android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Banaskantha: વિક્રમ ઠાકોરની રાજકીય પિચ પર એન્ટ્રીની તૈયારી! ભવાનીધામ સંકલ્પ યાત્રાના મંચ પરથી કરી જાહેરાત
calendar_today January 19, 2026

Banaskantha: વિક્રમ ઠાકોરની રાજકીય પિચ પર એન્ટ્રીની તૈયારી! ભવાનીધામ સંકલ્પ યાત્રાના મંચ પરથી કરી જાહેરાત

ગુજરાતી ફિલ્મોના લોકપ્રિય અભિનેતા અને લાખો દિલોની ધડકન એવા વિક્રમ ઠાકોરે રાજકારણમાં પ્રવેશવા અંગે અત્યાર સુધીનું સૌથી મોટું નિવેદન આપ્યું છે. યાત્રાધામ અંબાજી ખાતે આયોજિત 'ભવાનીધામ સંકલ્પ યાત્રા'માં હાજરી આપવા પહોંચેલા અભિનેતાએ જાહેર મંચ પરથી પોતાની રાજકીય મહત્વકાંક્ષા સ્પષ્ટ કરી દીધી છે, જેનાથી રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.જાહેર મંચ પરથી મોટી જાહેરાતઅંબાજી ખાતે આયોજિત કાર્યક્રમમાં અભિજિતસિંહ બારડ અને ક્ષત્રિય સમાજના અન્ય દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં વિક્રમ ઠાકોરે સંબોધન કર્યું હતું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, "આજે નહીં તો કાલે, હું રાજકારણમાં ચોક્કસ જોડાઈશ." અગાઉ પણ અનેકવાર વિક્રમ ઠાકોરના રાજકારણમાં પ્રવેશ અંગે અટકળો તેજ બની હતી, પરંતુ આ વખતે તેમણે ખુદ જાહેર મંચ પરથી આ વાત સ્વીકારીને તમામ ચર્ચાઓ પર મહોર મારી દીધી છે.ભવાનીધામ સંકલ્પ યાત્રામાં આપી હાજરીવિક્રમ ઠાકોર ભવાનીધામ સંકલ્પ યાત્રાના પ્રસંગે અંબાજી દર્શનાર્થે આવ્યા હતા. અહીં સામાજિક અને રાજકીય આગેવાનોની હાજરીમાં તેમણે આપેલા આ નિવેદનને ખૂબ મહત્વનું માનવામાં આવે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં વિક્રમ ઠાકોરની લોકચાહના અને વિશાળ ચાહક વર્ગને જોતા, તેમના રાજકારણમાં આવવાથી રાજકીય સમીકરણો બદલાઈ શકે છે.રાજકીય પક્ષોમાં ઉત્તેજનાવિક્રમ ઠાકોર કયા પક્ષમાં જોડાશે તે અંગે તેમણે હજુ કોઈ સ્પષ્ટતા કરી નથી, પરંતુ તેમના આ નિવેદન બાદ ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષોમાં ગણગણાટ શરૂ થઈ ગયો છે. ઠાકોર સમાજ અને ગ્રામીણ જનતામાં તેમનો ભારે પ્રભાવ હોવાથી દરેક પક્ષ તેમને પોતાની સાથે જોડવા ઈચ્છશે. અગાઉ પણ અનેક ગુજરાતી કલાકારો રાજકારણમાં નસીબ અજમાવી ચૂક્યા છે, ત્યારે હવે વિક્રમ ઠાકોરની આ એન્ટ્રી કેટલી જોરદાર રહેશે તે જોવું રહ્યું.આ પણ વાંચો: સસ્તા અનાજના દુકાનદારોનો વિરોધ, પડતર માંગણીઓ મુદ્દે કલેક્ટરને આવેદન આપી આંદોલનની ચીમકી

Read Full Story arrow_forward
Ahmedabad News : મીનરલ વોટરના જગ વેચનારા 13 એકમોને AMCએ સીલ કર્યા
calendar_today January 19, 2026

