android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
PM Modi In West Bengal: બંગાળમાંથી TMCની વિદાય જરૂરી, માલદામાં PMએ મમતા પર સાધ્યુ નિશાન
calendar_today January 17, 2026

PM Modi In West Bengal: બંગાળમાંથી TMCની વિદાય જરૂરી, માલદામાં PMએ મમતા પર સાધ્યુ નિશાન

પીએમ મોદીએ કોલકાતામાં વંદેભારત સ્લીપર ટ્રેનને લીલીઝંડી બતાવી. આ ઉપરાંત વિવિધ વિકાસના કાર્યોનું લોકાર્પણ કર્યું. ત્યારે આ પ્રસંગે પીએમ એ   સંબોધન કરતા કહ્યું કે હવે પશ્ચિમ બંગાળને કુશાસનમાંથી મુક્તિ અપાવવાની છે. ટીએમસીનું ધ્યાન જનતા પર નહીં પણ લૂંટ પર છે. તેઓને ગરીબોની ચિંતા નથી. તેઓ પોતાની તિજોરી ભરી રહ્યા છે. ટીએમસી સરકાર નિર્દયી છે. બંગાળમાં વિકાસની ગંગા વહેશે- પીએમ મોદી પીએમ મોદીએ વધુમાં કહ્યું કે કેન્દ્રની સરકાર જે પૈસા મોકલે છે તે ટીએમસી લૂંટી લે છે. ટીએમસીની સરકાર જ બંગાળનો વિકાસ રોકી રહી છે.  પણ હવે બીજેપીની સરકાર પશ્ચિમ બંગાળમાં બનશે. હવે બંગાળમાં વિકાસની ગંગા વહેશે. બંગાળના દરેક ખૂણામાં, ભાજપ હેઠળ સુશાસનની સરકાર છે. હવે બંગાળનો સુશાસનનો વારો છે. તેથી જ, બિહાર ચૂંટણીમાં વિજય પછી, મેં કહ્યું હતું કે મા ગંગાના આશીર્વાદથી, હવે બંગાળમાં પણ વિકાસની નદી વહેશે, અને ભાજપ આ શક્ય બનાવશે...મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામો પર શું બોલ્યા પીએમ મોદી ? મહારાષ્ટ્રમાં કોર્પોરેશનની ચૂંટણીના પરિણામો અંગે પીએમ મોદીએ કહ્યું કે  મહારાષ્ટ્રમાં બીજેપીની ઐતિહાસિક જીત, બીએમસીમાં પહેલીવાર બીજેપીની જીત થઇ છે. ઝેન Z ને પણ વિકાસ મોડલ પસંદ આવી રહ્યું છે. ઝેન Z વિકાસ પર ભરોસો કરી રહી છે.  મહારાષ્ટ્રમાં શહેરી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો ગઈકાલે જાહેર થયા હતા. આ ચૂંટણીઓમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે. ખાસ કરીને, વિશ્વના સૌથી મોટા મ્યુનિસિપલ કોર્પોરેશનોમાંના એક, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) માં ભાજપે પહેલી વાર મુંબઈમાં રેકોર્ડ જીત મેળવી છે, જે મહારાષ્ટ્રના રાજકારણમાં એક મહત્વપૂર્ણ ઘટના છે. થોડા દિવસો પહેલા, ભાજપે કેરળની રાજધાની તિરુવનંતપુરમમાં પણ પોતાનો પહેલો મેયર ચૂંટ્યો હતો. આ દર્શાવે છે કે જે સ્થળોએ ભાજપ માટે ચૂંટણી જીતવી અશક્ય માનવામાં આવતી હતી, ત્યાં પણ હવે પાર્ટીને અભૂતપૂર્વ સમર્થન મળી રહ્યું છે. વિશ્વાસ છે કે બંગાળમાં પણ ભાજપની જીત થશે- પીએમ મોદી આ દેશના મતદારો, ખાસ કરીને યુવા પેઢી, ભાજપના વિકાસ મોડેલમાં કેટલો અપાર વિશ્વાસ ધરાવે છે તે દર્શાવે છે. જે વિસ્તારોમાં વર્ષોથી ભાજપ વિશે જૂઠાણા અને અફવાઓ ફેલાવવામાં આવતી હતી, ત્યાં પણ મતદારો હવે અમને તેમના આશીર્વાદ આપી રહ્યા છે. આજે તમારો ઉત્સાહ જોઈને, મને વિશ્વાસ છે કે આ વખતે બંગાળના લોકો પણ ભાજપ માટે જબરદસ્ત જીત સુનિશ્ચિત કરશે."વધુ વાંચો- BMC Election Results: મારુ ઘર તોડનારાને જનતાને પાઠ ભણાવ્યો, ઉદ્ધવ ઠાકરેની હાર પર બોલી કંગના રનોત

Read Full Story arrow_forward
Kashi સામે કાવતરું? વારાણસીમાં CM યોગીનો મોટો ખુલાસો, ખંડણીની વાતથી હલચલ
calendar_today January 17, 2026

Kashi સામે કાવતરું? વારાણસીમાં CM યોગીનો મોટો ખુલાસો, ખંડણીની વાતથી હલચલ

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વારાણસીમાં આપેલા નિવેદનથી રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચા તેજ થઈ ગઈ છે. તેમણે ખુલાસો કર્યો કે કાશી વિરુદ્ધ સતત ષડયંત્રો રચાઈ રહ્યા છે અને કેટલાક તત્વોએ ખંડણી પણ લીધી છે. તેમ છતાં, તેમણે સ્પષ્ટ કહ્યું કે કાશીના વિકાસને કોઈ રોકી શકતું નથી અને શહેર સતત પ્રગતિ કરી રહ્યું છે.  કાશી માત્ર એક શહેર નથી મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે કાશી માત્ર એક શહેર નથી, પરંતુ ભારતની શાશ્વત આત્મા છે. દરેક ભારતીય માટે કાશી આસ્થા, સંસ્કૃતિ અને પરંપરાનું કેન્દ્ર છે. દુર્ભાગ્યવશ, સ્વતંત્રતા પછીના ઘણા વર્ષો સુધી કાશીને તે મહત્વ અને સન્માન મળ્યું નહોતું જે તે લાયક હતી. પરંતુ છેલ્લા 11 થી 11.5 વર્ષોમાં પરિસ્થિતિ સંપૂર્ણ બદલાઈ ગઈ છે. કાશીના સર્વાંગી વિકાસની શરૂઆત યોગી આદિત્યનાથે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કાશીના સર્વાંગી વિકાસની શરૂઆત કરવામાં આવી. વડાપ્રધાન પોતે કાશીનું સંસદમાં પ્રતિનિધિત્વ કરે છે અને શરૂઆતથી જ તેમણે કાશીના પ્રાચીન સ્વરૂપને સાચવીને તેને આધુનિક વિકાસ સાથે જોડવાની દૃષ્ટિ રાખી છે. માત્ર 5,000 થી 25,000 ભક્તો મંદિરમાં તેમણે આંકડાઓ સાથે જણાવ્યું કે 2014 પહેલા, અથવા કાશી વિશ્વનાથ ધામના વિકાસ પહેલા, દરરોજ માત્ર 5,000 થી 25,000 ભક્તો મંદિરમાં આવતા હતા. આજે, આ જ સંખ્યા વધીને દરરોજ 1.25 લાખ થી 1.50 લાખ ભક્તો સુધી પહોંચી ગઈ છે. આ બદલાવ માત્ર આસ્થાનો નથી, પરંતુ કાશીની વૈશ્વિક ઓળખનો પુરાવો છે. કાશી માટે અત્યાર સુધી ₹55,000 કરોડ મુખ્યમંત્રીએ કહ્યું કે કાશી માટે અત્યાર સુધી ₹55,000 કરોડથી વધુના પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે. તેમાંમાંથી ₹36,000 કરોડના પ્રોજેક્ટ્સ પૂર્ણ થઈ ચૂક્યા છે અને બાકીના કામ ઝડપી ગતિએ ચાલી રહ્યા છે. આ વિકાસના પરિણામે કાશીએ એકલા જ દેશના GDPમાં અંદાજે ₹1.3 લાખ કરોડનું યોગદાન આપ્યું છે. યોગી આદિત્યનાથે અંતમાં જણાવ્યું કે ભલે કેટલાય કાવતરાં થાય, પરંતુ કાશીનો આધ્યાત્મિક અને ભૌતિક વિકાસ અટકાવવો અશક્ય છે. કાશી આજે વિશ્વ સમક્ષ ભારતની સંસ્કૃતિ, શક્તિ અને સંભાવનાનું પ્રતિક બની રહી છે. આ પણ વાંચો : Ghazipurમાં માતા-પિતા પોતાના જ બાળકોને બાંધવા મજબૂર! સત્ય ચોંકાવી દેશે

Read Full Story arrow_forward
Union Budget 2026: શું નોકરિયાતોની લોટરી લાગશે? સ્ટાન્ડર્ડ ડિડક્શન 1 લાખ થવાની શક્યતા, જાણો વિગતવાર
calendar_today January 17, 2026

Union Budget 2026: શું નોકરિયાતોની લોટરી લાગશે? સ્ટાન્ડર્ડ ડિડક્શન 1 લાખ થવાની શક્યતા, જાણો વિગતવાર

વર્ષ 2026-27 માટેનું કેન્દ્રીય બજેટ આગામી 1 ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવશે. આ 28 જાન્યુઆરીથી 2 એપ્રિલ સુધી બજેટ સત્ર યોજાશે. દર વર્ષની જેમાં આ વર્ષે પણ સામાન્ય માણસને કેન્દ્રીય બજેટમાં ઘણી રાહત મળે તેવી આશા છે. જેમાં ટેક્સપેયર્સ દ્વારા સ્ટાન્ડર્ડ ડિડક્શન વધારવામાં આવે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. આ સ્ટાન્ડર્ડ ડિડક્શન વર્ષ 2025ના બજેટમાં 75000 રૂપિયા કરવામાં આવ્યું હતું. જે આ વર્ષે 1 લાખ રૂપિયા કરવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.દેશના નાણા મંત્રી નિર્મલા સીતારમણ આગામી બજેટ 2026 રજૂ કરવા માટે તૈયાર છે. બજેટનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને આ વખતે બજેટ અનેક રીતે ખાસ રહેવાનું છે. પ્રથમ વખત એવું બનશે કે, બજેટ રવિવારના દિવસે રજૂ થશે અને શેરબજાર પણ તે દિવસે કાર્યરત રહેશે. ગત વર્ષે બજેટ 2025માં મધ્યમ વર્ગને મોટી રાહત આપ્યા બાદ હવે 2026ના બજેટ પાસે પણ ટેક્સપેયર્સની અપેક્ષાઓ વધી ગઈ છે. સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં ફેરફારની પ્રબળ શક્યતા આ વખતે ટેક્સપેયર્સની સૌથી મોટી માંગ 'સ્ટાન્ડર્ડ ડિડક્શન' (Standard Deduction) ની મર્યાદા વધારવાની છે. હાલમાં નવી ટેક્સ વ્યવસ્થામાં આ મર્યાદા રૂપિયા 75,000 છે, જેને વધારીને રૂપિયા 1,00,000 કરવાની માગ ઉઠી રહી છે. જો સરકાર આ માગ સ્વીકારે છે, તો રૂપિયા 13 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા લોકોએ કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. ગત વર્ષે (2025) મળેલી મુખ્ય 5 રાહતો: ઇન્કમ ટેક્સ દરમાં ઘટાડો: રૂપિયા 12 લાખ સુધીની આવક ટેક્સ ફ્રી કરવામાં આવી હતી. સ્ટાન્ડર્ડ ડિડક્શન સાથે આ મર્યાદા રૂપિયા 12.75 લાખ સુધી પહોંચી હતી. નવા ટેક્સ સ્લેબ: નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ રૂપિયા 4 લાખ સુધી કોઈ ટેક્સ નહીં અને ત્યારબાદ તબક્કાવાર સ્લેબ નક્કી કરાયા હતા. નવો ઇન્કમ ટેક્સ એક્ટ: 'ઇન્કમ ટેક્સ એક્ટ 2025' ની જાહેરાત જે 1 એપ્રિલથી અમલી બનશે. TDS દરમાં ઘટાડો: ભાડા પરની ટીડીએસ મર્યાદા રૂપિયા 2.4 લાખથી વધારીને રૂપિયા 6 લાખ કરવામાં આવી હતી. ITR (U) માં રાહ: અપડેટેડ રિટર્ન ફાઈલ કરવાની મર્યાદા 2 વર્ષથી વધારીને 4 વર્ષ કરવામાં આવી હતી. એક્સપર્ટ્સનું શું કહેવું છે? નિષ્ણાંતોના મતે, ગત વર્ષે મોટા ફેરફારો થયા હોવાથી ટેક્સ સ્લેબમાં મોટા ફેરફારની શક્યતા ઓછી છે, પરંતુ મોંઘવારીને ધ્યાનમાં રાખીને સરકાર સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં વધારો કરી શકે છે. આનાથી મધ્યમ વર્ગના ખિસ્સામાં વધુ રોકડ બચશે અને વપરાશમાં વધારો થશે. શું છે સ્ટાન્ડર્ડ ડિડક્શન? સ્ટાન્ડર્ડ ડિડક્શન એ પગારદાર કર્મચારીઓ અને પેન્શનરોને મળતો એક એવો ટેક્સ બેનિફિટ છે, જેમાં કોઈ પણ જાતના રોકાણના પુરાવા વગર તમારી કુલ વાર્ષિક આવકમાંથી એક નિશ્ચિત રકમ સીધી બાદ કરી દેવામાં આવે છે. તેનાથી તમારી કરપાત્ર આવક ઘટે છે અને પરિણામે તમારે ઓછો ટેક્સ ભરવો પડે છે. ટેક્સમાં મોટી રાહત: તે તમારી કુલ સેલરી કે પેન્શનમાંથી સીધી કાપી લેવામાં આવે છે, જેના પર તમારે એક પણ રૂપિયો ટેક્સ ચૂકવવો પડતો નથી. નવી અને જૂની વ્યવસ્થા: બજેટ 2025 મુજબ, જો તમે નવી ટેક્સ વ્યવસ્થા પસંદ કરો છો તો રૂપિયા 75,000 બાદ મળે છે, જ્યારે જૂની ટેક્સ વ્યવસ્થામાં રૂપિયા 50,000 ની કપાત મળે છે. કોને મળશે લાભ? આનો લાભ દરેક પગારદાર વ્યક્તિ અને પેન્શનરને મળે છે, પછી ભલે તેમનો પગાર ગમે તેટલો હોય.એક સરળ ઉદાહરણથી સમજો: ધારો કે તમારી વાર્ષિક આવક રૂપિયા 12,75,000 છે: તમે નવી ટેક્સ વ્યવસ્થા પસંદ કરો છો. તમને રૂપિયા 75,000 નું સ્ટાન્ડર્ડ ડિડક્શન મળશે. હવે તમારી કરપાત્ર આવક થશે: રૂપિયા 12,75,000 - 75,000 = 12,00,000. તમારે માત્ર રૂપિયા 12 લાખ પર જ ટેક્સની ગણતરી કરવાની રહેશે. આ પણ વાંચો - Budget 2026 : પ્રથમવાર રવિવારે રજૂ થશે દેશનું બજેટ, CCPAની બેઠકમાં તારીખો પર લાગી મહોર

Read Full Story arrow_forward