android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: કુબેરનગરમાં પોલીસનો દરોડો, દેશી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ
calendar_today January 19, 2026

Ahmedabad: કુબેરનગરમાં પોલીસનો દરોડો, દેશી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ

અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં મોટા પાયે દેશી દારૂ ગાળવાની પ્રવૃત્તિ ચાલી રહી હોવાનું બહાર આવ્યું છે. ઝોન-4 DCPની LCB સ્ક્વોડે એક બાતમીના આધારે રેડ પાડીને દેશી દારૂ બનાવવાનું આખું નેટવર્ક ઝડપી પાડ્યું છે. પોલીસે લાખોની કિંમતના મુદ્દામાલ સાથે એક મહિલા સંચાલક અને બે શ્રમિકોને જેલહવાલે કર્યા છે.LCB સ્ક્વોડની સફળ કાર્યવાહીમળતી વિગતો અનુસાર, ઝોન-4 DCP સ્ક્વોડના PSI એસ.એમ. પટેલની ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે કુબેરનગરના એક ચોક્કસ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે દેશી દારૂ બનાવવાની ફેક્ટરી ધમધમી રહી છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા ત્યાંનું દ્રશ્ય જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ફેક્ટરીમાં મોટા પાયે દારૂ ગાળવા માટેના સાધનો અને કાળી ભઠ્ઠીઓ કાર્યરત હતી.મોટી માત્રામાં મુદ્દામાલ જપ્તપોલીસે સ્થળ પરથી દારૂ બનાવવાની સામગ્રીનો મોટો જથ્થો કબજે કર્યો છે, જેમાં દારૂ બનાવવા માટે તૈયાર કરવામાં આવેલું પ્રવાહી મિશ્રણ. વેચાણ માટે તૈયાર રખાયેલો જથ્થો.દારૂ ગાળવા માટેની ભઠ્ઠીઓ, પીપ અને અન્ય સાધનો. પોલીસે કુલ ₹1.73 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને ફેક્ટરીને સીલ કરી દીધી છે.મહિલા નીકળી દારૂની ફેક્ટરીની માલિકઆ દરોડા દરમિયાન પોલીસે ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી છે. જેમાં મુખ્ય સૂત્રધાર માનકુવર ઉર્ફે કાળી બજરંગે નામની મહિલા હોવાનું સામે આવ્યું છે. આ મહિલા જ આખી ફેક્ટરીનું સંચાલન કરતી હતી. તેની સાથે દારૂ બનાવવાની મજૂરી કરતા રામકુમાર અને અજય કુમાર નામના બે શ્રમિકોને પણ પોલીસે દબોચી લીધા છે.આ પણ વાંચો: પારનેરા હાઈવે પર બંધ બોડીના ટેમ્પોમાંથી 24.60 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, મહારાષ્ટ્રનો ચાલક જેલહવાલે

Read Full Story arrow_forward
Vadodara પાલિકામાં ઘરના જ ઘાતકી: ભાજપના કાઉન્સિલર મનીષ પગારનો સ્વપક્ષ સામે જ આક્રોશ
calendar_today January 19, 2026

Vadodara પાલિકામાં ઘરના જ ઘાતકી: ભાજપના કાઉન્સિલર મનીષ પગારનો સ્વપક્ષ સામે જ આક્રોશ

વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા આજે ભારે તોફાની બની હતી. આ સભામાં વિપક્ષને બદલે સત્તાધારી પક્ષ ભાજપના જ કાઉન્સિલર મનીષ પગારે પોતાની જ સરકાર અને વહીવટી તંત્ર સામે મોરચો માંડ્યો હતો. મુજ મહુડા વિસ્તારમાં છત્રપતિ શિવાજી મહારાજની અશ્વરૂઢ પ્રતિમા સ્થાપિત કરવાના મુદ્દે છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલા વિલંબને કારણે તેઓ લાલચોળ થયા હતા.સામાન્ય સભામાં BJP કાઉન્સિલર રોષે ભરાયા કાઉન્સિલર મનીષ પગારે રોષે ભરાતા જણાવ્યું હતું કે, "છેલ્લા ત્રણ વર્ષથી વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. પાલિકાએ આ પ્રતિમા માટે એક પણ રૂપિયો ખર્ચવાનો નથી, તેમ છતાં માત્ર મંજૂરી આપવામાં વિલંબ કરવામાં આવી રહ્યો છે. બે-બે મેયર બદલાયા છતાં ફાઈલ આગળ વધતી નથી. રજૂઆતો કરવા છતાં કામ ન થતા હવે અમને અમારું અપમાન થતું હોય તેવું લાગી રહ્યું છે." છેલ્લા ત્રણ વર્ષથી રજૂઆત કરતા છતા આંખ આડા કાન તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે હિન્દુત્વની વિચારધારા ધરાવતી ભાજપના શાસનમાં જ શિવાજી મહારાજની પ્રતિમા માટે ભીખ માંગવી પડે કે સંઘર્ષ કરવો પડે તે અત્યંત દુઃખની વાત છે. તંત્ર દ્વારા ખોટા બહાના કાઢીને વિરોધ હોવાનું દર્શાવવામાં આવે છે. મનીષ પગારે સ્પષ્ટ ચીમકી આપી છે કે હવે ગમે તેટલા અવરોધ આવે, તેઓ વહેલી તકે મુજ મહુડા ખાતે શિવાજી મહારાજની પ્રતિમાની સ્થાપના કરીને જ જંપશે. સભામાં પોતાની જ પાર્ટીના કાઉન્સિલરના આ તેવર જોઈ મેયર અને કમિશનર સહિતના હોદ્દેદારો મુંઝવણમાં મુકાયા હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara News: કેજરીવાલ રાજકીય રોટલા શેકવા નીકળ્યા છે, ચૂંટણી આવી એટલે વડોદરા દેખાયું: કેતન ઈનામદાર
calendar_today January 19, 2026

Vadodara News: કેજરીવાલ રાજકીય રોટલા શેકવા નીકળ્યા છે, ચૂંટણી આવી એટલે વડોદરા દેખાયું: કેતન ઈનામદાર

તાજેતરમાં વડોદરાના પાંચ ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખીને અધિકારીઓ કોઈનું સાંભળતા નથી અને કામ કરતાં નથી તેવી રજૂઆત કરી હતી. આ ધારાસભ્યોના પત્રો બાદ રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. ગુજરાત પ્રવાસે આવેલા આમ આદમી પાર્ટીના સુપ્રિમો કેજરીવાલે જાહેર સભામાં અધિકારીઓ ધારાસભ્યોનું પણ સાંભળતા નથી તેવું નિવેદન કરતાં ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે પલટવાર કર્યો હતો. ચૂંટણી આવી એટલે કેજરીવાલને વડોદરા દેખાયું વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે કેજરીવાલને જવાબ આપતાં કહ્યું હતું કે, અધિકારીઓ કામ ન કરે તો બોલવું પડે. સરકાર તો સારી રીતે કામ કરે છે. ચૂંટણી આવી એટલે કેજરીવાલને વડોદરા દેખાયું છે. તેઓ રાજકીય રોટલા શેકવા માટે નીકળ્યા છે. હું કેજરીવાલને ચેલેન્જ આપું છું કે, તેઓ સાવલી આવે અને અમારી જનતાને જાતે વિકાસ થયો કે નહીં તેવું પૂછે. કેજરીવાલના નિવેદન બાદ કેતન ઈનામદારે જવાબ આપતાં રાજકારણમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આ પણ વાંચોઃ Rajkot News : રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પોલીસનું આકસ્મિક ચેકિંગ, સિવિલમાં નશાખોર તત્વો રહેતા હોવાની મળી હતી ફરિયાદ

Read Full Story arrow_forward