android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
BMC Election Results: મેયર માટે અઢી અઢી વર્ષની ફોર્મ્યૂલા ! મુંબઇમાં બીજેપી જ સૌથી મોટી પાર્ટી
calendar_today January 17, 2026

BMC Election Results: મેયર માટે અઢી અઢી વર્ષની ફોર્મ્યૂલા ! મુંબઇમાં બીજેપી જ સૌથી મોટી પાર્ટી

મહારાષ્ટ્ર નગર નિગમ ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. ભાજપે શાનદાર પ્રદર્શન કર્યું છે. બધાની નજર મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન પર હતી. મુંબઇમાં ઠાકરે પરિવારના લાંબા સમયથી ચાલતા શાસનનો અંત આવ્યો છે. હવે, ભાજપે પોતાના મેયરને પસંદ કરવાના પ્રયાસો તેજ કર્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શિંદે જૂથ અને ભાજપ અઢી વર્ષના ફોર્મ્યુલા પર સહમતિ સાધી શકે છે. જોકે, ભાજપ હજુ સુધી આ માટે સંમત થયું નથી.મેયર પદ માટે કોણ ? મુંબઈમાં 89 બેઠકો સાથે ભાજપ તેના મેયરની પસંદગી કરવા માટે તૈયાર છે.એવા અહેવાલો પણ છે કે શિંદે સેનાના ઘણા મંત્રીઓ અને નેતાઓ પણ મેયર પદ પર પોતાનો દાવો રજૂ કરવા માંગ કરી રહ્યા છે અને તેમના નેતા એકનાથ શિંદેને અઢી વર્ષના ફોર્મ્યુલા પર ભાજપ સાથે વાટાઘાટો કરવા વિનંતી કરી રહ્યા છે. કોઇ સત્તાવાર ચર્ચા નથી થઇ શિંદેના નેતાઓ ઇચ્છે છે કે ભાજપ પહેલા અઢી વર્ષ માટે મેયરપદ જાળવી રાખે અને શિવસેના બાકીના અઢી વર્ષ માટે મેયરપદ જાળવી રાખે. જોકે આ મુદ્દે હજુ સુધી ભાજપ સાથે કોઈ સત્તાવાર ચર્ચા થઈ નથી. પરિણામે, આગામી દિવસોમાં મુંબઈમાં રાજકીય તાપમાન વધી શકે છે. મેયર પદ માટે અઢી અઢી વર્ષની ફોર્મ્યુલા મેયર પદ માટે અઢી વર્ષના ફોર્મ્યુલા વિશે બોલતા, રાજુ વાઘમારેએ સ્પષ્ટતા કરી કે મહિલા મેયર અથવા અઢી વર્ષના ફોર્મ્યુલાનો કોઈપણ વિચાર સંપૂર્ણપણે બનાવટી છે. તેમણે કહ્યું કે બીએમસીના મેયર અંગેનો નિર્ણય મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સંયુક્ત રીતે લેશે. શિંદેએ કહ્યું કે શિવસેનાની પ્રાથમિકતા પદ નથી, પરંતુ મુંબઈના લોકોની સેવા છે. મેયરોની પસંદગી લોટરી સિસ્ટમ દ્વારા કરવામાં આવશે. મહારાષ્ટ્ર શહેરી વિકાસ મંત્રાલય બીએમસી અને અન્ય મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે અનામત માટે લોટરી યોજશે. આ લોટરી આવતા અઠવાડિયે યોજાશે. બીએમસી અને અન્ય મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ચૂંટાયેલા મેયરોની જાતિ લોટરી સિસ્ટમ દ્વારા નક્કી કરવામાં આવશે. ઉદાહરણ તરીકે, જો મુંબઈ મેયર પદ માટે સામાન્ય શ્રેણીની લોટરી કાઢવામાં આવે છે અને ઓપન કેટેગરીમાંથી કોઈ જીતે છે, તો ભાજપ ઓપન કેટેગરીમાંથી વિજેતા ઉમેદવારને મેયર તરીકે નિયુક્ત કરશે. બાકીની મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે મેયરોની પસંદગી પણ આવી જ રીતે કરવામાં આવશે.મુંબઈમાં ભાજપ સૌથી મોટો પક્ષમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે જંગી જીત નોંધાવી છે. ભાજપ-શિવસેના (શિંદે) ગઠબંધને ઉદ્ધવ ઠાકરે પાસેથી BMC છીનવી લીધી છે, જેનાથી તેમના ત્રણ દાયકાના વર્ચસ્વનો અંત આવ્યો છે. ભાજપ 89 બેઠકો જીતીને BMCમાં સૌથી મોટી પાર્ટી બની છે. મહારાષ્ટ્ર ચૂંટણીમાં હાર બાદ ઉદ્ધવ ઠાકરેના સાંસદ સંજય રાઉતે એકનાથ શિંદેને શિવસેનાના જયચંદ ગણાવ્યા છે.

Read Full Story arrow_forward
PM Modi In West Bengal: બંગાળમાંથી TMCની વિદાય જરૂરી, માલદામાં બોલ્યા પીએમ મોદી
calendar_today January 17, 2026

PM Modi In West Bengal: બંગાળમાંથી TMCની વિદાય જરૂરી, માલદામાં બોલ્યા પીએમ મોદી

પીએમ મોદીએ કોલકાતામાં વંદેભારત સ્લીપર ટ્રેનને લીલીઝંડી બતાવી. આ ઉપરાંત વિવિધ વિકાસના કાર્યોનું લોકાર્પણ કર્યું. ત્યારે આ પ્રસંગે પીએમ એ   સંબોધન કરતા કહ્યું કે હવે પશ્ચિમ બંગાળને કુશાસનમાંથી મુક્તિ અપાવવાની છે. ટીએમસીનું ધ્યાન જનતા પર નહીં પણ લૂંટ પર છે. તેઓને ગરીબોની ચિંતા નથી. તેઓ પોતાની તિજોરી ભરી રહ્યા છે. ટીએમસી સરકાર નિર્દયી છે. બંગાળમાં વિકાસની ગંગા વહેશે- પીએમ મોદી પીએમ મોદીએ વધુમાં કહ્યું કે કેન્દ્રની સરકાર જે પૈસા મોકલે છે તે ટીએમસી લૂંટી લે છે. ટીએમસીની સરકાર જ બંગાળનો વિકાસ રોકી રહી છે.  પણ હવે બીજેપીની સરકાર પશ્ચિમ બંગાળમાં બનશે. હવે બંગાળમાં વિકાસની ગંગા વહેશે. મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામો પર શું બોલ્યા પીએમ મોદી ? મહારાષ્ટ્રમાં કોર્પોરેશનની ચૂંટણીના પરિણામો અંગે પીએમ મોદીએ કહ્યું કે  મહારાષ્ટ્રમાં બીજેપીની ઐતિહાસિક જીત, બીએમસીમાં પહેલીવાર બીજેપીની જીત થઇ છે. ઝેન Z ને પણ વિકાસ મોડલ પસંદ આવી રહ્યું છે. ઝેન Z વિકાસ પર ભરોસો કરી રહી છે. 

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : પંજાબમાં અકસ્માતમાં 5 ગુજરાતીઓના મોત, તમામ મૃતકો વાવ-થરાદના દિયોદર તાલુકાના
calendar_today January 17, 2026

Gujarat Latest News Live : પંજાબમાં અકસ્માતમાં 5 ગુજરાતીઓના મોત, તમામ મૃતકો વાવ-થરાદના દિયોદર તાલુકાના

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 17 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward