android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dwarka News : ભાણવડમાં વેરાડ ગેટ પાસે હિંસક અથડામણ, હોટલમાં જમવા ગયેલા યુવક પર બે શખ્સોનો હુમલો
calendar_today January 17, 2026

Dwarka News : ભાણવડમાં વેરાડ ગેટ પાસે હિંસક અથડામણ, હોટલમાં જમવા ગયેલા યુવક પર બે શખ્સોનો હુમલો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં વેરાડ ગેટ પાસે આવેલી એક હોટલમાં મારામારીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. રહીમ નામનો વ્યક્તિ જ્યારે હોટલમાં જમવા માટે ગયો હતો, ત્યારે ત્યાં હાજર અન્ય બે વ્યક્તિઓ સાથે કોઈ સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી. આ મામૂલી તકરાર જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને બંને શખ્સોએ રહીમ પર તૂટી પડ્યા હતા. હુમલાખોરોએ રહીમને માથા તેમજ શરીરના અન્ય ભાગોએ ઢોર માર માર્યો હતો, જેના કારણે તેને ગંભીર ઈજાઓ પહોંચી છે. સમગ્ર ઘટના CCTVમાં કેદ આ સમગ્ર મારામારીની ઘટના હોટલમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં હુમલાખોરો સ્પષ્ટપણે જોઈ શકાય છે. ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ જતાં હુમલાખોરો ત્યાંથી ભાગી છૂટ્યા હતા. ઈજાગ્રસ્ત રહીમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ભાણવડ પોલીસે આ મામલે CCTV ફૂટેજ કબજે કરી આરોપીઓની ઓળખ વિધિ હાથ ધરી છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. જાહેર સ્થળે થયેલી આ હિંસક ઘટનાને કારણે સ્થાનિક વેપારીઓ અને રહીશોમાં સુરક્ષા અંગે ચિંતા વ્યાપી છે.આ પણ વાંચો : Bhavnagar News : બગદાણામાં નવનીત બાલધીયા પર હુમલામાં કાર્યવાહી, SIT એ વધુ એક આરોપીની કરી ધરપકડ

Read Full Story arrow_forward
Botad: ગઢડામાં સામાન્ય બોલાચાલી લોહીયાળ બની, જૂથ અથડામણમાં ઈજાગ્રસ્ત યુવાનનું સારવાર દરમિયાન મોત
calendar_today January 17, 2026

Botad: ગઢડામાં સામાન્ય બોલાચાલી લોહીયાળ બની, જૂથ અથડામણમાં ઈજાગ્રસ્ત યુવાનનું સારવાર દરમિયાન મોત

બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં ઉત્તરાયણના પર્વ પર થયેલી સામાન્ય બાબતની તકરારે હવે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. શહેરના ખાટકીવાડ વિસ્તારમાં એક જ કોમના બે જૂથો વચ્ચે મોટરસાયકલ પાર્ક કરવા જેવી નજીવી બાબતે થયેલી મારામારીમાં ગંભીર રીતે ઘવાયેલા અહેમદભાઈ તરકવાડીયાનું આજે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે પોલીસે હવે ગુનામાં હત્યાની કલમનો ઉમેરો કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.ઉત્તરાયણના પર્વ પર તકરારગત 14 જાન્યુઆરી, એટલે કે મકરસંક્રાંતિના દિવસે ગઢડાના ખાટકીવાડ વિસ્તારમાં આ વિવાદ સર્જાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ, દુકાન પાસે બાઇક પાર્ક કરવા જેવી તદ્દન સામાન્ય બાબતે બે પક્ષો સામસામે આવી ગયા હતા. વાત એટલી હદે વણસી ગઈ હતી કે બંને જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ હિંસક મારામારી શરૂ થઈ હતી. આ અથડામણમાં અહેમદભાઈ તરકવાડીયાને ગંભીર ઈજાઓ પહોંચી હતી.હોસ્પિટલમાં દમ તોડ્યોઘટના બાદ ઈજાગ્રસ્ત અહેમદભાઈને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં પ્રથમ સ્થાનિક હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી તેઓ જીવન અને મરણ વચ્ચે જંગ લડી રહ્યા હતા, પરંતુ કમનસીબે આજે સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. યુવાનના મોતના સમાચાર વાયુવેગે પ્રસરતા ગઢડામાં શોક અને તંગદિલીનો માહોલ જોવા મળી રહ્યો છે.પોલીસ કાર્યવાહીઆ મામલે પોલીસે અગાઉ યુનુસ ઓસમાન તરકવાડીયા અને મહેબૂબ ઓસામણ તરકવાડીયા સામે મારામારી અને ઈજા પહોંચાડવાનો ગુનો નોંધ્યો હતો. જોકે, હવે ભોગ બનનારનું મોત થતા ગઢડા પોલીસે આ કેસમાં ભારતીય ન્યાય સંહિતાની હત્યાની કલમ (ધારા ૩૦૨) નો ઉમેરો કરવાની તજવીજ હાથ ધરી છે.આ પણ વાંચો: Junagadh News: પોલીસ સ્ટેશનમાં આરોપીનું કસ્ટોડિયલ ડેથ

Read Full Story arrow_forward
Ahmedabad News : 'ઝૂંપડું ત્યાં ઘર' યોજનાથી અમદાવાદ બનશે સ્લમ ફ્રી સિટી, વાંચો Inside Story
calendar_today January 17, 2026

Ahmedabad News : 'ઝૂંપડું ત્યાં ઘર' યોજનાથી અમદાવાદ બનશે સ્લમ ફ્રી સિટી, વાંચો Inside Story

આવાસોના લોકાર્પણ પ્રસંગે મંત્રી દર્શનાબહેન વાઘેલાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સરકાર દરેક નાગરિકનું પોતાના ઘરનું સ્વપ્ન સાકાર કરવા કટિબદ્ધ છે. ખાસ કરીને મહિલાઓ, દીકરીઓ અને બાળકોને સુવિધાજનક તેમજ સુરક્ષિત વાતાવરણ મળી રહે તે હેતુથી ગુણવત્તાયુક્ત આવાસનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ મકાનોમાં મેન્ટેનન્સના ખર્ચને ઘટાડવા માટે સોલર પેનલ લગાવવા પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. 5 લાખ રૂપિયાના રાહત દરે આધુનિક સુવિધાઓ ધરાવતા મકાનો સરકારે આપ્યા મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, સરકાર માત્ર 5 લાખ રૂપિયાના રાહત દરે આધુનિક સુવિધાઓ ધરાવતા મકાનો પૂરા પાડી રહી છે. સુરતની જેમ અમદાવાદને પણ ખૂબ જ ટૂંક સમયમાં 'ઝૂંપડપટ્ટી મુક્ત શહેર' બનાવવાનું લક્ષ્ય છે, જેના માટે 'ઝૂંપડું ત્યાં ઘર' જેવી યોજનાઓ પર ઝડપથી કાર્ય થઈ રહ્યું છે. તેમણે આવાસ મેળવનાર લાભાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા અને અન્ય જરૂરિયાતમંદોને પણ આગામી સમયમાં ઘર મળી રહેશે તેવી ખાતરી આપી હતી. 3400 ચોરસ મીટર વિસ્તારમાં EWS-II પ્રકારના 40 આવાસો તૈયાર કરવામાં આવ્યા 'ડેમોન્સ્ટ્રેશન હાઉસિંગ પ્રોજેક્ટ' હેઠળ 3400 ચોરસ મીટર વિસ્તારમાં EWS-II પ્રકારના 40 આવાસો તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં દરેક આવાસ એક બેડરૂમ, હોલ અને કિચન જેવી આધુનિક સુવિધાઓ ધરાવે છે. આ પ્રોજેક્ટમાં માત્ર રહેઠાણ જ નહીં, પરંતુ માળખાગત સુવિધાઓ જેવી કે સીસી રોડ, સોલર સ્ટ્રીટ લાઈટ, બાઉન્ડ્રી વોલ અને ગટર વ્યવસ્થાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. માત્ર 05 લાખ રૂપિયાના રાહત દરે પૂરા પાડવામાં આવતા આ મકાનો માટે 167 અરજીઓ મળી હતી, જેનો ડ્રો NIC ના સોફ્ટવેર દ્વારા સંપૂર્ણ પારદર્શી રીતે કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય બાબુસિંહ જાદવ, શાસક પક્ષના નેતા ગૌરાંગભાઈ પ્રજાપતિ, ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પણ વાંચો : Banaskantha News : અંબાજીના ત્રિશૂલિયા ઘાટ પર સ્થાપિત થનાર 600 કિલોનું દિવ્ય ત્રિશૂલ અંબાજી યાત્રાધામમાં એક નવું આધ્યાત્મિક સોપાન ઉમેરશે

Read Full Story arrow_forward