android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Morbi: વાંકાનેરમાં માતાની હત્યા અને પુત્રી પર હુમલો કરનાર આરોપીને આજીવન કેદ
calendar_today January 17, 2026

Morbi: વાંકાનેરમાં માતાની હત્યા અને પુત્રી પર હુમલો કરનાર આરોપીને આજીવન કેદ

મોરબી: મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના વાલાસણ ગામમાં આશરે સાડા પાંચ વર્ષ પૂર્વે બનેલી સનસનાટીભરી હત્યાની ઘટનામાં અદાલતે મહત્વનો ચુકાદો આપ્યો છે. પોતાની માતાની નજર સામે જ હત્યા કરનાર અને પુત્રીને ઇજાગ્રસ્ત કરનાર પાપી આરોપી વિક્રમ ફુલતરીયાને મોરબી કોર્ટે આજીવન કેદની સજા અને રૂ. 26000નો દંડ ફટકાર્યો છે.હત્યાની ઘટનામાં અદાલતે મહત્વનો ચુકાદો આપ્યો આ લોહીયાળ ઘટના 23 ઓગસ્ટ 2020ના રોજ વાંકાનેરના વાલાસણ ગામે બની હતી. આરોપી વિક્રમ ફુલતરીયાએ જૂની અદાવત અથવા અન્ય કોઈ કારણોસર કંચનબેન રમણીકભાઈ અને તેમની પુત્રી પૂજા પર છરી વડે ઘાતક હુમલો કર્યો હતો. આ હુમલામાં કંચનબેનને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે તેમની પુત્રી પૂજા પણ હુમલામાં ઈજાગ્રસ્ત થઈ હતી.પુત્રીની હિંમત અને કાયદાકીય લડતપોતાની માતાની હત્યા નજરે જોનાર પુત્રી પૂજાએ આ મામલે હિંમત દાખવી વાંકાનેર પોલીસ મથકમાં આરોપી વિક્રમ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કલમ ૩૦૨ (હત્યા) હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી અને મજબૂત પુરાવાઓ સાથે ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી.કોર્ટનો ચુકાદોમોરબીની સેશન્સ કોર્ટમાં આ કેસ ચાલી જતાં સરકારી વકીલની દલીલો અને સાક્ષીઓની જુબાની તેમજ મેડિકલ પુરાવાઓને આધારે કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવ્યો હતો.આરોપી વિક્રમ ફુલતરીયાને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદ. કોર્ટે આરોપીને રૂ. ૨૬,૦૦૦નો આર્થિક દંડ પણ ફટકાર્યો છે. જો દંડ ન ભરે તો વધુ સજાની જોગવાઈ કરવામાં આવી છે.આ પણ વાંચો: One Day One District" અંતર્ગત DGP ડૉ. કે.એલ.એન.રાવ દ્વારા દાહોદ જિલ્લાની કાયદો-વ્યવસ્થાની સમીક્ષા

Read Full Story arrow_forward
Suratના કાપોદ્રામાં હીરાના કારખાનામાં અકસ્માત, સરણ ફાટતા રત્નકલાકારનું કરુણ મોત
calendar_today January 17, 2026

Suratના કાપોદ્રામાં હીરાના કારખાનામાં અકસ્માત, સરણ ફાટતા રત્નકલાકારનું કરુણ મોત

હીરા નગરી સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. અહીં એક હીરાના કારખાનામાં કામ દરમિયાન અચાનક સરણ ફાટતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં નવીન નામના રત્નકલાકારનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.સરણ ફાટતા રત્નકલાકાર નવીનનું મોત ઘટનાને પગલે મૃતક નવીનના પરિવારજનો અને સાથી રત્નકલાકારો મોટી સંખ્યામાં સ્મિમેર હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. પરિવારનો આક્ષેપ છે કે કારખાના માલિક દ્વારા આ ઘટના અંગે કોઈ સ્પષ્ટ કે યોગ્ય જવાબ આપવામાં આવ્યો નથી, જેને કારણે સ્વજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શોકતુર પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી યોગ્ય ન્યાય અને આર્થિક વળતરની માંગ કરી છે. કારખાના માલિકે યોગ્ય જવાબ ન આપતા રોષ કાપોદ્રા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી અને મૃતકના શબને પોસ્ટમોર્ટમ (PM) માટે ખસેડવાની તજવીજ કરી હતી. સુરતમાં અવારનવાર રત્નકલાકારો સાથે બનતી આવી સુરક્ષા ક્ષતિની ઘટનાઓએ શ્રમિકોની સલામતી સામે ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે. હાલ પોલીસ આ મામલે અકસ્માતે મોતે ગુનો નોંધી વધુ તપાસ ચલાવી રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
પંજાબ કેસરી પરની કાર્યવાહી મુદ્દે ભાજપ આક્રમક મૂડમાં
calendar_today January 17, 2026

પંજાબ કેસરી પરની કાર્યવાહી મુદ્દે ભાજપ આક્રમક મૂડમાં

પંજાબમાં 'પંજાબ કેસરી' ન્યૂઝ પેપરના કાર્યાલય પર પોલીસની કાર્યવાહી અને મીડિયા કર્મીઓ સાથેના વ્યવહારને લઈને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, મીડિયા એ સમાજનું દર્પણ છે અને તેને તોડવાનું કામ અરવિંદ કેજરીવાલ અને પંજાબની માન સરકાર કરી રહી છે, જે કોઈ પણ સંજોગોમાં સાંખી લેવાય નહીં.'મીડિયાનો અવાજ દબાવવાનો પ્રયાસ' જગદીશ વિશ્વકર્માએ નિવેદન આપતા કહ્યું કે, આમ આદમી પાર્ટીએ બહુરુપિયા તરીકે દિલ્હીમાં રાજ કર્યું અને હવે પંજાબની પ્રજાને છેતરી રહી છે. ભારતના ઈતિહાસમાં ન બની હોય તેવી ઘટનાઓ પંજાબમાં બની રહી છે. મીડિયા કર્મીઓને માર મારવામાં આવે છે, અને વેબ ચેનલો પર રેડ કરીને જનતાનો અવાજ દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કેજરીવાલના 'શીશ મહેલ'ના રિપોર્ટિંગ બદલ મહિલા પત્રકાર પર ખોટી કાર્યવાહી કરવી તે સત્તાના નશાનું પ્રતીક છે. બંગાળમાં TMC સરકાર પર નિશાન બંગાળની સ્થિતિ અંગે વાત કરતા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખે જણાવ્યું કે, પશ્ચિમ બંગાળ હવે ભય અને રાજકીય હિંસાની પ્રયોગશાળા બની ગયું છે. સરકારી કર્મચારી અશોક દાસને આત્મહત્યા કરવી પડે તેવી સ્થિતિ TMCના નેતાઓએ પેદા કરી છે. ત્યાં રોહિંગ્યા અને બાંગ્લાદેશી ઘુસણખોરોને બચાવવાની રાજનીતિ ચાલી રહી છે. ગોપાલ ઇટાલિયા અંગે શું કહ્યું? ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાની ઘટના પર તેમણે વળતો પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ગોપાલ ઇટાલિયા અત્યારે લોકોનું ધ્યાન ખેંચવા માટે આવા નાટકો કરી રહ્યા છે. કારણ કે, હવે મીડિયા પણ તેમની જૂઠ્ઠી વાતો જાણી ગયું છે. જોકે, વડોદરાના પાંચ ધારાસભ્યોના સંકલન સમિતિમાં ન જવાના મુદ્દે તેમણે મૌન સેવ્યું હતું. આ પણ વાંચો - Banaskanahta News : પંજાબમાં અકસ્માતમાં મહિલા પોલીસકર્મી સહિત 5 ગુજરાતીઓએ જીવ ગુમાવ્યા

Read Full Story arrow_forward