android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Banaskantha News : અંબાજીના ત્રિશૂલિયા ઘાટ પર સ્થાપિત થનાર 600 કિલોનું દિવ્ય ત્રિશૂલ અંબાજી યાત્રાધામમાં એક નવું આધ્યાત્મિક સોપાન ઉમેરશે
calendar_today January 17, 2026

Banaskantha News : અંબાજીના ત્રિશૂલિયા ઘાટ પર સ્થાપિત થનાર 600 કિલોનું દિવ્ય ત્રિશૂલ અંબાજી યાત્રાધામમાં એક નવું આધ્યાત્મિક સોપાન ઉમેરશે

અમદાવાદના ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. ઉત્તરકાશીની ૧૫૦૦ વર્ષ જૂની શક્તિ પરંપરાની દિવ્ય પ્રેરણાથી તૈયાર કરાયેલ આ ૧૬ ફૂટ ઊંચું અને આશરે ૬૦૦ કિલો વજન ધરાવતું વિશાળ ત્રિશૂલ આગામી સમયમાં અંબાજીના પ્રખ્યાત ત્રિશૂલિયા ઘાટ પર સ્થાપિત કરવામાં આવશે, જે અંબાજીના પવિત્ર યાત્રાધામની ભવ્યતામાં વધારો કરતું એક નવું આધ્યાત્મિક સોપાન ઉમેરશે. પવિત્ર શક્તિ ત્રિશૂલની પ્રતિકૃતિ અહીં પ્રસ્થાપિત કરવાનો વિચાર જય ભોલે ગ્રુપ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો બનાસકાંઠા જિલ્લા કલેકટર અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, પાલનપુર અને દાંતાના રસ્તે આવતો પવિત્ર ત્રિશૂલિયા ઘાટ પગપાળા આવતા માઈભક્તો માટે ઘણો દુર્ગમ રહ્યો છે અને ત્યાં અકસ્માતો જેવી અડચણો પણ આવતી હોય છે. આ સ્થળની વિશેષતા જાળવવા ઉત્તરકાશીમાં સ્થિત ૧૫૦૦ વર્ષથી વધુ જૂના પવિત્ર શક્તિ ત્રિશૂલની પ્રતિકૃતિ અહીં પ્રસ્થાપિત કરવાનો વિચાર જય ભોલે ગ્રુપ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. માતાજીના શૃંગારથી લઈને વિવિધ સેવાકીય પ્રકલ્પોમાં ગ્રુપનો સહયોગ અનન્ય રહ્યો છે આ હેતુથી ગ્રુપની ટીમ દ્વારા ઉત્તરકાશીના મહંતની રૂબરૂ મુલાકાત લઈ પરવાનગી મેળવવામાં આવી છે. આધ્યાત્મિક મર્યાદાના ભાગરૂપે ઉત્તરકાશીના ૧૮ ફૂટના ત્રિશૂલની સામે અંબાજીમાં ૧૬ ફૂટનું ત્રિશૂલ સ્થાપિત કરવામાં આવશે, જે અંબાજી શક્તિપીઠમાં શક્તિ ઉપાસકો માટે આસ્થાનું વધુ એક કેન્દ્ર બનશે. કલેક્ટર મિહિર પટેલે જય ભોલે ગ્રુપની નિસ્વાર્થ કામગીરીને બિરદાવતા ઉમેર્યું હતું કે, આ ગ્રુપ અંબાજી ટ્રસ્ટ સાથે ખૂબ જ ભાવનાત્મક રીતે જોડાયેલું છે. અંબાજી મંદિરમાં વડાપ્રધાનના હસ્તે પ્રસ્થાપિત વિશ્વના સૌથી મોટા ‘શ્રી યંત્ર’નું નિર્માણ પણ જય ભોલે ગ્રુપ દ્વારા જ કરવામાં આવ્યું હતું. માતાજીના શૃંગારથી લઈને વિવિધ સેવાકીય પ્રકલ્પોમાં ગ્રુપનો સહયોગ અનન્ય રહ્યો છે, એમ તેમણે જણાવ્યું હતું. આ દિવ્ય ત્રિશૂલની સ્થાપના થવાથી તે એક પવિત્ર દર્શનના સ્થળ તરીકે ઉભરી આવશે આ પ્રસંગે અમદાવાદના ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલે આ ભગીરથ કાર્યને બિરદાવતા જણાવ્યું હતું કે, આજે જ્યારે ટેકનોલોજી અને મોબાઈલના યુગમાં વ્યસ્તતા વધી છે, ત્યારે અંબાજીના ગૌરવશાળી ઇતિહાસ અને મહિષાસુર મર્દિનીની કથાને લોકો સુધી પહોંચાડવામાં આ નવીન પ્રકલ્પ મહત્વનું સાબિત થશે. અંબાજી મંદિર અને ગુજરાત સરકારના પ્રયાસોથી જે રીતે ત્રિશૂલિયા ઘાટ પર આ નવું આસ્થાનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે, તેનાથી લોકોમાં ધાર્મિક જાગૃતિ આવશે. જે સ્થળ અગાઉ અકસ્માત ઝોન તરીકે જાણીતું હતું, ત્યાં હવે આ દિવ્ય ત્રિશૂલની સ્થાપના થવાથી તે એક પવિત્ર દર્શનના સ્થળ તરીકે ઉભરી આવશે. 16 ફૂટ ઊંચા આ ત્રિશૂલનું નિર્માણ કરવામાં આવ્યું છે જય ભોલે ગ્રુપના દીપેશભાઈ પટેલે ત્રિશૂળના પૌરાણિક મહત્વ અને સ્થાપનાના ઉદ્દેશ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, આ ત્રિશૂળ ઉત્તરકાશીમાં સ્થિત માતા જગદંબા દ્વારા સ્વયં સ્થાપિત કરાયેલા ૧૫૦૦ વર્ષથી વધુ પ્રાચીન અને દિવ્ય શક્તિ ત્રિશૂલની પ્રથમ રેપ્લિકા છે. પુરાણો મુજબ, ભગવાન શિવ દ્વારા અર્પિત આ જ શક્તિશૂળથી દેવીએ મૈસુર (મહિષાસુરની ભૂમિ) ખાતે મહિષાસુરનો વધ કર્યો હતો અને ત્યારબાદ તેને ઉત્તરકાશીમાં સ્થાપિત કર્યું હતું. આ જ પૌરાણિક પરંપરાને જીવંત કરવા અને લાખો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમાન અંબાજીના ‘ત્રિશૂલિયા ઘાટ’ને દિવ્યતા પ્રદાન કરવાના ઉદ્દેશથી ૧૬ ફૂટ ઊંચા આ ત્રિશૂલનું નિર્માણ કરવામાં આવ્યું છે. જય ભોલે ગ્રુપ અમદાવાદના સેવાભાવી સહકારથી સંપન્ન થઈ રહ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે, આ દિવ્ય ત્રિશૂલના દર્શન ભક્તજનો માટે અમદાવાદના વટવા સ્થિત 'અમદાવાદ એન્જિનિયર્સ' ખાતે ૧૮ થી ૨૧ જાન્યુઆરી દરમિયાન દરરોજ બપોરે ૦૩:૦૦ થી સાંજે ૦૮:૦૦ વાગ્યા સુધી ખુલ્લા રાખવામાં આવ્યા છે. ત્યારબાદ આ દિવ્ય ત્રિશૂલ અંબાજીના ત્રિશૂલિયા ઘાટ પર વિધિવત રીતે સ્થાપિત કરવામાં આવશે. આ સમગ્ર આયોજન આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના માર્ગદર્શન હેઠળ જય ભોલે ગ્રુપ અમદાવાદના સેવાભાવી સહકારથી સંપન્ન થઈ રહ્યું છે. આ પ્રસંગે કાશી વિશ્વનાથ મંદિર, મહિષાસુર મર્દીની દ્વારા મહિષાસુર વધ, મૈસૂર, અંબાજી શક્તિપીઠ તથા ત્રિશૂલિયા ઘાટ સાથે સંકળાયેલી પૌરાણિક બાબતો અને આસ્થા તથા શક્તિના પ્રતીકોનો ઈતિહાસ દર્શાવતી ઓડિયો વિઝ્યુઅલ ફિલ્મનું પણ નિદર્શન કરવામાં આવ્યું હતું. ‘અખંડ શક્તિ ત્રિશૂલ’ના દર્શન પ્રારંભ પ્રસંગે અંબાજી મંદિરના વહીવટદાર કૌશિકભાઈ મોદી, જય ભોલે ગ્રુપના સભ્યો, સ્થાનિક અગ્રણીઓ, માઈભક્તો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ પણ વાંચો : Ahmedabad News : 77માં ગણતંત્ર દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ ભવન ખાતેના ‘એટ હોમ’ કાર્યક્રમના આમંત્રણની કિટ NID અમદાવાદ દ્વારા તૈયાર કરાઈ

Read Full Story arrow_forward
Suratના અલથાણમાં નાણાકીય વિવાદે ગેરેજ સળગાવાયું, 500 રૂપિયાની લેતીદેતીમાં આગ ચાંપી
calendar_today January 17, 2026

Suratના અલથાણમાં નાણાકીય વિવાદે ગેરેજ સળગાવાયું, 500 રૂપિયાની લેતીદેતીમાં આગ ચાંપી

સુરતના અલથાણ વિસ્તારમાં નાણાકીય લેતીદેતીના મામલે ગેરેજ સળગાવવાની ઘટના સામે આવી છે. આગની જાણ થતાં તત્કાળ ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચ્યું હતું અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો.500 રૂપિયાની લેતીદેતીમાં ગેરેજ સળગાવ્યું  પ્રાથમિક માહિતી મુજબ બે ગેરેજ સંચાલકોએ માત્ર 500 રૂપિયાની લેતીદેતીના વિવાદમાંગેરેજમાં આગ ચાંપી દીધી હતી. આગ લાગતા અફરા તફરીનો માહોલઆ ઘટના ભીમરાડ સોમિબા પાર્ટીપ્લોટની ગલીમાં રઘુવીર સેફ્રનની સામે આવેલી પંચરની દુકાનમાં બની હતી. આગ લાગતાની સાથે જ વિસ્તારમાં અફરા તફરી મચી ગઈ હતી. આગ પર કાબૂ મેળવી લીધો ઘટનાની જાણ થતાં અલથાણ ફાયર બ્રિગેડ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને આગ પર કાબૂ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી. સમગ્ર મામલે અલથાણ પોલીસે તપાસ શરૂ કરી સમગ્ર મામલે અલથાણ પોલીસે તપાસ શરૂ કરી છે અને આગ લગાવવાના સાચા કારણો તથા જવાબદારો અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે જણાવ્યું છે કે દોષિતો સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. આ પણ વાંચો---  Kutch Earthquake : ગત રાત્રે આવેલા 4.1ની તીવ્રતાના ભૂકંપનું એપિસેન્ટર પાકિસ્તાનમાં નોંધાયું, વૈજ્ઞાનિકોએ શરુ કર્યું રિસર્ચ

Read Full Story arrow_forward
Harsh Sanghaviની ટકોર, વૃદ્ધાશ્રમમાં મૂકતા દીકરાઓ વિશે કહી આ વાત
calendar_today January 17, 2026

Harsh Sanghaviની ટકોર, વૃદ્ધાશ્રમમાં મૂકતા દીકરાઓ વિશે કહી આ વાત

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી રાજ્યના દીકરા તરીકે પોતાની ઓળખ આપતા હર્ષ સંઘવીએ આજના આધુનિક યુગમાં માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં ધકેલી દેતા સંતાનો વિરૂદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો છે. એક જાહેર કાર્યક્રમ દરમિયાન તેમણે સમાજના ટ્રસ્ટીઓ અને નાગરિકોને એક મજબૂત સામાજિક પરિવર્તન લાવવા માટે હાકલ કરી છે.'માતા-પિતાના ચપ્પલ ઘસાઈ જાય પણ દીકરાને શરમ આવે' હર્ષ સંઘવીએ ભાવુક સ્વરે જણાવ્યું હતું કે, જે માતા-પિતાએ પોતાના સંતાનોનું જીવન સફળ બનાવવા માટે આખી જિંદગી ચપ્પલ ઘસી નાખ્યા હોય, તે જ સંતાનોને આજે પોતાના માતા-પિતા સાથે રહેવામાં શરમ આવે છે. તેમણે ઉમેર્યું હતું કે, દીકરાઓ માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે તે અત્યંત નિંદનીય ઘટના છે. આવા લોકોના દાન પણ ન સ્વીકારો સમાજને ટકોર કરતા તેમણે કહ્યું કે, જે દીકરા-દીકરીઓ પોતાના માતા-પિતાને સાચવી શકતા નથી, તેમના એક પણ પૈસા સમાજ સેવા માટે લેવા જોઈએ નહીં. એટલું જ નહીં, આવા લોકોને જાહેર મંચ કે સ્ટેજ પર પણ સ્થાન ન આપવું જોઈએ. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ઘરના શુભ પ્રસંગોમાં પણ આવા સંતાનોને બોલાવવાનું ટાળવું જોઈએ, જેથી તેમને પોતાની ભૂલનો અહેસાસ થાય.https://x.com/sandeshnews/status/2012455663650443608 સંયુક્ત કુટુંબ બચાવવા સમાજ આગળ આવે સંયુક્ત કુટુંબની પ્રથાને બચાવવા માટે હર્ષ સંઘવીએ સમાજના ટ્રસ્ટીઓને ખાસ અપીલ કરી છે. તેમણે કહ્યું કે, જો સમાજ આવા કડક નિર્ણયો લેશે, તો જ આપણે વડીલોને સન્માન અપાવી શકીશું. આપણા સુરક્ષિત રાજ્યમાં વડીલોનું સ્થાન ઘરમાં હોવું જોઈએ, વૃદ્ધાશ્રમમાં નહીં. આવા મક્કમ નિર્ધાર સાથે તેમણે આજના યુવા વર્ગને માતૃ-પિતૃ ભક્તિનો પાઠ ભણાવ્યો હતો. આ પણ વાંચો - આટકોટ કેસમાં ફાંસી અંગે DyCMનું મોટું નિવેદન, 'આવા એક નહીં અનેક ચુકાદા લાવીશું'

Read Full Story arrow_forward