Junagadh News: વંથલીના ટીકર ગામે દીપડાનો આતંક, ખેતરમાં પાણી વાળતા ખેડૂત પર હુમલો કરતા ફફડાટ
જૂનાગઢ જિલ્લાના વંથલી પંથકમાં દીપડાના આતંકની વધુ એક ઘટના સામે આવી છે. વંથલીના ટીકર ગામે આજે વહેલી સવારે એક દીપડાએ ખેડૂત પર ઓચિંતો હુમલો કરતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે. વન્ય પ્રાણીઓના રહેણાંક વિસ્તારોમાં વધતા હસ્તક્ષેપને કારણે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.ટીકર ગામે દીપડાએ ખેડૂત પર હુમલો કર્યો ટીકર ગામના એક ખેડૂત જ્યારે વહેલી સવારે પોતાના ખેતરે પાકને પાણી પાવા (પિયત કરવા) માટે ગયા હતા, ત્યારે ઝાડીઓમાં છુપાઈને બેઠેલા દીપડાએ તેમના પર હુમલો કર્યો હતો. દીપડાના હુમલાથી ખેડૂત લોહીલુહાણ થયા હતા અને તેમણે બૂમાબૂમ કરતા દીપડો નાસી છૂટ્યો હતો. આસપાસના અન્ય ખેડૂતો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત ખેડૂતને તાત્કાલિક સારવાર માટે વંથલી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા, જ્યાં તેમની પ્રાથમિક સારવાર કરવામાં આવી છે. ગ્રામજનોની દીપડાને પાંજરે પુરવાની માંગ કરી આ ઘટનાની જાણ થતા જ વનવિભાગની ટીમ પણ દોડતી થઈ છે. જોકે, વારંવાર બનતી આવી ઘટનાઓથી ટીકર અને આસપાસના ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે દીપડો હવે માનવ વસ્તીની નજીક આવી ગયો હોવાથી ખેતરમાં કામ કરવું જોખમી બન્યું છે. ગ્રામજનોએ વનવિભાગ પાસે તાત્કાલિક પાંજરું મૂકીને આ આદમખોર દીપડાને પાંજરે પૂરવાની ઉગ્ર માંગ કરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward