android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live : શિક્ષણ મંત્રી અને રાજ્ય શિક્ષણ મંત્રીની વાસણ ગામની સરકારી શાળામાં સરપ્રાઈઝ વિઝિટ, શિક્ષણ કાર્યની સર્વગ્રાહી સમીક્ષા કરી
calendar_today January 17, 2026

Gujarat Latest News Live : શિક્ષણ મંત્રી અને રાજ્ય શિક્ષણ મંત્રીની વાસણ ગામની સરકારી શાળામાં સરપ્રાઈઝ વિઝિટ, શિક્ષણ કાર્યની સર્વગ્રાહી સમીક્ષા કરી

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 17 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Ahmedabad News: જુગાર ધામ પર રેડ, 8 મહિલા જુગારી ઝડપાઈ
calendar_today January 17, 2026

Ahmedabad News: જુગાર ધામ પર રેડ, 8 મહિલા જુગારી ઝડપાઈ

અમદાવાદ શહેરના સરદારનગર વિસ્તારમાં પોલીસ દ્વારા જુગાર રમતી મહિલાઓ વિરૂદ્ધ લાલ આંખ કરી છે. એરપોર્ટ પોલીસને મળેલી બાતમીના આધારે સરદારનગરની સતનામ રેસીડેન્સીમાં રેડ કરવામાં આવી હતી. જ્યાં હાર-જીતનો જુગાર રમી રહેલી 8 મહિલાઓને રંગે હાથે ઝડપી લેવામાં આવી છે. પોલીસે 8 મહિલા શકુનિઓની ધરપકડ કરી જેલના હવાલે કરી છે.રેડ દરમિયાન પોલીસને શું મળ્યું? એરપોર્ટ પોલીસ દ્વારા જ્યારે સતનામ રેસીડેન્સીમાં રેડ કરવામાં આવી હતી, ત્યારે ઘટના સ્થળે મહિલાઓ જુગાર રમતી મળી આવી હતી. પોલીસને ઘટના સ્થળેથી રૂપિયા 21 હજારની રોકડ રકમ મળી આવી છે, જે કબ્જે કરવામાં આવી છે. આ કાર્યવાહીથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોલીસ કાર્યવાહી પોલીસ દ્વારા તમામ 8 મહિલાઓ વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી તેમની અટકાયત કરવામાં આવી છે. એરપોર્ટ પોલીસ દ્વારા આ મામલે કાયદેસરની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કે, આ જુગાર ધામ કેટલા સમયથી ચાલતું હતું અને તેમાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં? પોલીસની આ કામગીરી બાદ જુગાર ધામ ચલાવતા અને જુગાર રમતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. આ પણ વાંચો - Ahmedabad: જ્વેલર્સની દિવાલમાં બાકોરું પાડી ચોરી કરનાર રીઢો તસ્કર ઝડપાયો, ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી કાર્યવાહી

Read Full Story arrow_forward
Gandhinagar: One Day One District અંતર્ગત DGP ડૉ. કે.એલ.એન.રાવ દ્વારા દાહોદ જિલ્લાની કાયદો-વ્યવસ્થાની સમીક્ષા
calendar_today January 17, 2026

Gandhinagar: One Day One District અંતર્ગત DGP ડૉ. કે.એલ.એન.રાવ દ્વારા દાહોદ જિલ્લાની કાયદો-વ્યવસ્થાની સમીક્ષા

રાજ્યના પોલીસ વડા (DGP) ડૉ. કે.એલ.એન.રાવ દ્વારા શરૂ કરાયેલી "One Day One District" (એક દિવસ એક જિલ્લો) પહેલ હેઠળ દાહોદ જિલ્લાના પોલીસિંગ અને માળખાકીય સુવિધાઓની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલી આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં દાહોદની ભૌગોલિક સ્થિતિ અને આંતરરાજ્ય સરહદોને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.આંતરરાજ્ય ગુનાખોરી ડામવા પર વિશેષ ભારદાહોદ જિલ્લો રાજસ્થાન અને મધ્ય પ્રદેશ એમ બે રાજ્યોની સરહદો સાથે જોડાયેલો હોવાથી, આંતરરાજ્ય ગુનેગારો પોલીસને હાથતાળી આપી નાસી ન જાય તે માટે ખાસ રણનીતિ પર ચર્ચા થઈ હતી. DGPએ પાડોશી રાજ્યોની પોલીસ સાથે ઇન્ટેલિજન્સ શેરિંગ (બાતમીની આપ-લે) અને સંયુક્ત ઓપરેશન હાથ ધરવા સૂચના આપી હતી. આ ઉપરાંત સરહદી વિસ્તારોમાં આવેલી પોલીસ ચેકપોસ્ટ અને આઉટપોસ્ટનું અપગ્રેડેશન કરવા પર પણ ભાર મૂક્યો હતો.માળખાકીય સુવિધાઓ અને આધુનિકીકરણબેઠક દરમિયાન દાહોદ જિલ્લામાં પોલીસિંગને વધુ સક્ષમ બનાવવા માટે નીચે મુજબના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. પોલીસ કર્મચારીઓ માટે નવા આવાસો અને વિભાગીય ઇમારતોનું નિર્માણ. પોલીસ મહેકમમાં વધારો અને નવા વાહનોની ફાળવણી. આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવવી.જૂની પોલીસ ચોકીઓ અને આઉટપોસ્ટને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવી.પોલીસ પરિવારની સુખાકારીમાત્ર કાયદો-વ્યવસ્થા જ નહીં, પરંતુ પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારોની સુખાકારી માટે પણ આ બેઠકમાં ચિંતા કરવામાં આવી હતી. પોલીસ લાઇનમાં રહેતા બાળકોમાં રમતગમત પ્રત્યે રુચિ વધે તે માટે જરૂરી પ્રોત્સાહક માળખું અને મેદાનો તૈયાર કરવા અંગે પણ આયોજન કરવામાં આવ્યું છે.ત્વરિત અમલીકરણના આદેશDGP ડૉ. કે.એલ.એન.રાવ દ્વારા પોલીસ ભવનની તમામ સંબંધિત શાખાઓને આદેશ આપવામાં આવ્યો છે કે, દાહોદ જિલ્લાની તમામ માંગણીઓનું તાત્કાલિક પરીક્ષણ કરવામાં આવે. જે પ્રોજેક્ટ્સ માટે બજેટ કે નીતિગત મંજૂરીની જરૂર હોય, તેના પ્રસ્તાવો ત્વરિત ધોરણે ગૃહ વિભાગને મોકલવા સૂચના આપી છે, જેથી જમીની સ્તરે વહીવટી પ્રક્રિયાને ગતિ આપી શકાય.આ પણ વાંચો: ક્રિષ્ના સિરામિક કંપનીમાં ગુણો નીચે દટાઈ જવાથી શ્રમિકનું કરુણ મોત, પરિવારે વળતર માટે કર્યા ધરણા

Read Full Story arrow_forward