android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bharuch : ઝઘડિયામાં ડમ્પર નીચે કચડાતા રાહદારીનું મોત, ક્રેનની મદદથી ટ્રક ઉંચકી મૃતદેહ બહાર કઢાયો
calendar_today January 17, 2026

Bharuch : ઝઘડિયામાં ડમ્પર નીચે કચડાતા રાહદારીનું મોત, ક્રેનની મદદથી ટ્રક ઉંચકી મૃતદેહ બહાર કઢાયો

ભરુચના ઝઘડિયા તાલુકાના રાજપારડી ચાર રસ્તા નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રક નીચે કચડાતા એક યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.ટ્રકના પાછળના ટાયર નીચે યુવક કચડાયો પ્રાપ્ત વિગતો મુજબ રાજપારડીથી નેત્રંગ રોડ ઉપર જઈ રહેલી હાઇવા ટ્રકના પાછળના ટાયર નીચે સારસા ગામના રમેશ વસાવા આવી જતા તેઓ કચડાઈ ગયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે યુવાનનું સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત થયું હતું. ક્રેનની મદદથી ટ્રક ઉંચકી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો અકસ્માત બાદ ટ્રક ચાલક વાહન લઈને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં રાજપારડી પોલીસ સ્થળ પર પહોંચી હતી. ક્રેનની મદદથી ટ્રક ઉંચકી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. ટ્રક ચાલક વિરુદ્ધ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને ટ્રક ચાલક વિરુદ્ધ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પોલીસે ફરાર ચાલકની શોધખોળ શરૂ કરી છે અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.આ પણ વાંચો----    Death Penalty : રેરેસ્ટ ઓફ ધ રેર કેસમાં ફાંસીની સજા સંભળાવવામાં ગુજરાત દેશમાં અગ્રણી હોવાના સરકારના આંકડા

Read Full Story arrow_forward
Railway News : 18 જાન્યુઆરીએ અમદાવાદ સ્ટેશન પર ટ્રાફિક બ્લોકના કારણે કેટલીક ટ્રેનો રદ રહેશે
calendar_today January 17, 2026

Railway News : 18 જાન્યુઆરીએ અમદાવાદ સ્ટેશન પર ટ્રાફિક બ્લોકના કારણે કેટલીક ટ્રેનો રદ રહેશે

પશ્ચિમ રેલવેના અમદાવાદ સ્ટેશન પર પુનર્વિકાસનું કાર્ય ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. પુનર્વિકાસ કાર્યના અંતર્ગત અમદાવાદ સ્ટેશન પર રેલવે લાઇન સંખ્યા 06, 07, 08, 09 અને 10 ઉપર નવા દક્ષિણ ફૂટ ઓવર બ્રિજ (FOB)ના સ્પાન-03 માટે કમ્પોઝિટ સ્ટીલ ગર્ડરોનું લોન્ચિંગ કાર્ય એઆરટી ક્રેન તથા હાઈડ્રા ની મદદથી કરવામાં આવશે. યાત્રીઓને વિનંતી છે કે ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને પોતાની મુસાફરી આયોજન કરે. ટ્રેનો અંગેની વિગતવાર માહિતી માટે યાત્રીઓ કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને મુલાકાત લઈ શકે છે. 18 જાન્યુઆરીના રોજ શોર્ટ ટર્મિનેટ થનારી ટ્રેનો 01-ગાડી સંખ્યા 19033 વલસાડ–અમદાવાદ ગુજરાત ક્વીન એક્સપ્રેસ વટવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે તથા વટવા અને અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. 02-ગાડી સંખ્યા 22953 મુંબઈ સેન્ટ્રલ–અમદાવાદ ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ વટવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે તથા વટવા અને અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. 18 જાન્યુઆરીના રોજ સંપૂર્ણ રીતે રદ થનારી ટ્રેનો 01-ગાડી સંખ્યા 20959/20960 વલસાડ–વડનગર–વલસાડ ઇન્ટરસિટી સુપરફાસ્ટ એક્સપ્રેસ સંપૂર્ણ રીતે રદ રહેશે. 02-ગાડી સંખ્યા 19036/19035 મણિનગર–વડોદરા–વટવા ઇન્ટરસિટી એક્સપ્રેસ સંપૂર્ણ રીતે રદ રહેશે. 03-ગાડી સંખ્યા 69101/69102 વડોદરા–વટવા–વડોદરા મેમુ સંપૂર્ણ રીતે રદ રહેશે. 04-ગાડી સંખ્યા 69115/69130 વડોદરા–વટવા–આણંદ મેમુ સંપૂર્ણ રીતે રદ રહેશે. 06-ગાડી સંખ્યા 59549/59550 વડોદરા–વટવા–વડોદરા સંકલ્પ ફાસ્ટ પેસેન્જર સંપૂર્ણ રીતે રદ રહેશે. 18 થી 26 જાન્યુઆરી સુધી રેલવે ક્રોસિંગ નં. 29 (ખોડા રેલવે ફાટક) બંધ રહેશે પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળના સાણંદ–છારોડી સ્ટેશનો વચ્ચે આવેલ રેલવે ક્રોસિંગ નં. 29 કિમી 533/2-4 (ખોડા રેલવે ફાટક) ની મરામત તથા જાળવણીના કામ માટે 18 જાન્યુઆરી 2026ના રોજ સવારે 08.00 વાગ્યાથી 26 જાન્યુઆરી 2026ના રોજ સાંજે 20.00 વાગ્યા સુધી વાહન વ્યવહાર માટે બંધ રહેશે.આ સમયગાળા દરમિયાન માર્ગ ઉપયોગકર્તાઓ રેલવે ક્રોસિંગ નં. 37 (સચાણા રેલવે ફાટક) અને રેલવે ક્રોસિંગ નં. 22A (ROB-જોગણી માતા રેલવે ફાટક)નો ઉપયોગ કરી શકશે. આ પણ વાંચો : Ahmedabad News : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ હિમાચલ પ્રદેશના પ્રતિનિધિ મંડળ સાથે અમદાવાદ ફ્લાવર શો અને અટલબ્રિજની મુલાકાત લીધી

Read Full Story arrow_forward
Maharashtraની રાજનીતિના ‘ધુરંધર’ બન્યા દેવેન્દ્ર ફડણવીસ, મુંબઈમાં છવાયા CMના પોસ્ટર
calendar_today January 17, 2026

Maharashtraની રાજનીતિના ‘ધુરંધર’ બન્યા દેવેન્દ્ર ફડણવીસ, મુંબઈમાં છવાયા CMના પોસ્ટર

દેશની સૌથી મોટી મહાનગરપાલિકા ગણાતી BMCની ચૂંટણીના પરિણામોએ મહારાષ્ટ્રના રાજકીય માહોલમાં મોટો ફેરફાર લાવ્યો છે. 227 વોર્ડ ધરાવતી આ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ 89 બેઠકો જીતીને પોતાને એકમાત્ર સૌથી મોટા પક્ષ તરીકે સ્થાપિત કરી છે. આ જીતને કારણે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું રાજકીય વજન વધુ મજબૂત બન્યું છે. અનેક વિસ્તારોમાં પોસ્ટરો ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ મુંબઈના અનેક વિસ્તારોમાં દેવેન્દ્ર ફડણવીસના સમર્થનમાં મોટા પોસ્ટરો અને બિલબોર્ડ લગાવવામાં આવ્યા હતા. કેટલાક પોસ્ટરોમાં તેમને “ધુરંધર દેવેન્દ્ર” તરીકે ઓળખાવવામાં આવ્યા, જે તેમના મજબૂત નેતૃત્વ અને રાજકીય કુશળતાનું પ્રતિક માનવામાં આવે છે. આ પોસ્ટરો ભાજપ યુવા મોરચાના મુંબઈ પ્રમુખ તજિન્દર સિંહ તિવાનાએ લગાવ્યા હતા, જેઓ પોતે પણ આ ચૂંટણીમાં કોર્પોરેટર તરીકે ચૂંટાયા છે. સત્તાવાર આંકડા અનુસાર કુલ 11,79,273 મત ભાજપના સત્તાવાર આંકડા અનુસાર, પાર્ટીએ કુલ 11,79,273 મત મેળવ્યા છે, જે કુલ પડેલા મતોના 21.58 ટકા થાય છે. ભાજપના વિજેતા ઉમેદવારોમાં મત હિસ્સો 45.22 ટકા રહ્યો, જે તેને BMCમાં સૌથી મજબૂત પક્ષ બનાવે છે. આ પરિણામોથી સ્પષ્ટ થાય છે કે મુંબઈ જેવા મોટા અને મહત્વપૂર્ણ શહેરમાં ભાજપની પકડ વધુ મજબૂત થઈ છે.  29 બેઠકો જીતી અને 2,73,326 મત ભાજપના ગઠબંધન સાથી શિવસેના (એકનાથ શિંદે જૂથ) એ 29 બેઠકો જીતી અને 2,73,326 મત મેળવ્યા. બંને પક્ષો મળીને BMCમાં સૌથી મોટું ગઠબંધન બન્યા છે, જે આગામી સમયમાં મહાનગરપાલિકાની સત્તા રચનામાં મહત્વની ભૂમિકા ભજવશે. બીજી તરફ, શિવસેના (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે – UBT) એ MNS સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી હતી. UBTએ 65 બેઠકો જીતી અને 7,17,736 મત મેળવ્યા, જે કુલ મતનો 13.13 ટકા છે. MNSએ આ ગઠબંધનમાં 6 બેઠકોનો ઉમેરો કર્યો. કોંગ્રેસે 24 બેઠકો મેળવી, જ્યારે AIMIMએ 8 બેઠકો જીતી. ચૂંટણીમાં કુલ 54,64,412 મત આ ચૂંટણીમાં કુલ 54,64,412 મત પડ્યા હતા, જેમાંથી 11,677 મતદારોએ NOTA પસંદ કર્યું હતું. માન્ય રાજકીય પક્ષોના વિજેતા ઉમેદવારોને કુલ 26,07,612 મત મળ્યા, જે કુલ મતનો લગભગ 47.72 ટકા ભાગ છે. એટલે , BMC ચૂંટણીના પરિણામોએ સ્પષ્ટ કરી દીધું છે કે મુંબઈમાં ભાજપ અને દેવેન્દ્ર ફડણવીસનું નેતૃત્વ મજબૂત સ્થિતિમાં છે. આ જીત માત્ર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરતી સીમિત નથી, પરંતુ આવનારી રાજ્ય અને રાષ્ટ્રીય રાજનીતિ પર પણ તેનો અસરકારક પ્રભાવ જોવા મળી શકે છે.આ પણ વાંચો : 25 વર્ષ પછી, Mumbaiમાં નવો મેયર કોણ બનશે? જાણો તારીખ અને પ્રક્રિયા

Read Full Story arrow_forward