Bharuch: ક્રિષ્ના સિરામિક કંપનીમાં ગુણો નીચે દટાઈ જવાથી શ્રમિકનું કરુણ મોત, પરિવારે વળતર માટે કર્યા ધરણા
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કલક ગામે આવેલી એક કંપનીમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. કલક ગામની 'ક્રિષ્ના સિરામિક' કંપનીમાં કામ કરી રહેલા એક શ્રમિક પર સિરામિક પાવડરની ગુણોનો આખો થપ્પો પડતા તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે મૃતકના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને યોગ્ય વળતરની માંગ સાથે તેમણે મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે.શ્રમિક પર સિરામિક પાવડરની ગુણો પડવાથી મોતમળતી માહિતી મુજબ, જંબુસરના કલક ગામે આવેલી ક્રિષ્ના સિરામિક કંપનીમાં ઘનશ્યામભાઈ મગનભાઈ રાઠોડ નામના શ્રમિક ફરજ બજાવી રહ્યા હતા. કામ દરમિયાન ગોડાઉનમાં રાખવામાં આવેલી સિરામિક પાવડરની ભારેખમ ગુણો અચાનક તેમના પર પડી હતી. ગુણોના વજન નીચે દટાઈ જવાને કારણે ઘનશ્યામભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને જોતજોતામાં તેમનું પ્રાણપંખેરુ ઊડી ગયું હતું.પરિવારનો રોષ અને મૃતદેહ સ્વીકારવાનો ઇન્કારશ્રમિકના મોતના સમાચાર મળતા જ મોટી સંખ્યામાં ગામજનો અને સગા-સંબંધીઓ કંપની ખાતે દોડી આવ્યા હતા. પરિવારજનોનો આક્ષેપ છે કે કંપનીની બેદરકારીને કારણે આ અકસ્માત સર્જાયો છે. આક્રોશિત પરિવારે મૃતકનો મૃતદેહ હોસ્પિટલથી સીધો કંપનીના ગેઈટ પાસે લાવીને ધરણા શરૂ કર્યા હતા. પરિવારે સ્પષ્ટ જણાવ્યું છે કે જ્યાં સુધી કંપની દ્વારા યોગ્ય વળતરની જાહેરાત કરવામાં નહીં આવે, ત્યાં સુધી તેઓ અંતિમ સંસ્કાર માટે લાશ સ્વીકારશે નહીં.પોલીસ કાફલો ઘટનાસ્થળેઘટનાની ગંભીરતાને જોતા જંબુસર પોલીસનો કાફલો તાત્કાલિક ક્રિષ્ના સિરામિક કંપની ખાતે પહોંચી ગયો હતો. પોલીસે મામલો થાળે પાડવા અને પરિવારને સમજાવવા પ્રયાસો હાથ ધર્યા છે. હાલમાં કંપની પરિસરમાં તંગદિલીભર્યો માહોલ છે અને પોલીસ કોઈ અઘટિત ઘટના ન બને તે માટે સતર્ક છે.આ પણ વાંચો: જ્વેલર્સની દિવાલમાં બાકોરું પાડી ચોરી કરનાર રીઢો તસ્કર ઝડપાયો, ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી કાર્યવાહી
Read Full Story arrow_forward