android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: ઓઢવમાં જર્જરિત ફાયર સ્ટેશનનું ડિમોલિશન પૂર્ણ રૂ.18 કરોડના ખર્ચે હાઈટેક બ્લિડિંગનું નિર્માણ થશે
calendar_today January 16, 2026

Ahmedabad: ઓઢવમાં જર્જરિત ફાયર સ્ટેશનનું ડિમોલિશન પૂર્ણ રૂ.18 કરોડના ખર્ચે હાઈટેક બ્લિડિંગનું નિર્માણ થશે

 શહેરના પૂર્વ વિસ્તારમાં સુરક્ષા અને વહીવટી માળખાને વધુ મજબૂત બનાવવાના આયોજન સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ઓઢવ ખાતે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે.વર્ષો જૂના અને જર્જરિત થઈ ગયેલા ઓઢવ ફાયર સ્ટેશન તેમજ સ્ટાફ્ ક્વાર્ટર્સના ડિમોલિશનની કામગીરી હાલમાં પૂર્ણ કરવામાં આવી છે. આ ખાલી થયેલી જગ્યા પર આગામી સમયમાં રૂ.18 કરોડના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ નવું બિલ્ડિંગ તૈયાર કરવામાં આવશે. ઓઢવના આશરે 5,000 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલી આ જગ્યામાં નવેસરથી તમામ કામગીરી હાથ ધરવામાં આવશે. આ પ્રોજેક્ટ અંતર્ગત માત્ર ફાયર સ્ટેશન જ નહીં, પરંતુ ફાયર બ્રિગેડના કર્મચારીઓ માટે આધુનિક સ્ટાફ્ ક્વાર્ટર્સ અને એક અદ્યતન વોર્ડ ઓફ્સિનું પણ નિર્માણ કરવાનું આયોજન છે. આ રીડેવલપમેન્ટ માટેની જવાબદારી જે-તે એજન્સીને સોંપી દેવામાં આવી છે અને ટૂંક સમયમાં જ ભૂમિપૂજન બાદ બાંધકામ શરૂ કરાશે. જર્જરિત ઈમારતો દૂર થવાથી હવે આ વિસ્તારમાં નવું અને સુરક્ષિત માળખું ઊભું થશે, જે આગામી દાયકાઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી રહ્યું છે. નવી બનનારી વોર્ડ ઓફ્સિ અને ફાયર સ્ટેશનમાં સુરક્ષા અને પર્યાવરણનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ માટે દરેક ફ્લોર પર અત્યાધુનિક ફાયર સેફ્ટી સિસ્ટમ અને સમગ્ર બિલ્ડિંગમાં ઝ્રઝ્ર્ફ સર્વેલન્સ ગોઠવવામાં આવશે.પાણીની સમસ્યા ન સર્જાય તે માટે વિશાળ અંડરગ્રાઉન્ડ વોટર ટેન્ક અને વરસાદીપાણીના સંગ્રહ માટે પરકોલેશન વેલ (રિચાજીંગ વેલ) બનાવવામાં આવશે. નવી વોર્ડ ઓફ્સિ બનવાથી સ્થાનિક રહીશોને વહીવટી કામકાજમાં મોટી રાહત મળશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad: દાણીલીમડામાં 3 દિવસથી ડહોળાયેલું પાણી મળતા 10 હજારથી વધુ લોકો ત્રાહિમામ્
calendar_today January 16, 2026

Ahmedabad: દાણીલીમડામાં 3 દિવસથી ડહોળાયેલું પાણી મળતા 10 હજારથી વધુ લોકો ત્રાહિમામ્

સ્માર્ટ સિટી અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. દાણીલીમડા ગામ અને તેની આસપાસની સોસાયટીઓમાં છેલ્લા આઠ-દસ મહિનાથી પૂરતા પ્રેશરથી પાણી ન આવવાને કારણે અને જે આવે છે તે અત્યંત ગંદુ અને ડહોળાયેલું હોવાને કારણે સ્થાનિકોમાં બિમાર પડવાનો ડર રહેલો છે. દાણીલીમડાની લક્ષ્મીકુંજ સોસાયટી, જનકપુરી, અંબાલાલ પાર્ક, મંગલ વિકાસ, પસાભાઈની ચાલી અને શિવમ એપાર્ટમેન્ટ જેવા વિસ્તારોમાં અંદાજે 12 થી 15 હજાર લોકો પાણીની આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે. આ અંગે જ્યારે સ્થાનિકોએ અધિકારીને રજુઆત કરી તો જણાવ્યુ કે, પહેલાનું બધું ભૂલી જવાનું, હવે આવું જ પાણી આવશે અને પ્રેશર વધશે નહીં. આ અંગે સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા પણ કોઈ જ કાર્યવાહી ન કરવામાં આવતાં સ્થાનિકોમાં રોષ ભભૂકી રહ્યો છે.આ અંગે સ્થાનિકોના જણાવ્યા અનુસાર, અગાઉ સવારે 6 થી 8 વાગ્યા સુધી નિયમિત પાણી આવતું હતું, પરંતુ હવે માત્ર અડધો કલાક જ પાણી આવે છે. તેમાં પણ પ્રેશર એટલું ઓછું હોય છે કે એક ડોલ ભરતા કલાકો નીકળી જાય છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી તો સ્થિતિ વધુ વણસી છે. નળમાં ગટર જેવું ગંધાતું અને ડોહળાયેલું પાણી આવતા લોકો તે પીવા માટે મજબૂર બન્યા છે. આ દૂષિત પાણીને કારણે ટાઈફોઈડ અને કોલેરા જેવા રોગો ફેલાવાની દહેશત સેવાઈ રહી છે. ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોએ મજબૂરીમાં પીવાના પાણીના કેન અને બોટલો બહારથી ખરીદવી પડે છે, જેનાથી તેમના પર આર્થિક બોજ વધી રહ્યો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
India: ફ્રાન્સ પાસેથી 114 રાફેલ ફાઇટર જેટ ખરીદવાની મંજૂરી મળી, આ સોદો 2016ના સોદા કરતાં પણ સસ્તો હશે!
calendar_today January 16, 2026

India: ફ્રાન્સ પાસેથી 114 રાફેલ ફાઇટર જેટ ખરીદવાની મંજૂરી મળી, આ સોદો 2016ના સોદા કરતાં પણ સસ્તો હશે!

