android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad માં દારૂબંધીના ધજાગરા, પંચવટી બાદ હવે પૂર્વ વિસ્તારમાં દારૂની મહેફિલના ફોટા વાયરલ
calendar_today January 16, 2026

Ahmedabad માં દારૂબંધીના ધજાગરા, પંચવટી બાદ હવે પૂર્વ વિસ્તારમાં દારૂની મહેફિલના ફોટા વાયરલ

અમદાવાદના પોશ વિસ્તાર પંચવટીમાં પકડાયેલી હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલની શાહી હજુ સુકાઈ નથી, ત્યાં શહેરના પૂર્વ વિસ્તારમાંથી દારૂની મહેફિલના ફોટા અને વીડિયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. ઉત્તરાયણ પર્વ દરમિયાન લુહારની શેરીમાં કેટલાક શખ્સો બેફામ બનીને દારૂની મહેફિલ માણતા હોવાનું કેમેરામાં કેદ થયું છે. આ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ શહેર પોલીસની કામગીરી અને દારૂબંધીના અમલીકરણ પર ફરી એકવાર મોટા સવાલો ઉભા થયા છે.તહેવારોમાં કાયદો લજવાયો વાયરલ થયેલા વીડિયો અને ફોટામાં જોઈ શકાય છે કે, ઉત્તરાયણની મજા માણવાના નામે યુવાનો અને નબીરાઓ કાયદાનો ડર રાખ્યા વગર નશામાં ચૂર થઈ રહ્યા છે. તહેવારના દિવસે પોલીસ પેટ્રોલિંગના દાવાઓ વચ્ચે પણ દારૂની આ પ્રકારે રેલમછેલ જોવા મળતા સ્થાનિકોમાં પણ રોષ છે. પોલીસ હવે આ વાયરલ વીડિયોના આધારે લુહારની શેરીના શખ્સોની ઓળખ કરી રહી છે. એક તરફ સરકાર દારૂબંધીની વાતો કરે છે અને બીજી તરફ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં જે રીતે દારૂની મહેફિલના પુરાવા સામે આવી રહ્યા છે, તે જોતા બુટલેગરો અને નબીરાઓમાં પોલીસનો કોઈ ખોફ ન હોય તેમ જણાઈ રહ્યું છે. આ પણ વાંચો : Gandhinagar News : કમલમ માં વિજયોત્સવ, મહારાષ્ટ્ર અને BMC માં ભાજપની જીતની ગુજરાતમાં ભવ્ય ઉજવણી

Read Full Story arrow_forward
Tharad News: નર્મદા કેનાલમાં યુવકે લગાવી મોતની છલાંગ
calendar_today January 17, 2026

Tharad News: નર્મદા કેનાલમાં યુવકે લગાવી મોતની છલાંગ

વાવ-થરાદ જિલ્લામાં કેનાલમાં ઝંપલાવવાની ઘટનાઓમાં સતત વધી રહી છે. આવામાં વાવ-થરાદમાં વધુ એક યુવકે મોતની છલાંગ લગાવી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ યુવકે નર્મદાની મુખ્ય કેનાલમાં આત્મહત્યા કરવા માટે પડતું મૂક્યું હતું. હાલ તેના મૃતદેહને શોધવા માટે ફાયર વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.યુવકની શોધખોળ કરવાની કામગીરી શરૂ આ યુવકે કેમ કેનાલમાં ઝંપલાવીને આત્મહત્યા કરી છે, તેનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. કેનાલમાંથી ફાયર વિભાગની ટીમ દ્વારા યુવકની શોધખોળ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. વાવ થરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં યુવકે મોતની છલાંગ લગાવી હતી. વાવ થરાદ હાઈવે પરના નર્મદા કેનાલના પુલ પાસે કેનાલમાં ચામુંડા નગરના આ યુવકે આત્મહત્યા કરવાના ઈરાદાથી પડતું મુક્યું હતું. ઘટના સ્થળે લોકોના ટોળે ટોળાં ઉમટી પડ્યા છે. હાલ આ યુવકની શોધખોળ ચાલી રહી છે. આ પણ વાંચો - Banaskanahta News : પંજાબમાં અકસ્માતમાં મહિલા પોલીસકર્મી સહિત 5 ગુજરાતીઓએ જીવ ગુમાવ્યા

Read Full Story arrow_forward
Kutch Earthquake : ગત રાત્રે આવેલા 4.1ની તીવ્રતાના ભૂકંપનું એપિસેન્ટર પાકિસ્તાનમાં નોંધાયું, વૈજ્ઞાનિકોએ શરુ કર્યું રિસર્ચ
calendar_today January 17, 2026

Kutch Earthquake : ગત રાત્રે આવેલા 4.1ની તીવ્રતાના ભૂકંપનું એપિસેન્ટર પાકિસ્તાનમાં નોંધાયું, વૈજ્ઞાનિકોએ શરુ કર્યું રિસર્ચ

કચ્છ જિલ્લામાં ગઈ મોડી રાત્રે 4.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું એપિસેન્ટર પાકિસ્તાન વિસ્તારમાં નોંધાયું હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. કચ્છમાં આવેલી એક્ટિવ ફોલ્ટ લાઈનના કારણે આ ભૂકંપ આવ્યો ગાંધીનગર સ્થિત આઇએસઆરના ઇન્ચાર્જ ડિરેક્ટર ડો.સંતોષ કુમારે જણાવ્યું હતું કે પ્રાથમિક અનુમાન મુજબ કચ્છમાં આવેલી એક્ટિવ ફોલ્ટ લાઈનના કારણે આ ભૂકંપ આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.  અરબી સમુદ્રમાં પણ હળવો ભૂકંપનો આંચકો નોંધાયો હતો આ ઉપરાંત અરબી સમુદ્રમાં પણ હળવો ભૂકંપનો આંચકો નોંધાયો હતો, જે પશ્ચિમ કિનારાની ફોલ્ટ લાઈન સાથે સંકળાયેલો હોવાનું નિષ્ણાતો જણાવે છે. ગત 13 તારીખે અરબી સમુદ્રમાં આવેલો ભૂકંપનો આંચકો સામાન્ય પ્રકારનો ઉલ્લેખનીય છે કે ગત 13 તારીખે અરબી સમુદ્રમાં આવેલો ભૂકંપનો આંચકો સામાન્ય પ્રકારનો હોવાનું વૈજ્ઞાનિકોએ સ્પષ્ટ કર્યું છે.  ઉપલેટા તથા આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકાઓમાં ઘટાડો બીજી તરફ રાજકોટ જિલ્લાના ઉપલેટા વિસ્તારમાં લોકોને થોડી રાહત મળી છે. ઉપલેટા તથા આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકાઓમાં ઘટાડો નોંધાયો છે. આ બાબતે નિષ્ણાતોની એક ટીમ વિસ્તારમાં મોકલવામાં આવી હતી, જેઓએ ગ્રામજનોને ભૂકંપની પ્રકૃતિ, કારણો અને ડર ન રાખવા અંગે સમજાવટ આપી હતી. આ પણ વાંચો----   Death Penalty : રેરેસ્ટ ઓફ ધ રેર કેસમાં ફાંસીની સજા સંભળાવવામાં ગુજરાત દેશમાં અગ્રણી હોવાના સરકારના આંકડા

Read Full Story arrow_forward