android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat: સરકારી બાલવાટિકામાં ખૂલશે જાદુઇ પીટારો, બાળકો ગોખણિયુ નહીં પ્રવૃત્તિલક્ષી મેળવશે શિક્ષણ
calendar_today January 17, 2026

Gujarat: સરકારી બાલવાટિકામાં ખૂલશે જાદુઇ પીટારો, બાળકો ગોખણિયુ નહીં પ્રવૃત્તિલક્ષી મેળવશે શિક્ષણ

આજના ટેક્નોલોજીના યુગમાં બાળકો માત્ર પુસ્તકો આધારિત શિક્ષણ નહિ, પણ રમત-ગમત અને પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ લઈ શકે તે માટે કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગ અને રાજ્ય સરકાર દ્વારા એક નવતર પહેલ શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકા તેમજ ધોરણ 1 અને 2ના બાળકો માટે 74 હજારથી વધુ "જાદુઈ પીટારા" આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ જાદુઈ પીટારાનો રાજ્યના 12.35  લાખથી વધુ વિધાર્થીઓને સીધો લાભ મળશે.ગોખણિયા શિક્ષણને છોડવા નવતર પહેલ  દેશના બાળકો ગોખણિયું શિક્ષણ છોડી પ્રવૃત્તિલક્ષી શિક્ષણ મેળવે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા "જાદુઈ પીટારા"ની નવતર પહેલ શરૂ કરવામાં આવી છે. આ જાદુઈ પીટારા ગુજરાતની તમામ સરકારી પ્રાથમિક શાળાઓ, બાલવાટિકા તેમજ ધોરણ 1 અને 2ના વિદ્યાર્થીઓને આપનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બનશે તેમ, શિક્ષણ વિભાગની યાદીમાં જણાવાયું છે.લાંબા ગાળા સુધી યાદ રહે તે પ્રકારની કરાશે પ્રવૃત્તિ યાદીમાં વધુમાં જણાવાયું છે કે, આ જાદુઈ પીટારા થકી સરકારી શાળાના બાળકોને ગોખણિયું શિક્ષણ નહીં, પરંતુ ભાર વિનાનું ભણતર, લાંબા ગાળા સુધી યાદ રહે તે પ્રકારની પ્રવૃત્તિ આધારિત શિક્ષણ આપવાનો રાજ્ય સરકારનો એક સરાહનીય પ્રયાસ છે આ ઉપરાંત નેશનલ એજ્યુકેશન પોલિસી NEP-2020 અને નિપુણ ભારત મિશનના લક્ષ્યોને ધ્યાને લઇ NCERT, ભારત સરકાર દ્વારા નિર્મિત જાદુઈ પીટારા બાલવાટિકા તેમજ ધોરણ 1 અને 2ના વર્ગખંડોમાં આપવામાં આવી રહ્યા છે. અસરકારક વર્ગખંડ વ્યવહાર માટે વાતાવરણ પુરુ પડાશે આ જાદુઈ પીટારા નેશનલ એજ્યુકેશન પોલિસી 2020ને ધ્યાને લઇ ટોય બેઝ પેડાગોજી આધારિત પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન માટે વિશેષ નિર્માણ કરવામાં આવ્યું છે. આમાં રમત, કલા, સંગીત, નવાચાર, પ્રવૃત્તિ- પ્રોજેક્ટ, સહપાઠી શિક્ષણ, મહાવરો, મૂલ્યાંકન જેવા વિવિધ 30 જેટલી સામગ્રી સાથે તેના ઉપયોગ અંગેની માર્ગદર્શિકા પણ આપવામાં આવી છે. આ પોલિસી હેઠળ શિક્ષકોને પણ બાળકોના સર્વાંગી વિકાસ માટેના અસરકારક વર્ગખંડ વ્યવહાર માટેનું વાતાવરણ પૂરું પાડવા અર્થે વિવિધ સંસાધનો પ્રાપ્ત કરાવવામાં આવી રહ્યા છે.જાદુઇ પીટારામાં શું છે ? આ જાદુઈ પીટારામાં સંગીતના સાધનો, રમત-ગમતના સાધનો,પપેટ્સ, મણકા,શૈક્ષણિક રમકડાં, પઝલ, રસોડા સેટ જેવી અનેક સામગ્રીનો સમાવેશ કરવામાં આવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે શરૂ થયેલા શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી અને ગુણોત્સવ જેવા કાર્યક્રમો આજે દેશભરમાં પ્રેરક અનુકરણીય બની રહ્યા છે. ત્યારે પાયાના શિક્ષણ માટે ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તેમજ શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને શિક્ષણ રાજ્યમંત્રી શ્રી રિવાબા જાડેજાની આગેવાનીમા શિક્ષણની ગુણવત્તા અને બાળકોના સર્વાંગી વિકાસ માટેના પ્રયાસો આવકારવા દાયક બની રહ્યા છે.

Read Full Story arrow_forward
Ahmedabad News : અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં વર્ષ 2025માં 11.60 લાખથી વધુ દર્દીઓએ લીધી OPD સેવા
calendar_today January 17, 2026

Ahmedabad News : અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં વર્ષ 2025માં 11.60 લાખથી વધુ દર્દીઓએ લીધી OPD સેવા

રાજ્યની સરકારી આરોગ્ય સંસ્થાઓમાં સૌથી મોટી અને વિશ્વસનીય સંસ્થા તરીકે કાર્યરત સિવિલ હોસ્પિટલ, અમદાવાદની કાર્યક્ષમતા અને પ્રતિબદ્ધતાના આંકડા તેની સેવાની સાક્ષી પૂરી રહ્યા છે. સિવિલ સુપ્રીટેન્ડેન્ટ ડૉ.રાકેશ જોષીએ વર્ષ 2025 દરમિયાન સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓને મળેલી વિવિધ સારવાર સુવિધાઓના આંકડા આપતા જણાવ્યું હતું કે, વર્ષ 2025માં કુલ 11,63,740 દર્દીઓએ ઓપીડી (OPD) સેવાઓનો લાભ લીધો છે, જ્યારે 1,04,840 દર્દીઓએ ઇન્ડોર (IPD) દર્દી તરીકે દાખલ થઈને સારવાર મેળવી છે. સ્ટાફની રાત-દિવસની મહેનત અને લોકોના અતૂટ વિશ્વાસનું પરિણામ છે સિવિલ હોસ્પિટલ આ સિદ્ધિ અંગે ગૌરવ વ્યક્ત કરતા સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ વધુમાં જણાવ્યું હતું કે, "સિવિલ હોસ્પિટલ માત્ર આંકડાઓથી નહીં, પણ લાખો દર્દીઓના સ્મિત અને સંતોષથી ઓળખાય છે. અમારો ઉદ્દેશ્ય છે કે છેવાડાના માનવીને પણ અદ્યતન ટેકનોલોજી અને માનવતાભર્યા અભિગમ સાથે શ્રેષ્ઠ સારવાર મળે. વર્ષ 2025ના આ આંકડા અમારા તબીબો અને સ્ટાફની રાત-દિવસની મહેનત અને લોકોના અતૂટ વિશ્વાસનું પરિણામ છે." નિદાન અને શસ્ત્રક્રિયામાં સિવિલનો સર્વોચ્ચ દેખાવ - ગત વર્ષે રેકોર્ડબ્રેક 34,10,526 લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવ્યા છે, જે નિદાન ક્ષેત્રે હોસ્પિટલની સજ્જતા દર્શાવે છે. - રેડિયોલોજી વિભાગ દ્વારા 3,98,710 એક્સ-રે, 24,292 સીટી સ્કેન અને 11,910 એમઆરઆઈ તપાસ કરવામાં આવી છે. - સારવારની સફળતાની વાત કરીએ તો, વર્ષ દરમિયાન 54,868 સફળ ઓપરેશનો દ્વારા અનેક દર્દીઓને નવી જિંદગી મળી છે, જ્યારે 7,800 થી વધુ ડિલિવરી સુરક્ષિત રીતે કરવામાં આવી છે. વિભાગવાર સારવારના આંકડા (વર્ષ 2025) વર્ષ 2025 દરમિયાન સિવિલ હોસ્પિટલના વિવિધ વિભાગોમાં લાખો દર્દીઓએ સારવાર મેળવી છે, જેની વિગતવાર માહિતી નીચે મુજબ છે: મેડીસીન વિભાગ: હોસ્પિટલના સૌથી વ્યસ્ત ગણાતા આ વિભાગમાં 1,52,454 દર્દીઓએ ઓપીડી સેવા લીધી હતી અને 28,865 દર્દીઓને દાખલ કરીને સારવાર આપવામાં આવી હતી. ઓર્થોપેડીક વિભાગ: હાડકાના રોગોની સારવાર માટે 1,09,837 દર્દીઓ ઓપીડીમાં આવ્યા હતા, જ્યારે 8,656 દર્દીઓને ઇન્ડોર પેશન્ટ તરીકે દાખલ કરવામાં આવ્યા હતા. ડર્મેટોલોજી (સ્કીન) વિભાગ: ચામડીના રોગોની સારવાર માટે વર્ષ દરમિયાન કુલ 1,08,667 દર્દીઓએ ઓપીડી સેવાનો લાભ લીધો હતો. પીડીયાટ્રીક વિભાગ: બાળકોના આરોગ્ય માટે આ વિભાગમાં 84,772 ઓપીડી અને 18,328 જેટલા બાળકોને દાખલ કરી સારવાર અપાઈ હતી. સ્ત્રીરોગ અને પ્રસુતા વિભાગ: આ વિભાગમાં 82,231 દર્દીઓએ ઓપીડીમાં નિદાન કરાવ્યું હતું અને 14,120 મહિલા દર્દીઓને ઇન્ડોર સુવિધા હેઠળ સારવાર મળી હતી. સર્જરી વિભાગ: શસ્ત્રક્રિયા માટે 55,707 દર્દીઓએ ઓપીડીનો સંપર્ક કર્યો હતો અને 18,329 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા. સુપર સ્પેશિયાલિટી વિભાગોની કામગીરી - પીડીયાટ્રીક સર્જરી, પ્લાસ્ટિક સર્જરી, યુરોલોજી, ન્યુરોસર્જરી તેમજ ન્યુરો મેડિસિન જેવા વિશિષ્ટ વિભાગોમાં પણ સેવાનું ઉમદા કાર્ય થયું છે. - આ વર્ષ દરમિયાન આ તમામ સુપર સ્પેશિયાલિટી વિભાગોમાં કુલ 1,58,847 દર્દીઓએ ઓપીડીમાં બતાવ્યું હતું અને 10,858 ગંભીર દર્દીઓને દાખલ કરીને વિશેષ સારવાર પૂરી પાડવામાં આવી હતી. અદ્યતન સુવિધાઓ, અનુભવી તબીબો અને સમર્પિત પેરામેડિકલ સ્ટાફ સાથે ટેકનોલોજીનો સમન્વય કરી સિવિલ હોસ્પિટલ આજે 'સેવા પરમો ધર્મ'ના સૂત્રને ખરા અર્થમાં સાકાર કરી રહી છે. સારવારના આ આંકડા સિવિલ હોસ્પિટલની વિશાળ ક્ષમતા અને દર્દીઓ પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતાનું સ્પષ્ટ પ્રતિબિંબ પાડે છે. આ પણ વાંચો : Railway News : 18 જાન્યુઆરીએ અમદાવાદ સ્ટેશન પર ટ્રાફિક બ્લોકના કારણે કેટલીક ટ્રેનો રદ રહેશે

Read Full Story arrow_forward
Bhavnagar : બગદાણાના નવનીત બાલધીયા હુમલા કેસમાં તપાસ, SITની ટીમ દ્વારા મહિલા PI ડી.વી.ડાંગરની પૂછપરછ
calendar_today January 17, 2026

Bhavnagar : બગદાણાના નવનીત બાલધીયા હુમલા કેસમાં તપાસ, SITની ટીમ દ્વારા મહિલા PI ડી.વી.ડાંગરની પૂછપરછ

ભાવનગર જિલ્લામાં બગદાણાના પૂર્વ સરપંચ નવનીત બાલધિયા ઉપર થયેલ હુમલાની ઘટનાને લઈને તપાસમાં હવે નવો વળાંક આવ્યો છે. આ કેસમાં રચાયેલ SIT ટીમ દ્વારા બે પોલીસ ઇન્સ્પેક્ટરોને રેન્જ IG કચેરી ખાતે હાજર થવા સમન્સ પાઠવવામાં આવ્યા હતા.તત્કાલીન મહિલા PI ડી.વી. ડાંગર રેન્જ IG ગૌતમ પરમારની કચેરી ખાતે હાજર થયા આ અનુસંધાને બગદાણા પોલીસ મથકના તત્કાલીન મહિલા PI ડી.વી. ડાંગર રેન્જ IG ગૌતમ પરમારની કચેરી ખાતે હાજર થયા હતા. અજાણ્યા આઠ ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો ઉલ્લેખનીય છે કે હુમલાની ઘટના સમયે મહિલા PI ડી.વી. ડાંગર દ્વારા અજાણ્યા આઠ ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. મહિલા PI ની બદલી કરાઇ હતી પરંતુ આ પ્રકરણમાં મહિલા PI ઉપર ગંભીર આરોપો લાગતા તાત્કાલિક અસરથી તેમની પાસેથી તપાસ હટાવી લેવામાં આવી હતી અને તેમને લિવ રિઝર્વમાં બદલી કરવામાં આવ્યા હતા. IG સમક્ષ ડી.વી. ડાંગર શું નિવેદન આપે છે તેની પર સૌની નજર હવે આ મામલે મહત્વનું એ છે કે IG સમક્ષ ડી.વી. ડાંગર શું નિવેદન આપે છે અને તેના આધારે રેન્જ IG દ્વારા તેમના વિરુદ્ધ કઈ કાર્યવાહી કરવામાં આવે છે, તે પર સૌની નજર મંડાઈ છે. SIT દ્વારા તપાસ આગળ વધી રહી છે.આ પણ વાંચો-----   Death Penalty : રેરેસ્ટ ઓફ ધ રેર કેસમાં ફાંસીની સજા સંભળાવવામાં ગુજરાત દેશમાં અગ્રણી હોવાના સરકારના આંકડા

Read Full Story arrow_forward