ભારતની સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત બનાવવાના એક મહત્વપૂર્ણ પગલામાં, ભારતીય સંરક્ષણ સંપાદન બોર્ડે ફ્રાન્સ પાસેથી 114 રાફેલ ફાઇટર જેટ ખરીદવાની મંજૂરી આપી છે. આ પ્રસ્તાવ હવે અંતિમ નિર્ણય લેતા પહેલા મંજૂરી માટે સંરક્ષણ સંપાદન પરિષદ અને સુરક્ષા પરની કેબિનેટ સમિતિ પાસે જશે. જ્યારે કોઈ અધિકારી રેકોર્ડ પર વાત કરવા તૈયાર નથી, સૂત્રો પુષ્ટિ કરે છે કે આ સમાચાર સાચા છે.રાફેલ ખરીદી માટે સોર્સ કોડનું ટ્રાન્સફર એક પૂર્વશરતસંરક્ષણ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, ભવિષ્યના કોઈપણ સોદા માટે રાફેલ વિમાન માટે સોર્સ કોડનું ટ્રાન્સફર ફરજિયાત શરત રહેશે. સૂત્રો જણાવે છે કે રડાર, ઇલેક્ટ્રોનિક યુદ્ધ પ્રણાલીઓ અને શસ્ત્રોનું એકીકરણ ભારતીય ઇજનેરો દ્વારા જ કરવામાં આવશે, જેમાં ફ્રેન્ચ સહાયની જરૂર રહેશે નહીં. સૂત્રોના જણાવ્યા અનુસાર, સોર્સ કોડની ઍક્સેસ આવશ્યક છે કારણ કે તે ભારતને મૂળ ઉત્પાદક પર આધાર રાખ્યા વિના વિમાનમાં પોતાના શસ્ત્રો, સેન્સર, સુરક્ષિત ડેટા લિંક્સ અને મિશન સોફ્ટવેરને એકીકૃત કરવાની મંજૂરી આપશે.રાફેલ જેટ 2016ના સોદા કરતા સસ્તા હશે સૂત્રો એમ પણ કહે છે કે આ વખતે દરેક રાફેલ જેટની કિંમત 2016ના સોદા કરતા ઘણી ઓછી હોવાની અપેક્ષા છે. તે તુર્કી, જર્મની અને ઇટાલી જેવા દેશો દ્વારા ખરીદાયેલા ફાઇટર જેટ કરતા પણ સસ્તી હશે.તાજેતરના વર્ષોમાં, જર્મની, તુર્કી અને ઇટાલીએ યુરોફાઇટર ટાયફૂન ફાઇટર જેટ ખરીદ્યા છે. તુર્કીએ આશરે 7 અબજ યુરોમાં 20 યુરોફાઇટર જેટ ખરીદ્યા હતા, જ્યારે જર્મનીએ 3.75 અબજ યુરોમાં 20 ખરીદ્યા હતા. ઇટાલીએ પણ 7.5 અબજ યુરોમાં 20 યુરોફાઇટર જેટ ખરીદ્યા હતા.સૂત્રો અનુસાર, યુરોફાઇટર જેટની સરેરાશ કિંમત 120 થી 150 મિલિયન યુરો છે. શસ્ત્રો અને અન્ય સાધનો ઉમેરવાથી પ્રતિ વિમાન ખર્ચ આશરે 250 મિલિયન યુરો સુધી વધી જાય છે.પીએમ મોદીની મેક્રોન સાથેની મુલાકાત સોદો પાર પાડી શકે રાફેલ સોદો શરૂઆતમાં $18 અબજ ડોલરનો અંદાજ હતો, પરંતુ હવે તે વધીને $35.84 અબજ ડોલર થવાની ધારણા છે. ભારત અને ફ્રાન્સ ફેબ્રુઆરીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન વચ્ચે આયોજિત બેઠક દરમિયાન આ સોદાને અંતિમ સ્વરૂપ આપવાની આશા રાખે છે. ઓપરેશન સિંદૂરમાં ઉત્તમ પ્રદર્શન 114 ફાઇટર જેટ માટે આ સોદામાં રાફેલ જેટ પસંદ કરવાનું મુખ્ય કારણ ઓપરેશન સિંદૂર દરમિયાન તેનું ઉત્તમ પ્રદર્શન હતું. આ મિશન દરમિયાન, રાફેલે પાકિસ્તાનને શરણાગતિ સ્વીકારવા માટે મજબૂર કર્યું. બીજું મુખ્ય કારણ એ હતું કે વાયુસેના પહેલાથી જ 36 રાફેલ ફાઇટર જેટ ઉડાવે છે, જ્યારે નૌકાદળે પણ 36 રાફેલ મેરીટાઇમ વર્ઝનનો ઓર્ડર આપ્યો છે.આ પણ વાંચો: પ્રેમસંબંધ મુદ્દે થયેલી મારામારીમાં 60 વર્ષીય વૃદ્ધની હત્યા, પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત 4 આરોપીઓને દબોચ્યા

Read Full Story arrow_forward