android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bhavnagar News : બગદાણામાં નવનીત બાલધીયા પર હુમલામાં કાર્યવાહી, SIT એ વધુ એક આરોપીની કરી ધરપકડ
calendar_today January 17, 2026

Bhavnagar News : બગદાણામાં નવનીત બાલધીયા પર હુમલામાં કાર્યવાહી, SIT એ વધુ એક આરોપીની કરી ધરપકડ

ભાવનગર જિલ્લાના બગદાણામાં નવનીત બાલધીયા પર થયેલા જીવલેણ હુમલાના કેસમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ વધુ એક સફળતા મેળવી છે. SIT એ આ મામલે તપાસ તેજ કરી પાલીતાણા તાલુકાના સાંજણાસર ગામના રહેવાસી સંજય ચાવડા નામના આરોપીની ધરપકડ કરી છે. આ સાથે જ SIT દ્વારા આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓની સંખ્યા બે થઈ છે, જ્યારે સમગ્ર હુમલાની ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 10 આરોપીઓને પોલીસ સકંજામાં લઈ લેવામાં આવ્યા છે. SIT દ્વારા કરવામાં આવી રહેલી ઝીણવટભરી તપાસને કારણે હુમલાખોરોમાં ફફડાટ ફેલાયો છે.બગદાણા સનસનાટી નવનીત બાલધીયા પર થયેલા હુમલાએ સમગ્ર પંથકમાં ચકચાર જગાવી હતી, જેના કારણે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા SIT ની રચના કરવામાં આવી હતી. તપાસ ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના આધારે સંજય ચાવડાને ઝડપી પાડ્યો છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ હુમલા પાછળનો મુખ્ય સૂત્રધાર કોણ છે અને હુમલાનું ચોક્કસ કારણ શું હતું. પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં હજુ પણ વધુ કેટલાક મોટા ખુલાસા થવાની શક્યતા સેવાઈ રહી છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ આ કેસમાં કોઈ પણ કચાશ રાખવા માંગતી નથી. આ પણ વાંચો : Banaskanahta News : પંજાબમાં અકસ્માતમાં મહિલા પોલીસકર્મી સહિત 5 ગુજરાતીઓએ જીવ ગુમાવ્યા

Read Full Story arrow_forward
Ahmedabad News : 77માં ગણતંત્ર દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ ભવન ખાતેના ‘એટ હોમ’ કાર્યક્રમના આમંત્રણની કિટ NID અમદાવાદ દ્વારા તૈયાર કરાઈ
calendar_today January 17, 2026

Ahmedabad News : 77માં ગણતંત્ર દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ ભવન ખાતેના ‘એટ હોમ’ કાર્યક્રમના આમંત્રણની કિટ NID અમદાવાદ દ્વારા તૈયાર કરાઈ