Ahmedabad News : મીનરલ વોટરના જગ વેચનારા 13 એકમોને AMCએ સીલ કર્યા

ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસ સામે આવ્યા બાદ અમદાવાદ મનપા હરકતમાં આવી છે. રોગચાળાને વકરતો અટકાવવા માટે અમદાવાદ મનપા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. શહેરમાં મીનરલ વોટર જગ સપ્લાયર સામે કાર્યવાહી કરવામાં આવી છે. ક્લોરિનયુક્ત પાણી નહીં વેચતા વિતરકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. મનપાની કાર્યવાહીથી મીનરલ વોટર વેચનારાઓમાં ફફડાટ ફેલાયો હતો. અમદાવાદમાં વોટર જગ સપ્લાયર સામે કાર્યવાહી અમદાવાદ મનપા દ્વારા રોગચાળાને અટકાવવા માટે કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં મીનરલ વોટર જગ વેચતા વિતરકો ક્લોરિનયુક્ત પાણી નહીં વેચતા 194 વોટર જગ સપ્લાયર સામે તપાસ કરાઈ છે. AMCની ટીમને તપાસમાં 20 સ્થળો પર ક્લોરિનની કોઈ વ્યવસ્થા મળી નહોતી. આ 20 પૈકીના 13 એકમોને મહાનગર પાલિકાની તપાસ ટીમે સીલ મારી દીધું હતું. સાત એકમોમાં ક્લોરિન ડક ફીટ કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં વોટર જગ સપ્લાયર એકમો પર ચેકીંગ કરવામાં આવશે. આ પણ વાંચોઃ Ahmedabad News : રોડ અને ટ્રાફિક મુદ્દે હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી, તમારી પાસે કોઈ એક્શન પ્લાન કે પોલિસી નથી

Read Full Story arrow_forward
Surat પાલિકાનું 'ફૂડ એટેક': પનાસ વિસ્તારમાં મન્ચુરિયનના એકમો પર દરોડા
calendar_today January 19, 2026

Surat પાલિકાનું 'ફૂડ એટેક': પનાસ વિસ્તારમાં મન્ચુરિયનના એકમો પર દરોડા

સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ હાલ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. શહેરમાં પાણીપુરીના એકમો બાદ હવે પનાસ વિસ્તારમાં મન્ચુરિયનના વડા બનાવતી સંસ્થાઓ પર ત્રાટકીને પાલિકાએ સપાટો બોલાવ્યો છે. વધતા જતા રોગચાળાને ધ્યાનમાં રાખીને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) દ્વારા આ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.મન્ચુરીયનના વડા બનાવતી સંસ્થાઓ પર દરોડા આરોગ્ય વિભાગની તપાસ દરમિયાન પનાસ વિસ્તારમાં ચાલતા મન્ચુરિયનના એકમોમાં ભયંકર ગંદકી જોવા મળી હતી. ઉત્પાદન સ્થળ પર હાઈજેનિક કન્ડિશનનો અભાવ અને અત્યંત અસ્વચ્છ વાતાવરણમાં મન્ચુરિયનના વડા બનાવવામાં આવતા હોવાનું સામે આવ્યું હતું. અધિકારીઓએ સ્થળ પરથી મોટી માત્રામાં અખાદ્ય મન્ચુરિયનનો જથ્થો જપ્ત કર્યો છે, જે લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે તેમ હતો. આરોગ્ય વિભાગે ગંદકીને લઇ દંડ પણ ફટકાર્યો પાલિકાના અધિકારીઓએ માત્ર જથ્થો જપ્ત કરીને સંતોષ માન્યો નથી, પરંતુ ગંદકી અને નિયમોના ઉલ્લંઘનને બદલે સંબંધિત સંસ્થાઓને ભારે દંડ પણ ફટકાર્યો છે. આરોગ્ય વિભાગે સ્પષ્ટ ચીમકી આપી છે કે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર કોઈપણ વેપારીને છોડવામાં આવશે નહીં. ચોમાસા અને વર્તમાન ઋતુમાં ફેલાતા રોગચાળાને અટકાવવા માટે પાલિકાની આ ઝુંબેશ આગામી દિવસોમાં અન્ય વિસ્તારોમાં પણ ચાલુ રહેશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward