android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ હિમાચલ પ્રદેશના પ્રતિનિધિ મંડળ સાથે અમદાવાદ ફ્લાવર શો અને અટલબ્રિજની મુલાકાત લીધી
calendar_today January 17, 2026

Ahmedabad News : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ હિમાચલ પ્રદેશના પ્રતિનિધિ મંડળ સાથે અમદાવાદ ફ્લાવર શો અને અટલબ્રિજની મુલાકાત લીધી

‘ભારત એક ગાથા’ થીમ પર આધારિત ૧૪મા ઇન્ટરનેશનલ ફ્લાવર શૉની મુલાકાત દરમિયાન રાજ્યપાલ અને પ્રતિનિધિ મંડળના સભ્યોએ ફૂલોથી કંડારેલી મનમોહક કૃતિઓ નિહાળી હતી. ભારતના ઉત્સવો, નૃત્ય શૈલીઓ, બાળકોનું ભારત, શાશ્વત ભારત અને ભારતની વૈશ્વિક સિદ્ધિઓને પ્રદર્શિત કરતા સ્કલ્પચર્સ જોઈને સૌ મહાનુભાવોએ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. ભારતના ઇતિહાસ અને સંસ્કૃતિને રજૂ કરતી આ કૃતિઓએ મહેમાનોને મંત્રમુગ્ધ કર્યા હતા ખાસ કરીને, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન પામેલા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના ફૂલ ચિત્ર (Floral Portrait), ‘સ્ત્રી સશક્તીકરણ’ થીમ પર આધારિત સ્કલ્પચર અને યુનેસ્કો દ્વારા જાહેર કરવામાં આવેલી અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર ‘દિવાળી’ પર તૈયાર કરાયેલી વિશેષ કૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી. ફૂલ, કળા અને કલ્પનાના સંગમથી ભારતના ઇતિહાસ અને સંસ્કૃતિને રજૂ કરતી આ કૃતિઓએ મહેમાનોને મંત્રમુગ્ધ કર્યા હતા. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનના વરિષ્ઠ પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા આ મુલાકાત દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાનીએ રાજ્યપાલ અને પ્રતિનિધિ મંડળને ફ્લાવર શોના આયોજન, તેની પૂર્વતૈયારીઓ અને વિવિધ કલાત્મક કૃતિઓની તકનીકી વિગતોથી માહિતગાર કર્યા હતા. ફ્લાવર શો બાદ પ્રતિનિધિ મંડળે આઇકોનિક અટલ બ્રિજની મુલાકાત લીધી હતી અને તેના અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે લેડી ગવર્નર દર્શના દેવીજી, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અજિતેશ ઔરંગાબાદકર અને જયેશ ઉપાધ્યાય સહિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનના વરિષ્ઠ પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પણ વાંચો : Gandhinagar News : મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ ગાંધીનગરના ખોરજમાં 35 હજાર કરોડના રોકાણ સાથે વર્ષે કુલ 10 લાખ કારના ઉત્પાદનનો નવો પ્લાન્ટ વિકસાવશે

Read Full Story arrow_forward
આટકોટ કેસમાં ફાંસી અંગે DyCMનું મોટું નિવેદન, 'આવા એક નહીં અનેક ચુકાદા લાવીશું'
calendar_today January 17, 2026

આટકોટ કેસમાં ફાંસી અંગે DyCMનું મોટું નિવેદન, 'આવા એક નહીં અનેક ચુકાદા લાવીશું'

ગુજરાતમાં મહિલા સુરક્ષા અને દીકરીઓની રક્ષા માટે રાજ્ય સરકાર કેટલી મક્કમ છે, તેનો જીવંત પુરાવો આટકોટમાં બાળકી પર થયેલા દુષ્કર્મના કેસમાં જોવા મળ્યો છે. આ કેસમાં આરોપીને માત્ર 40 દિવસની અંદર જ ફાંસીની સજા ફટકારવામાં આવી છે, જેને પગલે DyCM હર્ષ સંઘવીએ રાજ્યની સુરક્ષા વ્યવસ્થા અને ન્યાય પ્રક્રિયા પર ગર્વ વ્યક્ત કર્યો છે.'દીકરીઓને હાથ લગાવશો તો જીવનનો અંત નિશ્ચિત' આટકોટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં DyCM હર્ષ સંઘવીએ કડક શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં દીકરીઓ કે બહેનો પર હુમલો એટલે હુમલાખોરના જીવનનો અંત. તેમણે વધુમાં ઉમેર્યું કે, 100 દિવસની અંદર ન્યાય અપાવતું ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય બન્યું છે. આ ચુકાદો એ નરાધમો માટે એક લપડાક છે જેઓ કાયદાના ડર વગર ગુના આચરે છે. 'શોક પૂરો થાય એ પહેલા મળ્યો ન્યાય' મહત્વનું છે કે આ ઘટના બાદ અનેક માતાઓએ સરકાર પાસે ન્યાયની ગુહાર લગાવી હતી. DyCM હર્ષ સંઘવીએ કહ્યું કે, માતાઓનો શોક પૂરો થાય તે પહેલા અમે ન્યાય અપાવ્યો છે. માત્ર 40 દિવસમાં ફાંસીની સજા એ બાબત સાબિત કરે છે કે, આપણું રાજ્ય અન્ય રાજ્યોની સરખામણીમાં સૌથી વધુ સુરક્ષિત છે. 'ભવિષ્યમાં પણ આવા અનેક કડક ચુકાદા આવશે' રાજ્યમાં એક પણ આવી ઘટના બને તે અસ્વીકાર્ય છે, તેમ જણાવતા DyCM હર્ષ સંઘવીએ ખાતરી આપી હતી કે, ભવિષ્યમાં પણ આવી કોઈપણ અનિચ્છનીય ઘટના સામે સરકાર મજબૂતાઈથી લડશે અને આવા અનેક ઐતિહાસિક ચુકાદાઓ લાવશે. આ ચુકાદાથી રાજ્યની દરેક મહિલામાં ગર્વ અને સંતોષની લાગણી જોવા મળી રહી છે. આ પણ વાંચો - Death Penalty in Gujarat: ગુજરાતમાં ફાંસીની સજા: કડક ચુકાદા અને કાનૂની વાસ્તવિકતા

Read Full Story arrow_forward
Vadodara માં ‘ભૂવા’ રાજ, અટલાદરા ચેકપોસ્ટ પાસે રોડ બેસી જતાં કાર ખાડામાં ગરકાવ!
calendar_today January 17, 2026

Vadodara માં ‘ભૂવા’ રાજ, અટલાદરા ચેકપોસ્ટ પાસે રોડ બેસી જતાં કાર ખાડામાં ગરકાવ!

વડોદરાના અટલાદરા ચેકપોસ્ટ પાસે આજે વહેલી સવારે રોડ પર અચાનક મોટો ભૂવો પડતા સનસનાટી મચી ગઈ હતી. આ ઘટના ત્યારે બની જ્યારે એક કાર ચાલક ત્યાંથી પસાર થઈ રહ્યો હતો અને તેની કાર અચાનક રોડ બેસી જવાને કારણે ભૂવામાં ફસાઈ ગઈ હતી. રસ્તા વચ્ચે અચાનક પડેલા આ વિશાળ ભૂવાને કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. સદનસીબે, આ અકસ્માતમાં કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો, પરંતુ વાહનને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે.કાર ચાલકનો આબાદ બચાવ ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ક્રેન તેમજ સ્થાનિકોની ભારે જહેમત બાદ કારને ભૂવામાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી હતી. તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે તાત્કાલિક ભૂવાની આસપાસ બેરિકેડિંગ લગાવી દેવામાં આવ્યા છે જેથી અન્ય કોઈ વાહનચાલક દુર્ઘટનાનો ભોગ ન બને. સ્થાનીકોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે વ્યસ્ત રસ્તા પર આ રીતે ભૂવા પડવા તે ગંભીર બેદરકારી સૂચવે છે. આ પણ વાંચો : Ahmedabad માં ફિઝિયોથેરાપીના નામે અનોખી ઠગાઈ, શરીરમાંથી 'કાળું લોહી' કાઢવાના બહાને 4 લાખ પડાવ્યા

Read Full Story arrow_forward