android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Valsad: પારનેરા હાઈવે પર બંધ બોડીના ટેમ્પોમાંથી 24.60 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, મહારાષ્ટ્રનો ચાલક જેલહવાલે
calendar_today January 19, 2026

Valsad: પારનેરા હાઈવે પર બંધ બોડીના ટેમ્પોમાંથી 24.60 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, મહારાષ્ટ્રનો ચાલક જેલહવાલે

વલસાડ લોકલ ક્રાઈમ બ્રાન્ચે (LCB) બાતમીના આધારે મુંબઈ-સુરત નેશનલ હાઈવે પર મોટી કાર્યવાહી કરી છે. પારનેરા નજીક હાઈવે પરથી પોલીસે વિદેશી દારૂ ભરેલો એક ટેમ્પો ઝડપી પાડી કુલ ₹24,60,288 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.જૈન મંદિર પાસે વોચ ગોઠવી ટેમ્પો ઝડપાયોવલસાડ LCBની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે મહારાષ્ટ્ર તરફથી એક ટેમ્પોમાં દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે પારનેરા જૈન મંદિર નજીક હાઈવે નંબર 48 પર વોચ ગોઠવી હતી. તપાસ દરમિયાન MH-04-KU-3455 નંબરનો ટાટા બંધબોડી ટેમ્પો આવતા તેને અટકાવવામાં આવ્યો હતો.તપાસમાં મળ્યો 3672 બોટલ દારૂનો જથ્થોપોલીસે જ્યારે ટેમ્પોની પાછળનો ભાગ ખોલીને તપાસ કરી, ત્યારે અંદરથી પ્લાસ્ટિકના બોક્સમાં છુપાવેલો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે તપાસ કરતા કુલ 127 બોક્સ માંથી 3672 બોટલ વિદેશી દારૂ કિંમત ₹14.50 લાખથી વધુનો મળી આવ્યો હતો.₹10 લાખની કિંમતનો ટેમ્પો અને મોબાઈલ ફોન મળી કુલ ₹24.60 લાખ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.મહારાષ્ટ્રના ચાલકની ધરપકડ, મુખ્ય સૂત્રધાર ફરારપોલીસે સ્થળ પરથી ટેમ્પો ચાલક વિરાટ ઉર્ફે અંશુ ઉર્ફે વિકાસ દુબે (ઉ.વ. 27, રહે. વસઈ, પાલઘર) ની ધરપકડ કરી છે. પૂછપરછમાં બહાર આવ્યું છે કે આ દારૂનો જથ્થો ભિવંડીના અભિનવ નામના શખ્સે મોકલ્યો હતો. પોલીસે અભિનવ અને ટેમ્પો પૂરો પાડનાર બે અજાણ્યા સાગરીતોને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરી છે.આ પણ વાંચો:Amreli: હડકાયા કૂતરાનો હાહાકાર, એક જ દિવસમાં 33 લોકોને બચકા ભર્યા

Read Full Story arrow_forward
Banaskanthaના ગઢમાં ખાનગી હોસ્પિટલના ડોક્ટરની બેદરકારીથી પ્રસૂતાનું મોત? પરિવારે મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇન્કાર
calendar_today January 19, 2026

Banaskanthaના ગઢમાં ખાનગી હોસ્પિટલના ડોક્ટરની બેદરકારીથી પ્રસૂતાનું મોત? પરિવારે મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇન્કાર

પાલનપુર તાલુકાના ગઢ વિસ્તારમાં એક ખાનગી હોસ્પિટલમાં મહિલાના મોતને પગલે ભારે હોબાળો મચી ગયો છે. મૃતક મહિલાના પરિવારજનોએ હોસ્પિટલના ડોક્ટર પર ગંભીર બેદરકારીના આક્ષેપો લગાવ્યા છે અને ન્યાયની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો સાફ ઇન્કાર કરી દીધો છે. મહિલાને પ્રસૂતિ માટે ગઢની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જોકે, સારવાર દરમિયાન જ મહિલાનું કરુણ મોત નિપજ્યું હતું.ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોતપરિવારે આક્ષેપ કર્યો છે કે ડોક્ટરની બેદરકારીને કારણે જ મહિલાએ જીવ ગુમાવ્યો છે. આ ઘટનાને પગલે પરિવારમાં શોક સાથે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઘટના બાદ રોષે ભરાયેલા પરિવારજનો ગઢ પોલીસ મથકે પહોંચ્યા હતા અને જ્યાં સુધી ડોક્ટર સામે કડક કાર્યવાહી ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાની ના પાડી દીધી હતી. પરિવારજનોએ પોતાની માંગણીઓ સાથે પોલીસ મથકે લેખિત ફરિયાદ પણ આપી છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરુ કરાઇહોસ્પિટલ ખાતે તંગદિલી ભરી પરિસ્થિતિ સર્જાતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મામલો થાળે પાડવા અને સત્ય બહાર લાવવા માટે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. મેડિકલ બેદરકારી છે કે નહીં તે જાણવા માટે મૃતદેહના પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ખાનગી હોસ્પિટલોની સુવિધાઓ અને ડોક્ટરોની કામગીરી સામે ફરી એકવાર સવાલો ઉભા થયા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Rajkot News: સિવિલ હોસ્પિટલમાં પોલીસનું અચાનક ચેકિંગ, અસામાજિક તત્વોમાં ફફડાટ
calendar_today January 19, 2026

Rajkot News: સિવિલ હોસ્પિટલમાં પોલીસનું અચાનક ચેકિંગ, અસામાજિક તત્વોમાં ફફડાટ

રાજકોટની સિવિલમાં રહેતા એક-એક વ્યક્તિની પોલીસે કરી પૂછપરછ અને દર્દીના સંબંધીઓના કાગળો-અન્ય પુરાવાઓની ચકાસણી પણ કરી હતી, સિવિલમાં નશાખોર તત્વો રહેતા હોવાની ફરિયાદ પોલીસને મળી હતી અને પોલીસે આકસ્મિક ચેકિંગ કર્યુ હોવાની વાત સામે આવી છે, હજી પોલીસે ચેકિંગ કર્યુ છે, કોઈની અટકાયત કરી નથી.રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દર્દીના સગા સિવાયના આવનારા અને નશાખોર તત્વો પડ્યા પાથર્યા રહેતા હોવાની ફરિયાદ પોલીસને મળી હતી અને ફરિયાદ સામે આવતા રોગી કલ્યાણ સમિતિના સદસ્ય સહિતના પહોચ્યા હતા. અસામાજિક તત્વોમાં પણ ફફડાટ જોવા મળ્યો સિવિલ હોસ્પિટલ, પ્રદ્યુમન નગર પોલીસ મથકના સ્ટાફ દ્વારા સિવિલમાં રહેતા એક એક વ્યક્તિની પૂછપરછ હાથ ધરી હતી અને દર્દીઓના સગા હોવાનું જણાવનાર પાસે સિવિલના કાગળો અને અન્ય પુરાવાઓની ચકાસણી કરવામાં આવી હતી.આ સમગ્ર ચેકિંગને લઈ પોલીસે હજી કોઈ નક્કર કાર્યવાહી કરી નથી ફકત ચેકિંગ કર્યુ છે અને આ મામલે પોલીસ કાર્યવાહી પણ કરી શકે છે કે જો કોઈ અસામાજિક તત્વો કે નશાખોર અડ્ડો જમાવીને બેઠા હશે તો, તો પોલીસે ડોકયુમેન્ટની સાથે બેગનું પણ ચેકિંગ કર્યુ હોવાની વાત સામે આવી છે, તો અન્ય અસામાજિક તત્વોમાં પણ ફફડાટ જોવા મળ્યો હતો.

Read Full Story arrow_forward