android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot: જિલ્લા પંચાયતની કારોબારીમાં વિકાસકામોનો ધમધમાટ, 30.55 કરોડના ખર્ચે 51 કામોને લીલી ઝંડી
calendar_today January 19, 2026

Rajkot: જિલ્લા પંચાયતની કારોબારીમાં વિકાસકામોનો ધમધમાટ, 30.55 કરોડના ખર્ચે 51 કામોને લીલી ઝંડી

રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની મહત્વની બેઠક આજે યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના ગ્રામીણ વિસ્તારોના વિકાસને વેગ આપવા માટે બાંધકામ અને સિંચાઈ વિભાગના કરોડો રૂપિયાના કામોને મંજૂરી આપવામાં આવી છે. જોકે, વિકાસકામોની સાથે સાથે જિલ્લા પંચાયત કચેરીના સ્થળાંતરના વિવાદિત મુદ્દે પણ ચર્ચાઓ જાગી હતી.રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠકકારોબારી બેઠકમાં જિલ્લાના માળખાગત વિકાસ માટે કુલ ₹30.55 કરોડ ના ખર્ચે 51 જેટલા કામોને મંજૂરી આપવામાં આવી છે. જેમાં મુખ્યત્વે નીચે મુજબના ખર્ચનો સમાવેશ થાય છે.જિલ્લામાં રસ્તા, મકાન અને સિંચાઈના કામો માટેના વિવિધ ટેન્ડરોને બહાલી આપવામાં આવી છે. પંચાયતના વહીવટી માળખાને મજબૂત કરવા માટેના ખર્ચને મંજૂર કરાયો છે. આ નિર્ણયોથી જિલ્લાના અંતરિયાળ ગામડાઓમાં રસ્તા અને પાણીની સુવિધા વધુ સુદ્રઢ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.કચેરી સ્થળાંતર મામલે તપાસ અને સવાલોવિકાસકામોની મંજૂરી વચ્ચે જિલ્લા પંચાયત કચેરીના સ્થળાંતરનો મુદ્દો પણ બેઠકમાં ગાજ્યો હતો. કચેરી સ્થળાંતરમાં થયેલા કથિત કૌભાંડ અંગે તંત્રએ સ્વીકાર તો કર્યો છે, પરંતુ તપાસ માત્ર ચૂકવણા (Payment) પૂરતી જ મર્યાદિત રાખવામાં આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. સૌથી આશ્ચર્યજનક બાબત એ રહી કે, તંત્રએ સ્વીકાર્યું છે કે સ્થળાંતરમાં ગેરરીતિ થઈ છે, પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે આ સ્થળાંતરમાં ખરેખર કેટલો ખર્ચ થવો જોઈએ તેનો અંદાજ કેટલો હતો? આ મામલે વિપક્ષ અને સામાન્ય જનતામાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.આ પણ વાંચો: વિક્રમ ઠાકોરની રાજકીય પિચ પર એન્ટ્રીની તૈયારી! ભવાનીધામ સંકલ્પ યાત્રાના મંચ પરથી કરી જાહેરાત

Read Full Story arrow_forward
Ahmedabad News: AMTSમાં આગ લાગવા મામલે કમિટી ચેરમેને આપ્યું નિવેદન
calendar_today January 19, 2026

Ahmedabad News: AMTSમાં આગ લાગવા મામલે કમિટી ચેરમેને આપ્યું નિવેદન

અમદાવાદ શહેરમાં જાહેર પરિવહન સેવા અને શહેરની જીવાદોરી સમાન AMTS બસમાં આગ લાગવાની ઘટનાને પગલે મુસાફરોમાં ફફડાટ ફેલાયો હતો. આ ઘટના અંગે AMTS કમિટીના ચેરમેન ધરમસી દેસાઇ દ્વારા સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ડ્રાઇવરની સમયસૂચકતાને કારણે એક મોટી દુર્ઘટના ટળી છે, અને તમામ મુસાફરો સુરક્ષિત છે.ડ્રાઇવરની સતર્કતાએ જીવ બચાવ્યા આજે બનેલી ઘટનાની વિગતો આપતા ચેરમેને જણાવ્યું કે, બસ ચાલતી હતી ત્યારે અચાનક તેમાંથી ધુમાડા નીકળતા જણાયા હતા. ડ્રાઇવરે તુરંત જ ગંભીરતા સમજી બસને રોડની સાઇડમાં ઉભી રાખી દીધી હતી અને તમામ મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારી દીધા હતા. આ સતર્કતાને કારણે જ કોઈ જાનહાનિ થઈ નથી. છેલ્લા 5 વર્ષમાં 3 મોટી ઘટનાઓ AMTS બસોની જાળવણી અને સુરક્ષા સામે સવાલો ઉભા થતા ચેરમેને સ્વીકાર્યું હતું કે, છેલ્લા 5 વર્ષમાં બસ સળગવાના કુલ 3 બનાવો બન્યા છે. જેમાં 1 બસ ટાટા (TATA) કંપનીની અને 2 બસ આઇસર (Eicher) કંપનીની છે. આ આંકડા દર્શાવે છે કે, ટેકનિકલ ખામીઓને કારણે બસોમાં આગ લાગવાની ઘટનાઓ છાસવારે બનતી રહી છે, જે ચિંતાનો વિષય છે. FSL રિપોર્ટ બાદ આકરી કાર્યવાહી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે એફએસએલ (FSL) રિપોર્ટની મદદ લેવામાં આવી છે. ચેરમેન ધરમસી દેસાઇએ ખાતરી આપી હતી કે, રિપોર્ટ આવ્યા બાદ જો ઓપરેટર કે કંપનીની કોઈ પણ પ્રકારની બેદરકારી સામે આવશે, તો તેમની વિરૂદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે બસોના મેન્ટેનન્સ પર વધુ ભાર મૂકવામાં આવશે. આ પણ વાંચો - Ahmedabad News: પાણીપુરી ખાનારા સાવધાન! થયા ચોંકાવનારા ખુલાસા

