલા સાથે શું કરે છે? તારા પર બળાત્કારનો કેસ દાખલ કરી જેલમાં મોકલી આપીશું." યુવાન ગભરાઈ જતાં આરોપીઓએ કેસ પતાવવાના બદલામાં ₹2.50 લાખની માંગણી કરી હતી.પોલીસે બે મહિલા સહિત 6 આરોપીઓને દબોચ્યાભોગ બનનારના પરિવારે હિંમત બતાવી પોલીસનો સંપર્ક સાધતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. પોલીસે છટકું ગોઠવી બે મહિલાઓ સહિત કુલ 6 આરોપીઓની ધરપકડ કરી છે. આ ગેંગ એક સંગઠિત ટોળકી તરીકે કામ કરતી હતી, જેમાં મહિલાઓ શિકાર શોધતી અને પુરુષો નકલી પોલીસ બનીને તોડ કરતા હતા.એક દિવસના રિમાન્ડ મંજૂર, વધુ તપાસ શરૂબારડોલી કોર્ટ દ્વારા પકડાયેલા તમામ આરોપીઓના એક દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. પોલીસને શંકા છે કે આ ગેંગે અગાઉ પણ અનેક લોકોને પોતાની જાળમાં ફસાવી લાખો રૂપિયા પડાવ્યા હોઈ શકે છે. બદનામીના ડરે અનેક લોકો ફરિયાદ કરવા આગળ આવતા નથી, ત્યારે પોલીસ હવે આરોપીઓના મોબાઈલ ડેટા અને કોલ ડિટેલ્સના આધારે અન્ય ભોગ બનનારાઓની તપાસ કરી રહી છે.આ પણ વાંચો: દાંડા ગામે જમવા બાબતના ઝઘડામાં મિત્રની હત્યા, અકસ્માત મોતનો કેસ હત્યામાં પલટાયો

Read Full Story arrow_forward