android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live : નીતિન નબિન બન્યા ભાજપના 12મા રાષ્ટ્રીય અધ્યક્ષ, સર્વાનુમતે બિનહરિફ ચૂંટાયા
calendar_today January 19, 2026

Gujarat Latest News Live : નીતિન નબિન બન્યા ભાજપના 12મા રાષ્ટ્રીય અધ્યક્ષ, સર્વાનુમતે બિનહરિફ ચૂંટાયા

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 19 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Suratના અમરોલીમાં ધોરણ 6ની વિદ્યાર્થિનીની છેડતી કરનાર નરાધમોને પોલીસે ભણાવ્યો પાઠ
calendar_today January 19, 2026

Suratના અમરોલીમાં ધોરણ 6ની વિદ્યાર્થિનીની છેડતી કરનાર નરાધમોને પોલીસે ભણાવ્યો પાઠ

સુરતના અમરોલી વિસ્તારમાં માનવતાને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે, જ્યાં ધોરણ 6 માં અભ્યાસ કરતી માત્ર 11 વર્ષની માસૂમ બાળકીની છેડતી કરવામાં આવી હતી. જોકે, અમરોલી પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને બંને નરાધમોને ઝડપી પાડી ભરેલા બજારે કાયદાનું ભાન કરાવ્યું છે.સ્કૂલથી પરત ફરતી વખતે બે યુવકોએ છેડતી કરી માસૂમ બાળા જ્યારે સ્કૂલેથી ઘરે પરત ફરી રહી હતી, ત્યારે બે મિત્રોએ તેનો પીછો કરવાનું શરૂ કર્યું હતું. રસ્તામાં આ નરાધમોએ હદ વટાવી દીધી અને જાહેરમાં બાળકીનો હાથ પકડી પોતાની તરફ ખેંચી બિભત્સ હરકતો કરી હતી. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. અમરોલી પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી રાજકુમાર યાદવ અને મુકેશ મીરને દબોચી લીધા હતા. પોલીસે બંન્ને આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું પોલીસે માત્ર ધરપકડ જ ન કરી, પરંતુ બંને આરોપીઓને તે જ ઘટના સ્થળે લઈ જઈને જાહેરમાં કાયદાનું ભાન કરાવ્યું હતું. પોલીસના આકરા વલણને જોઈને વિકૃત માનસ ધરાવતા બંને યુવકો ફફડી ઉઠ્યા હતા અને ભરેલા બજારે બે હાથ જોડીને પોતાની ભૂલ બદલ માફી માંગી હતી. પોલીસની આ સખત કાર્યવાહીની વિસ્તારના લોકોએ પ્રશંસા કરી છે. આ કાર્યવાહી દ્વારા પોલીસે મેસેજ આપ્યો છે કે મહિલાઓ અને બાળકીઓની સુરક્ષા સાથે ચેડાં કરનાર કોઈપણ તત્વને છોડવામાં આવશે નહીં. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad: ખોખરામાં ધોળે દિવસે ઘરમાં ઘુસીને મહિલાના ગળામાંથી ચેઈન તોડી સ્નેચરો ફરાર
calendar_today January 19, 2026

Ahmedabad: ખોખરામાં ધોળે દિવસે ઘરમાં ઘુસીને મહિલાના ગળામાંથી ચેઈન તોડી સ્નેચરો ફરાર

શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ લાગી રહ્યું છે. અમદાવાદના ખોખરા વિસ્તારમાં ચેઈન સ્નેચરોએ એક એવી ઘટનાને અંજામ આપ્યો છે જેનાથી રહેવાસીઓમાં ફફડાટ ફેલાયો છે. સ્નેચરોએ રસ્તા પર નહીં, પરંતુ એક મહિલાનો પીછો કરી તેમના ઘરમાં ઘુસીને સોનાની ચેઈનની લૂંટ ચલાવી છે.રેકી કરીને પૂર્વયોજિત લૂંટમળતી માહિતી મુજબ, મણિનગર ગોરના કુવા પાસે આવેલા જીવણ એપાર્ટમેન્ટમાં આ ચોંકાવનારો બનાવ બન્યો છે. સ્વાતીબેન દરજી નામની મહિલા બજારમાંથી ખરીદી કરીને પરત ફરી રહી હતી, ત્યારે અજાણ્યા શખ્સોએ તેમની રેકી (પીછો) કરી હતી. સ્વાતીબેન જેવા તેમના ફ્લેટમાં પ્રવેશ્યા, તેની ગણતરીની સેકન્ડોમાં જ એક તસ્કર પાછળથી આવ્યો હતો અને ખેંચતાણ કરી તેમના ગળામાંથી ચેઈન તોડી લીધી હતી.ધોળે દિવસે લૂંટ કરી પલાયનઆ ઘટના સવારે અંદાજે 11 વાગ્યાની આસપાસ બની હતી. આરોપીએ ચેઈન તોડ્યા બાદ નીચે ઉભેલા તેના બાઈક સવાર સાગરીત સાથે બેસીને પૂરઝડપે ફરાર થઈ ગયો હતો. ધોળે દિવસે અને રહેણાંક એપાર્ટમેન્ટમાં ઘુસીને આ પ્રકારે લૂંટ થતા પોલીસની પેટ્રોલિંગ વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.પોલીસ કાર્યવાહીઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે એપાર્ટમેન્ટ અને આસપાસના રસ્તાઓના સીસીટીવી (CCTV) ફૂટેજ મેળવ્યા છે. ફૂટેજમાં આરોપીઓ કેમેરામાં કેદ થયા હોવાનું જાણવા મળ્યું છે, જેના આધારે પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને તસ્કરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.આ પણ વાંચો: જિલ્લા પંચાયતની કારોબારીમાં વિકાસકામોનો ધમધમાટ, 30.55 કરોડના ખર્ચે 51 કામોને લીલી ઝંડી

Read Full Story arrow_forward