android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Morbi: હળવદમાં ઈનામી ડ્રોના નામે લાખોની છેતરપિંડી, 606 ઈનામોની લાલચ આપી 'મામાધણી ગ્રુપ'ના આયોજકો રફુચક્કર
calendar_today January 19, 2026

Morbi: હળવદમાં ઈનામી ડ્રોના નામે લાખોની છેતરપિંડી, 606 ઈનામોની લાલચ આપી 'મામાધણી ગ્રુપ'ના આયોજકો રફુચક્કર

આજના સમયમાં રાતોરાત અમીર બનવાની અને મોંઘીદાટ વસ્તુઓ ઈનામમાં મેળવવાની લાલચ લોકોને કેવી રીતે ભારે પડી શકે છે, તેનો જીવતો-જાગતો કિસ્સો હળવદમાં જોવા મળ્યો છે. ધાર્મિક હેતુનું બહાનું ધરીને 'મામાધણી ગ્રુપ' દ્વારા આયોજિત કરવામાં આવેલા ઈનામી ડ્રોમાં સેંકડો લોકો છેતરપિંડીનો ભોગ બન્યા છે. ડ્રો જાહેર થયા બાદ આયોજકો ઈનામ વિતરણ કરવાને બદલે ઓફિસને તાળા મારી ફરાર થઈ ગયા છે.ધર્મના નામે ધૂતારા સક્રિયમળતી વિગતો મુજબ, હળવદના કડિયાણા અને માથક ગામ વચ્ચે આવેલા મામાદેવના મંદિરના વિકાસ માટે ફંડ એકત્ર કરવાના બહાને 'મામાધણી ગ્રુપ' દ્વારા એક ઈનામી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગ્રુપ દ્વારા હળવદ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હજારો ટિકિટોનું વેચાણ કરવામાં આવ્યું હતું. લોકોએ પણ મંદિરના વિકાસમાં સહયોગ મળશે અને સાથે ઈનામ લાગશે તેવી શ્રદ્ધાથી મોટી સંખ્યામાં ટિકિટો ખરીદી હતી.606 ઈનામોની લાલચ અને મોટી રકમનો તોડઆયોજકોએ લોકોને લલચાવવા માટે કુલ 606 નાના-મોટા ઈનામોની જાહેરાત કરી હતી. જેમાં  ₹11 લાખની રોકડ અથવા તે કિંમતની વસ્તુ. ₹2.50 લાખની કિંમતનું ઈનામ.અન્ય સેંકડો આકર્ષક ભેટ-સોગાદો.ડ્રો થયો પણ ઈનામ ન મળ્યાગત 15 જાન્યુઆરીના રોજ આયોજન મુજબ ડ્રો કરવામાં આવ્યો હતો. જેવી ઈનામોની જાહેરાત થઈ, ત્યારે વિજેતા બનેલા લોકો પોતાના ઈનામો લેવા માટે આયોજકો પાસે પહોંચ્યા હતા. જોકે, આયોજકોએ ગલ્લાતલ્લા કરવાનું શરૂ કર્યું હતું અને અંતે તમામ આયોજકો ઓફિસ બંધ કરી ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ₹11 લાખ અને ₹2.50 લાખ જેવા મોટા ઈનામો જીતનારા લોકો હવે કાનૂની મદદ લેવા મજબૂર બન્યા છે.લોકોમાં ભારે રોષલાખોની છેતરપિંડી આચરીને આયોજકો ફરાર થઈ જતા હળવદ પંથકના ભોગ બનનાર લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ધર્મના નામે થયેલી આ લૂંટને પગલે લોકો હવે પોલીસ ફરિયાદ કરવાની તૈયારી કરી રહ્યા છે. આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે કોઈ પણ ઈનામી ડ્રો કે સ્કીમમાં રોકાણ કરતા પહેલા તેની સત્યતા તપાસવી અત્યંત અનિવાર્ય છે.આ પણ વાંચો: કુબેરનગરમાં પોલીસનો દરોડો, દેશી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ

Read Full Story arrow_forward
Bhavnagar News: બગદાણા મારપીટ કેસમાં નવનીત બાલધીયાએ જયરાજ આહિર વિરુદ્ધ 15 જેટલા પુરાવા સોંપ્યા
calendar_today January 19, 2026

Bhavnagar News: બગદાણા મારપીટ કેસમાં નવનીત બાલધીયાએ જયરાજ આહિર વિરુદ્ધ 15 જેટલા પુરાવા સોંપ્યા

બગદાણાના નવનીત બાલધીયાને ઢોર માર મારવાના બહુચર્ચિત કેસમાં હવે તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. આ કેસની તપાસ માટે રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા આજે નવનીત બાલધીયાને વિશેષ નિવેદન નોંધાવવા માટે ભાવનગર રેન્જ આઈજી કચેરી ખાતે તેડું મોકલવામાં આવ્યું હતું. SITની ટીમે નવનીત બાલધીયાની સતત ત્રણ કલાક સુધી ઝીણવટભરી પૂછપરછ કરી હતી. આ દરમિયાન ઘટનાક્રમ અને સંકળાયેલા વ્યક્તિઓ અંગે વિગતવાર નિવેદન લેવામાં આવ્યું હતું.મેં જયરાજ આહિર વિરુદ્ધ પુરાવા આપ્યાઃ બાલધીયાપૂછપરછ બાદ મીડિયા સાથેની વાતચીતમાં બાલધીયાએ જણાવ્યું હતું કે, તેણે મુખ્ય આરોપી જયરાજ આહિર વિરુદ્ધ મજબૂત પુરાવાઓ રજૂ કર્યા છે. નવનીત બાલધીયાએ દાવો કર્યો છે કે તેણે SITને આ કેસ સાથે જોડાયેલા અંદાજે 15 જેટલા મહત્વના પુરાવાઓ સોંપ્યા છે. તેણે વધુમાં ઉમેર્યું કે, "મને SITની કામગીરી પર સંપૂર્ણ ભરોસો છે. ટીમ યોગ્ય દિશામાં તપાસ કરી રહી છે અને મને વિશ્વાસ છે કે આ મામલે ચોક્કસ ન્યાય મળશે." મને SIT પર ભરોષો, ન્યાય મળશેઃ બાલધીયાઉલ્લેખનીય છે કે, બગદાણામાં બનેલી આ મારપીટની ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે ચકચાર જગાવી હતી. હવે જ્યારે પીડિત દ્વારા સીધા જ પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા છે, ત્યારે જયરાજ આહિર અને તેના સાગરીતોની મુશ્કેલીઓ વધી શકે તેમ છે. પોલીસ હવે આ પુરાવાઓના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surat: 5.85 કરોડની કિંમતના કોબ્રા સાપના ઝેર સાથે 7 સ્મગલરો ઝડપાયા, આંતરરાષ્ટ્રીય બજારમાં ભારે માંગ
calendar_today January 19, 2026

Surat: 5.85 કરોડની કિંમતના કોબ્રા સાપના ઝેર સાથે 7 સ્મગલરો ઝડપાયા, આંતરરાષ્ટ્રીય બજારમાં ભારે માંગ

આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધિત એવા સાપના ઝેરના સ્મગલિંગના નેટવર્કનો સુરત SOG પોલીસે પર્દાફાશ કર્યો છે. શહેરના લસકાણા વિસ્તારમાંથી પોલીસે ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડી 7 શખ્સોને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી અત્યંત કિંમતી એવું 6.5 મિલીલીટર કોબ્રા સાપનું ઝેર મળી આવ્યું છે, જેની બજાર કિંમત આશરે ₹5.85 કરોડ અંકાય રહી છે.સાપના ઝેરના સ્મગલિંગના નેટવર્કનો પર્દાફાશ સુરત SOG પોલીસને બાતમી મળી હતી કે લસકાણા વિસ્તારમાં કેટલાક ઇસમો સાપના ઝેરના વેચાણ માટે એકઠા થયા છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને રેડ કરી હતી, જેમાં 7 આરોપીઓને વાંધાજનક મુદ્દામાલ સાથે દબોચી લેવામાં આવ્યા હતા. આ ઝેર કોબ્રા (નાગ) જેવી ખતરનાક પ્રજાતિના સાપનું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.સાપના ઝેરનો બહુવિધ ઉપયોગકોબ્રા સાપનું ઝેર મેડિકલ ક્ષેત્રે ખૂબ જ કિંમતી માનવામાં આવે છે. પકડાયેલા ઝેરનો ઉપયોગ વિવિધ ગંભીર બીમારીઓની દવા બનાવવા માટે થતો હોય છે.  સાપ કરડ્યા પછી તેનો જીવ બચાવવા માટેની દવા (એન્ટી વેનોમ) બનાવવા માટે આ ઝેર અનિવાર્ય છે. બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા, લોહી ગંઠાવવાની પ્રક્રિયા રોકવા અને હાર્ટ એટેકથી બચવા માટેની દવાઓમાં તેનો ઉપયોગ થાય છે. કેન્સરના ઉપચારમાં પણ સાપના ઝેરના અંશો ઉપયોગી સાબિત થયા છે.રેવ પાર્ટીઓમાં નશા માટે પણ ઉપયોગતબીબી ઉપયોગ ઉપરાંત, આ પ્રકારના ઝેરનો દુરુપયોગ રૅવ પાર્ટીઓમાં નશાકારક પદાર્થ તરીકે પણ કરવામાં આવતો હોય છે. હાઈ-પ્રોફાઈલ પાર્ટીઓમાં નશાની ઉત્તેજના વધારવા માટે આ અત્યંત જોખમી ઝેરનું સ્મગલિંગ કરવામાં આવતું હોવાની શંકા છે. આટલી મોટી માત્રામાં અને કરોડોની કિંમતનું ઝેર ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને આ સ્મગલિંગ પાછળ અન્ય કોઈ મોટા ગજાના શખ્સો કે આંતરરાજ્ય ગેંગ સામેલ છે કે કેમ, તે દિશામાં સુરત પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આરોપીઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.આ પણ વાંચો: હનીટ્રેપ ગેંગનો પર્દાફાશ, ડેટિંગ એપથી યુવાનોને ફસાવી નકલી પોલીસ બની લૂંટતી બે મહિલા સહિત 6 ઝડપાયા

Read Full Story arrow_forward