android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara News: કથાકાર પ્રદીપ મિશ્રાએ બાંગ્લાદેશમાં હિન્દુઓની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી
calendar_today January 19, 2026

Vadodara News: કથાકાર પ્રદીપ મિશ્રાએ બાંગ્લાદેશમાં હિન્દુઓની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી

જાણીતા કથાકાર પંડિત પ્રદીપ મિશ્રાએ વડોદરાની મુલાકાત દરમિયાન ધાર્મિક એકતા અને પર્યાવરણ સુરક્ષાને લઈને મહત્વપૂર્ણ નિવેદનો આપ્યા છે. તેમણે વર્તમાન સમયમાં હિન્દુ સમાજની સ્થિતિ અને વધી રહેલા પ્રદૂષણ સામે જાગૃતિ લાવવા માટે ભક્તોને આહ્વાન કર્યું હતું. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલી હિંસા અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરતા પ્રદીપ મિશ્રાએ જણાવ્યું કે, "હિન્દુઓએ હવે જ્ઞાતિ-જાતિના ભેદભાવ ભૂલીને એક મંચ પર આવવું પડશે."બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલાને લઇ ચિંતા તેમણે ભારપૂર્વક કહ્યું કે જો હિન્દુઓ એકત્ર નહીં થાય તો આવનાર સમય વધુ મુશ્કેલ બની શકે છે. આસ્થાની સાથે સાથે સામાજિક એકતા અત્યંત અનિવાર્ય છે. મહાશિવરાત્રિના પર્વને ધ્યાનમાં રાખીને તેમણે વડોદરામાં “ગ્રીન શિવરાત્રિ” પર્યાવરણ અભિયાનની શરૂઆત કરાવી હતી. વધતા પ્રદૂષણથી ગંભીર રોગોના ખતરા અંગે ચેતવણી આપતા તેમણે લોકોને તુલસી અને બિલ્વપત્ર જેવા પવિત્ર છોડ વાવવાની અપીલ કરી હતી. હિંદુઓને નાત-જાત ભૂલી એકત્ર થવા આહ્વાન તેમણે માત્ર વૃક્ષારોપણ જ નહીં, પરંતુ વાવેલા છોડની ઓછામાં ઓછા બે અઠવાડિયા સુધી પૂરતી સંભાળ રાખવા પર પણ ભાર મૂક્યો હતો. આ ઉપરાંત તેમણે નદીઓ અને તળાવોની સફાઈ માટે સામૂહિક જાગૃતિ લાવવાનો સંકલ્પ લેવા ભક્તોને પ્રેરણા આપી હતી. ધર્મની સાથે પ્રકૃતિના રક્ષણનો આ સંદેશ શ્રદ્ધાળુઓમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Bharuch:  દાંડા ગામે જમવા બાબતના ઝઘડામાં મિત્રની હત્યા, અકસ્માત મોતનો કેસ હત્યામાં પલટાયો
calendar_today January 19, 2026

Bharuch: દાંડા ગામે જમવા બાબતના ઝઘડામાં મિત્રની હત્યા, અકસ્માત મોતનો કેસ હત્યામાં પલટાયો

આમોદ તાલુકાના દાંડા ગામે લોહીના સંબંધો નહીં પણ મૈત્રીના સંબંધોને કલંકિત કરતી એક ઘટના સામે આવી છે. માત્ર જમવા જેવી સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં ચાર મિત્રોએ ભેગા મળીને 26 વર્ષીય યુવાનને મોતને ઘાટ ઉતારી દીધો હતો. શરૂઆતમાં અકસ્માત મોત જણાતી આ ઘટનામાં આમોદ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા મર્ડરનો ભેદ ઉકેલાયો છે.મિત્રોએ યુવાનને મોતને ઘાટ ઉતારી દીધોદાંડા ગામના નિશાળ ફળિયામાં રહેતા ૨૬ વર્ષીય વિષ્ણુભાઈ પ્રવીણભાઈ વસાવા 15મી જાન્યુઆરીના રોજ ઘરે આવ્યા બાદ અચાનક બેભાન થઈને ઢળી પડ્યા હતા. તેમને તાત્કાલિક ૧૦૮ મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં 17મી જાન્યુઆરીની વહેલી સવારે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.પિતાની શંકાએ ઉકેલ્યો હત્યાનો ભેદયુવાનનું મોત કુદરતી કે અકસ્માત હોવાનું મનાતું હતું, પરંતુ મૃતકના પિતા પ્રવીણભાઈ વસાવાને પુત્રના શરીર પરના નિશાન અને સંજોગો જોઈને શંકા ગઈ હતી. તેમણે આમોદ પોલીસને જાણ કરતા પોલીસે તુરંત કાર્યવાહી કરી લાશનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસની ઝીણવટભરી તપાસમાં બહાર આવ્યું કે વિષ્ણુભાઈનું મોત અકસ્માતે નહીં, પણ ગંભીર માર મારવાને કારણે થયું હતું.જમવા બાબતે થયો હતો ઝઘડોપોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો કે ઘટનાના દિવસે વિષ્ણુભાઈ અને તેમના મિત્રો વચ્ચે જમવા બાબતે બોલાચાલી થઈ હતી. આ સામાન્ય ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને ચાર મિત્રોએ વિષ્ણુભાઈને બેરહેમીથી માર માર્યો હતો, જેના કારણે તેમને આંતરિક ઈજાઓ થઈ હતી અને અંતે તેમનું મોત નીપજ્યું હતું.પોલીસે ચાર આરોપીઓની કરી ધરપકડઆમોદ પોલીસે હત્યાનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ ગામના જ ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી છે. રાહુલ ઉર્ફે મેહુલભાઈ પ્રવીણભાઈ વસાવા,ભૂમિત અરવિંદભાઈ વસાવા,અલ્પેશ ચંદુ વસાવા, કનુભાઈ ચંદુભાઈ વસાવા આ તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે મિત્રો સાથે યુવાન હરતો-ફરતો હતો, તે જ મિત્રો તેના કાળ સાબિત થતા સમગ્ર દાંડા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ પણ વાંચો: ખોખરામાં ધોળે દિવસે ઘરમાં ઘુસીને મહિલાના ગળામાંથી ચેઈન તોડી સ્નેચરો ફરાર

