android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Banaskantha: અંબાજીના ભાટવાસમાં મોબાઈલ ટાવરમાં ભીષણ આગ, ધુમાડાના ગોટેગોટાથી રહીશોમાં ફફડાટ
calendar_today January 17, 2026

Banaskantha: અંબાજીના ભાટવાસમાં મોબાઈલ ટાવરમાં ભીષણ આગ, ધુમાડાના ગોટેગોટાથી રહીશોમાં ફફડાટ

અંબાજી: સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના ભાટવાસ વિસ્તારમાં આજે એકાએક મોબાઈલ ટાવરમાં આગ લાગવાની ઘટના બનતા સમગ્ર પંથકમાં અફરાતફરી મચી ગઈ હતી. ટાવરમાં લાગેલી આગ એટલી ભીષણ હતી કે આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા દેખાયા હતા, જેને પગલે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જોકે, ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલાં જ જાગૃત નાગરિકોએ સમયસૂચકતા વાપરી આગ પર કાબૂ મેળવ્યો હતો.ભાટવાસ વિસ્તારમાં મોબાઈલ ટાવરમાં આગઅંબાજીના ગીચ વસ્તી ધરાવતા ભાટવાસ વિસ્તારમાં આવેલા એક મોબાઈલ/ઈલેક્ટ્રિક ટાવરમાં બપોરના સમયે અચાનક આગ ફાટી નીકળી હતી. ટાવરમાં રહેલા વાયરો અને મશીનરીમાં લાગેલી આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ટાવરમાંથી નીકળતી આગની જ્વાળાઓ અને ધુમાડો જોઈને આસપાસના લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા અને નાસભાગ મચી ગઈ હતી.સ્થાનિકોની સમયસૂચકતાઆગની ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. ફાયર ફાઈટર આવે ત્યાં સુધી રાહ જોયા વગર, સ્થાનિકોએ જાતે જ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. લોકોએ પોતાના ઘરેથી ડોલ વડે પાણીનો મારો ચલાવીને ખૂબ જ જહેમત બાદ આગને વધુ ફેલાતી અટકાવી હતી અને તેના પર કાબૂ મેળવ્યો હતો.કારણ અને નુકસાનપ્રાથમિક દ્રષ્ટિએ આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ટાવરમાં આગ લાગવાને કારણે ટેલિકોમ સેવાઓને અસર પહોંચી હોવાની શક્યતા છે. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ ટાવરના કેબલ અને સાધનો બળીને ખાખ થઈ ગયા છે.આ પણ વાંચો: 14 દેશોના નિષ્ણાતોની ઉપસ્થિતિમાં 'આંતરરાષ્ટ્રીય બ્લેડર એક્સટ્રોફી વર્કશોપ'નો પ્રારંભ

Read Full Story arrow_forward
Valsad News: ઉમરગામમાં અકસ્માતની વણજાર
calendar_today January 17, 2026

Valsad News: ઉમરગામમાં અકસ્માતની વણજાર

વલસાડ જિલ્લાના ઉમરગામમાં છેલ્લા 5 દિવસમાં અકસ્માતની વણજાર જોવા મળી રહી છે. અહીં અલગ-અલગ વિસ્તારોમાં સર્જાયેલા બે ગમખ્વાર અકસ્માતોના લાઈવ CCTV ફૂટેજ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આ બંને અકસ્માતોમાં બાઈક સવારો અને રિક્ષા ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે.પહેલો અકસ્માત રિક્ષા અને બાઈક વચ્ચે ટક્કર વાયરલ થયેલા પહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક પૂરપાટ ઝડપે આવતી રિક્ષા અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર થાય છે. ટક્કર એટલી ભયાનક હતી કે બાઈક સવાર રોડ પર પટકાયો હતો. આ ઘટનામાં રિક્ષા ચાલક અને બાઈક સવાર બંનેને ઈજાઓ પહોંચી છે. બીજો અકસ્માત કાર ચાલકે બાઈક સવારને ઉડાવ્યો બીજા એક અકસ્માતમાં બેદરકાર કાર ચાલકે બાઈક સવારને અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં કારની ટક્કર વાગતા જ બાઈક સવાર હવામાં ફંગોળાઈને જમીન પર પટકાયો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ જોઈને રુવાડા ઉભા થઈ જાય તેવા છે. તંત્ર સામે સવાલો ઉમરગામમાં વારંવાર સર્જાતા અકસ્માતોને કારણે હવે સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. પૂરપાટ ઝડપે દોડતા વાહનો અને ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનને કારણે નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. હાલમાં બંને અકસ્માતના ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને પોલીસે વાયરલ ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. આ પણ વાંચો - Valsad News: જિલ્લામાં એક માસમાં 14 પુરૂષ નસબંધીના ઓપરેશન કરાયા

Read Full Story arrow_forward
Bhavnagarમાં સ્કૂટર મામલે થયેલી હત્યાના 5 આરોપીઓનું રિ-કન્સ્ટ્રક્શન, પોલીસે સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવ્યું
calendar_today January 17, 2026

Bhavnagarમાં સ્કૂટર મામલે થયેલી હત્યાના 5 આરોપીઓનું રિ-કન્સ્ટ્રક્શન, પોલીસે સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવ્યું

ભાવનગર શહેરમાં નજીવી બાબતે થયેલી હત્યાના કેસમાં પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. માત્ર એકટીવા (સ્કૂટર) ન આપવા જેવી મામૂલી બાબતે ઉશ્કેરાઈને સાહિલ સૈયદ નામના યુવકની હત્યા કરનાર પાંચેય આરોપીઓને પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. આજે પોલીસે આ તમામ આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ ગુનાનું રિ-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.પોલીસે તમામ આરોપીઓને કરાવ્યું કાયદાનું ભાન પોલીસ કાફલા સાથે પાંચેય આરોપીઓને કુંભારવાડા હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં લઈ જવામાં આવ્યા હતા. રિ-કન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીઓએ હત્યાની ઘટનાને કેવી રીતે અંજામ આપ્યો અને તેમાં કોની શું ભૂમિકા હતી, તે અંગેની તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન આરોપીઓનું જાહેરમાં સરઘસ નીકળતા મોટી સંખ્યામાં સ્થાનિક લોકોના ટોળા એકત્રિત થયા હતા. કુંભારવાડા હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં સરઘસ કઢાયુ રિ-કન્સ્ટ્રક્શન સમયે મૃતક સાહિલના પરિવારજનો પણ ત્યાં હાજર હતા. પુત્ર ગુમાવનાર પરિવારે ભારે આક્રોશ સાથે પોલીસ સમક્ષ માંગ કરી હતી કે, "આ હત્યારાઓને અમારી સામે મારો." વાતાવરણ તંગ ન બને તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. સમગ્ર કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી હતી. આ કાર્યવાહી દ્વારા ભાવનગર પોલીસે ગુનેગારોમાં કાયદાનો ડર અને પ્રજામાં સુરક્ષાનો વિશ્વાસ જગાડવાનો પ્રયાસ કર્યો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward