android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar News : મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ ગાંધીનગરના ખોરજમાં 35 હજાર કરોડના રોકાણ સાથે વર્ષે કુલ 10 લાખ કારના ઉત્પાદનનો નવો પ્લાન્ટ વિકસાવશે
calendar_today January 17, 2026

Gandhinagar News : મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ ગાંધીનગરના ખોરજમાં 35 હજાર કરોડના રોકાણ સાથે વર્ષે કુલ 10 લાખ કારના ઉત્પાદનનો નવો પ્લાન્ટ વિકસાવશે

મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ ખોરજમાં જી.આઇ.ડી.સી. દ્વારા ઉપલબ્ધ કરાયેલી 1750 એકર જમીન પર 35 હજાર કરોડ રૂપિયાના રોકાણ સાથે વ્હીકલ મેન્યુફેક્ચરિંગના નવા પ્લાન્ટની સ્થાપના કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મારુતિ સુઝુકીના મેનેજિંગ ડિરેક્ટર હિતાશી તાકેઉચીની ઉપસ્થિતિમાં આ પ્લાન્ટના રોકાણ માટેના ઇન્વેસ્ટમેન્ટ લેટર હેન્ડ ઓવર સેરીમની ગાંધીનગરમાં યોજાઈ હતી. આ નવા પ્લાન્ટથી સંભવિત 12 હજારથી વધુ લોકોને રોજગાર અવસર મળશે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ મારુતિ સુઝુકીના હોલ ટાઈમ ડિરેક્ટર અને એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર સુનિલ કક્કર પણ આ અવસરે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મારુતિના આ નવા પ્લાન્ટથી સંભવિત 12 હજારથી વધુ લોકોને રોજગાર અવસર મળશે. એટલું જ નહીં, આ પ્લાન્ટના પરિણામે આસપાસના વિસ્તારોમાં એન્સીલીયરી યુનિટ્સ અને એમ.એસ.એમ.ઈ એકમો પણ સ્થપાશે એનાથી અંદાજે 7.50 લાખથી વધુ પરોક્ષ રોજગારી મળતી થશે અને એક સમગ્ર ક્લસ્ટરનું નિર્માણ થવાથી ઓટો હબ તરીકેની ગુજરાતની ઓળખને વધુ બળ મળશે. ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરિંગ કોરિડોરને વધુ સુદ્રઢ કરવાનું મહત્વનું પગલું આ પ્રોજેક્ટ અન્વયે દર વર્ષે 2.5 લાખ કારની ઉત્પાદન ક્ષમતા ધરાવતા 4 પ્લાન્ટ મળીને કુલ 10 લાખ કાર પ્રતિ વર્ષની ઉત્પાદન ક્ષમતાનો પ્લાન્ટ વિકસાવવામાં આવશે. પહેલા પ્લાન્ટનું ઉત્પાદન 2029ના ફાઇનાન્સિયલ ઈયરથી શરૂ કરવાનું મારુતિ સુઝુકી ઈન્ડીયા લિમિટેડનું આયોજન છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મારુતિ સુઝુકી ઈન્ડીયા લિમિટેડના પ્રોજેક્ટ રોકાણને આવકારતા કહ્યું કે, આ માત્ર એક નવી ઓટોમોબાઇલ ઉત્પાદન સુવિધા જ નથી પરંતુ દેશના સૌથી મોટા અને સૌથી સ્પર્ધાત્મક ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરિંગ કોરિડોરને વધુ સુદ્રઢ કરવાનું મહત્વનું પગલું પણ છે.સસ્ટેનેબલ પોલીસીઝ મેકિંગથી ગુજરાત પોલીસી ડ્રીવન સ્ટેટ બન્યું મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારત-ગુજરાત-જાપાન સંબંધો હંમેશા ઉત્સાહપૂર્ણ રહ્યા છે તેનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. તેમણે પોતાની જાપાન મુલાકાત દરમિયાન સુઝુકીના CEOએ ગુજરાતને સેકન્ડ હોમ તરીકે ઓળખાવ્યું તે ભરોસો જાળવી રાખવા સરકાર સતત પ્રયત્નશીલ રહેશે તેવો વિશ્વાસ આપ્યો હતો તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની લીડરશીપમાં સસ્ટેનેબલ પોલીસીઝ મેકિંગથી ગુજરાત પોલીસી ડ્રીવન સ્ટેટ બન્યું છે. આ ઉપરાંત રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉદ્યોગોની જરૂરિયાત મુજબના વિકાસ અભિગમની પ્રતિષ્ઠા પણ ગુજરાતે મેળવેલી છે. ગુજરાત મોબિલીટી ટ્રાન્સફોર્મેશનમાં લીડર બની રહ્યું છે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરૂ થયેલી વાઇબ્રન્ટ સમિટમાં શરૂઆતથી જાપાન પાર્ટનર કન્ટ્રી અને વિકાસનું ભાગીદાર રહ્યું છે. હર્ષ સંઘવીએ કહ્યું કે, મારુતિ સુઝુકી મોટર્સ જ્યારે પ્રથમવાર ગુજરાતમાં રોકાણ માટે આવ્યું, ત્યારે મદદ માટેની જે તત્પરતા અને સહયોગ રાજ્ય સરકારે દાખવ્યો હતો તેવો જ સહયોગ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં સતત મળતો રહેશે. મારુતિ સુઝુકી મોટર્સના એમડી હિતાશી તાકેઊચીએ ગુજરાત સરકાર દ્વારા મારુતિ સુઝુકીને મળી રહેલા સહયોગની પ્રશંસા કરતા જણાવ્યું કે, ગુજરાત મોબિલીટી ટ્રાન્સફોર્મેશનમાં લીડર બની રહ્યું છે તેનો લાભ પણ મારુતિ સુઝુકીને મળ્યો છે.હાંસલપુરમાં મારુતિનો ગુજરાત ખાતેનો પ્રથમ પ્લાન્ટ કાર્યરત છે ગુજરાત સરકાર સાથેની મજબૂત સહભાગીતાથી ગુજરાતમાં મારુતિના ઉત્પાદન એકમો દ્વારા મેઈક ઈન ઈન્ડીયા ઈનિસ્યેટીવમાં પણ મારુતિ સુઝુકી સક્રિય યોગદાન આપવા તત્પર છે તેમ તેમણે જણાવ્યુ હતુ. અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, આ નવી વ્હીકલ ફેસિલિટીના નિર્માણ માટે ગુજરાત સરકાર અને મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ વચ્ચે 2024ની વાઇબ્રન્ટ સમિટમાં એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2012માં સુઝુકી મોટર્સને ગુજરાતમાં રોકાણ માટે નિમંત્રણ પાઠવ્યું હતું. તેના પ્રતિસાદ રૂપે હાંસલપુરમાં મારુતિનો ગુજરાત ખાતેનો પ્રથમ પ્લાન્ટ કાર્યરત છે.ગુજરાતમાં નવા રોજગારીના દ્વાર આ પ્લાન્ટમાં હાલ પ્રતિવર્ષ 7.50 લાખ કાર ઉત્પાદન થાય છે અને 2026-27ના ફાઇનાન્સિયલ ઈયર સુધીમાં 2.50 લાખ કારનો વધારો કરીને દર વર્ષે 10 લાખ યુનીટ ઉત્પાદનની યોજના રાખવામાં આવી છે. આ અવસરે મુખ્ય સચિવ મનોજકુમાર દાસ, ઉદ્યોગના અધિક મુખ્ય સચિવ મમતા વર્મા, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, ઉદ્યોગ કમિશનર પી. સ્વરૂપ, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે તેમજ જી.આઇ.ડી.સી.ના એમ.ડી. પ્રવીણા ડી.કે અને મારુતિ સુઝુકી મોટર્સના સી.એફ.ઓ. અર્નબ રોય, સિનિયર એક્ઝિક્યુટિવ ઓફિસર મંજરી ચૌધરી તથા એક્ઝિક્યુટિવ ઓફિસર પરીક્ષિત મૈની, જીગર દેસાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ પણ વાંચો : Gujarat Metro Rail : મેટ્રોની દૈનિક મુસાફરીમાં 3 વર્ષમાં ચાર ગણી વૃદ્ધિ થઈ, રોજના મુસાફરોની સંખ્યા 35 હજારથી દોઢ લાખ સુધી પહોંચી

Read Full Story arrow_forward
રાષ્ટ્રપતિ ભવન ખાતેના ‘એટ હોમ’ કાર્યક્રમના આમંત્રણની કિટ NID અમદાવાદ દ્વારા તૈયાર કરાઈ
calendar_today January 17, 2026

રાષ્ટ્રપતિ ભવન ખાતેના ‘એટ હોમ’ કાર્યક્રમના આમંત્રણની કિટ NID અમદાવાદ દ્વારા તૈયાર કરાઈ

દેશના ૭૭મા ગણતંત્ર દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત ‘એટ હોમ’ સમારોહની આમંત્રણ કિટની ડિઝાઇન નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન (NID), અમદાવાદ દ્વારા તૈયાર કરવામાં આવી છે. ઉત્તર-પૂર્વી ભારતનાં ‘અષ્ટલક્ષ્મી’ રાજ્યોની ભવ્ય હસ્તકળા અને સંસ્કૃતિના સમન્વયથી તૈયાર કરવામાં આવેલી આ કિટ સ્વદેશી અને આત્મનિર્ભરતાને પ્રતિબિંબિત કરે છે.

Read Full Story arrow_forward
Bhavnagarના જેસરમાં નશેડીઓને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું, નશાની હાલતમાં 2 શખ્સે મચાવ્યો હતો આતંક
calendar_today January 17, 2026

Bhavnagarના જેસરમાં નશેડીઓને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું, નશાની હાલતમાં 2 શખ્સે મચાવ્યો હતો આતંક

ભાવનગર જિલ્લાના જેસરના જૈન સંઘમાં બે શખ્સે નશાની હાલતમાં ઘૂસીને યાત્રિકો અને સિક્યુરિટી ગાર્ડ સાથે બબાલ મચાવી હતી. જૈન સંઘ દ્વારા ઘટનાની જાણ કરાતા જેસર પોલીસ તરત સ્થળ પર પહોંચી અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.પોલીસે સ્થળ પર પહોંચીને બંને નશેડીને ઝડપી લીધા નશાની હાલતમાં બે શખ્સે જૈન સંઘમાં ઘૂસી આવી જૈન યાત્રિકો અને સિક્યુરિટી ગાર્ડ સાથે બબાલ કરી હતી. પોલીસે સ્થળ પર પહોંચીને બંને નશેડીને ઝડપી લીધા હતા. પોલીસે બંને શખ્સોને ઉઠક-બેઠક કરાવી પોલીસે બંને શખ્સોને ઉઠક-બેઠક કરાવી કાયદાનું ભાન કરાવ્યું. પોલીસની ઝડપભરી કામગીરીના કારણે સ્થાનિકો ખુશી વ્યક્ત કરી રહ્યા છે. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો જેસર પોલીસે બંને અસામાજીક તત્વોને કાયદાનું ભાન કરાવતા લોકોએ ખુશી વ્યક્ત કરી હતી. પોલીસે આ શખ્સોને કાયદાનું ભાન કરાવીને કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તેવું ભાન કરાવ્યું હતું. આ પણ વાંચો----   Death Penalty : રેરેસ્ટ ઓફ ધ રેર કેસમાં ફાંસીની સજા સંભળાવવામાં ગુજરાત દેશમાં અગ્રણી હોવાના સરકારના આંકડા

Read Full Story arrow_forward