Read Full Story arrow_forward
Gandhinagar News: SAPTI થકી ધ્રાંગધ્રાના અક્ષય પિલાણી બન્યા શિલ્પકળામાં પારંગત, મહિને કરે છે 40,000ની કમાણી
calendar_today January 19, 2026

Gandhinagar News: SAPTI થકી ધ્રાંગધ્રાના અક્ષય પિલાણી બન્યા શિલ્પકળામાં પારંગત, મહિને કરે છે 40,000ની કમાણી

ગુજરાત સરકાર દ્વારા સ્થાપિત SAPTI એટલે કે સ્ટોન આર્ટિસન પાર્ક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ રાજ્યના પથ્થર શિલ્પકળા ક્ષેત્રમાં કૌશલ્ય વિકાસને વેગ આપી રહ્યું છે. આ સંસ્થા પથ્થરકલાના મૂલ્યવાન વારસાને જાળવવા સાથે યુવાનોને આત્મનિર્ભર બનાવી રહી છે.ડિસેમ્બર 2025 સુધીમાં, કુલ 674 ઉમેદવારો આ સંસ્થામાંથી સ્નાતક થયા છે. ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણકામ વિભાગ તેમજ ભૂસ્તરશાસ્ત્ર અને ખાણકામ કમિશનરની કચેરી, ગાંધીનગર દ્વારા સ્થાપિત SAPTI સંસ્થા રાજ્યના શિલ્પકળા ઉદ્યોગની સંભાવનાઓનો ઉપયોગ કરે છે અને પથ્થરકલા અને શિલ્પ-સ્થાપત્યના મૂલ્યવાન વારસાને આગળ ધપાવે છે. આર્ટિઝન પાર્ક્સની સ્થાપના કરવામાં આવી રાજ્યમાં અંબાજી અને ધ્રાંગધ્રા ખાતે એમ બે આર્ટિઝન પાર્ક્સની સ્થાપના કરવામાં આવી છે.ઉત્તર ગુજરાતમાં સ્થિત SAPTI અંબાજી આરસના શિલ્પો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જ્યારે ગુજરાતના સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં સ્થિત SAPTI-ધ્રાંગધ્રા રેતી-પથ્થરના શિલ્પો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આજે SAPTI જેવી સંસ્થા સાંસ્કૃતિક ધરોહરને રોજગારના અવસરો સાથે જોડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. 2022થી 2025 દરમિયાન SAPTIના બંને કેન્દ્રો પર 1,082 ઉમેદવારોની નોંધણી થઈ છે. 26 ડિસેમ્બર 2025 સુધીમાં કુલ 674 ઉમેદવારો આ સંસ્થામાંથી સ્નાતક થયા છે, જેમાં અંબાજી કેન્દ્રના 307 ઉમેદવારો અને ધ્રાંગધ્રા કેન્દ્રના 367 ઉમેદવારોનો સમાવેશ થાય છે. ધ્રાંગધ્રાના યુવાન મહિને કરે છે ₹40,000ની કમાણી સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ચુલી ગામના યુવાન અક્ષય પિલાણી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યા બાદ ભારતીય પોલીસ અથવા આર્મીમાં જોડાવા માગતા હતા. આ દરમિયાન તેમને SAPTI-ધ્રાંગધ્રાના માધ્યમથી પથ્થર હસ્તકલા અને ડિઝાઇનમાં કારકિર્દીની તક વિશે જાણવા મળ્યું. સ્ટોન ક્રાફ્ટ અને ડિઝાઇન કોર્સમાં પ્રવેશ મેળવ્યા બાદ તેમની કારકિર્દીને નવો વળાંક મળ્યો હતો. માળખાગત અને વ્યવહારૂ તાલીમ અને નિષ્ણાતોના માર્ગદર્શન દ્વારા અક્ષયે પથ્થરની કોતરણી, ચિત્રકામ, પ્રોડક્ટ ડિઝાઇન અને આધુનિક મશીનરીના ઉપયોગ સાથે પરંપરાગત કોતરણીની ટેકનિકમાં પણ નિપુણતા મેળવી. નિષ્ણાત કારીગર તરીકેની ઓળખ સ્થાપિત કરી કાર્યક્રમમાં તાલીમ ઉપરાંત, તેમણે સંબંધિત ઉદ્યોગના વ્યાવસાયિકો સાથે કામ કરીને વ્યવહારુ અનુભવ તો મેળવ્યો, સાથે નાણાકીય સહાય પણ મેળવી. ખેડૂત પરિવારમાંથી આવતા અક્ષય પિલાણીએ આજે એક નિષ્ણાત કારીગર તરીકેની ઓળખ સ્થાપિત કરી છે. તેમણે ચંડીગઢમાં બે મોટા સ્ટોન કાર્વિંગ (પથ્થરની કોતરણી) પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. આજે તેઓ દર મહિને લગભગ ₹40,000 કમાય છે. તેમની આ સફરે અન્ય યુવાનોને પણ શિલ્પકળા પ્રત્યે આકર્ષિત કર્યા છે.આ પણ વાંચોઃ Gujarat News: 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી વાવ થરાદ જિલ્લામાં થશે, જાણો કોણ ક્યાં ધ્વજવંદન કરાવશે

Read Full Story arrow_forward