android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News: AMC ટેક્સ ઇન્સ્પેક્ટરોની બેદરકારી સામે આવી
calendar_today January 19, 2026

Ahmedabad News: AMC ટેક્સ ઇન્સ્પેક્ટરોની બેદરકારી સામે આવી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ટેક્સ વિભાગમાં ઇન્સ્પેક્ટરોની ઘોર બેદરકારી સામે આવી છે. અમદાવાદ શહેરમાં 158 જેટલા બિલ્ડિંગોને બીયુ પરમિશન મળી ગયાને એક વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં, હજુ સુધી આ મિલકતોની ટેક્સ આકારણી કરવામાં આવી નથી. આ મામલો સામે આવતા જ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરની સૂચનાથી બેદરકાર ઇન્સ્પેક્ટરો સામે કડક કાર્યવાહીના સંકેત મળ્યા છે.ઇન્સ્પેક્ટરોને શો-કોઝ નોટિસ AMC ના નિયમ મુજબ, કોઈપણ બિલ્ડિંગને BU પરમિશન મળે એટલે તુરંત તેની ટેક્સ આકારણી કરવાની જવાબદારી જે તે વિસ્તારના ટેક્સ ઇન્સ્પેક્ટરની હોય છે. જોકે, 158 બિલ્ડિંગોમાં આ પ્રક્રિયા વર્ષ દિવસથી અટકેલી હોવાથી કોર્પોરેશનની આવકને મોટું નુકસાન થયું છે. આ મામલે જવાબદાર ઇન્સ્પેક્ટરોને 'શો-કોઝ' (કારણ દર્શાવો) નોટિસ ફટકારવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મકાન ખરીદનારાઓ માટે AMCની ખાસ અપીલ આ વિવાદ વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મકાન કે મિલકત ખરીદનારા નાગરિકોને પણ એક મહત્વની ચેતવણી આપી છે. તંત્રએ અપીલ કરી છે કે, કોઈપણ મકાન કે દુકાન ખરીદતા પહેલા તેનો પ્રોપર્ટી ટેક્સ ભરપાઈ થયો છે કે નહીં તેની અચૂક તપાસ કરવી. નવી મિલકતની આકારણી થઈ છે કે નહીં તે પણ ચકાસી લેવું. ખરીદી પહેલાના સમયનો તમામ ટેક્સ ભરવાની જવાબદારી જે તે બિલ્ડરની રહે છે, તેથી ગ્રાહકોએ આ બાબતે જાગૃત રહેવું જોઈએ. AMC ની આ કડકાઈ બાદ હવે ટેક્સ વિભાગમાં ફફડાટ વ્યાપી ગયો છે, અને બાકી રહેલી આકારણીઓ સત્વરે પૂર્ણ કરવા આદેશ અપાયા છે. આ પણ વાંચો - Ahmedabad: ખોખરામાં ધોળે દિવસે ઘરમાં ઘુસીને મહિલાના ગળામાંથી ચેઈન તોડી સ્નેચરો ફરાર

Read Full Story arrow_forward
Vadodaraના ગોત્રીમાં બેફામ કાર ચાલકે મહિલાને કચડી, હીટ એન્ડ રનની ઘટનામાં 50 વર્ષીય પ્રૌઢાનું કરુણ મોત
calendar_today January 19, 2026

Vadodaraના ગોત્રીમાં બેફામ કાર ચાલકે મહિલાને કચડી, હીટ એન્ડ રનની ઘટનામાં 50 વર્ષીય પ્રૌઢાનું કરુણ મોત

વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તાર ગણાતા ગોત્રીમાં હીટ એન્ડ રનની એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. પૂરપાટ ઝડપે આવી રહેલા એક અજાણ્યા કાર ચાલકે રોડ ક્રોસ કરી રહેલા મહિલાને અડફેટે લેતા તેમનું મોત નિપજ્યું છે. આ અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક માનવતા નેવે મૂકીને મદદ કરવાના બદલે ફરાર થઈ ગયો હતો.અકસ્માત કરી કારચાલક થયો ફરાર 50 વર્ષીય અમૃતાબેન પ્રજાપતિ ગોત્રી વિસ્તારમાં રસ્તો ઓળંગી રહ્યા હતા, ત્યારે અચાનક આવેલી એક બેફામ કારે તેમને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે અમૃતાબેન રોડ પર પટકાયા હતા અને તેમને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને લોહીલુહાણ હાલતમાં તેમને તાત્કાલિક સારવાર અર્થે એસ.એસ.જી. (SSG) હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ટૂંકી સારવાર બાદ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. કારચાલકને પકડવા મૃતકના પરિજનોની માગ માતાના અકાળે અવસાનથી પ્રજાપતિ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે કાર ચાલકની બેદરકારીને કારણે જ આ અકસ્માત સર્જાયો છે. પરિવારે પોલીસ પાસે માંગ કરી છે કે વિસ્તારના સીસીટીવી (CCTV) ફૂટેજ તપાસીને ફરાર કાર ચાલકને વહેલી તકે ઝડપી પાડવામાં આવે અને તેની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. હાલમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Anand : મહાનગરપાલિકાના 250 સફાઈ કર્મચારીઓને કરાયા સન્માનિત
calendar_today January 19, 2026

Anand : મહાનગરપાલિકાના 250 સફાઈ કર્મચારીઓને કરાયા સન્માનિત

કરમસદ આણંદ મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ હાલાણી એજ્યુકેશન એન્ડ વેલફેર ચેરીટેબલ ટ્રસ્ટ અને કરમસદ આણંદ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ટાઉનહોલ આણંદ ખાતે યોજવામાં આવ્યો.સફાઈ કર્મીઓનું પ્રશસ્તિ પત્ર આપી બહુમાન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણ સોલંકી, નાણા રાજ્યમંત્રી કમલેશ પટેલ, કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર મિલિંદ બાપના, આણંદના ધારાસભ્ય યોગેશ પટેલ, હલાણી પરિવારના ચેરમેન રાજુભાઈ હાલાણી, આણંદના નાયબ પોલીસ અધિક્ષક જે એન. પંચાલ, પૂર્વ કાઉન્સિલર ભાવેશભાઈ સોલંકી દ્વારા 250 જેટલા સફાઈ કર્મીઓનું પ્રશસ્તિ પત્ર, કીટ અને રોકડ ઇનામ આપી બહુમાન કરવામાં આવ્યું હતું. સફાઈ કર્મીઓ નગરને સ્વચ્છ રાખે છે આ ઉપરાંત કરમસદ આણંદ મહાનગરપાલિકાને સ્વચ્છ રાખવામાં જેમની અગત્યની ભૂમિકા છે તેવા સેનેટરી સુપ્રિટેન્ડેન્ટ વિભાકર રાવ, ઝોનલ ઈન્સ્પેક્ટર અને સુપરવાઈઝરનું પણ પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન કરનાર એજન્સીના પ્રતિનિધીને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે અન્ન અને પુરવઠા મંત્રી રમણ સોલંકીએ જણાવ્યું હતું કે આ નગરને સ્વચ્છ રાખવામાં જેની અગ્ર ભૂમિકા છે તેવા કર્મીઓનું સન્માન કરવું એ ખૂબ જ સારી વાત છે, સફાઈ કર્મીઓ નગરને સ્વચ્છ રાખે છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વચ્છ ભારતનું મિશન સફળ થાય છે તેમ જણાવી સફાઈ કર્મીઓને હંમેશા નગરને સ્વચ્છ અને સુંદર રાખે તેવો અનુરોધ કર્યો હતો. સફાઈ કામદારો માટે ખૂબ જ યાદગાર દિવસ નાણાં રાજ્ય મંત્રી કમલેશ પટેલે સફાઈના સૈનિકોને સન્માનનો કાર્યક્રમ તે સફાઈ કામદારો માટે ખૂબ જ યાદગાર દિવસ બની રહેશે તેમ જણાવી સફાઈ કર્મીઓ ખરેખર સન્માન ના હકદાર છે તેમ જણાવ્યું હતું અને વડાપ્રધાનના સ્વચ્છ અને સ્વસ્થ ભારતના નિર્માણમાં સહભાગી બનનાર સફાઈ કર્મીઓને શુભેચ્છા પાઠવી હતી. હાલાણી એજ્યુકેશન એન્ડ વેલફેર ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન રાજુભાઈ હાલાણીએ સમાજ માટે જીવન આપનાર શહેરને સ્વચ્છ રાખનાર તમામ સફાઈ કર્મીઓને આ પ્રસંગે અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે કરમસદ આણંદ મહાનગરપાલિકાના સફાઈ કર્મીઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ પણ વાંચો: Suratના અમરોલીમાં ધોરણ 6ની વિદ્યાર્થિનીની છેડતી કરનાર નરાધમોને પોલીસે ભણાવ્યો પાઠ

Read Full Story arrow_forward