android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara News: રખડતા કૂતરાના ત્રાસમાંથી મળશે મુક્તિ
calendar_today January 17, 2026

Vadodara News: રખડતા કૂતરાના ત્રાસમાંથી મળશે મુક્તિ

વડોદરા શહેરમાં રખડતા કૂતરાઓના વધતા ત્રાસ અને ડોગ બાઈટની ઘટનાઓ બાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શન મોડમાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટના આદેશને પગલે વડોદરા મહાનગરપાલિકાએ શહેરને રખડતા શ્વાન મુક્ત કરવા અને લોકોની સુરક્ષા માટે મોટો નિર્ણય લીધો છે. વડોદરાના 4 ઝોનમાં 4 હજાર જેટલા સ્ટ્રીટ ડોગ માટે કાયમી શેલ્ટર હોમ બનાવવામાં આવશે.897 સ્થળોએથી હટાવાશે કૂતરાઓ સ્થાયી સમિતિના ચેરમેન ડૉ. શીતલ મિસ્ત્રીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં એવા 897 સંવેદનશીલ સ્થળો નક્કી કરવામાં આવ્યા છે, જ્યાં સ્ટ્રીટ ડોગ ન હોવા જોઈએ. પબ્લિક પ્લેસમાંથી આ કૂતરાઓને હટાવ્યા બાદ તેમને કાયમ માટે શેલ્ટર હોમમાં રાખવામાં આવશે. આ માટે ખટંબાના સેન્ટરમાં 350 થી 500 ડોગની ક્ષમતા વિકસાવવામાં આવી રહી છે, જ્યારે અન્ય 4 ઝોનમાં નવા શેલ્ટર હોમ બનશે. વેક્સિનેશન અને નવી પોલિસી વડોદરા મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં 45,000 નર અને 33,000 માદા શ્વાનનું વેક્સિનેશન પૂર્ણ કરવામાં આવ્યું છે. હવે તમામ શ્વાનને એન્ટી-રેબીઝ રસી આપવાની કામગીરી વધુ ઝડપી બનાવવામાં આવશે. આ સમગ્ર પ્રોજેક્ટ માટે નોડલ ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે અને કુતરા પકડવા માટેના નવા વાહનો તેમજ શેલ્ટર હોમ બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. લોક જાગૃતિ પર ભાર માત્ર કાર્યવાહી જ નહીં, પરંતુ લોકોમાં જાગૃતિ લાવવા માટે પાલિકા નવી 'ડોગ પોલિસી' પણ બનાવશે. જે અંતર્ગત જાહેર સ્થળો પર શ્વાનને ખાવાનું ખવડાવવા અને તેમની જાળવણી અંગેના નિયમો નક્કી કરવામાં આવશે. આ નિર્ણયથી વડોદરાના નાગરિકોને વર્ષો જૂની રખડતા કૂતરાઓની સમસ્યામાંથી મોટી રાહત મળવાની આશા છે. આ પણ વાંચો - Vadodara માં ‘ભૂવા’ રાજ, અટલાદરા ચેકપોસ્ટ પાસે રોડ બેસી જતાં કાર ખાડામાં ગરકાવ!

Read Full Story arrow_forward
Suratમાં હર્ષ સંઘવીના હસ્તે કરોડોના વિકાસકાર્યોની ભેટ, વીએનએસજીયુમાં સ્ટાર્ટઅપ અને આરોગ્ય કેન્દ્રોનું ઉદ્ઘાટન
calendar_today January 17, 2026

Suratમાં હર્ષ સંઘવીના હસ્તે કરોડોના વિકાસકાર્યોની ભેટ, વીએનએસજીયુમાં સ્ટાર્ટઅપ અને આરોગ્ય કેન્દ્રોનું ઉદ્ઘાટન

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ખાતે વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને ભૂમિપૂજન કર્યું હતું. આ કાર્યક્રમ દ્વારા શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે સુરતને નવી સુવિધાઓની ભેટ મળી છે.DYCMએ સ્ટાર્ટઅપ બિલ્ડીંગનું ભૂમિ પૂજન કર્યું ગૃહ રાજ્યમંત્રીએ યુનિવર્સિટી કેમ્પસમાં કલ્પતરુ આરોગ્ય, ધન અને સેવા કેન્દ્ર, પુનઃનિર્મિત નર્મદ સ્મૃતિ ભવન અને અત્યાધુનિક ડાઇનિંગ હોલનું લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત, ભવિષ્યના પડકારોને પહોંચી વળવા માટે યુટિલિટી બિલ્ડિંગ, મ્યુઝિયમ અને ખાસ કરીને યુવાનો માટે સ્ટાર્ટઅપ બિલ્ડિંગનું ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું હતું. યુટીલિટી બિલ્ડીંગ, મ્યુઝીયમનું ભૂમિ પૂજન આ પ્રસંગે સંબોધન કરતા હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સતત પ્રયાસોથી ગુજરાતમાં મોટા પાયે રોકાણ આવી રહ્યું છે. નવા ઉદ્યોગો અને સ્ટાર્ટઅપને કારણે રાજ્યના હજારો યુવાનોને ઘરઆંગણે જ રોજગારીની તકો ઉપલબ્ધ થઈ રહી છે. ગુજરાત આજે રોકાણકારો માટે પ્રથમ પસંદગીનું રાજ્ય બન્યું છે અને યુનિવર્સિટીમાં નિર્માણ પામનાર સ્ટાર્ટઅપ બિલ્ડિંગ નવા સાહસિકો માટે માઈલસ્ટોન સાબિત થશે. આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના કુલપતિ, સ્થાનિક ધારાસભ્યો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
BMC Election Results: જેમણે ગદ્દારી કરીને જીત મેળવી..BMC ચૂંટણી પરિણામ બાદ ઉદ્ધવ ઠાકરેનું નિવેદન
calendar_today January 17, 2026

BMC Election Results: જેમણે ગદ્દારી કરીને જીત મેળવી..BMC ચૂંટણી પરિણામ બાદ ઉદ્ધવ ઠાકરેનું નિવેદન

BMC ચૂંટણી પરિણામો બાદ હવે મેયર કોણ બનશે તેની ચર્ચાઓ તેજ બની છે. ત્યારે આ બધા વચ્ચે યુબીટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે ગદ્દારી કરીને જેમણે જીત મેળવી છે તે જીત મુંબઇને ગિરવી રાખવા માટે છે. ચૂંટણી પરિણામ પછી ઉદ્ધવ ઠાકરે શનિવારે જનતા વચ્ચે આવ્યા હતા . ચૂંટણી પરિણામો બાદ ઉદ્ધવ ઠાકરેએ શનિવારે જનતાને સંબોધન કર્યું. તેમણે માતોશ્રી ગેટ પર પાર્ટીના કાર્યકરો અને વિજેતાઓને સંબોધન કર્યું. આ દરમિયાન, તેમણે વિશ્વાસઘાતનો આરોપ લગાવ્યો. ઉદ્ધવ ઠાકરેએ જનતાને સંબોધન કરતાં કહ્યું કે તમે બધા આ સફળતાના સાચા લાયક છો. અમે ફક્ત એક માધ્યમ છીએ. આ પરિસ્થિતિઓમાં મળેલું પરિણામ ગર્વ લેવા જેવું છે. તેમણે વધુમાં કહ્યું કે અમારા અને ભાજપ વચ્ચે ફરક છે. તેઓ વિચારે છે કે તેમણે કાગળ પર શિવસેનાનો નાશ કર્યો છે, પરંતુ તેઓ જમીન પર શિવસેનાનો ક્યારેય નાશ કરી શકતા નથી કારણ કે તેઓ પોતે ક્યારેય જમીન સાથે જોડાયેલા રહી શકતા નથી. મુંબઇને બહારના લોકોના હાથે ગીરવી મૂકવાનો આરોપભવિષ્ય તરફ નજર કરતાં, ઉદ્ધવ ઠાકરેએ મુંબઈમાં મેયર રાખવાની તેમની પાર્ટીની ઇચ્છાનો પુનરોચ્ચાર કર્યો. તેમણે કહ્યું કે અંતિમ નિર્ણય "ભગવાનના હાથમાં" હોઈ શકે છે, તેમ છતાં સંઘર્ષ ચાલુ રહેશે. પાર્ટી છોડી ગયેલા નેતાઓ પર નિશાન સાધતા, તેમણે તેમના પર વિશ્વાસઘાત અને "મુંબઈને બહારના લોકોના હાથે ગીરવે મૂકવા"નો આરોપ મૂક્યો, જેને મરાઠી લોકો ક્યારેય માફ કરશે નહીં. લડાઇ હજુ પુરી નથી થઇ- ઉદ્ધવ ઠાકરે પોતાના ભાષણના સમાપન કરતાં, ઠાકરેએ કહ્યું કે તેમણે આ લડાઈ નોંધપાત્ર સંસાધનો અને સુવિધાઓ વિના લડી. "આપણી પાસે શક્તિ અને જુસ્સો છે, તેમની પાસે ફક્ત પૈસા છે." ઉદ્ધવ ઠાકરેએ પક્ષના કાર્યકરોને એકતા જાળવવા અપીલ કરતા કહ્યું કે આ લડાઈ હજુ પૂરી થઈ નથી અને આ એકતા ભવિષ્યમાં ફરીથી વિજય તરફ દોરી જશે.મને તમારા પર ગર્વ છે - ઉદ્ધવ ઠાકરેપોતાના સંબોધનમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે મને તમારા પર ગર્વ છે. તમે સમર્પણ સાથે લડ્યા. જ્યારે હું ફરતો હતો, ત્યારે અમે કોઈ ખાસ સુવિધાઓ પૂરી પાડી શક્યા નહીં. અમારી પાસે શરીર અને મન છે, તેમની પાસે ફક્ત પૈસા છે. અમારી સંયુક્ત શક્તિથી, અમે તેમને પરસેવો પાડ્યો." તેમણે વધુમાં કહ્યું આ શક્તિને એક રાખો જેથી ભાવિ પેઢીઓ તમારા પર ગર્વ કરી શકે. હું નમન કરું છું અને આ જીતનો શ્રેય તમારા બધાને આપું છું. લડાઈ હજી પૂરી થઈ નથી. દ્રઢતા સૌથી મહત્વપૂર્ણ છે કોઈ તેને ખરીદી શકતું નથી. આ દ્રઢતાથી આપણે ફરીથી જીતીશું.

Read Full Story arrow_forward