android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat News: અભિનેતા વિક્રમ ઠાકોરે રાજકારણમાં જોડાવાના સંકેત આપ્યા
calendar_today January 19, 2026

Gujarat News: અભિનેતા વિક્રમ ઠાકોરે રાજકારણમાં જોડાવાના સંકેત આપ્યા

ગુજરાતી ફિલ્મોના લોકપ્રિય અભિનેતા અને લાખો દિલોની ધડકન એવા વિક્રમ ઠાકોરે રાજકારણમાં પ્રવેશવા અંગે અત્યાર સુધીનું સૌથી મોટું નિવેદન આપ્યું છે. યાત્રાધામ અંબાજી ખાતે આયોજિત 'ભવાનીધામ સંકલ્પ યાત્રા'માં હાજરી આપવા પહોંચેલા અભિનેતાએ જાહેર મંચ પરથી પોતાની રાજકીય મહત્વકાંક્ષા સ્પષ્ટ કરી દીધી છે, જેનાથી રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. હું રાજકારણમાં ચોક્કસ જોડાઈશ સંબોધન કર્યું હતું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, "આજે નહીં તો કાલે, હું રાજકારણમાં ચોક્કસ જોડાઈશ." અગાઉ પણ અનેકવાર વિક્રમ ઠાકોરના રાજકારણમાં પ્રવેશ અંગે અટકળો તેજ બની હતી, પરંતુ આ વખતે તેમણે ખુદ જાહેર મંચ પરથી આ વાત સ્વીકારીને તમામ ચર્ચાઓ પર મહોર મારી દીધી છે.વિક્રમ ઠાકોર ભવાનીધામ સંકલ્પ યાત્રાના પ્રસંગે અંબાજી દર્શનાર્થે આવ્યા હતા. અહીં સામાજિક અને રાજકીય આગેવાનોની હાજરીમાં તેમણે આપેલા આ નિવેદનને ખૂબ મહત્વનું માનવામાં આવે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં વિક્રમ ઠાકોરની લોકચાહના અને વિશાળ ચાહક વર્ગને જોતા, તેમના રાજકારણમાં આવવાથી રાજકીય સમીકરણો બદલાઈ શકે છે.

Read Full Story arrow_forward
Jamnagar: ગુરુદ્વારા ચોકડી પાસે પૂરઝડપે આવતી કાર ઉભેલી બસમાં ઘુસી, હચમચાવતી ઘટનાના CCTV ફૂટેજ આવ્યા સામે
calendar_today January 19, 2026

Jamnagar: ગુરુદ્વારા ચોકડી પાસે પૂરઝડપે આવતી કાર ઉભેલી બસમાં ઘુસી, હચમચાવતી ઘટનાના CCTV ફૂટેજ આવ્યા સામે

શહેરના વ્યસ્ત ગણાતા ગુરુદ્વારા ચોકડી વિસ્તારમાં આજે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. રોડ પર પાર્ક કરેલી એક ખાનગી ટ્રાવેલ્સની બસ પાછળ પૂરઝડપે આવેલી કાર ધડાકાભેર અથડાતા અફરાતફરી મચી ગઈ હતી. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જે જોઈને કોઈના પણ રુંવાડા ઉભા થઈ જાય તેમ છે.પાર્ક કરેલી બસ પાછળ કાર અથડાઈમળતી વિગતો અનુસાર, ગુરુદ્વારા ચોકડી પાસે આવેલી એક ટ્રાવેલ્સની ઓફિસ નજીક રસ્તાની સાઈડમાં એક લક્ઝરી બસ પાર્ક કરેલી હતી. આ દરમિયાન પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલી એક કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને કાર સીધી જ બસના પાછળના ભાગે ઘુસી ગઈ હતી. અથડામણ એટલી જોરદાર હતી કે કારનો આગળનો ભાગ કચ્ચરઘાણ વળી ગયો હતો.એક વ્યક્તિનો આબાદ બચાવસીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે જે સમયે આ અકસ્માત થયો, તે સમયે રસ્તા પર અવરજવર ચાલુ હતી. અકસ્માત જોઈને આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. સદનસીબે આ ભયાનક ટક્કર છતાં કારમાં સવાર વ્યક્તિનો આબાદ બચાવ થયો છે. જોકે, કારને મોટું નુકસાન થયું છે અને તેનો આગળનો હિસ્સો લોખંડના કટકા જેવો થઈ ગયો છે.આ પણ વાંચો:ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર કારમાંથી 14.60 લાખનું MD ડ્રગ્સ ઝડપાયું, પતિ-પત્ની સહિત ત્રણની ધરપકડ

Read Full Story arrow_forward
Amreli: હડકાયા કૂતરાનો હાહાકાર, એક જ દિવસમાં 33 લોકોને બચકા ભર્યા
calendar_today January 19, 2026

Amreli: હડકાયા કૂતરાનો હાહાકાર, એક જ દિવસમાં 33 લોકોને બચકા ભર્યા

અમરેલી શહેરમાં આજે શ્વાનનો આતંક ચરમસીમાએ પહોંચ્યો છે. શહેરમાં હડકાયા થયેલા શ્વાનોએ એક પછી એક કુલ 33 લોકોને બચકા ભરી લોહીલુહાણ કરી દેતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ છવાયો છે. વહેલી સવારથી જ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં શ્વાનોએ રાહદારીઓ અને વાહનચાલકો પર હુમલો કરવાનું શરૂ કરતા લોકો જીવ બચાવવા ભાગતા નજરે પડ્યા હતા.શાકમાર્કેટ અને ચાંદની ચોકમાં વધુ શિકારશહેરમાં સૌથી વધુ પ્રભાવિત વિસ્તારોમાં શાકમાર્કેટ, ચાંદની ચોક અને માણેકપરાનો સમાવેશ થાય છે. અહીં લોકો પોતાની રોજિંદી ખરીદી માટે આવ્યા હતા ત્યારે અચાનક શ્વાને હુમલો કર્યો હતો. અમરેલી શહેરમાં જ માત્ર 30 લોકોને શ્વાન કરડ્યા છે, જ્યારે જિલ્લાના અન્ય ગામો જેવા કે વાંકિયામાં 1, બરવાળા બાવીસીમાં 1 અને ધારીમાં 1 વ્યક્તિ શ્વાનનો શિકાર બની છે. આમ, જિલ્લામાં કુલ 33 કેસો નોંધાયા છે.સિવિલ હોસ્પિટલમાં ઘાયલોની કતારશ્વાન કરડવાને કારણે ઘાયલ થયેલા તમામ લોકોને તાત્કાલિક અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલના ઓપીડી વિભાગમાં શ્વાન કરડવાના ઈન્જેક્શન અને સારવાર માટે લોકોની લાંબી કતારો જોવા મળી હતી. ઘાયલોમાં બાળકો અને વૃદ્ધોની સંખ્યા પણ નોંધપાત્ર હોવાનું જાણવા મળ્યું છે.આ પણ વાંચો:ગુરુદ્વારા ચોકડી પાસે પૂરઝડપે આવતી કાર ઉભેલી બસમાં ઘુસી, હચમચાવતી ઘટનાના CCTV ફૂટેજ આવ્યા સામે

Read Full Story arrow_forward