ઉત્તર-પૂર્વી ભારતનાં ‘અષ્ટલક્ષ્મી’ રાજ્યોની ભવ્ય હસ્તકળા અને સંસ્કૃતિના સમન્વયથી તૈયાર કરવામાં આવેલી આ કિટ સ્વદેશી અને આત્મનિર્ભરતાને પ્રતિબિંબિત કરે છે. આ અંગે વિગતો આપતાં NID, અમદાવાદના ડાયરેક્ટર ડૉ. અશોક મોંડલે જણાવ્યું કે છેલ્લાં એક વર્ષમાં સતત ત્રીજી વખત ‘એટ હોમ’ કાર્યક્રમની આમંત્રણ કિટ તૈયાર કરવાની જવાબદારી NIDને સોંપવામાં આવી છે. હસ્તનિર્મિત કળાકૃતિઓવાળી આમંત્રણ કિટ તૈયાર કરવામાં આવી છે જે સમગ્ર સંસ્થા માટે અત્યંત ગર્વની બાબત છે. તેમણે કહ્યું કે આ વિશેષ પ્રોજેક્ટમાં ભારતના ઉત્તર-પૂર્વના અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ અને ત્રિપુરા–એમ કુલ આઠ રાજ્યોની પરંપરાગત હસ્તકળા અને સંસ્કૃતિને પ્રસ્તુત કરવામાં આવી છે. આ માટે NIDની ટીમ દ્વારા ત્રણેક મહિનાની મહેનત અને સમગ્ર ઉત્તર-પૂર્વીય પ્રદેશના કારીગર સમુદાયો સાથે સંવાદ-સંશોધન અને રાષ્ટ્રપતિ ભવનની ટીમના પરામર્શ તથા સહયોગથી આ હસ્તનિર્મિત કળાકૃતિઓવાળી આમંત્રણ કિટ તૈયાર કરવામાં આવી છે.એનઆઈડીના ફેકલ્ટીઝ, વિદ્યાર્થીઓ, ટેકનિકલ સ્ટાફનો પણ સહયોગ મળ્યો છે જેના માટે ઋતુઆધારિત કાચા માલની ઉપલબ્ધિ અને અલગ અલગ રાજ્યોના કારીગરોને સાંકળતી હસ્તકળા પરંપરાને ધ્યાનમાં રાખીને દરેક કળાકૃતિને વિશિષ્ટ રીતે ડિઝાઇન કરવામાં આવી છે. દરેક આર્ટિફેક્ટ સંબંધિત રાજ્યની વિશિષ્ટ સંસ્કૃતિ, કારીગરોની હુનરમંદી, તેમને જાળવતું કુદરતી પર્યાવરણ તથા આધુનિક સાંસ્કૃતિક સંદર્ભોને પ્રતિબિંબિત કરે છે. ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્યો સહિત આશરે ૩૫૦થી વધુ કારીગરો દ્વારા આ સમગ્ર કિટ તૈયાર કરવામાં આવી છે. એનઆઈડી અમદાવાદનાં પ્રા. એન્ડ્રિયા નોરોન્હા અને પ્રા. ડૉ. સી.એસ. સુસાંથની ટીમ દ્વારા આ સમગ્ર પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવ્યો છે. જેમાં એનઆઈડીના ફેકલ્ટીઝ, વિદ્યાર્થીઓ, ટેકનિકલ સ્ટાફનો પણ સહયોગ મળ્યો છે. રંગાયેલા કપાસના દોરા અને વાંસની પાતળી પટ્ટીઓનો ઉપયોગ કરાયો આમંત્રણ કિટ અમદાવાદ અને બેંગલુરુ સ્થિત એનઆઈડી ટીમો તથા તેમના પોતાના ગામોમાંથી કાર્યરત કુશળ કારીગરો વચ્ચેના સંકલન દ્વારા તૈયાર કરવામાં આવી છે. દરેક કિટ સામૂહિક પ્રયત્નો, કળાત્મકતા અને સમુદાયની ભૂમિકાને રજૂ કરે છે. ઉત્તર-પૂર્વીય ભારતની અર્થવ્યવસ્થા અને સંસ્કૃતિના આધાર સમાન વાંસનો ઉપયોગ કરીને ત્રિપુરાની પરંપરાગત તકનીક મુજબ લૂમ પર વણાયેલી વાંસની ચટાઈથી આમંત્રણ બોક્સ તૈયાર કરાયું છે. જેમાં રંગાયેલા કપાસના દોરા અને વાંસની પાતળી પટ્ટીઓનો ઉપયોગ કરાયો છે. જ્યારે બહારનું કવર મેઘાલયમાં બનાવેલા સ્મોક કરેલા વાંસના અલંકાર સાથે જોડાયેલા હાથથી બનાવેલા કાગળથી સજ્જ છે. કવર અને બોક્સના નકશાઓ આસામી હસ્તપ્રત ચિત્રકલા તથા ઉત્તર-પૂર્વીય પ્રદેશની વનસ્પતિ અને પ્રાણી સંસ્કૃતિથી પ્રેરિત છે. જ્ઞાનપરંપરા અને વૈવિધ્યસભર સાંસ્કૃતિક વારસાને જિવંત રાખે છે આમંત્રણમાં વપરાયેલા વાંસ, હેન્ડલૂમ કાપડ, નેટલ, કેન, માટી અને અન્ય કુદરતી સામગ્રી ઉત્તર-પૂર્વીય પ્રદેશના દૈનિક જીવન, આજીવિકા અને સાંસ્કૃતિક પરંપરાઓ સાથે ઊંડે જોડાયેલી છે. ખાસ કરીને, અનેક મહિલાઓ માટે રોજગારનું મહત્વપૂર્ણ સાધન એવા હાથવણાટને આમંત્રણ કિટના વિવિધ ઘટકોમાં પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આ આમંત્રણ ‘અષ્ટલક્ષ્મી’ રાજ્યોના કુશળ કારીગરો અને હસ્તશિલ્પીઓને સન્માન સમાન છે, જે ભારતના ઉત્તર-પૂર્વીય પ્રદેશની પ્રાચીન જ્ઞાનપરંપરા અને વૈવિધ્યસભર સાંસ્કૃતિક વારસાને જિવંત રાખે છે. શું-શું છે આમંત્રણ કિટમાં અને શું છે વિશેષતાઓ? અષ્ટકોણીય વાંસ વણાટ પેટર્નથી બનેલી આ કિટમાં વૉલ હેંગિંગ સ્ક્રોલ હશે. જે ઉત્તર-પૂર્વ ભારતના તમામ રાજ્યોની પસંદગીદાર હસ્તનિર્મિત કૃતિઓનું કલાત્મક પ્રદર્શન કરે છે. જેમાં સિક્કિમનું સિસ્નુ કાપડવણાટ અને ભરતકામ છે. સિક્કિમની લેપચા વણાટ પરંપરા-‘થારા’માં નિર્મિત આ કૃતિ યુનેસ્કોની ‘મિક્સ્ડ હેરિટેજ સાઇટ’ કાંચનજંગા પર્વત સાથેના આદિકાળના સંબંધને પ્રતિબિંબિત કરે છે. આ સિવાય, પૂર્વ ખાસી હિલ્સ મોસિનરામ જેવા મેઘાલયના સર્વાધિક વરસાદ ધરાવતાં વિસ્ચારનું ગ્રીન બામ્બૂ વણાટ, આસામનું ગોગોના –વાંસ જૉ હાર્પ, ત્રિપુરાના કેન અને વાંસની પટ્ટીઓમાંથી બનાવાયેલાં સુશોભનો, નાગાલૅન્ડનું દુર્લભ કાપડ તેમજ મિઝોરમનું હાથવણાટ કાપડ પુઆન ચેઇ તથા મણિપુરના તાંગખુલ નાગા સમુદાયની નીઓલિથિક કાળથી ચાલતી માટીકામ પરંપરા લોંગપી બ્લેક પોટરીનો સમાવેશ થાય છે. આ પણ વાંચો : Ahmedabad News : જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરેના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ

Read Full Story arrow_forward
Junagadh News: પોલીસ સ્ટેશનમાં આરોપીનું કસ્ટોડિયલ ડેથ
calendar_today January 17, 2026

Junagadh News: પોલીસ સ્ટેશનમાં આરોપીનું કસ્ટોડિયલ ડેથ

જૂનાગઢ જિલ્લાના કેશોદ પોલીસ સ્ટેશનમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કોર્ટના ધરપકડ વોરંટના આધારે પોલીસ સ્ટેશન લાવવામાં આવેલા એક આરોપીનું કસ્ટડીમાં મોત નીપજતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મૃતક આરોપીની ઓળખ ધનસુખભાઇ હીરપરા તરીકે થઈ છે.ધરપકડ પહેલાં જ ગટગટાવી હતી ઝેરી દવા ઘટનાની મળતી માહિતી અનુસાર, પોલીસે જ્યારે કોર્ટના વોરંટ આધારે ધનસુખભાઇની અટકાયત કરી, તે પહેલાં જ તેમણે ઝેરી ટીકડા ખાઈ લીધા હતા. પોલીસ સ્ટેશન લાવ્યા બાદ મધ્યરાત્રીએ તેમની તબિયત અચાનક લથડવા માંડી હતી. પરિસ્થિતિ ગંભીર જણાતા પોલીસ જાપ્તા હેઠળ તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ પોલીસ કસ્ટડીમાં આરોપીના મોતના સમાચાર વાયુવેગે પ્રસરતા પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ છે. ઘટનાની ગંભીરતાને જોતા જિલ્લા પોલીસ વડા દ્વારા તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ સમગ્ર મામલાની તપાસ માંગરોળના ડીવાયએસપી કોડિયાતરને સોંપવામાં આવી છે.આરોપીએ કયા સંજોગોમાં ઝેર પીધું અને પોલીસ પ્રક્રિયા દરમિયાન કોઈ બેદરકારી હતી કે કેમ, તે દિશામાં હવે તપાસ તેજ કરવામાં આવી છે. કસ્ટોડિયલ ડેથની આ ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે. આ પણ વાંચો - Junagadh : કેશોદ પંથકમાં મામા-ભાણીના સંબંધને કલંકિત કરતી અત્યંત શરમજનક અને હૃદયદ્રાવક ઘટના, પોલીસમાં નોંધાઇ ફરિયાદ

Read Full Story arrow_forward