Read Full Story arrow_forward
Gujarat News: 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી વાવ થરાદ જિલ્લામાં થશે, જાણો કોણ ક્યાં ધ્વજવંદન કરાવશે
calendar_today January 19, 2026

Gujarat News: 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી વાવ થરાદ જિલ્લામાં થશે, જાણો કોણ ક્યાં ધ્વજવંદન કરાવશે

77માં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી નવા રચાયેલા વાવ-થરાદ જિલ્લામાં થવાની છે.રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી વાવ-થરાદ જિલ્લામાં મલુપુર ખાતે નવી કોર્ટની સામેના હેલીપેડ ગ્રાઉન્ડમાં પ્રજાસત્તાક પર્વે સવારે 9 કલાકે રાષ્ટ્રધ્વજ લહેરાવીને ધ્વજવંદન કરાવશે તેમજ પરેડ માર્ચ પાસ્ટની સલામી ઝીલશે.રાજ્યકક્ષાની ઉજવણી અવસરે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તથા પોલીસ દળ દ્વારા વિવિધ નિદર્શનો પણ પ્રસ્તુત કરાશે. આ રાષ્ટ્રીય પર્વની રાજ્યના વિવિધ જિલ્લાઓના તાલુકા મથકોએ જે ઉજવણી થશે તેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અમદાવાદમાં મકરબા ખાતે ધ્વજવંદન કરાવશે. કેબિનેટ મંત્રીઓ અહીં ધ્વજવંદન કરાવશે રાજ્યના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા આ સંદર્ભમાં જાહેર કરાયેલી યાદીમાં જણાવ્યા મુજબ નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ, નવસારી જિલ્લાના ચિખલીમાં, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી જેતપુરમાં, ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલ માણસામાં, શ્રમ-રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયા રાણાવાવમાં, આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ ઉમરગામમાં, વન અને પર્યાવરણ મંત્રી અર્જુનમોઢવાડિયા દાહોદ જિલ્લાના ગોવિંદગુરૂ-લિંબડીમાં, શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજા સાબરકાંઠાના હિંમતનગરમાં,અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકી ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં ધ્વજવંદન કરાવશે. રાજ્યકક્ષાના મંત્રીઓ દ્વારા અહીં ધ્વજવંદન થશે જળ સંપત્તિ રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલ એકતાનગરમાં, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ડૉ.મનિષાબેન વકિલ બોડેલી તાલુકામાં, મત્સ્યોદ્યોગ મંત્રી પરષોત્તમ સોલંકી તાલાલામાં, શ્રમ-રોજગાર રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા ભુજમાં,કૃષિ રાજ્ય મંત્રી રમેશભાઈ કટારા હાલોલમાં, શહેરી વિકાસ રાજ્ય મંત્રી દર્શનાબેન વાઘેલા વઢવાણમાં, કાયદા રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરીયા, વલ્લભીપુરમાં, વાહન વ્યવહાર રાજ્ય મંત્રી પ્રવિણભાઈ માળી વિસનગરમાં, રમત ગમત રાજ્ય મંત્રી ડૉ.જયરામભાઈ ગામિત આહવામાં, ઉચ્ચ શિક્ષણ રાજ્ય મંત્રી ત્રિકમભાઈ છાંગા ખાંભામાં, નાણાં રાજ્ય મંત્રી કમલેશભાઈ પટેલ વાઘોડિયામાં, મહેસૂલ રાજ્ય મંત્રી સંજયસિંહ મહિડા ખંભાતમાં, આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી પી.સી. બરંડા કડાણામાં, કુટીર ઉદ્યોગ રાજ્ય મંત્રી સ્વરૂપજી ઠાકોર શંખેશ્વરમાં અને પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજા ગઢડામાં ધ્વજવંદન કરાવશે.આ પણ વાંચોઃ Ahmedabad News : રોડ અને ટ્રાફિક મુદ્દે હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી, તમારી પાસે કોઈ એક્શન પ્લાન કે પોલિસી નથી

Read Full Story arrow_forward